Main Menu

સમાચાર

વરસડામાં કેન્‍દ્રિય મંત્રીશ્રી રૂપાલાની ઉપસ્‍થિતિમાં ત્રીવીધ કાર્યક્મ

અમરેલી, અમરેલી તાલુકાના વરસડા મુકામે સ્‍વતંત્ર સેનાની સ્‍વ.હાથીબાપુ સેવા ટ્રસ્‍ટ દ્વારા પૂ.રણછોડદાસજીબાપુ આશ્રમની દિવાલનું ભૂમિપૂજન, લોકભાગીદારીથી ગૌશાળાનો પ્રારંભ, મહાનુભાવોનું સન્‍માન સહિત ત્રિવિધ કાર્યક્નમ આજે મહાશિવરાત્રીના પર્વે બપોરના ત્રણ કલાકે યોજાયો હતો. આ પ્રસંગે સમારંભના અઘ્‍યક્ષ સ્‍થાને કૃષિરાજય કેન્‍દ્રીય મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલાના વરદ્દ હસ્‍તે પૂ.રણછોડદાસજીબાપુ આશ્રમની દિવાલનું ભૂમિપૂજન કરવામાં આવેલ. તેમજ લોકભાગીદારીથી ગૌશાળાનો પ્રારંભ કરવામાં આવેલ. ભૂમિપૂજન કેન્‍દ્રીય રાજયકક્ષાના મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલાના વરદ્દ હસ્‍તે કરવામાં આવેલ આ પ્રસંગે નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, અમરડેરીના ચેરમેન અશ્ચિનભાઇ સાવલીયા, શ્રીજીવિદ્યાર્થી ભુવનના દિપકભાઇ વઘાસીયા, જયેશભાઇ ટાંક, વિપુલભાઇ ભટ્ટી આર્શિવચન દાનબાપુનું દેવળ પાડરશીંગના મહંત પૂ.જ્ઞાનશ્રીમાતાજી, ખારાવાળા ખોડીયારના પૂ.રાજબાઇમાં, પૂ.સોનલમાંએ આર્શિવચન પાઠવેલ.વધુ વાંચો

error: Content is protected !!