Main Menu

October, 2016

 

અમરેલી જિલ્લામાં ઓઇલમીલો ઉપર પુરવઠા તંત્રનું ચેકીંગ

અમરેલી,તહેવારોમાં લોકોને આરોગ્‍યપ્રદ અને શુઘ્‍ધ તેલ મળી રહે તેવી જિલ્લા કલેકટરશ્રી દિલીપકુમાર રાણાની સૂચનાને પગલે અમરેલી જિલ્લામાં ઓઇલમીલો ઉપર પુરવઠા તંત્ર દ્વારા ચેકીંગ શરૂ કરાયું છે. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દિલીપસિંહ વાળાની ટીમ દ્વારા અમરેલીં શહેરની ઓઇલમીલોના તેલના નમુના લઇને ચકાસવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે.તહેવારોના સમયે જિલ્લામાં તેલનો વપરાશ સૌથી વધારે થતો હોય તેથી લોકોને ભેળસેળ વગરનું શુઘ્‍ધ તેલ મળે તેની તકેદારી રાખવી .તમામ મીલોના નમુના લેવામાં આવ્‍યા હતા.


અમરેલીના સેવાભાવી એડવોકેટ શ્રી હનુભાઇ વાળાના ધર્મપત્‍નીનું નિધન અમરેલી,

અમરેલીના સેવાભાવી એડવોકેટ અને નિવૃત પોલીસ કર્મચારી તથા સૌથી વધુ વખત પદયાત્રા અને રકતદાન કરનાર શ્રી હનુભાઇ વાળાના ધર્મપત્‍ની અને અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકના કર્મચારીશ્રી ગૌતમભાઇ વાળાઅને શક્‍તિગૃપનાશ્રી અશોકભાઇ વાળાના માતૃશ્રી પુષ્‍પાબેન હનુભાઇ વાળા ઉ.વ.55નું નિધન થતા ઘેરો શોક વ્‍યાપી ગયો છે સદગતની અંતિમ યાત્રામાં વિવિધ આગેવાનો વેપારીઓ અને જ્ઞાતિજનો સહિતે જોડાઇને શોકાંજલી પાઠવી હતી.


મંદીના પોકારો સાથે સાડા છસ્‍સોની કપડાની જોડી વચ્‍ચે અમરેલીમાં રૂા. દોઢ હજારની એક ચડ્ડી પણ વેંચાય છે !

અમરેલી,
અમરેલીમાં એક તરફથી મંદીના પોકારો પડયા હતા ત્‍યારે તેની અસરના ભાગરૂપે તૈયાર પેન્‍ટશર્ટની જોડી સાડા છસોના ભાવે મળતી થઇ ગઇ હતી ત્‍યારે અમરેલીમાં છેલ્‍લા 10 વર્ષથી કંઇક અનોખીઆઇટમોને કારણે અલગ તરી આવતા મેન્‍સવેરના વિખ્‍યાત શોરૂમ આફ્રીનમાં રૂપિયા દોઢ હજારનો એક નિકર વેચાય રહ્યો છે.મંદીને કારણે તમામ વસ્‍તુઓના ભાવો ગગડી ગયા હતા પણ સ્‍ટાંડર્ડ વસ્‍તુ વાપરનાર વર્ગ પણ અમરેલીમાં છે તેની પ્રતિતિ અમરેલીના લાયબ્રેરી રોડ ઉપર હરીરોડના ખુણા સામે આવેલ આફ્રીન નામના જેન્‍ટસના બેલ્‍ટ, હોઝીયરી, લેધર જેકેટ, ઘડીયાળ, ગોગલ્‍સ, પરફયુમ જેવી 50 થી વધારે આઇટમો મળી રહી છે. સાથે સાથે કેલ્‍વીન કબે (સીકે) નામની આંતરરાષ્‍ટ્રીય બ્રાંડના નિકર પણ વેચાય છે. જેની કિંમત રૂા. 1499 થવા જાય છે.આખા સૌરાષ્‍ટ્રભરમાંથી શોખીનોની કિંમત અને અલગ આઇટમમો માટે આફ્રીનમાં આવે છે તેમ જણાવતા શોપના યુવાન સંચાલક શ્રી સીરાજ દલએ જણાવેલ કે અમરેલમાં કિંમતી અને રાષ્‍ટ્રીય વસ્‍તુઓ વાપરનાર વર્ગ છે. અને અમારે ત્‍યાં આંતરરાષ્‍ટ્રીય બ્રાંડ મળે છે અહિં ઘણી વસ્‍તુઓ એવી છે કે જે આખા સૌરાષ્‍ટ્રમાં બે થી ત્રણ જગ્‍યાએ મળે છે.


બગસરામાં જિલ્લા ભાજપની કારોબારી મળી

bjp-karobari
બગસરા,
પટેલ સમાજની વાડીમાં જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાના અઘ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા ભાજપની ત્રીજી કારોબારી બેઠક મળી હતી.આ બેઠકમાં મંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયા, કૃષિમંત્રીશ્રી વી.વી.વઘાસીયા, ડો.ભરતભાઇ કાનાબાર, શ્રી બાવકુભાઇ ઉંધાડ, સાંસદશ્રીનારણભાઇ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઇ સાવલીયા, જીતુભાઇ ડેર, મનસુખભાઇ ભુવા, બાલુભાઇ તંતી, શરદભાઇ લાખાણી, મનસુખભાઇ સુખડીયા, દિનેશભાઇ પોપટ સહિતના આગેવાનોની ઉપસ્‍થિતીમાં કારોબારી બેઠકની શરૂઆત દિપપ્રાગટય અને વંદેમાતરમના ગીત સાથે શરૂ કરવામા આવી હતી. આ બેઠકમાં દેશ માટે શહીદ થયેલ જવાનો – ભાજપના પાયાપથ્‍થર કાર્યકર્તાઓના અવસાન થતા તેમના આત્‍માની શાંતિ માટે બે મિનીટ મૌન પાળી શોકપ્રસ્‍તાવ રજુ કરવામાં આવેલ. મહાનુભાવો દ્વારા ભાજપના આગામી કાર્યકરો અંગે તેમજ ભાજપ સરકાર દ્વારા ગરીબોની જરૂરીયાતમંદ પરિવારોના વિકાસ અને ઉત્‍થાન માટે અમલીયોજનાઓ માટે વિસ્‍તૃત માહિતી આપવામાં આવેલ. આ બેઠકમાં બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રીબડીયા, મહામંત્રી નિતેશભાઇ ડોડીયા, મુકેશભાઇગોંડલીયા, ધીરૂભાઇ માયાણી, વિપુલભાઇ કયાડા, જયંતિભાઇ વેકરીયા, પ્રવિણભાઇ રફળીયા રાજેશભાઇ સોનગરા, દિપકભાઇ ઘાડીયા,કૌશીકભાઇ વેકરીયા, કમલેશભાઇ કાનાણી, રવુભાઇ, રાજુભાઇ ગીડાએ બેઠકનું સંચાલન કરેલ.આ બેઠકમાં જિલ્‍લા ભાજપના કાર્યકર્તાઓઆગેવાનો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.


બાબાપુર સર્વોદય આશ્રમની શુભેચ્‍છા મુલાકાત લેતા આગેવાનો

img_3056
અમરેલી,
બાબાપુર સર્વોદય આશ્રમની શુભેચ્‍છા મુલાકાત હેમેન્‍દ્રભાઇ મહેતા, જવાહરભાઇ મહેતા,શ્રીમતિ કલ્‍પનાબેન મહેતા, મોટાભાઇ સંવટ, નારણભાઇ ડોબરીયા સહિતના આગેવાનોએ મુલાકાત લઇને આગામી તા.22/10 ના દિવસે 100 વર્ષમાં મંગલ પ્રવેશ કરતા આપણા સૌના મુરમ્‍બી આઝાદીના લડવૈયા અને આરઝી હુકુમતના સેનાપતિ ગુણવંતભાઇ પુરોહિતને શુભકામના પાઠવેલ. સાથો સાથ સર્વોદય સંસ્‍થાના નિયામક કુ.મંદાકીનીબેન પુરોહિતનો જન્‍મદિવસ હોય તેમને શુભેચ્‍છા પાઠવી કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરી હતી.


અમરેલી સેન્‍ટમેરી સ્‍કુલમાં નવરાત્રી પર્વની ઉજવણી

img-20161008-wa0006
અમરેલીની સેન્‍ટમેરી સ્‍કુલમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી તે વેળાએ રાસની રંગત જમાવી રહેલ વિદ્યાર્થીઓ અને સ્‍ટાફ તથા મેનેજમેન્‍ટ તસવીરમાં નજરે પડે છે


ધારીમાં સંસદીય સચિવ શ્રી હિરાભાઇ સોલંકીનું સન્‍માન

14494858_1098067860278380_2776665850721477706_n
ધારી,ધારી ખાતે પ્રથમવાર પધારતા ગુજરાત સરકારના સંસદીય સચિવ હિરાભાઇ સોલંકીનું ધારી વેપારી મંડળ મુકેશભાઇ રૂપારેલીયા, નવીનભાઇ જસાણી, રાજેશભાઇ ગાંધી,માલધારી સમાજના સુરેશભાઇ ગમારા, ગોવિંદભાઇ પરમાર, આહિર સમાજ રમેશભાઇ કાતરીયા, ગોબરભાઇ નકુમ, બ્રહ્મસમાજના મનિષભાઇ જોષી, સુરેશભાઇ દવે, દિલીપભાઇ ત્રિવેદી, ધારી સરપંચ જીતુભાઇ જોષી, દશનામ ગોસ્‍વામિ સમાજના ધીરૂપરી ગોસાઇ, પીયુષભારથી ગોસાઇ, અનુજાતિ સમાજ અગ્રણીકેશુભાઇ દાફડા, પૂર્વ પ્રિન્‍સીપાલ જે.બી.હઠીનારાયણ, પરિવારના બાબુભાઇ મકવાણા, નિકેતભાઇ સંઘાણી, પત્રકાર નિલેષભાઇ મહેતા સહિત વિવિધ જ્ઞાતિ સમાજ મંડળ દ્વારા અદકેરૂ સન્‍માન થયેલ.આ પ્રસંગે પુર્વ ધારાસભ્‍ય ભગવાનજીભાઇ કરગઠીયા, મનસુખભાઇ ભુવા, કમલેશભાઇ મકવાણા, બચુભાઇ ચૌહાણ, સંજયભાઇ સાંખા, રણછોડભાઇ મકવાણા, હરેશભાઇ મકવાણા સહિત સૌ મહાનુભાવો જોડાયેલ.


સુરતથી અમરેલી આવવાની પ્‍લેનની 2176 ટીકીટો એડવાન્‍સ વેંચાઇ ગઇ

p_4
અમરેલી, અમરેલી સુરત વચ્‍ચે દશેરાના દિવસથી શરૂ થનારી વિમાની સેવામાં સુરતથી અમરેલી આવવાની પ્‍લેનની 2176 ટીકીટો એડવાન્‍સ વેંચાઇ ગઇ હોવાનું શ્રી ઇશ્‍વરભાઇ ધોળકીયાએ જણાવ્‍યું છે અને અમરેલીથી રિર્ટન ટીકીટનું બુકીંગ પણ દશેરાએ શરૂ થવાની શકયતાઓ અમરેલીના ધારાસભ્‍યશ્રી પરેશ ધાનાણી કડીરૂપ બન્‍યા છે.


રાજુલામાં આખલા રાજ છતા નમાલું તંત્ર નિષ્‍ફળ

img-20161008-wa0035
રાજુલા,
રાજુલા શહેરમાં આખલા રાજ હોય તેમ છેલ્લા એક મહિનાથી આખલાનું ટોળુ શહેરમાં આંતક મચાવે છે.એટલું જ નહિ છેલ્લા 8 દિવસથી કેટલાય લોકોને અને વાહનોને હડફેટે લીધા અને અમુક લોકો રાજુલા, મહુવાની હોસ્‍પિટલમાં સારવાર લઇ રહ્યા છે.છતા પાલિકા તંત્ર આ નજારો જોયા રાખે છે.અને રાજુલા વાસીઓ આખલાથી થરથર ધૃ્રજે છે.રહેંણાક વિસ્‍તારોમાં ભયનો માહોલ સર્જી દિધો છે છતા જવાબદાર અધિકારીઓનું રૂવાડુ ફરકતું નથી.તેથી પ્રશ્‍ન થાય છે કે શહેરના કહેવાતા રાજકીય આગેવાનો પણ મૌન કેમ ? જો પોતાનો પર્સનલ મામલો હોય તો આંદોલનની ચીમકી આપે છે પણ શહેર આખાનો પ્રશ્‍ન હોય ત્‍યારે કેમ કોઇ કેમ આગળ આવતું નથી એ એક પ્રશ્‍નછે.લોકોને મોતને ઘાટ ઉતારતા આખલા સામે કોઇને દરકાર ન હોય તેથી લોકોમાં પણ રોષ વ્‍યાપી ગયો છે.દરરોજ ગમે તે માર્ગે અને શહેરીઓમાં પણ આખલા યુઘ્‍ધ જોવા માટે લોકો નિકળે છે તે પણ એક શરમજનક કહેવાય. કાયદેસરની કાર્યવાહિ કરવામાં પણ તંત્રને રસ નથી.માત્ર ખાતમુર્હત અને વિકાસકામોના સેશન કરવા આગેવાનો નિકળી પડે છે પણ પ્રજાની વેદના સમજાતી નથી.


ગુજરાત સરકારે સૌની યોજનામાં સાંતલી ડેમનો સમાવેશ કર્યો : શ્રી વિઠલાણી

img-20161008-wa0010
અમરેલી,
વડા પ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે અમરેલીમાં ગુજરાત સ્‍થાપના દિન નિમિતે સાંતલી યોજનાની જાહેરાત કરી હતી.એ પછી વર્ષો વિત્‍યા અને શ્રી મોદી હાલ વડા પ્રધાન તરીકે બિરાજમાન છે, પરંતુ સાંતલી યોજનાની કોઇ મોમેન્‍ટ કરવામાં આવી નથી.હાલ સ્‍થળ ઉપર કોઇ વ્‍યવસ્‍થા નથી કે કામ પણ શરૂ થયું નથી.પણ નવાઇની વાત એ છે કે અહિં સાંતલી સાઇટ ઉપર ડેમનું ઠેકાણુ ં નથી અને ગુજરાત સરકારે સૌની યોજનામાં સાંતલીનો સમાવેશ કર્યો છે તેથી સૌની યોજના આગળ વધે તે દરમિયાન સાંતલી ઉપર ડેમ બાંધવાની શરૂઆતથાય તો લોકોને ભરપુર ફાયદો થાય તેમ છે અને સિંચાઇને પણ રાહત થાય તેમ છે.એજ રીતે લાઠીના ગાગડીયા નદી ઉપર કુદરતી ડેમ બને તેવા સંજોગો છે અને જો ડેમ બને તો 50 ગામોને પીવાના પાણી ઉપરાંત સિંચાઇનો પ્રશ્‍ન હલ થાય તેમ છે.તેવું સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદના પ્રમુખ દિનેશભાઇ વિઠલાણીએ અવધટાઇમ્‍સ સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતુ અને વધુમાં એવું પણ જણાવ્‍યું કે 2009થી મહુવાના ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા ટ્રેન માટે લડત શરૂ થઇ હતી.પાછળથી એ મોમેન્‍ટ અધુરૂ છોડી દિધેલ પણ સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદે એ મુદો હાથમાં લઇને હવે મોમેન્‍ટને આપગ થપાવી છે.દ્વારકા અને નાથદ્વાર માટે પણ ટ્રેન સેવા અંગે રજુઆત થઇ છે.ઉદય એક્‍સપ્રેસ જામનગરને બદલે દ્વારકાથી શરૂ થાય તેની સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદનો ટેકો છે.તેમ શ્રી વિઠલાણીએ જણાવ્‍યું હતુ.નર્મદા નીરના પ્રશ્‍ને સૌરાષ્‍ટ્રના પાણીના પ્રશ્‍નો મહત્‍વના હોવાથી યુઘ્‍ધના ધોરણે કામગીરી પુરી થાય તેવા પણ સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદના પ્રયાસો છે.ઉપરાંત છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં એક પણ નવી જીઆઇડીસી મંજુર થઇ નથી તેથી લાઠી કુંકાવાવ, લીલિયામાં જીઆઇડીસીનો પ્રશ્‍ન પડતર છે તે મંજુર કરવામાં આવે અને અમરેલીથી જુનાગઢ બ્રોડગેજ માટે ઢસા, જેતલસર ટ્રેન ખીજડીયા સુધી હોય તેને જુનાગઢસુધી બ્રોડગેજ કરી દેવા આગામી બજેટમાં સમાવેશ કરાવવા પણ સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદની રજુઆત હોવાનું અને આગામી દિવસોમાં સૌરાષ્‍ટ્રના પ્રશ્‍નો અંગે સારૂ પરિણામ મળે તેવી ધારણા પણ વ્‍યક્‍ત કર્યાનું શ્રી દિનેશભાઇ વિઠલાણીએ જણાવ્‍યું હતુ.આ મુલાકાત વેળાએ દિલશાદભાઇ શેખ સાથે રહ્યા હતા.