Main Menu

Saturday, October 8th, 2016

 

ભુરખીયા ધામના વિકાસ માટે 3.50 કરોડની ફાળવણી

અમરેલી,
ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગના ઉપાઘ્‍યક્ષ રાજુભાઇ ધ્રુવે ભુરખીયા હનુમાન મંદિર ખાતે મુલાકાત લઇ ટ્રસ્‍ટીઓ અને સ્‍થાનિક સમિતિની બેઠક બોલાવી ચર્ચા વિચારણા કરીહતી. જેમાં દામનગર – લાઠી રોડથી બંને તરફ પસાર થતો મુખ્‍યમાર્ગ ડબલ બનાવવા, ડીવાયડલ, લાઇટ સુવિધા, ટ્રાફીક સર્કલ, રિવર ફ્રન્‍ટ, સેનીટેશન મ્‍લોક , પાણીની ટેન્‍ક વિ.એ બનાવવા અને આગામી વહીવટી પ્રકિ્નયા ઝડપથી પુર્ણ કરી વિકાસકામો શરૂ કરવા ઘોષણા કરી હતી. ભુરખીયા હનુમાનધામનો 3.50 કરોડના ખર્ચે વિકાસ કરવા જાહેરાત કરી હતી. આ પ્રસંગે સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી જીવનભાઇ અકાણી, હરજીભાઇ નારોલાએ પ્રવૃતિની જાણકારી આપી હતી. આ મિટીંગમાં સરપંચ અમરશીભાઇ પરમાર, વજુભાઇ રૂપાધડા, હિંમતબાપુ નિમાવત, મામલતદારશ્રી પ્રજાપતિ, કલેકટર શ્રી દિલીપકુમાર રાણા, અધિક કલે. જે.કે.ઠેસીયા, અતુલભાઇ ભટ્ટ, પાલિકા ચીફ ઓફીસરશ્રી ચૌહાણ,ભરતભાઇ ભટ્ટ, વિ.એ ઉપસ્‍થિત રહ્યા હતા અને જરૂરી રેકર્ડ સાથે વહીવટી પ્રકિ્નયાની માહિતી પુરી પાડી હતી. ભુરખીયા ધામના વિકાસ માટે પ્રમુખશ્રી દુષ્‍યંતભાઇ પારેખ, જીવનભાઇ, પુજારી પરિવાર, કલેકટરશ્રી રાણા, અધિક કલે.શ્રી ઠેસીયાના સંયુક્‍ત પ્રયાસોથી સતત પ્રયત્‍નશીલ છે. યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવસન વિભાગ રાજુભાઇએ અંગત રસ લઇ ભુરખીયા ધામના વિકાસ માટે પ્રયત્‍નશીલ છે. તે બદલ આભારની લાગણી હરજીભાઇ નારોલાએ વ્‍યક્‍ત કરી હતી.


અમરેલીમાં પ્‍લાસ્‍ટીકના કારખાનામાં યુવાનનો મશીનમાં હાથ આવી ગયો

અમરેલી જેશીંગપરા શ્‍યામ સોસાયટીમાં રહેતા વીનુભાઈ અરવીંદભાઈ ગળથીયા ઉ.વ.18 જે હનુમાનપરામાં આવેલ પ્‍લાસ્‍ટીકના કારખાના કામ કરતા પ્‍લાસ્‍ટીક કાઢતા હતા તે દરમ્‍યાન વીનુભાઈનુ મશીનમાં હાથ આવી જતા ઈજા થઈ હતી.


ચાઇનીઝ વસ્‍તુઓનો બહિષ્‍કાર કરી દેશનાં વિકાસમાં સહભાગી બનવા અપીલ કરતાશ્રી શરદભાઇ લાખાણી

અમરેલી,ભારત ઉત્‍સવોનો દેશ છે, ભારતીય દેશનાં દરેકે સ્‍વદેશી ચીજવસ્‍તુઓ વાપરવી જોઇએ જેથી દેશનું હુંડિયામણ ખર્ચ બચે છે અને દેશની કંપનીઓનાં નફામાં વધારો થવાથી અર્થતંત્ર મજબુત બને તેથી સ્‍વદેશી અપનાવીચાઇનીઝ વસ્‍તુઓનો બહિષ્‍કાર કરવો જોઇએ. પાકિસ્‍તાન અને ચાઇનાની કૂટનીતિનાં કારણે હંમેશા પીઠ પાછળ ખંજર પોરવવાનું કામ કરતુ આવ્‍યું છે તેથી ચાઇનીઝની કોઇપણ વસ્‍તુનો બહિષ્‍કાર કરી માત્ર સ્‍વદેશી વસ્‍તુનો ઉપયોગ કરવા શરદભાઇ લાખાણીએ જણાવ્‍યું છે.


અમરેલી પરિવાર દ્વારા ગુણવંતભાઇ પુરોહિત શતામ્‍દી મહોત્‍સવ સમિતિઓની રચના

અમરેલી,સ્‍વાતંત્ર્યસેનાની ગુણવંતભાઇ પુરોહિતનાં શતામ્‍દી વર્ષ ઉજવણી અંતર્ગત અમરેલી પરિવાર દ્વારા શ્રી દિલીપભાઇ સંઘાણીનીઆગેવાનીમાં ઉજવણી થનાર છે.
તેમા દરેક જ્ઞાતિ, સમાજ સંસ્‍થા, વર્ગ જાતિઓનો સહયોગ સાથે કમીટીઓ બનાવી જવાબદારી સોંપી છે. તે મુજબ સાંસ્‍કૃતિક સમીતીમાં સમસ્‍ત ગઢવી સમાજ દ્વારા ભુપતભાઇ ગઢવી, નરહરદાનભાઇ ગઢવી, નીરુભાઇ લાંગાવદરા, દેવકુભાઇ ગઢવી, નીરુભાઇ ગઢવ, સંજયભાઇ ગઢવી, વિજયદાન ગઢવી, ઘનશ્‍યામભાઇ ગઢવી, ખોડુભાઇ ગઢવી, રણજીત ગઢવી, એડવોકેટ ગઢવી અને રાસ ગરબા સમિતિમાં માલધારી સમાજ વતી સુરેશભાઇ ગમારા, ગોવિંદભાઇ પરમાર, સતિશભાઇ રાતડીયા, હરસુરભાઇ કસોટીયા, રાજુભાઇ ભુવા, ભુપતભાઇ મેર, વાલાભાઇ, રઘાભાઇ, વિક્નમભાઇ રબારી, ભાયાભાઇ બતાળા, પુનાભાઇ, હમીરભાઇ ખાતરીયા, ભીખાભાઇ વાકીયા, દેવાયતભાઇ મોરી, દેવશીભાઇ રબારી, અને દિપ પ્રાગટય સમિતિમાં સમસ્‍ત લુહાર સમાજ વતી પી.પી.પંચાલ, નવલભાઇ મકવાણા, મનીષભાઇ સીઘ્‍ધપરા, મનોજભાઇ વાળા, દિનેશભાઇ કનાડીયા, પંકજભાઇ, ચંદ્રકાંતભાઇ મકવાણા, સંજયભાઇ પરમાર, ભરતભાઇ ડોડીયા, ચીમનભાઇ કવા, હરિકૃષ્‍ણભાઇ, નટુભાઇ કનાડીયા, વિપુલભાઇ ડોડીયા અને બેન્‍ડવાજા સમિતિમાં સમસ્‍ત દેવીપુજક સમાજ વતી ચુનીભાઇ વાઘેલા, રમેશભાઇ સોલંકી, જયંતિભાઇ સોલંકી, રતિભાઇ સોલંકી, પરબતભાઇ સોલંકી, બટુકભાઇ પરમાર, ભનુભાઇ સોલંકી, હનુભાઇ વાઘેલા, કાંતિભાઇ પરમાર અનેઢોલ નગારા સમિતિમાં સમસ્‍ત વાલ્‍મિકી સમાજ વતી સંજયભાઇ વાઘેલા, શરદભાઇ ચૌહાણ, અરવિંદભાઇ સીતાપરા, પપ્‍પુભાઇ વાઘેલા, રજનીભાઇ મકવાણા, જગદીશભાઇ ચૌહાણ, ખણેશભાઇ ગોહિલ, રમેશભાઇ વાળા, વિજયભાઇ ગોહિલ વગેરેની વરણી કરી છે. તેમ અમરેલી પરિવારે જણાવ્‍યું છે.


અમરેલી લેઉવા પટેલ ચે.ટ્રસ્‍ટનાં હોદ્દેદારોની વરણી

અમરેલી,લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ અમરેલીની બેઠક મળી હતી જેમાં કારોબારી સભ્‍યોની મીટીંગમાં સર્વાનુમતે નવી કારોબારીની રચના કરાતા પ્રમુખ તરીકે ડી.કે.રૈયાણી, ઉપપ્રમુખકાળુભાઇ ભંડેરી, અરજણભાઇ કોરાટ, એમ.કે.સાવલિયા, કાળુભાઇ સુહાગીયા, મંત્રી સંજય રામાણી,સહમંત્રી સુરેશભાઇ દેસાઇ, ભીખુભાઇ કાબરીયા, પંકજ ધાનાણી, ખજાનચી મુકેશભાઇ કોરાટ, સહ ખજાનચી ભરતભાઇ પાનસુરીયા, રમેશભાઇ બાબરીયા, ઘનશ્‍યામભાઇ રૈયાણી, દિનેશભાઇ કાબરીયા અને સલાહકારસમીતીમાં ધીરૂભાઇ અકબરી, મનુભાઇ દેસાઇ, દિનેશભાઇ બાંભરોલિયા, અશોકભાઇ કોઠીયા, દકુભાઇ ભુવા, નંદલાલ ભડકણ, ચતુરભાઇ ખુંટ, બટુકભાઇ ગજેરા, નિલેશભાઇ દેશાઇની સર્વાનુમતે વરણી કરાઇ હતી. આ મીટીંગમાં આગામી વર્ષે યોજાનાર સમૂહલગ્‍નમાં 101 નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે. તા.12-2-2017 યોજવા નક્કિ કરેલ છે. આ મીટીંગમાં લેઉવા પટેલ સમાજનાં આગેવાનો, ખોડલધામનાં ટ્રસ્‍ટી પ્રેમજીભાઇ ડોબરીયા, વસંતભાઇ મોવલિયા, અશોકભાઇ કોઠીયા, મનુભાઇ દેસાઇ, લાલજીભાઇ દેસાઇ, દિનેશભાઇ બાંભરોલિયા, કાળુભાઇ ભંડેરી, દકુભાઇ ભુવા, રમેશભાઇ કાથરોટીયા, એમ.કે.સાવલિયા, નંદલાલ ભડકણ, ચતુરભાઇ ખુંટ, બટુકભાઇ ગજેરા, કાળુભાઇ રૈયાણી સહિત સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. કાળુભાઇ ભંડેરીનાં યજમાન પદે સમૂહભોજનનું પણ આયોજન થયું હતુ.


કાયમી સ્‍વચ્‍છતાનો અભિગમ કેળવી એ જ ખરી ગાંધી જયંતિની ઉજવણી

અમરેલી,
2જી ઓકટોબર જગતમાં શોક સૌથી વધુ લોકપ્રિયતા મળી હોય તેવા લોકનેતા ગાંધીજીની જન્‍મજયંતિ છે.
આજે ભારત અને વિશ્‍વમાં અનેક પડકારો અને સમસ્‍યાઓ છે અને યુવાધન પાસે ઘણી અપેક્ષાઓ રખાઇ રહી છે. ગાંધીજીના મુલ્‍યોનું જતન કરવું પણ જરૂરી છે અને ઉપયોગી થઇ શકે તેમ છે. મુડીવાદ, ભૌતિકવાદ સામે આદર્શ વિચાર, અભય, શક્‍યતા વિ.એ ગાંધીમુલ્‍યો આપણુ ં જીવન વધુને વધુ નૈતિક બનાવી શકે છે. બાપુ સ્‍વચ્‍છતાના આગ્રહી હતા. આપણે જોઇએ છીએ આપણુ ં ઘર સુંદર હોય ત્‍યારે સારૂ લાગે છે . કહેવાય છે કે, સ્‍વચ્‍છતામાં પ્રભુ વસે છે. સ્‍વચ્‍છ ભારત, સ્‍વસ્‍થ ભારત એ સંકલ્‍પ દ્રઢ બનાવીએ અને કાયમી આદર્શ બનાવીએ એ સાચી ગાંધી જયંતિ ઉજવી ગણાશે. તેમ રાજુભાઇ પરીખે જણાવ્‍યું છે.


રાજુલા ખાંભા તાલુકા સહકારી ખ.વે.સંઘની વ્‍યવસ્‍થાપક કમિટીની બેઠક મળી

રાજુલા,
શ્રી રાજુલા-ખાંભા તા.સહ.સંદ્ય.લી.રાજુલાની વ્‍ય.કમિટીની સભા સંઘના પ્રમુખશ્રી મનુભાઇ કસવાળાના અઘ્‍યક્ષ સ્‍થાને મળી હતી જેમાં આગામી રવિ સીઝન માટે સારી કવોલીટીના બિયારણો, ખાતર, જંતુનાશક દવાઓ ખેડુતોને સમયસર મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવેલ મીટીંગમાં ઉપપ્રમુખ ભુપેન્‍દ્રભાઇ વરૂ, દાદભાઇ વરૂ અને સામતભાઇ વાઘ તથા બોર્ડ ઓફ ડીરેકટરશ્રી જિગ્‍નેશભાઇ પટેલ, વિનુભાઇ રૈયાણી, હરિભાઇ હિરપરા, ધીરૂભાઇ રાદડીયા, કેશવજીભાઇ વાયલુ, વિઠ્ઠલભાઇ જીંજાળા, માણસીયાભાઇ ડાભીયા, હરસુરભાઇ વાઘ, હિંમતભાઇ સુદાણી, રમેશભાઇ વેકરીયા, નિતાબેન સંઘવી, હંસાબેન ચાવડા, કાંતિભાઇ સાવલિયા, બાબુભાઇ દૂધાત ઉપસ્‍થિત રહ્યા હતા. મીટીંગનુંસંચાલન મેનેજર શ્રી ડી.એમ.વેકરીયાએ કરેલ હતું.


અમરેલીમાં સ્‍વચ્‍છતા અભિયાન

અમરેલી,અમરેલીમાંવિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા નગરપાલિકાનાં સહાયોગથી ચક્કરગઢ રોડ પર સ્‍વચ્‍છતા અભિયાન ફાટકથી કાનાણીની વાડી સુધી યોજાયું હતુ. જેમાં વેપારી મંડળ, પટેલ સંકુલ અમૃત નગર, આદર્શ નગર, આનંદ નગર, માધવપાર્ક, ધાનાણીની વાડી શિક્ષક સોસાયટી, નિલકંઠ સોસાયટી, ગંગાનગર, પનિહારી, કિ્નષ્‍નાપાર્ક જેવી 30 સોસાયટીનાંશ્રમદાન અને સહયાોગથી સફાઇ કરી હતી. પાલિકા સદસ્‍ય રમેશભાઇ ધાનાણીએ અખબારી યાદીમાં જણાવ્‍યુંછે.


અમરેલી ભોજલપરામાં શ્રાઘ્‍ધ પર્વ નિમીતે 16મી સભાનું આયોજનઅમરેલી,

અમરેલી ધર્મકુળ આશ્રીત અક્ષ્મીનારાયળદેવ યુવક મંડળ દ્વારા શ્રાઘ્‍ધ પર્વનિમીતે પ્રકાશભાઇ કથીરીયાના યજમાન પદે કેરીયા રોડ ભોજલપરામાં 16મી સભાનું આયોજન કરવામાં આવેલ આ શ્રાઘ્‍ધ પર્વની છેલ્‍લી સભાની પુર્ણાહુતી હતી આ સભામાં જુનાગઢ વાસી રાધારમણદેવના મુખ્‍યમંદિરના મહંત શ્રી પ્રેમસ્‍વરૂપદાસજી, સંતો, પાર્ષદો પધારેલ ગઢપુરથી કોઠારીઘનશ્‍યામ વલ્‍લભદાસજી સ્‍વામી સંતો અને પાર્ષદો પધારેલ આ યુવક મંડળમાં કાયમને માટે કથા વાર્તાનો લાભ આપતા એવા બાલકૃષ્‍ણ સ્‍વામીએ 16 દિવસ કથાનો લાભ આપેલ આ પ્રસંગે અમરેલી તાલુકાના દરેક ગામડાઓમાંથી હરી ભક્‍તો ઉપસ્‍થિત રહયા હતા વડતાલથી પુ.લાલજી મહારાજશ્રીએ ટેલીફોન ઉપર આશીર્વચન પાઠવેલ સભા બાદ હરી ભક્‍તોને અલ્‍પાહાર કરાવેલ દર એકાદશીની સભા થાય છે.
જેમાં આ એકા દશીની સભામાં દરેક ગામડેથી અને અમરેલી શહેરના દરેક હરી ભક્‍તો કથા વાર્તાનો લાભ લે છે સાથે સાથે શરદપુર્ણીમા મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે આ શરદોત્‍સવ શ્રી સ્‍વામીનારાયણ ગુરૂકુળ વરસડા રોડ ખાતે ઉજવાશે આ મહોત્‍સવમાં જુનાગઢ, સરધાર, બગસરા, ગઢડા, વડતાલથી સંતો પધારશે તો દરેક ધર્મ પ્રેમી જનતાએ આ મહોત્‍સવનો લાભ લેવા ધર્મકુળ આશ્રીત લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના ઉપપ્રમુખ ડી.કે.દેસાઇની યાદીમાં જણાવેલ છે.


અમર ડેરીની મુલાકાતે વિદ્યાસભાનાં વિદ્યાર્થીઓ

અમરેલી,
અમરેલીમાં ડો.જીવરાજમહેતા સંસ્‍થાપિત શાંતાબેન ગજેરા મા.શાળાનાં કોમર્સ વિદ્યાર્થીઓએ અમર ડેરીની મુલાકાત લીધી હતી અને વિવિધ વિભાગો નિહાળ્‍યા હતા. મશીનરી હાઇટેક પ્‍લાન્‍ટથી બનતા સો ટકા દૂધની જાણકારી ડો.આરએસ પટેલે આપી હતી. મેનેજર ધાર્મિકભાઇ રામાણી, કૌશલકુમારે સહયોગ આપ્‍યો હતો. અને ડેરીથી પરિચિત કર્યા હતા.અને માહિતી મેળવી હતી.