Main Menu

Saturday, February 18th, 2017

 

બગસરા પંથકમાં ધોળે દહાડે ખનીજ ચોરી

બગસરા,
બગસરા પંથકમાં તંત્રની મીઠી નજર હેઠળ ધોડા દિવસે ખનીજ ચોરો ખનીજ ચોરી કરીને બેફામ બન્‍યા તે શહેર આખામાં ચર્ચાનો વિષય બન્‍યો છે.છડે ચોક ચર્ચાતી વિગતો મુજબ તંત્ર દ્વારા હપ્‍તાની વસુલાત પણ થતી હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન છે ત્‍યારે કડક પગલા લેવા જરૂરી બન્‍યા છે.થોડા દિવસ પહેલા એલસીબીની ટીમ દ્વારા શેત્રુંજીના પટ્ટમાંથીરેતી ચોરી કરતા વાહનો જપ્‍ત કર્યા હતા.આવા ઇસ્‍મો સામે કડક કાર્યવાહિ કરવામાં આવેતો દુષણ નાબુદ થઇ શકે અને પર્યાવરણને થતુ નુકશાન અટકી શકે તેમ છે.


રાજુલા નજીક નવી બારપટોળીમાં રહેણાંક મકાનમાં તસ્‍કરો ત્રાટકયા

અમરેલી, રાજુલા નવી બારપટોળીમાં લાલાભાઇ ડોસલભાઇ વાવડીયા ઉ.વ.30ના રહેણાંક મકાનમાં તા.7-2-ના દિવસનાં કોઇપણ સમય દરમિયાન મકાનનાં તાળા તોડી કોઇ તસ્‍કરો અંદર પ્રવેશી કબાટમાં રહેલ રોકડ રૂા.45હજાર સોનાની માદરડી મળી કુલ રૂા.49હજારની ચોરી કરી ગયાની રાજુલા પોલીસમાં નોંધાવેલી છે.


લીલિયાનાં સલડી ગામ નજીક નીલગાય આડી ઉતરતા ખાનગી બસ પલટી ગઇ

અમરેલી,
લીલિયા તાલુકાનાં સલડી નજીક ખાનગી ટ્રાવેલ્‍સની બસ નં-જીજે14 ટી 468 તેમના ચાલક લઇને જતા હતા તે દરમિયાન નીલગાય આડી ઉતરતા સ્‍ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી જતા રૂા.50હજારનું નુકસાન થયાનું લીલિયા પોલીસમાં જાહેર કરેલ છે.


ધારાસભ્‍યશ્રી ઉંધાડ દ્વારા ખેડૂતોને ટ્રેકટર પાર્સિંગ ટેકસ ચુકવવામાંથી મુકિત આપવા માટે સરકારમાં રજુઆત

વડિયા,લાઠી બાબરાના ધારાસભ્‍ય બાવકુભાઇ ઉંધાડે જણાવેલ કે ખેડૂતો ખેતી કામ માટે ટ્રેકટરની ખરીદી કરે છે અને તેનું પાર્સિંગ કરાવે છે ત્‍યારે તેમની પાસેથી 3.5 ટકા પાર્સિંગ ટેકસ વસુલવામાં આવે છે ખેડૂતોએ લોન કે ઉછીના રૂપિયા લઇ ખેતીમાં જરૂરીયાત હોવાથી ટ્રકેટર ખરીદ કરે છે ખેડૂતને એક તો લોનના વ્‍યાજના ભોજા અને ઉપર પાર્સિંગ ટેકસ ચુકવવો પડે છે તેથી આ પાર્સિંગ ટેકસ માંથી ખેડૂતોને મુકિત આપવા માટે ધારાસભ્‍યશ્રીઉંધાડે સરકારશ્રીમાં રજુઆત કરેલ છે.


દિકરાના લગ્‍નમાં આર્ય સંસ્‍કૃતિને વ્‍યસન મુક્‍ત અને જીવનને ઝેર મુક્‍ત કરવાનો ઔતિહાસીક સંકલ્‍પ

રાજકોટ,જળક્નાંતિ અને ગીય ક્નાતિના દાતામનસુખભાઇ સુવાગીયાએ એન્‍જી.પુત્ર કશ્‍યપ અને ડો.અમીના લગ્‍ન સંપુર્ણ વ્‍યસન મુક્‍તિ, કોલ્‍ડ્રીન મુક્‍તિ અને ભોજનમાં ઝીરો કેમીકેલ અને એલ્‍યુમીનીયમના વાસણનો પ્રતિબંધનો અમલ કરી દેશને ઝેર મુક્‍ત જીવનનો રાહ ચિંઘ્‍યો છે.પુત્રના લગ્‍નમાં આર્ય સંસ્‍કૃતિને વ્‍યસન મુક્‍ત અને જીવનને ઝેર મુક્‍ત કરવાનો ઔતિહાસીક સંકલ્‍પ સાર્થક કર્યો છે.મનસુખભાઇ સુવાગીયાએ સંપુર્ણ દેશી અને આર્ય સંસ્‍કૃતિની પ્રણાલી મુજબ દિકરાના લગ્‍ન કર્યા તે પ્રસનગે ધર્મેન્‍દ્રભાઇ પટેલ, ડો.જયંતિભાઇ ભાડસીયા સહિતે પ્રવચનો કરી મનસુખભાઇને બિરદાવ્‍યા હતા.કાર્યક્નમનું સંચાલન જળક્નાંતિ ટ્રસ્‍ટના ઉપપ્રમુખ રામકુભાઇ ખાચરે કર્યુ હતુ.


ધારીની યુવતીની હત્‍યા થયાની અરજીમાં એલસીબીની તપાસનો પ્રારંભ

અમરેલી,ધારીમાં વંદના નામની કુંભાર યુવતીના મોત પ્રકરણમાં અમરેલીની લોકલ ક્નાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવ્‍યા બાદ એલસીબી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.વંદનાનું મોત હાર્ટ એટેક નહી  પણ ખુન હોવાનુ પીયુશ હુદાણી નામના ખોજા યુવાને જણાવી અને તાપાસ માંગી હતી આ કેસ હાઇકોર્ટ સુધી જતા કોર્ટે કરેલ હુકમને પગલે તપાસ ક્નાઇમ બ્રાંચને સોંપાતા પીઆઇ શ્રી એ.પી. પટેલે મરનારના માતા-પિતા તથા કુટુંબી ઓ મળી 15 નિવેદનો નોઘ્‍યા છે.અને જીણવટભરી તપાસ શરૂ કરી છે.


રાયડી ડેમનું પાણી ખેડુતોને આપો : શ્રી વરૂ

રાજુલા,રાજુલા તાલુકાના ગામડાઓને રાયડી ડેમનું પાણી આપવા કલેક્‍ટરને પત્ર પાઠવી જિલ્લા બાંધકામ ચેરમેન ટીકુભાઇ વરૂએ માંગણી કરી છે અને જો પાણી નહિ મળે તો અનેક ગામોમાં પાક સુકાય અને નિષ્‍ફળ જશે તેવી દહેશત વ્‍યક્‍ત કરી હતી.રાજુલા, જાફરાબાદ તાલુકાના ખેડુતોને હાલ પાક પકાવવા અંતિમ તબક્‍કો ચાલી રહ્યો હોય અને અત્‍યારે રાયડી ડેમમાંથી પાણી ન મળે તો નીચેના મ જેવા કે જીકાદ્રી નવીજુની, એભલવડ, નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, બારમણ નાના તથા બારમણ મોટા, પીછડી, બાલાની વાવ, કંથારીયા, ખાલસા-કંથારીયા, ચૌત્રા સહિતના ગામોના ખેડુતોને હાલ પાણી નહિ મળે તો પાક નિષ્‍ફળ જશે જેથી તાત્‍કાલીક ધોરણે આ વિસ્‍તારના ખેડુતોને રાયડી ડેમમાંથી પાણી આપવા માંગણી ઉઠી છે.તેમ બાંધકામ ચેરમેન ટીકુભાઇ વરૂએ કલેક્‍ટર સમક્ષ રજુઆત કર્યાનું અખબારી યાદીમાં જણાવ્‍યું છે.


બાબરાના લાલકામાં સમાધીમાંથી મૃતદેહ બહાર કઢાવી ભાવનગર પીએમમાં મોકલાયો

બાબરા,
બાબરાના લાલકા ગામે વયોવૃઘ્‍ધ બચુભાઇ નાનજીભાઇ ઉ.વ.100નું મૃત્‍યુ બાદ મૃતકની ઇચ્‍છા મુજબશાસ્‍ત્રોક વિધીથી સમાધી આપવામાં આવેલ જેમાં મૃતકના અગાઉના લગ્‍ન દરમિયાન તેમની પત્‍નીના ત્રણ આગણિયાત સંતો પૈકીના મનુભાઇ બચુભાઇ રે.જસદણ દ્વારા શંકા દર્શાવાયા અંગે ગ્રામજનો રોષિત બન્‍યા હતા અને લાલકા ગામના 40 જેટલા ગ્રામજનો દોડી આવ્‍યા હતા આજે પોલીસે સમાધીમાંથી મૃતદેહ બહાર કાઢવી ભાવનગર પીએમ માટે મોકલી આપ્‍યાની જણાવા મળ્‍યુ છે આ બનાવથી ઘેરા પડઘા પડયા છે.


અમરેલીમાં આઇઓસીનાં એકઝીકયુટીવ ડિરેકટર શ્રી જૈને બેઠક બોલાવી

અમરેલી,
અમરેલી જિલ્લામાં પુરવઠાના લગત પ્રશ્‍નોનાં નિકાલ માટે ઇન્‍ડિયન ઓઇલ કોર્પોરેશનનાં એક્‍ઝીકયુટીવ ડિરેકટર શ્રી એસ.કે.જૈને અમરેલી જિલ્લા પુરવઠા કચેરી ખાતે વિતરકો ડિલરોની એક બેઠક બોલાવી હતી. તેમાં લોકોની કોઇ ફરિયાદ ન રહે અને સરકારનો ઉજજવલા યોજનામાં ટાર્ગેટ પુરો થાય તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લાનાં લાભાર્થીઓને 100 ટકા ઉજવવલા યોજનાનો લાભ આપવા તથા અન્‍ય મુદ્દાઓની ચર્ચા વિચારણા કરી હતી અને ગેસ એજન્‍સી દ્વારા ગ્રાહકો પાસેથી ઓવર ચાર્જિંગ મુ્રદ્દે પણ ચર્ચા કરી ચાર્જ ન લેવા તાકિદ કરી હતી. અત્રે ઉલ્‍લેખનીય છે કે, સરકારે ઉજજવલા યોજનામાં ફેબ્રુઆરીનો ટાર્ગે ત્રણ હજાર અને માર્ચનો ટાર્ગેટ ત્રણહજારનો આપ્‍યો હતો. જેમાં ઝડપથી કામગીરી થઇ રહી છે. આગામી દિવસોમાં ટાર્ગેટ પૂર્ણ થઇ જશે તેવી અપેક્ષા પણ વ્‍યક્‍ત કરાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી વાળા અને કર્મચારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.


બાબરાના સરકારી દવાખાનામાં કપચી ભરેલ ડમ્‍પર ઘુસી ગયું

બાબરા, બાબરા સરકારી દવાખાના અંદર આજે કપચી ભરેલ ડંપર ઘુસી જતા ભારે નાશભાગ મચી ગઇ હતી.આ બનાવઅંગે પ્રાપ્‍ત વિગત અનુસાર સરકારી દવાખાના નજીક રોડ સાઇડે ડંપર પાર્ક કરી ડંપર ચાલક ચા પીવા ગયો હતો
અને ડંપર ઢાળમાં ઉભું હોવાથી અચાનક દોડી જતા વગર ડ્રાઇવરે ડંપર દોડયું હતુ અને સરકારી દવાખાનાની દિવાલ તોડી અંદર ઘુસી ગયું હતુ.દવાખાના અંદર ઉભેલી વેગેનાર કારનો પણ બુકડો બોલી ગયો હતો.કાર માલિકી ડંપર ચાલક સામે પોલિસમાં ફરિયાદ નોંધાવી છે.અકસ્‍માત સમયે બપોરનો સમય હોવાની સદનસીબે જાનહાની ટળીે હતી.આ બનાવની જાણ થતા લોકોના ટોળા દવાખાને એકઠા થયા હતા.ડંપર ચાલની બેદરકારીથી આ બનાવ બન્‍યાની પણ લોકોમાં ચર્ચા જાગી છે.