Main Menu

December, 2016

 

કેશલેશ વ્‍યવહારમાંમાત્ર રાજકોટ અને અમરેલી માર્કેટયાર્ડને જ સફળતા

સૌરાષ્‍ટ્રના સૌથી જુના અમરેલી માર્કેટયાર્ડમાં શ્રી પી.પી.સોજીત્રાના મેનેજમેન્‍ટને કારણે દૈનિક ટ્રાન્‍જેક્‍શન પોણા ત્રણ કરોડો પહોચ્‍યું : અમરેલી યાર્ડમાં ગાડી પાટે ચડી ગઇ

અમરેલી, ગુજરાતભરમાં કેશલેશ વ્‍યવહારમાં માત્ર રાજકોટ અને અમરેલી માર્કેટયાર્ડને જ સફળતા મળી છે.અમરેલી માર્કેટયાર્ડ દ્વારા ગુજરાતભરમાં સૌ પહેલા કેશલેશ ટ્રાન્‍જેક્‍શનથી ખેત જણસોની લે વેચ શરૂ કરી દેવાઇ હતી અને તેનું ટ્રાન્‍જેક્‍શન પાટે ચડી રહ્યું છે.નોટબંધીને કારણે હજુ મોટાભાગના સ્‍થળોએ આાર્થિક વ્‍યવહાર અટકેલ છે ત્‍યારે સૌરાષ્‍ટ્રના સૌથી જુના અમરેલી માર્કેટયાર્ડમાં શ્રી પી.પી.સોજીત્રાના મેનેજમેન્‍ટને કારણે દૈનિક ટ્રાન્‍જેક્‍શન પોણા ત્રણ કરોડે પહોચ્‍યું છે અને અમરેલી યાર્ડમાં ગાડી પાટે ચડી ગઇ છે.તેવું લાગી રહ્યું છે.


માઇ સરોવરમાં ની રોચક દંતકથા

નવગજા પીરના ઇશારે માઇસરોવર માં અમરેલીની ધરતીમાં સમાઇ ગયાસૈયદો અને જુનાગઢના રાજમાં કાઠીઓ પણ અવાર નવાર અમરેલી શહેર ઉપર આક્નમણ કરતા હતાઅમરેલીને કબજે કરવા ગાયકવાડી લશ્‍કર ત્રાટકયું ત્‍યારે સૈયદ કુળના ભાઇ બહેને રણનીતી ઘડી હતીસૈયદ રાજા ગાયકવાડની ફોજના હાથમાં સપડાતા જ તેેણે બહેન માઇ સરોવરમાંને ઇશારો કર્યો અને અત્‍યારે ગાયકવાડી જેલ છે તેના ખુણે જમીનમાં માઇ સરોવરમાં જીવતા સમાઇ ગયા પણ તેની ચૂંદડીનો છેડો બહાર રહી ગયો : ગાયકવાડે સૈયદ રાજાને ફાંસી આપી તે અત્‍યારે જેલની અંદર નવગજા પીરના નામે પુજાય છે અને જેલ બહારના દરવાજે માઇ સરોવરમાં પુજાય છે : જેને ધાવણ ન આવતુ તે માનતા માને છે અમરેલીમાં ગાયકવાડ પહલાના જુના જમાનામાં સૈયદોનું રાજ હતુ અને તે સમયના સૈયદ રાજા નવગજાપીરની જગ્‍યા ગાયકવાડી જેલમાં આજે પણ છેઅમરેલીની ધરતી સહિત 12 ગામો ઉપર સૈયદોની હુકુમત હતી : અમરેલીમાં તો નવાબનો ભાગ હતો
અમરેલી,
અમરેલી શહેર સદીઓ જુનુ છે આજથી 1400 વર્ષ પહેલાના તામ્રલેખો મળી આવેલ છે. પરંતુ અમરેલી ઉપર અત્‍યાર સુધી જેણે સાશન કર્યુ તેમાં સૌથી વધારે લોકો અમરેલીને ગાયકવાડી પ્રાંત તરીકે ઓળખે છે. અને વધુમાં માત્ર એટલી જ ખબર છે કેઅમરેલીમાં ગાયકવાડી શાસન પહેલા સૈયદો અને જુનાગઢના નવાબનો ભાગ હતો પણ અમરેલીમાં ગાયકવાડી શાસનના પગરણ સમયે બનેલી એક ઘટના અને તેની સાક્ષી આપતુ એક ધાર્મિક સ્‍થળ જુના અમરેલીના મઘ્‍યમાં જુની સબ જેલના દરવાજા પાસે ઉભુ છે અને લોકોની આસ્‍થાનું કેન્‍દ્ર બનેલ છે. તેના ઇતિહાસ ઉપર એક આછેરી નજર ફેરવીએ
અમરેલીમાં ગાયકવાડી શાસન પહેલાના જુના જમાનામાં સૈયદોનું રાજ હતુ અને તે સમયના સૈયદ રાજા અમરેલી ઉપર રાજ કરતા હતા. તેવા જ એક સૈયદ રાજા નવગજાપીરની જગ્‍યા ગાયકવાડી જેલમાં આજે પણ છે અને નવગજા પીરના ઇશારે તેમના બહેન માઇસરોવર માં અમરેલીની ધરતીમાં સમાઇ ગયા હોવાની રોચક દંતકથા આજે સંભળાઇ છે.
સૈયદો અને જુનાગઢના રાજમાં કાઠીઓ પણ અવાર નવાર અમરેલી શહેર ઉપર આક્નમણ કરતા હતા. ત્રણ ભાગમાં વહેચાયેલુ અમરેલી આમ જોઇએ તો નધણીયાતા જેવું હતુ કારણ કે જુનાગઢ છેટુ હતુ તો સૈયદોનુ મર્યાદિત શાસન હતુ આવા સમયે રેઢા પડ જેવા અને ભૌગોલિક દ્રષ્‍ટિએ મહત્‍વના એવા અમરેલીને કબજે કરવા ગાયકવાડી લશ્‍કર અમરેલી ઉપર ત્રાટકયું હતું.
ગાયકવાડી આક્નમણ સમયે અમરેલીના હાલનો કસ્‍બો છે તે વિસ્‍તારમાં સૈયદોનું રાજ હતુ અત્‍યારે પણ ત્‍યાં સૈયદ વસે છે. અને અહીં સૈયદ રાજાનું રાજ તપતુહતુ ત્‍યારે ગાયકવાડી લશ્‍કરના ઘોડાના ડાબલાઓ સંભળાવા લાગ્‍યા ગાયકવાડી તોપની ધણેણાટી નજીક આવવા લાગી અમરેલીના પાદરે ગાયકવાડી લશ્‍કર પહોંચ્‍યુ ત્‍યારે તેનો સામનો કરવા માટે સૈયદ રાજા પોતાના સૈનિકો સાથે સામા ગયા હતાં. તેમને એક બહેન હતા આ રાજા તેમના બહેન બંને ખુદાની બંદગીમાં ઓતપ્રોત રહેતા અને ઓલીયા હતા.
ગાયકવાડી લશ્‍કર જેવુ વિશાળ છે અને કેવું બળુકુ છે તેની સૈયદ રાજાને ખબર હતી છતા પણ મરદાનગીથી તે લડવા માટે સામા તો ગયા પણ તેમને ખબર હતી કે આમા નુકશાની પોતાને જ છે આથી તેમણે પોતાના બહેન સાથે નકકી કર્યુ કે પોતે જો ગાયકવાડી લશ્‍કરના હાથમાં આવી જાય તો સાંકેતીક ઇશારો કરે ત્‍યારે તેમની બહેનને તેમનો રસ્‍તો કરી લેવો.
સૈયદ કુળના ભાઇ બહેને રણનીતી ઘડી અને ભયાનક લડાઇ થઇ આમ તો અમરેલીની ધરતી સહિત આજુબાજુના 12 ગામો ઉપર સૈયદોની હુકુમત હતી. ગાયકવાડી લશ્‍કર સાથે છેડાયેલા જંગમાં સૈયદ રાજા ગાયકવાડની ફોજના હાથમાં સપડાતા જ તેેણે બહેન માઇ સરોવરમાંને ઇશારો કર્યો અને ઓલીયા એવા તેમના બહેને પોતાના સતને પ્રકાશી જમીનને પ્રાર્થના કરી અને જમીને તેમને જગ્‍યા આપી અત્‍યારે ગાયકવાડી જેલ છે તેના ખુણે જમીનમાં માઇસરોવરમાં જીવતા સમાઇ ગયા પણ તેનીચૂંદડીનો છેડો બહાર રહી ગયો હતો. તેમના જમીનમાં સમાઇ જવા બાદ ગાયકવાડ સરકારે બંદી બનાવેલા સૈયદ રાજાને ફાંસી આપી તે અત્‍યારે જેલની અંદર નવગજા પીરના નામે પુજાય છે ત્‍યાં આજે પણ મહિલાઓને જવાની મનાઇ છે. પહેલા તેમની દરગાહનો દરવાજો ઉગમણો હતો અને તે જેલની સાવ અંદરની સાઇડમાં થતો હોય તે બંધ કરી આથમણી દિશામાં બહારની દરવાજા સામેની બાજુએ કરવામાં આવ્‍યો છે. જયારે જીવતા જમીનમાં સમાઇ ગયેલા ખુદાના બંદા એવા ઓલીયા બહેન પણ આજે જેલ બહારના દરવાજે માઇસરોવરમા ના નામે પુજાય છે અહી દર મહિનાની 22 તારીખે ધાર્મિક કાર્યક્નમ થાય છે અને દર વર્ષે ઉર્ષ ઉજવાય છે.જેમાં અમરેલીના હજારો લોકો ઉમટે છે અને શ્રઘ્‍ધાથી માઇસરોવરમાના ચરણે મસ્‍તક નમાવે છે. આ ઉપરાંત અહીં પેઢીઓથી સેવા કરતા સૈયદ હુસેન અલીમિયા બાપુ ચીસ્‍તી કહે છે કે અહીંની માનતા અમરેલીની ઉપરાંત બહાર ગામના શ્રઘ્‍ધાળુઓ માને છે અને જેને ધાવણ ન આવતુ તે માઇસરોવરમાની માનતા માને છે.જો લડાઇમાં ભાઇ પકડાય જાય તે બહેનને ઇશારો કરવાનુ નક્કી કરાયું હતું અને ભયાનક લડાઇ થઇ