Main Menu

avadhtim

 

23-03-2017

thumbnail of 23-3-17


બાબરાના ત્રંબોડામાં ગેસનો બાટલો ફાટતા એકનું મોત,આઠ દાઝીયા

બાબરા,(મ્‍યુરો કાર્યાલય)
બાબરાના ત્રંબોડામાં રહેણાંકમાં ગેસ સીલીન્‍ડર ફાટતા એ કજ પરિવારના નવ લોકો દાઝી ગયા હતા જેમા એકનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, બાબરાના ત્રંબોડામાં ખોડાભાઇ ખીમાભાઇ જાદવના રહેણાંક મકાનમાં ગેસનો બાટલો રાત્રીના સમયે લીકેઝ હોવાનુ લાગેલ પણ ઘ્‍યાન આપયેલ નહી અને આજે સવારના મહીલાઓ ઉઠી ગેસ ચાલ કરવા જતા બોમ્‍બની જેમ ગેસની બોટલ ધડાકાભેર ફાંટી હતી અને આ બોમ્‍બ જેવા ધડાકાને કારણે મકાનની પાકી દીવાલ તોડી અને બે રૂમમાં આગ ફેલાઇ ગઇ હતી તેને કારણે સુતેલા સૌ આગની જવાળામાં સપડાઇ ગયા હતા.
સવારના સમયે દલીત પરિવારને ત્‍યા બનેલો બનાવથી દોડાદોડી થઇ ગઇ હતી લોકોએ ઇજાગ્રસ્‍તોને સારવાર માટે બાબરા સામુહીક આરોગ્‍ય કેન્‍દ્રમાં ખસેડયા હતા અને પ્રાથમિક સારવાર આપી તમામને ગંભીરહાલતમાં અમરેલી સિવિલમાં ખસેડાયા છે ઘવાયેલાઓની અમરેલીમાં સારવાર શરૂ દાઝેલા છથી સાત લોકોની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.
દાઝેલામાં ખોડાભાઇ ખીમાભાઇ જાદવ, પ્રેમજીભાઇ ખોડાભાઇ, અરજણભાઇ ખીમાભાઇ, નરેશભાઇ અરજણભાઇ, મોહન દેવાભાઇ, રવજીભાઇ નાનજીભાઇ, રામજીભાઇ ખીમાભાઇ, હેતલબેન રામજીભાઇ અને શારદાબેન પ્રેમજીભાઇનો સમાવેશ થાય છે.
જાણવા મળતી માહીતી પ્રમાણે ખોડાભાઇ ખીમાભાઇ જાદવનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્‍યુ નિપજયું હતુ.


ધારીમાં દ્વિતીય પૂક્કયતિથી નિમિતે મહારક્‍તદાન કેમ્‍પ-લોકાર્પણ

ધારી,ધારીમાં બજરંગ ગૃપ અને દવે પરિવાર દ્વારા લોકાર્પણ અને મહારક્‍તદાન કાર્યક્નમ યોજાયો હતો. દાતા તરીકે રમેશભાઇ કાંતિભાઇ ઠાકર પરિવાર દ્વારા બજરંગ ગૃપને શબવાહીની અને મીનીબસનું લોકાપર્ણ નેત્રનિદાન  કાર્યક્નમ યોજાયો હતો. ધારીનાં સેવાભાવી પરદુઃખભંજન પત્રકાર હસમુખ દવેની દ્વિતીય પૂક્કયતિથી નિમિતે અમરેલી ઇન્‍ડિયન રેડક્નોસનાં સહયોગથી ધારી મુકામે મહારક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવતા વિવિધ સમાજનાં રક્‍તદાતાઓએ બહોળી સંખ્‍યામાં રક્‍તદાન કરેલ જેમાં 30 બોટલ રક્‍ત એકત્ર થયેલ. આ પ્રસંગે ચાંપરડા આશ્રમનાં મુક્‍તાનંદબાપુનાં પ્રતિનિધી સદાનંદબાપુ, રાજગોર બ્રહ્મસમાજનાં પ્રમુખ જયંતિભાઇ તેરૈયા, બગસરાનાં ઉદ્યોગપતિ સંજયભાઇ ધાણક, અવધ ટાઇમ્‍સનાં તંત્રી ભરતભાઇ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, પૂર્વ ધારાસભ્‍ય મનસુખભાઇ ભુવા, પત્રકારો જયેશભાઇ દવે, રમેશભાઇ ઠાકર, ભગુભાઇ પટ્ટણી, ભરતભાઇ શેઠ, હરેશભાઇ મકવાણા, રાહુલભાઇ જોષી એડવોકેટ, દવે પરિવારનાં ચંદુભાઇ દવે, અરવિંદભાઇ દવે, મયુરભાઇ દવે, અતુલભાઇ દવે, મધુબેન દવે, શિવાની હસમુખ દવે, સૂર્યકાંતભાઇ મહેતા, ધારીનાં પત્રકાર અમીતભાઇ નાડ, બરકતભાઇ ચાવડા, અરૂણભાઇ વેગડા,કાંતિભાઇ જોષી, નિલેશભાઇ મહેતા, બજરંગ ગૃપનાં પ્રમુખ પરેશભાઇ પટ્ટણી, ભરતભાઇ મકવાણા, અનિલભાઇ પુરોહિત, દુર્ગેશભાઇ ઢોલરીયા, વાંકુનીધાર પંચમુખી હનુમાનજી આશ્રમના મહંત કરૂણાનિધન બાપુ, ના.કા.ઇ.પા.પૂ.શ્રી રાઠવા, વેપારી મહામંડળનાં પ્રમુખ મુકેશભાઇ રૂપારેલીયા સહિત ઉપસ્‍થિત રહ્યા હતા અને હસમુખ દવેની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી.


અમરેલીના રસ્‍તા, ભુગર્ભ ગટર સહિતના પ્રશ્‍ને પાલિકા પ્રમુખ અલ્‍કાબેને ગ્રાન્‍ટ ફાળવવા માંગ કરી

અમરેલી,
અમરેલી શહેરના વિકાસ પ્રશ્‍ને નગરપાલિકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયાએ મ્‍યુનીસીપલ ફાઇનાન્‍સ બોર્ડના ચેરમેનધનસુખભાઇ ભનડેરીને મળી રજુઆતો કરી હતી જેમાં અમરેલી શહેરના જર્જરીત થયેલા માર્ગો, ભુગર્ભ ગટર સહિતના પ્રશ્‍ને તેમજ અલ્‍કાબેન ગોંડલીયાએ ગ્રાન્‍ટની માંગણી કરતા ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરીએ સહકાર આપવા સકારાત્‍મક અભીગમ દાખવી સહયોગની ખાતરી આપી હતી. અમરેલી શહેરના વિકાસ માટે અને પ્રાથમીક સુવિધાઓ આપવા માટે ધારદાર રજુઆત કર્યાનું પ્રમુખશ્રી અલ્‍કાબેને જણાવેલ છે.


ચલાલામાંતબીબની નિમણુ ંક થતા ગરીબ દર્દીઓની મુશ્‍કેલી દુર થશે

ચલાલા,(પ્રકાશ કારીયા)
ચલાલા શહેર આજુબાજુ 30 ગામના બે લાખ લોકોના આરોગ્‍ય માટે વર્ષો પહેલા સેવાભાવિ સંસ્‍થા બાપા સીતારામ ગૃપની વારંવાર રજુઆતથી આરોગ્‍ય કેન્‍દ્રનો દરજજો મળ્‍યો, પરંતુ સ્‍ટાફ અભાવે આ વિસ્‍તારના દર્દીઓ  પરેશાન હતા.પ્રસુતા મહિલાઓને પણ સુવિધા મળતી ન હતી.ઇમરજન્‍સીમાં દર્દીઓને ના છુટકે બહાર જવું પડતું હતુ.
અને ખર્ચાળ સારવાર લેવી પડતી.આ પરિસ્‍થિતિમાં કાયમી ડોક્‍ટરોની નિમણુ ંક માટે પ્રમુખ અશોકભાઇ તલાટીયાએ મુખ્‍યમંત્રી સહિતને રજુઆત કરી હતી.
આખરે તંત્રએ આળસ ખંખેરી આરોગ્‍ય કેન્‍દ્રમાં બે ડોક્‍ટરો મુક્‍યા છે જેમાં ડો.ચૌહાણ તથા ડો.મોરી હવે કુલ ત્રણ ડોક્‍ટરો ફરજ બજાવશે તેથી આ વિસ્‍તારના લોકોની મુશ્‍કેલી દુર થશે.
ડોક્‍ટરોન નિમણુ ંક થતા મુખ્‍યમંત્રી તથા સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્‍ય નલિનભાઇ કોટડીયા પ્રત્‍યે બાપાસિતારામ ગૃપે આભારની લાગણી વ્‍યક્‍ત કરી છે તેમ અશોકભાઇ તલાટીએ જણાવ્‍યું છે.


અમરેલી એસટી ડેપોમાં કેમેરા શોભાના ગાંઠીયા જેવા : શ્રી પરેશ ધાનાણી

અમરેલી,કેમેરા ન રાખનાર સામે પોલીસ ફરિયાદ કરાય છે તો જે હયાત છે તે કેમેરા ન જાળવનારા સામે પણ પગલા લો તેવી માંગણી સાથે અમરેલીના ધારાસભ્‍યશ્રી પરેશ ધાનાણીએ મહત્‍વની રજુઆત કરી જણાવ્‍યુ છે કે અમરેલી એસટી ડેપોમાં કેમેરા શોભાના ગાંઠીયા જેવા છે હાલમાં પરીક્ષાનો સમય છે ત્‍યારે એટી ડેપોમાં લુખ્‍ખાઓને છુટો દોર આપવા એસટી તંત્ર દ્વારા આયોજન કરાતુ હોય તેવી રીતે અસામાજીક તત્‍વો દ્વારા બહેનદિકરીઓની છેડતી કરાય છે અને કેમેરાને અભાવે લુખ્‍ખાઓને મોકળુ મેદાન મળી રહયુ છે. અમરેલીમાં જિલ્લા કક્ષાના મહત્‍વના સ્‍થાન ઉપર સીસી ટીવી દ્વારા વોચ હોવી અતીશય જરુરી છે અર્ધા ડેપોમાં કેમેરા ચાલુ છે પણ ડીવીઆર બંધ બંધ હોલતમાં હોવાને કારણે રેકોર્ડીંગ તો થતુ નથી.


મહુવાથી સુરત ટ્રેન આપ્‍યા પછી રેલ્‍વે તરફથી એકપણ ટ્રેન આજસુધીઆપવામાં આવી નથી

સાવરકુંડલા
સાવરકુંડલામાં મહુવા સુરત ગાડી આપ્‍યા બાદ એકપણ ગાડી શરૂ કરવામાં આવી નથી. અધિકારીઓ માત્ર વિઝિટ કરી ચાલ્‍યા જાય છે. 2008માં સુરત ટ્રેન મળ્‍યા પછી નવ વર્ષ વિત્‍યા છતાં અન્‍ય ટ્રેનો અપાતી નથી. સવારમાં જે ગાડી હતી તે વીસ વર્ષથી બંધ કરી છે તેને ફરી શરૂ કરવી જોઇએ. જો કોઇ નવી ગાડી નથી માત્ર બ્રોડગેજનું કામ ચાલુ હતુ ત્‍યારે બંધ કરેલ છે.
બ્રોડગેજ શરૂ થયેલ તેને પંદર વર્ષ થઇ ગયા છતાં ગાડી શરૂ થતી નથી. પાલિતાણાથી મુંબઇ ચાલે છે. તે ગાડીનો ટાઇમ બદલવા હિલચાલ થાય છે. તે ગાડીનાં અર્ધા ડમ્‍બા મહુવા જાય તેમ કરવુ જોઇએ અને માત્ર ચાર ડમ્‍બા જોડાય તો અમરેલી જિલ્લાને મુંબઇનું સીધુ કનેકશન થાય તેમ છે. જેથી અઠવાડીયે એક ગાડી મુંબઇની થઇ શકે તેમ છે તેનો અમલ કરવો જોઇએ. મહુવા બાંદ્રા ગાડીમાં જ બે ડમ્‍બા જોડે તો આવવા જવા બંને ગાડીનાં ટાઇમ મુજબ ક્નોસીંગ છે તેની વહેલી તકે મંજૂરી મળવી જોઇએ. ડમ્‍બા બદલવાનો પ્રશ્‍ન પણ ન રહે. કારણ કે બપોરની 3-40ની ગાડીમાં બે ડમ્‍બા જાય અને બીજે દિવસે સવારે 10-45ની ગાડીમાં તે બંને ડમ્‍બા લેતા આવે આમ કરવાની નવી ગાડીનો પ્રશ્‍ન છે તે કાયમ માટે સોલ્‍વ થઇ જાય તેમ છે. તેવી રજુઆત ભુપેશભાઇ મહેતાએ કર્યાનું જણાવ્‍યુંછે.


સુરતના કાપોદ્વા પોલીસ સટેશનની હદમાં લોકોનો પોલીસની કામગીરી ઉપરથી વિશ્‍વાસ સાવ ઉડી ગયો : રાજકોટ જેવી જ કાર્યવાહી કરો

સુરત,સુરતની કથળેલી કાયદો વ્‍યવસ્‍થા પ્રશ્‍ને ધારાસભ્‍યશ્રી કુમારભાઇ કાનાણી દ્વ ારા ગૃહમંત્રીને રજુઆત કરાઇ છે તેમા જણાવાયું છે કે, સુરતના કાપોદ્વા પોલીસ સટેશનની હદમાં લોકોનો પોલીસની કામગીરી ઉપરથી વિશ્‍વાસ ઉડી ગયો છે અહી રાજકોટ જેવી કાર્યવાહી કરો તેવી માંગણી સાથે યાદી અપાઇ છે કે તા. 12 માર્ચે ધારાસભ્‍ય દ્વારા વરાછા રોડની તમામ સોસાયટીના પ્રમુખો સાથે એ ડીવીઝનના એસીપીને રજુઆત કરાયા બાદ ગૃહમાં રજુઆત થઇ છે.


બાબરા નજીક જામબરવાળા ગામે કપાસ લેવા આવેલા મહારાષ્‍ટ્રના વેપારી સહિત 25 લોકો ચીટીંગ કરતા ઝડપાયા

અમરેલી,
બાબરાના જામબરવાળા ગામે ગામના કપાસના દલાલ જયેશભાઇ અને હરેશભાઇએ ખેડુત ભરતભાઇ જેઠાભાઇ રાઠોડને ત્‍યા આવી મહારાષ્‍ટ્રવાળા રાજુભાઇ દ્વારા કપાસ રોકડે ખરીદવતો હોવાનુ જણાવીને તેને ત્‍યા લાવી તા. 20મીએ કપાસ તોળી રહયા હતા
ત્‍યારે તેમા ગોલમાલ જણાતા એક મણને એ વેપારીના ઇલેકટ્રીક કાટામાં લગાડતા તેનો વજન માત્ર આઠ કીલો જ થતા એ રાજુ એક મણે બાર કીલોનો કપાસ ખાઇ જતો હોવાનુ ખુલતા કપાસ જોખવા આવેલા 25 લોકો ભાગી ગયા હતા અને ત્રણ શખ્‍સો ન ભાગી શકતા પકડાઇ ગયા હતા આથી ગામના સરપંચ શ્રી પ્રેમજીભાઇ નાકરાણીને જાણ કરાતા શ્રીનાકરાણીએ પોલીસને બોલાવી અને તે શખ્‍સો તથા ઠગ ટોળીનો ટ્રક અને મુદ્દામાલ આપી ફરિયાદ દાખલ કરવાનુ કહેતા પોલીસ દ્વારા તેને કરવાની કામગીરી લોકોએ કરી હોવા છતા ઉદાસીન વલણ દાખવાયુ હતુ અને ફરિયાદ લેવાયેલ નહી આથી ઉચ્‍ચ કક્ષાએ કરાયેલી ફરિયાદ બાદ પોલીસને લેખીત ફરિયાદ આપવામાં આવી છે .
આ ટોળકીએ અનેક ખેડુતોને આ પ્રકારે ઠગી લીધા હોવાનુ મનાય રહયુ છે ત્‍યારે તેની તપાસ એલસીબી કે એસઓજી દ્વારા કરી તમામને પકડવાની કાર્યવાહી કરાવવા માંગણી ઠી છે.


સુરતનાં સરથાણા સહિતના વિસ્‍તારો અસામાજીકોની આગોશમાં : ધારાસભ્‍યશ્રી પ્રફુલભાઇ પાનશેરીયા

સુરત,
જયાં કોઇ બહેન દિકરીની સામે આંખ ઉચી કરી જોતુ ન હતુ તેવા મીની સૌરાષ્‍ટ્રમાં દાદાગીરીએ દાટ વાળ્‍યો છે.
કામરેજના ધારાસભ્‍યશ્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત પોલીસકમીશ્‍નરને પત્ર પાઠવી જણાવેલ છે કે, સુરતનાં સરથાણા , સેતુરેસીડેન્‍સી નહેરવાળો રોડ, શ્‍યામધામ ચોક, સીમાડા ચોક, યોગીચોક, કીરણ રેસ્‍ટોરન્‍ટની આસપાસ, કારગીર ચોક, લક્ષ્મણનગરચોક, નંદનવન માતૃશકિતચોક, સીતાનગર ચોક, સહિતના વિસ્‍તારો અસમાજીકોની આગોશમાં છે અહી અસામાજીકો ચોકમા અડા જમાવી બેસે છે લોકોને હેરાન કરી છેડતી કરે છે તથા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે છે જેની સામે કડક પગલાની માંગણી શ્રી પ્રફુલ પાનશેરીયાએ કરી છે.