Main Menu

thebapu

 

50 વર્ષ પહેલા અમરેલીને ધ્રુજાવનાર દીપડાને ઠાર કરાયો હતો

અમરેલી,
આજથી 50 વર્ષ પહેલાના સમયમાં જંગલખાતા દ્વારા ત્રાસ આપનાર જાનવરને જીવતા પકડવાની સગવડતા ન હતી અને ત્‍યારે તેનો ઉપયોગ આપ પણ શિકાર માટે થતો એ જમાનામાં જીવદયાપ્રેમીઓ બહુ ઓછા હશે તેને કારણે તેના કારણે સિંહ અને દીપડાને શુટ કરી દેવામાં આવતા હતા.એ જમાનામાં આજથી 50 વર્ષ પહેલા અમરેલીને ધ્રુજાવનાર દીપડાને ઠાર કરાયો હતો તે અમરેલીના બાલભવનમાં આવેલ પ્રાણીઘરમાં મસાલો ભરીને રાખવામાં આવેલ દીપડાને જોઇને યાદ આવી જાય છે.
1960ના દાયકામાં મુંબઇરાજયમાં અમરેલી હતુ અને ઓખા ંમંડળ, કોડીનાર, અમરેલી જિલ્લામાં આવતા હતા એ સમયે ગુજરાત રાજયની સ્‍થાપના થઇ ગાયકવાડી જમાનામાં પ્રાંતનો અને ત્‍યાર બાદ બૃહદ મુંબઇ રાજયમાં જિલ્લાનો દરજજો ભોગવતું અમરેલી નવા ગુજરાત રાજયના પ્રથમ મુખ્‍યમંત્રીનું શહેર બન્‍યું હતુ એટલે અમરેલીની દબદબો કાયમ હતો પણ અમરેલીને નવી એક આફતે ભરડો લીધો હતો.
આમ તો ગીરનું જંગલ અમરેલીથી 50 કીલોમીટર દુર છે પણ તે સમયે ગીરના જંગલમાંથી અમરેલી વટીને છેક વરસડા સુધી આવીને માનવભક્ષી દીપડાએ કાયમી ધામા નાખ્‍યા હતા તેને કારણે અત્‍યારે 24 કલાક ધમધમતા લાઠી રોડના વરસડા પંથકમાં તે સમયે સમી સાંજે સન્‍નાટો છવાઇ જતો હતો.
આજથી 50 વર્ષ પહેલા અમરેલી અને વરસડાના લોકોએ સરકારમાં ફરિયાદ કરી દીપડાનો ત્રાસ દુર કરવા માંગણી કરી અને આખરે પોલીસ તંત્રને કરાયેલી રજૂઆત બાદ ખુંખાર દીપડાને ઠાર મારવાનું નક્કી કરવામાં આવ્‍યું હતુ કારણ કે વરસડાના સીમ વિસ્‍તારમાં લોકોને નિકળવું આકરુ થઇ ગયું હતુ દીપડાના ભયને કારણે વાડી ખેતરોમાં લોકો કામ કરવા જતા બંધ થઇ ગયા હતા દીપડો માનવીને ભાળીને હુમલો કરતો અને માનવભક્ષી બની ગયો હતો તેના આતંકને કારણે સાંજ પછી લોકોએ ઘરબહાર નિકળવાનું બંધકરી દીધેલ.
આખરે તે જમાનામાં અમરેલીના ડીએસપીએ પોલીસમેન છનાભાઇ ખંડુભાઇ બાબચાને દીપડાને શોધીને ઠાર મારવાની જવાબદારી સોપી હતી જાંબાજ છનાભાઇએ વરસડા પંથકમાં દીપડાની શોધખોળ ચલાવી અને વીસેક દિવસની મહેનત બાદ દિપડાને શોધી કાઢીને તેને ઠાર કરતા લોકોએ હાશકારો અનુભવ્‍યો હતો.
લોકોને દિપડાના ત્રાસમાંથી છૂટકારો મળી ગયો હતો પણ અમરેલી ઉપર આવેલી એ જમાનાની આફતને અમરેલી બાલભવનના નિયામક શ્રી હીરાલાલ શાહે બાલભવન માટે અવસર બનાવી એક યાદગીરી કાયમ કરી હતી શ્રી શાહે અમરેલી બાલભવનમાં એક ઉભેલી હાલતમાં મસાલો ભરેલ દિપડો તો હતો જ અને એક સિંહ પણ છે ત્‍યા વધુ એક દિપડો મુકવાનું નક્કી કરી વાઇલ્‍ડલાઇફ વિભાગની મંજુરી મેળવી અમરેલીના જ ચર્મકાર પાસે બાલભવનમાં જ એ દિપડાની ખાલ અને નખ ઉતારાવીને તેને સ્‍ટફીંગ કરવા (મસાલો ભરવા) છેક મૈસુર મોકલેલ તો ત્‍યાથી એવી કવેરી આવેલ કે દીપડાના નખમાં હજુ માંસનો ભાગ છે આથી તેને સાફ કરી ફરી મોકલેલ આજે પણ ઉપર તસવીરમાં દર્શાવેલ એ ખુંખાર દીપડાને લોકો જોઇ શકે તે માટે અમરેલી બાલભવનમાં રાખેલ છે.


અમરેલીમાં આજે સંત હરીરામબાપા ચોકનું નામાભિધાન

અમરેલી,
અમરેલીમાં આજે સંત હરીરામબાપા ચોકનું નામાભિધાન કરાનાર છે.અમરેલી પાલિકાના સહયોગથી અને દેહત્‍યાગ માટે અમરેલીને પસંદ કરનાર નાના જલારામબાપા ગણાતા પૂ. હરીરામબાપાના બાપાના તૈલચિત્રનું પૂ. વલકુબાપુના વરદ્દ હસ્‍તે અનાવરણ થનાર છે આપ્રસંગે લોહાણા સમાજ સહિત તમામ સમાજના આગેવાનોની ઉપસ્‍થિતિમાં ચોકનુ નામાભિધાન અને અનાવરણ વિધી થનાર હોય અમરેલીમાં હરખની હેલી ચડી છે.

અમરેલીમાં પૂ. હરીરામબાપા ચોકના નામાભિધાન પુર્વે સુંદરકાંડના પાઠ
અમરેલીના નાના બસસ્‍ટેન્‍ડ પાસે સંત પૂ. હરીરામબાપા ચોકના નામાભિધાન કાર્યક્નમની પુર્વ સંઘ્‍યાએ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્‍યું હતુ તે પ્રસંગે ઉપસ્‍થિત અમરેલીની જનતા બહોળીં સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી હતી.


સાવરકુંડલા વિદ્યાગુરૂ ફાઉન્‍ડેશન દ્વારા લલુભાઇ શેઠ આરોગ્‍ય મંદિરમાં બે નવા વિભાગોનું પૂ.મોરારીબાપુના હસ્‍તે લોકાપર્ણ કરાયું

સાવરકુંડલા,
સાવરકુંડલામાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા લલુભાઇ શેઠ આરોગ્‍ય મંદિરમાં વિના મુલ્‍યે સારવાર અને દવા અપાઇ છે. પુ.મોરારીબાપુની નિશ્રામાં ચાલતા આઆરોગ્‍ય મંદિરમાં હાલ 7 વિભાગો દ્વારા નિષ્‍ણાંત ડોકટરો સેવા આપી રહ્યા છે. જેમાં અત્‍યાર સુધીમાં 1 લાખ 65 હજાર દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં ફિજીયોથેરાપી, ડયાલીસીસ, પેથોલોજી, ગાયનેક સહિતના વિભાગોમાં દર્દીઓને વિનામુલ્‍યે દવા અને ઓપરેશનો કરી આપવામાં આવે છે ત્‍યારે આ સેવા યજ્ઞની યશકલગીમાં પુ.મોરારીબાપુના વરદ હસ્‍તે બાળકોનો વિભાગ અને દાંતનો વિભાગ શરૂ કરી લોકાર્પણ કરવામાં આવેલ અદ્યતન આઇસીયુની સારવાર નિષ્‍ણાંત ડોકટરો આપી રહ્યા છે.
આ કાર્યક્નમના સાક્ષી બનવા દેશ વિદેશમાંથી અનેક લોકોએ હાજરી આપી હતી. પર્વ સપ્‍તમી કાર્યક્નમ અંતર્ગત બે દિવસ ચાલેલા કાર્યક્નમમાં સાહિત્‍યકારોએ આગવુ પ્રદાન કરનાર કાલીન્‍દિ પરીખ, કિશોર વ્‍યાસ, પન્‍ના નાયક, રસીકભાઇ સોનપાલનું સન્‍માન કરાયું હતું. સંસ્‍કાર પર્વ અંતર્ગત સાંઇરામ દવેએ હાસ્‍ય પિરસી લોકો મનોરંજ પુરૂ પાડેલ કાર્યક્નમની પુર્વ સંઘ્‍યાએ નાટય પર્વમાં મુંબઇના સંજય ગોરડીયાએ જોકસ સમ્રાટ નાટક રજુ કરી લોકોને મંત્રમુગ્‍ધ કર્યા હતા કાર્યક્નમને સફળ બનાવવા ફાઉન્‍ડેશન પ્રમુખ હરેશ મહેતા, નંદલાલ માનસેતા સહિતે જહેમત ઉઠાવી હતી.


રાજુલાના પટેલ ટ્રેડર્સમાં ઇલે.શોક સર્કિટથી આગ

રાજુલા,
રાજુલા મેઇન બજારમાં આવેલ પટેલ ટ્રેડર્સ નામની ટ્રેકટરના સાધનો અને પાર્ટસની દુકાનમાં કોઇ કારણોસર શોકસર્કિટથી આગ લાગતા બજારમાં ધુમાડાના ગોટેગોટા નિકળતા વેપારીઓ અને લોકોના ટોળેટોળા દુકાન બાજુ દોડી આવ્‍યા હતા પરંતુ પાણી ન હોવાથી પાલિકાના પ્રમુખ જેન્‍તીભાઇ જાનીએ પાલિકના પ્રમુખ સંજયભાઇ ધાખડાને જાણ કરતા પાણીનો ટાંકો આવી જતા આગ કાબુમાં આવી હતી. ટ્રાફિક જામ થતા ટ્રાફિક પોલીસ ભરતભાઇ આહિર, હિતુભાઇએ ટ્રાફિક વ્‍યવસ્‍થા દુર કરી હતી સ્‍થળ ઉપર પાલિકાના પ્રમુખ સંજયભાઇ ધાખડા સહિત દોડી આવ્‍યા હતા દુકાનમાં ટ્રેકટરના સાધનોમાં પટ્ટા બેલ્‍ટ, પંખાઓ, વાયરીંગ, સહિત કિંમતી સ્‍પેરપાર્ટો બળી જતા અંદાજીત 7 થી 8 લાખનો માલસામાન ભસ્‍મીભુત બની ગયો હતો


05.01.2017

thumbnail of 05-1-17


અરબ સાગરને ધુ્રજાવી અમરેલી આવતા જયોર્જને છ મહીના બાન રખાયેલ

અમરેલી,
આજથી બે સૈકા પહેલાના સમયમાં સૌરાષ્‍ટ્રમાં બહારવડીયાનો જમાનો હતો બહારવટે નિકળવાના અનેક બનાવો બન્‍યા હતા પણ તે સમયે એક તરફથી બહારવટીયા અને બીજી તરફ અરબી સમુદ્રમાં ચાંચીયાઓનો ત્રાસ હતો આ સમયગાળા દરમિયાન અમરેલી સાથે સંકળાયેલ એક અજાયબી ભરી અને અંગ્રેજ હુકુમતનું નાક કાપી લેતી ઘટના જોઇએ.
વડોદરા રાજય ગુજરાતભરમાં પથરાયેલુ હતુ તેને ત્રણ ઠેકાણે દરિયાની સીમા અડતી હતી એક તરફ સુરત નજીક નવસારી, મહેસાણા, સૌરાષ્‍ટ્રમાં ઓખા-દ્વારકા અને આપડી તરફ અમરેલી જિલ્લાના કોડીનાર સુધી વડોદરા રાજય પથરાયેલું હતુ તેમા બહારવટીયાની સાથે સાથે દરિયામાં લુંટારુઓ એટલે કે ચાંચીયાનો પણ ત્રાસ હતો.
કોડીનારને અડીને આવેલા અરબી સમુદ્રમાં પણ ચાંચીયાઓનો કાળો કેર હોય ગાયકવાડ સરકારની માંગણીથી ઇસ્‍ટ ઇન્‍ડીયા કંપનીએ બ્રીટીશ નૌકાદળના કેપ્‍ટન જયોર્જ ગ્રાન્‍ટને કોડીનારના વેલણ મુકેલ અને તેણે અરબ સાગરને ધમરોળતા ચાંચીયાઓને ઝેર કર્યા હતા અને અરબી સાગરને ચાંચીયાઓથી મુક્‍ત કર્યો હતો.
આ સમયે જુનાગઢ છીનવાઇ જતા ખુંખાર બહારવટીયા રામવાળાએ જુનાગઢ સ્‍ટેટ સામે બહારવટુ છેડયું હતુ. આ સમયે કનકાઇ અને બાણેજની ચોકડીએ છોડવડી નજીક દિવના સુંદરજીશેઠના કનકાઇ જતા સંઘને અટકાવીને લુંટવા જતા આ તો યાત્રાળુ સંઘ છે એટલે તેને ન લૂંટાય તેવા વિચારે બાવાવાળાએ સંઘને જવા દેતા સુંદરજી શેઠે તેને કોડીનારના ઘાંટવડ પાસે અંગે્રજ અધિકારી જયોર્જ ગ્રાંટ આ તરફ આવી રહયો હોવાની ટકોર કરતા જ બાવાવાળાએ કોડીનારથી અમરેલી આવી રહેલ બ્રીટીશ અફસરને પકડવા પ્‍લાન તૈયાર કર્યો હતો અને કેપ્‍ટન જયોર્જ ગ્રાન્‍ટની સાથે તેના બે અંગરક્ષક અને એક ખાસદાર એક મુનશી સાથે જયારે દલખાણીયાના નાકે પહોંચ્‍યા હતા અમરેલીમાં તેનુ સન્‍ગાન થવાનુ હતુ ત્‍યારે દલખાણીયાના નાકે તેના બે અંગરક્ષકને મારીને જયોર્જને બંદી બનાવી લેવાયો હતો અને પોણી દુનિયા ઉપર જેના ડંકા વાગતા હતા તેવી બ્રીટીશ સરકારનું પણ નાક કાપી લીધુ હતુ. અરબ સાગરને ધ્રુજાવનાર શક્‍તિશાળી અધિકારીને બાવાવાળાના કબજામાંથી છોડાવવા માટે અંગ્રેજોના તમામ પ્રયાસો નિષ્‍ફળ ગયેલ ગાંડી ગીરમાં રખડતા બહારવટીયાએ એક વાયકા મુજબ છ છ માસ સુધી જયોર્જને બંદી બનાવીને રાખ્‍યો હતો અને હારી થાકી અને આખરે રાજકોટના પોલીટીકલ એજન્‍ટ મારફતે જુનાગઢના નવાબ બહાદુરખાન ઉપર દબાણ લાવવામાં આવતા અંગ્રેજ સૈન્‍ય જુનાગઢને ધમરોળી નાખશે તેવા ડરથી જુનાગઢ રાજયએ હરસુરવાળાને માંડાવડ સહિતના ગામો આપીતેની પાસેથી વિસાવદર પાછુ લઇ બાવાવાળાને પરત અપાતા જયોર્જ ગ્રાંટને મુક્‍ત કરાયો હતો.


બાબરામાં શ્રી ઠુમ્‍મરનો શંખનાદ : સરપંચોનું સન્‍માન

અમરેલી,
આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મુળ ઉખેડી ફેકવા જાહેરમાં શમ્‍દોથી શ્રી વિરજીભાઇ ઠુંમર દ્વારા શંખનાદ કરવામાં આવ્‍યો હતો. પુર્વ સાંસદ અને જીલ્લા કોંગ્રેસના હામી શ્રી વિરજીભાઇ ઠુંમર દ્વારા ઉપસ્‍થિત ગ્રામ્‍ય આગેવાનો અને સરપંચોને સંબોધતા જણાવાયુ હતુ કે ભાજપના કર્તુઓને ઠાલા વચનોથી જનતા ત્રસ્‍ત છે
અને ખેડૂત અને શ્રમીક વર્ગ પિસાઇ રહ્યો છે નોટબંધીનો જો હુકમી જેવો નિર્ણય કરી આખા દેશને બાનમાં લેનાર ભાજપ સરકારને આગામી વિધાનસભામાં જનતા જવાબ આપી ગુજરાતને ભાજપ મુકત કરશે જુના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા જેનીબેન ઠુંમર, મિનાબેન કોઠીવાળ સહિત તાલુકા શહેરના હોદેદારો તાલુકા પંચાયતના સભ્‍યો નગરપાલિકાના સભ્‍યો સહિત મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત મેદની વચ્‍ચે સરપંચ સત્‍કાર સમારોહ યોજાયો હતો જેમનુ સંચાલન આયોજન બિપીનભાઇ વસાણી, રાજુભાઇ ખાત્રોજા, લાલભાઇ જેબલીયા, અશોકભાઇ ખાચર, ચિતરંજન છાટબાર સહિતની કોંગ્રેસ ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતુ બાબરા તાલુકાના 30 ગામોના સરપંચોને શાલ ઓઢાડી શ્રી ઠુંમરે સન્‍માનિત કર્યા હતા અનેસરપંચોએ પણ તેમને સમર્થન કર્યુ હતું.


બાબરાના 28 લાખના દારૂ પ્રકરણમાં કોટન મીલમાલિક ફરાર

દારૂના જંગી જથ્‍થાના પ્રકરણમાં અમરેલીની ક્નાઇમ બ્રાંચ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ
અમરેલી, દારૂના જંગી જથ્‍થાના પ્રકરણમાં અમરેલીની ક્નાઇમ બ્રાંચ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે. બાબરાના ચકચારી 28 લાખના દારૂ પ્રકરણમાં કોટન મીલમાલિક ફરાર થઇ ગયા છે બાબરાના દેવળીયા રોડ ઉપર આવેલ બંધ જીનમાંથી રૂા. 28 લાખનો દારૂ બીનવારસી ઝડપાયો હતો મીલને ભાડે આપનારા માલીક બાબુભાઇ જાગાણી અને ભાડે લેનાર ધંધુકાના કાનાણીની ક્નાઇમ બ્રાંચ દ્વારા શોધખોળ ચલાવાઇ રહી છે.અને હાલમાં બન્‍ને ફરાર થઇ ગયા હોવાનુ જાણવા મળેલ છે. દરમિયાન પોલીસ દ્વારા મોટા દેવળીયાના મીલમાલીક બાબુભાઇ જાગાણી સામે ગુનો નોંધાયો છે અને ક્નાઇમ બ્રાંચ દ્વારા દારૂ કયાંથી આવ્‍યો હતો ? કયાં જવાનો હતો ? વેંચાણમાં કોણકોણ સંડોવાયેલ છે તેવા અનેક મુદ્દાઓ સહીતની જીણવટભરી તપાસ ચાલી રહી છે.


ગાંધીનગરમાં રાજુલા-જાફરાબાદ-ખાંભાના સરપંચોનું સન્‍માન

રાજુલા, અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્‍તારના નવા ચૂંટાયેલા સભ્‍યોનું ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સન્‍માન કર્યુ હતુ અને રાજુલા, જાફરાબાદના ધારાસભ્‍ય શ્રી હિરાભાઇ સોલંકીને પણ બિરદાવી સન્‍માનીત કર્યા હતા.રાજુલા, જાફરાબાદ, ખાંભામાં શ્રી હિરાભાઇનું સારૂ પ્રભુત્‍વ હોવાથી સફળતા મળી છે.જાફરાબાદમાં 36 ગ્રામ પંચાયતોમાંથી 8 સમરસ અને 21 ભાજપને મળી હતી.એજ રીતેરાજુલામાંથી પણ સૌથી વધુ બેઠકો ભાજપને મળી છે આમ સરપંચોમાં શ્રી હિરાભાઇ સોલંકીનો દબદબો યથાવત રહ્યો હતો.સન્‍માન પ્રસંગે ભાજપ આગેવાનો ચેતનભાઇ શિયાળ, સરપંચ મંડળના અનિરૂઘ્‍ધભાઇ વાળા, ભાવેશભાઇ સોલંકી, ભોજભાઇ કોટીલા, સકુરભાઇ સોલંકી, ગજરાબેન ગોહિલ, શુકલભાઇ બલદાણીયા, મહાવીરભાઇ ખુમાણ, રાણાભાઇ મકવાણા સહિત ઉપસ્‍થિત રહ્યા હતા.તેમ જણાવ્‍યું છે.


પતંગોને કારણે વર્ષે 80 હજાર પક્ષીઓનાં મોત : શ્રી તળાવીયા

અમરેલી વનચેતના ખાતે પ્રકૃતિ રિસર્ચ શિબિરમાં માર્ગદર્શનગુજરાતમાં દસ વર્ષમાં બે લાખ વડલા નાશ પામ્‍યા, પશુ-પક્ષીને આશ્રય નથી : 10 વર્ષમાં વન સંપદા 50 ટકા હતી તે ઘટીને હાલ માત્રને માત્ર ત્રણ ટકા જ બચી છેહાલ દેશી પક્ષીનાં માળાઓ ચાલુ છે અને માળાનું ટાણુ છે તેનાં બચ્‍ચા અને ઇંડા માળામાં હોય જેનું પતંગથી મોત થાય છે : દેશી કુળનાં વૃક્ષો સાવ નાશ પામ્‍યા

અમરેલી,
અમરેલીમાં વનચેતના કેન્‍દ્ર ખાતે દિપક હાઇસ્‍કૂલ, રૂપાયતન શાળા, ફોરવર્ડ સ્‍કૂલનાં વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ રિચર્સ શિબિરનું આયોજન વનવિભાગ દ્વારા કરવામાં આવ્‍યું હતુ. આ શિબિરમાં દરરોજ તર્જજ્ઞો દ્વારા અવનવુ માર્ગદર્શન આપવામાં આવે છે. તે મુજબ શિબિરમાં આજે ફોરવર્ડ સ્‍કૂલનાં શ્રી કેતનભાઇ જોષીએ પોતાના પ્રવચનમાન જણાવ્‍યું હતુ કે, પતંગને કારણી પશુ-પક્ષીઓનો સોથ બોલી જાય છે પણ તે અબોલ છે પણ જો તેને વાચા મળે તો કેટલીય ફરિયાદો ઉઠે પરંતુ તેનો આપણે લાભ લઇએ છીએ. પ્રકૃતિને બચાવવા વાડીએ ફળિયામાં વૃક્ષ વાવી પાણીનાં કુંડા મુકી પક્ષીઓની વેદનાને સમજવા પ્રયત્‍ન કરવો જોઇએ. પક્ષીઓમાં સંવેદના નથી તેમ જણાવી પ્રકૃતિ અંગે વિગતે વાતો કરી હતી. શ્રીજિતુભાઇ તળાવીયાએ જણાવ્‍યું હતુ કે,
દર વર્ષે પતંગોને કારણે એકલા ગુજરાતમાં 70 થી 80 હજાર પક્ષી મોત પામે છે. 14 જાન્‍યુઆરીએ મકરસંક્નાંતિની ઉજવણી કરી લોકો પક્ષીઓનો સોથ બોલાવે છે. કારણ કે, દેશી પક્ષીના માળાનું હાલ ટાણુ છે. તેના માળામાં ઇંડા હોય બચ્‍ચા પણ હોય તેને આ ચાઇનીઝ દોરીની અસર થાય છે અને ટપોટપ મરી જાય છે. આપણે પ્રકૃતિનાં ભોગે વિકાસ મેળવ્‍યો છે પણ ભવિષ્‍યમાં અનેક જાતિઓ નામશેષ થઇ જશે. જેમ ગુજરાતમાં દસ વર્ષમાં બે લાખ વડલા નાશ પામ્‍યા છે. ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં વન્‍ય સંપદા પચાસ ટકા હતી હાલ માત્ર 3 ટકા બચીછે. સરકારે ગંભીરતા દાખવવાની જરૂર છે. ગૌચર પડતર જમીન રેલીયાણ પટ માત્ર ત્રણ ટકા રહ્યો છે. ગુજરાત હોય કે અન્‍ય રાજયો હાઇકોર્ટ પ્રતિબંધ ફરમાવે છે.
જયારે ગુજરાતની સરકાર પતંગોત્‍સવને ઉત્‍તેજન આપે છે આ કયાંનો ન્‍યાય ? ભવિષ્‍યમાં ગ્‍લોબલ વોર્મિંગ સહિત અનેક પ્રશ્‍નો ગંભીર સ્‍વરૂપ ધારણ કરી રહ્યા છે. 750 ગામોમાં મોર હતા હાલ માત્ર 400 ગામોમાં જ જોવા મળે છે. છેલ્લા બે વર્ષમાં 60થી 70 ટકા વૃક્ષો નાશ પામ્‍યા છે તેમ જણાવી પ્રકૃતિ બચાવવા શ્રી જિતુભાઇએ અનુરોધ કર્યો હતો.
અમરેલી રૂપાયતન સ્‍કૂલનાં સલીમભાઇ કુરેશીએ જણાવ્‍યું હતુ કે, પ્રકૃતિનાં ચારસંતાનો છે. તેમા એક દિકરો પક્ષી છે. જે ગગન વિહાર કરેછે તેનાથી નાનો દિકરો મનુષ્‍ય છે. તેનાથી ચોથો દિકરો ચૌપગુ પ્રાણી છે. આવી રીતે ચારેય અલગ અલગ કાર્યરત છે પણ હાલ એવી સ્‍થિતિ છે કે, અમુક પક્ષીઓ જોવા જ મળતા નથી અને વૃક્ષોનો પણ નાશ થતો જાય છે. ભવિષ્‍ય માટે વૃક્ષો બચાવવા પાણી બચાવવા દાખલા દલિલો સાથે માર્ગદર્શન આપ્‍યું હતુ.
રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર શ્રી વિઠ્ઠલાણીએ સંબોધનમાં જણાવ્‍યું કે, દરેક વિદ્યાર્થી એક વૃક્ષ વાવે અને તેનુ જતન કરે પાણી પણ વેડફે નહિ, તેમ જણાવી પ્રકૃતિ બચાવવા અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્નમ સફળ બનાવવા કેતનભાઇ જોષી, કિશોરભાઇ રૈયાણી અને વનવિભાગ સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.