Main Menu

avadhtim

 

19-04-2018


બળાત્કારીઓને કડક સજાની માંગણી સાથે અમરેલીમાં વિશાળ મૌન રેલી

અમરેલી કંથુવા અને ઉન્નાવામા બળાત્કારની ઘટનાઓ ના વિરોધમાં અમરેલીમાં સમસ્ત મુસ્લિમ સમાજ જિલ્લા કોંગ્રેસ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા વિશાળ મૌન રેલી યોજવામાં આવી હતી અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમરેલીમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અડધા દિવસ માટે બળાત્કારના વિરોધમાં પોતાના ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા કાશ્મીરા ચોકથી આ વિશાળ રેલી નીકળી હતી અને શહેરના રાજમાર્ગો પર ફરીને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું મૌન રેલીમાં જુદા-જુદા બેનરો દ્વારા બળાત્કારીઓ પ્રત્યે રોષ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો રેલી દરમિયાન શહેરના માર્ગો લોકોથી ઉભરાયા હતા આવેદનપત્રમાં કરવામાં આવેલી રજૂઆત મુજબ કંટવા અને ઉન્નાવામા નાની બાળાઓ ઉપર બળાત્કાર બાદ હત્યા કરવાની ઘટનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરીને આવા ગંભીર ગુનામાં ટૂંક સમયમાં અને કડક સજા થાય તે માટે કાયદો બનાવવા માસુમ બાળકીઓ અને તેના પરિવારની તાત્કાલિક ઓળખ કરવા આરોપીઓને પકડીને સજા કરવા ભોગ બનેલી બાળકીના પરિવારને તાત્કાલિક નોકરી આપવા બાળકીના પરિવારને ૫૦ લાખનું વળતર ચૂકવવા જરૂર પડે આ કેસની તપાસ દેશની પાસે કરવામાં સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.


કેમિકલ ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી

અમદાવાદ: આણંદ નજીક આવેલ સામરખા ચોકડી પાસે નેશનલ હાઇવે ૪૮ પર એક ટ્રકમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી પ્રમાણે નેશનલ હાઇવે ૪૮ પર સામરખા ચોકડી પાસેથી પસાર થઇ રહેલી કેમિકલના ડ્રમ ભરેલી એક ટ્રકમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી.

ડ્રાઇવર-ક્લિનર સમયસૂચકતા વાપરી ટ્રકમાંથી કૂદી પડતા બંનેનો બચાવ થયો હતો. જોતજોતામાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આ રોડ પરનો ટ્રાફિક કલાકો સુધી થંભી ગયો હતો. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઇ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.


18-04-2018


પ્રવિણ તોગડિયા આમરણ ઉપવાસ પર, સંતો-કાર્યકરો ઉપવાસમાં જોડાશે

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડીયા પદ પરથી દૂર થયા બાદ સરકાર સામે મોરચો માંડ્યો છે. પ્રવિણ તોગડિયાએ જાહેરાત કરી છે કે તેઓ અયોધ્યમાં રામ મંદિર નિર્માણને લઇને આમરણ ઉપવાસ શરૂ કરશે. પ્રવિણ તોગડીયાએ વડાપ્રધા નરેન્દ્ર મોદીની પણ ટીકા કરી હતી.

તોગડીયા કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદને કહ્યું હતું કે એક વખતા અમે સંસદમાં બહુમતિ સરકાર બનાવીએ તો અમે વિધેયક પાસ કરીને રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો બનાવીશું.

પ્રવિણ તોગડીયાએ પીએમ મોદી પર નિશાન તાકતા કહ્યું કે સરહદ પર સૈનિક સુરક્ષિત નથી. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે. અમારી દિકરીઓ ઘરમાં પણ સુરક્ષિત નથી અને વડાપ્રધાન વિદેશ પ્રવાસે જાય છે. પ્રવિણ તોગડીયા 32 વર્ષ સુધી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રહ્યાં. પ્રવિણ તોગડીયાને નવી ટીમમાં સ્થાન મળ્યું નથી અને આ સાથે પ્રવીણ તોગડીયાએ સંગઠન છોડવાની પણ જાહેરાત કરી હતી.

વિશ્વહિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવિણ તોગડિયા આજથી આમરણ ઉપવાસ પર બેસવા જઈ રહ્યા છે. વિશ્વહિન્દુ પરિષદના કાર્યાલય ખાતે જ આ ઉપવાસ કરવામાં આવશે.. ત્યારે પ્રવિણ તોગડિયાના સમર્થનમાં મોટી સંખ્યામાં VHP ના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ આ ઉપવાસ આંદોલનમાં જોડાય તેની શકયતા છે.

પ્રવીણ તોગડિયાના આ આંદોલનને અખિલસ વિશ્વ ગૌ-સંવર્ધન ટ્રસ્ટનું સમર્થન મળ્યું છે. ત્યારે વિશ્વ ગૌ-સંવર્ધન ટ્રસ્ટના સહિત દેશભરમાંથી સંતો મહંતો પણ મોટી સંખ્યામાં આ ઉપવાસ આંદોલનમાં જોડાય શકે છે.


17-04-2018


15-04-2018


ઈ-વે બિલ બાદ માલ-પરિવહનના કારોબારમાં ૧૫ ટકા ઘટાડો

અમદાવાદ: ઇ-વે બિલ અમલમાં આવ્યે બે સપ્તાહ કરતા વધુ સમય વીતી ગયો છે, પરંતુ ઇ-વે અમલમાં આવ્યા બાદ માલ પરિવહનના કામકાજમાં ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બે સપ્તાહમાં માલ પરિવહનમાં એક અંદાજ મુજબ ૧૫ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે.

ઇન્ડિયન ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના જણાવ્યા પ્રમાણે ઇ-વે અમલમાં આવ્યા બાદ સામાન્ય રીતે જે કારોબાર થતો હતો તેમાં ઘટાડો નોંધાયો છે. કારોબારીઓએ અમલ બાદની મુશ્કેલીથી બચવા માટે ૩૧ માર્ચ સુધીમાં મોટા પ્રમાણમાં સ્ટોક કરી લીધો હતો અને તેના કારણે જીએસટીના ઇ-વે બિલના અમલ બાદ કારોબાર પર અસર થઇ છે.

એસટીએન દ્વારા બહાર પડાયેલા ડેટા મુજબ ૯ એપ્રિલ સુધીમાં ૬૩ લાખ ઇ-વે બિલ જનરેટ થયાં હતાં. એવરેજ રોજના સાત લાખથી વધુ બિલ પોર્ટલ પર જનરેટ થઇ રહ્યાં છે.

શરૂઆતમાં ઇ-વે બિલ જનરેટ થવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે તે પ્રશ્ન ઉકેલાઇ ગયો છે. રાજ્યમાં પણ રોજના ૫૦ હજારથી વધુ ઇ-વે બિલ હાલ ઈશ્યૂ થઇ રહ્યાં છે. ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં બિલ જનરેટ કરવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે સરળતાથી બિલ ઈશ્યૂ થઇ રહ્યાં છે તથા પોર્ટલ પરની કોઇ ટેક્િનકલ મુશ્કેલીઓ પણ જોવા મળતી નથી.

શરૂઆતમાં ટ્રાન્સપોર્ટર અને વેપારીને પણ બિલ જનરેટ કરવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે સિસ્ટમથી વાકેફ થઇ ગયા હોવાથી બિલ સરળતાથી ઈશ્યૂ થઇ રહ્યાં છે, જોકે વેપારીઓ દ્વારા ૩૧ માર્ચ પહેલા જ સ્ટોક કવર કરાતાં એપ્રિલના કારોબારમાં ઘટાડો જોવા મળ્યો છે.


14-04-2018


અમરેલી, તા.૧૩ એપ્રિલ, ૨૦૧૮ શુક્રવાર અમરેલી જિલ્લા માં ગ્રામપંચાયતની સામાન્યર ચૂંટણી સંબંધે તા.૨૨ એપ્રિલ.-૨૦૧૮ના રોજ મતદાન થનાર છે.

ચૂંટણીપ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિનરાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્‍તારોમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. પ્રચારના હેતુ માટે તેઓ દ્વારા કે તેઓની સહમતિથી બીજા કોઇ વ્‍યક્તિ દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે, આવા વાહનો પર દેખરેખ રાખવા અને ઉમેદવારોના પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્‍ય રીતે જાહેર થાય તે હેતુથી અને જો આમ ન કરવામાં આવે તો તેમના પ્રતિસ્‍પર્ધી ઉમેદવારો તથા જનસામાન્‍ય તરફથી સાચી-ખોટી ફરિયાદો ઉપસ્‍થિત થવા અને એકબીજા જુથો વચ્‍ચે મનદુઃખ અને ઘર્ષણ ઉભુ થવાની સંભાવના તેમજ સુલેહશાંતિનો ભંગ થવા સંભવ રહે છે.

ઇ.ચા.અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી-અમરેલી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪નો બીજો અધિનિયમની) કલમ-૧૪૪ અન્વયે જાહેરનામુ ફરમાવેલ છે. કોઇપણ રાજકીય પક્ષો કે બિનરાજકીય પક્ષો તેમના ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઇ વ્‍યક્તિ દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો ચૂંટણી ઉમેદવારે તેમના ચૂંટણી અધિકારીશ્રી પાસે આવા વાહનો રજીસ્‍ટર કરાવવાના રહેશે.

રજીસ્‍ટર કરાયેલ વાહનની પરમિટ તેમના પાસેથી મેળવી, અસલ પરમિટ જ વાહનની ઉપર સહેલાઇથી દેખાઇ આવે તે રીતે વિન્‍ડસ્‍ક્રીન પર ચોંટાડવાની રહેશે. કોઇપણ સંજોગોમાં પરમીટની ફોટોકોપી ચાલશે નહિ. ઉપરાંત પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્‍ટર કરાવ્‍યા સિવાય કોઇપણ વાહનોનો ચૂંટણીપ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહિ. આ નિયંત્રણો યાંત્રિક શક્તિ થી કે અન્‍ય રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે.

મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથકથી પરત લઇ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા-મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી લડતા દરેક ઉમેદવાર મતદાનના દિવસે, પોતાના ઉપયોગ માટે સમગ્ર મતદાર વિભાગ પૂરતા એક વાહનનો ઉપયોગ કરી શકશે. યથાપ્રસંગ ચૂંટણી એજન્‍ટ-કાર્યકરો-પક્ષના કાર્યકરોના ઉપયોગ માટે એક વાહન વાપરવા હક્કદાર રહેશે.

ઉમેદવાર કે તેના એજન્‍ટ અથવા પક્ષના કાર્યકરો કે કાર્યકરો માત્ર ચાર-ત્રણ-બે પૈડાવાળા વાહનો દા.ત. મોટરકાર (દરેક પ્રકારની), ટેક્સી, ઓટોરીક્ષા કે રીક્ષા અને દ્વિચક્રી વાહનોનો જ ઉપયોગ કરી શકશે. વાહનોમાં ડ્રાયવર સહિત કુલ-પાંચથી વધારે વ્યક્તિઓ બેસી શકશે નહિ.

મતદાનના દિવસે જો ઉમેદવાર મતદાર વિભાગ વિસ્‍તારમાં હાજર નહિ રહે તો, ઉમેદવારના પોતાના ઉપયોગ માટે મંજૂરી માટે આપવામાં આવેલ વાહન અન્‍ય કોઇ વ્‍યક્તિઓ દ્વારા વાપરી શકાશે નહિ.

અમરેલી જિલ્લામાં જયાં ગ્રામપંચાયતની સામાન્‍ય-મધ્‍યસત્ર-પેટા ચૂંટણી યોજાનાર છે તેવા ગ્રામ્ય વિસ્‍તારમાં હુકમનો અમલ કરવાનો રહેશે. હુકમનું ઉલ્‍લંઘન કરનાર/ ઉલ્‍લંઘન માટે મદદ કરનાર શખ્‍સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.