Main Menu

Wednesday, February 22nd, 2017

 

23-02-2017

thumbnail of 23-2-17


અમરેલી સિવિલમાં ડોક્‍ટરોની ખાલી જગ્‍યા ભરવા તમે શું પ્રયત્‍નો કર્યા ?

અમરેલી,
અમરેલીના ડો. જી.જે.ગજેરાએ પ્રશ્‍ન ઉઠાવી ધારાસભ્‍ય શ્રી પરેશભાઇ ધાનાણીને જણાવ્‍યું કે સિવિલ હોસ્‍પિટલમાં લગભગ 22વર્ષ સુધી ડોક્‍ટર તરીકે કામગીરી કરી છે તેથી ધારાસભ્‍યનું ઘ્‍યાન દોરવાની મારી ફરજ છે.સિવિલ હોસ્‍પિટલમાં ડોક્‍ટરો અને સ્‍ટાફનું મનોબળ તુટે નહિ.સૌપ્રથમ તો ધારાસભ્‍યને કહેવાનું કે સિવિલ હોસ્‍પિટલની એવી પરિસ્‍થિતિ હોય તો અત્‍યાર સુધી આપે કેમ કોઇ ફરિયાદ ન કરી, ડોક્‍ટરોની ખાલી જગ્‍યા ભરવા આપે શું પ્રયત્‍ન કર્યા ?
ચૂંટણી નજીક આવે છે એટલે આ બધું કરવાનું યાદ આવે છે.છેલ્લા 10 વર્ષથી જનતાનું પ્રતિનિધિત્‍વ કરો છો તો અત્‍યાર સુધીમાં સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરો, સ્‍ટાફ , હોસ્‍પિટલ અપગ્રેડેશન માટે આપે શું કર્યુ ? કદાચ થોડાદ ઘણા અંશે સાચું પણ હોઇ શકે, પરંતુ જે આક્ષેંપો કર્યા છે તે પાયા વિહોણા છે તેમ ડો.ગજેરાએ જણાવ્‍યું છે. વધુમાં ડો.ગજેરાએ એવું પણ જણાવ્‍યું કે હોસ્‍પિટલનો સ્‍ટાફ સૌથી સારી રીતે કામ કરે છે.પ્રોમા સેન્‍ટર એવું છે કે ઇમરજન્‍સી આવે તો પ્રાઇવેટ હોસ્‍પિટલ કરતા પણ સારી સારવાર અપાય છે.કોઇ વીઆઇપીને જોઇતી સગવડ ન મળી હોય તેમાં ડોક્‍ટરનો કે સ્‍ટાફનો વાંક કાઢી શકે તેમ નથી.ખરેખરતો દર્દીને પુછો તો ખબર પડે કે પ્રોમાસેન્‍ટર એકક્ષણ માટે પણ મેડિકલ ઓફિસરથી ખાલી નથી રહ્યું.આઉટડોર, ઇન્‍ડોરની સરેરાશ જોશો તો ખ્‍યાલ આવી જશે.આટલા બધા દર્દીઓ ત્‍યાંઆવે છે, હજુ પણ તપાસ કરીને સિવિલ વિશે જાણી લેજો.ફક્‍ત સાંભળેલ વાતોથી અભિપ્રાય બાંધવો ખોટો છે.સિવિલની નાની નાની ક્ષતી માટે ખોટી રીતે બદનામ કરી રહ્યા છે તેવું હું માનું છુ.તેમ ડોક્‍ટર ગજેરાએ જણાવ્‍યું હતુ.આપના નિવેદનથી કોઇ રાજકીય લાભ થવાનો નથી તે પણ જાણી લેજો તેમ ડો.જી.જે.ગજેરાએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.


અમરેલી પાલિકાની સુંદર કામગીરીની નોંધ લેવાઇ

અમરેલી,અમરેલીનાં ફોરવર્ડ સર્કલે ઉતરેલા સુરેન્‍દ્રનગર જિલ્લાનાં  વડાલ તાલુકાનાં મડાળ ગામનાં રહિશ હરિભાઇ ગઢવી પોતાનાં સંતાનો અમરેલી નોકરી કરતા હોય તેને મળવા માટે આવ્‍યા ત્‍યારે અમરેલીમાં ફોરવર્ડ સર્કલે ઉતરીને તેમણે ત્‍યાં ચાલતા કામને જોઇ રાજી થયા હતા.
આ રાજીપો વ્‍યક્‍ત કરવા માટે તે નગરપાલિકા કચેરીએ નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી અલ્‍કાબેન ગોંડલિયા પાસે પહોંચી ગયા અને તેમણે ચાલતા આ કામ અને સરદાર સર્કલની કાયાપલટ જોઇ નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી અલ્‍કાબેન ગોંડલિયા અને તેની ટીમને બિરદાવી હતી.


બજેટ ખેતી અને ગામડાઓની કાયા પલટ કરશે : મંત્રીશ્રી વઘાસીયા

અમરેલી,
રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સરકારનું પ્રથમ બજેટ લોકોની આશા અને અપેક્ષા સાથે રાજયનો સર્વાગી વિકાસ કરનારું છે તેમ રાજયના કૃષિમંત્રી અને અમરેલી જિલ્‍લાના ખેડુતનેતા વી.વી.વઘાસીયાએ જણાવ્‍યું છે બજેટ અંગે પ્રતિકિ્નયા આપતા તેઓએ જણાવ્‍યું છે કે રાજયના ખેડુતોનો વિકાસ સાથ અને ગામડાઓ ભાગતા બચે તેની પુરી ચિંતા રાજય સરકારે કરી છે કૃષિમંત્રી વી.વી.વઘાસીયાએ અમરેલી જિલ્‍લા બાબતે જણાાવ્‍યુ હતુ કે જિલ્‍લામાં મગફળી અને તુવેરના સમયસર ખરીદ સેન્‍ટર શરૂ કરીને  ખેડુતોને પોષણક્ષમ ભાવો ભાજપની સરકારે આપ્‍યા છે. એક સર્વે નંબરમાં બીજુ વિજ કનેકશન આપવાનો નિર્ણય રાજય સરકારે લીધો છે જિલ્‍લાનો ઔધોગીક વિકાસ થાય અને જનતાની સુખ-સુવિધામાં વધારો થાય તેવા પ્રયત્‍નો તેમના દ્વારા થઇ રહયા છે જેના પરિણામે સાવરકુંડલા ખાતે બાગાયત વિભાગ દ્વારા બાગાયતી પાકો માટે સંશોધન કેન્‍દ્ર સ્‍થાપીને જિલ્‍લાને બાગાયત ક્ષેત્રે આગળ લઇ જવાની પ્રતિબઘ્‍ધતા કૃષિમંત્રી વી.વી.વઘાસીયાએ વ્‍યક્‍ત કરી છે. આ ઉપરાંત બાઢડા, રાજુલા, હિંગોરાણા રોડ, અમરેલી, લાઠી, ચાવંડ રોડને ફોરટ્રેક બનાવવામાં આવશે તદઉપરાંત રાજુલા  ખાતે કોર્ટનું નવું બિલ્‍ડીંગ બનાવવામાં આવશે આમ અમરેલી જિલ્‍લાનો રોડ રસ્‍તાની સારી સુવિધા મળે તે અપેક્ષા બજેટમાં સંતોષવામાં આવી છે ખેડુતોને 1% એ કે.સી.સી. ધિરાણ, ટ્રેકટર સબસીડી સહાય યોજનામાં બજેટમાં વધારો, ખેતીવાડીમાં સોલારપંપ, ડ્રીપસહાય તેમજ વાયર ફેન્‍સીંગ યોજના સહિત અનેકવિધ યોજનાઓ ખેતીમાં મોટી ક્નાંતિ લાવશે.આગામી સમયમાં જિલ્‍લાના સર્વાગી વિકાસ માટે મુખ્‍યમંત્રીગ્રામ સડક યોજના સુ્રવ્‍યવસ્‍થિત કનેકટીવીટી દ્વારા ગત વખત અને ચાલુ વર્ષે એમ જિલ્‍લાના 200 જેટલા નવા રોડ મંજુર કરવામાં આવશે તેમ કૃષિમંત્રી અમરેલી જિલ્‍લાના ખેડુત નેતા વી.વી.વઘાસીયાએ જણાવ્‍યું છે.


લાઠી તાલુકા ભાજપ કારોબારી મળી

લાઠી,
લાઠી તાલુકા ભાજપ કારોબારી હડમતીયા હનુમાન(કૃષ્‍ણગઢ)ખાતે લાઠી વિધાનસભા વતી યોજાઇ હતી.
જેમાં હર્ષદભાઇ દવેના વાલીપણામાં શ્રી વાલજીભાઇ ખોખરીયાના અઘ્‍યક્ષ સ્‍થાને અને જીતુભાઇ ડેરના ઉપાઘ્‍યક્ષ પદે શ્રી મનુભાઇ આદ્રેજા, મયુરભાઇ હિરપરા, ઘનશ્‍યામભાઇ સાવલીયા, નટુભાઇ વસોયા, મનોજભાઇ દેવમુરારી, કાળુભાઇ દુધાત, પરેશ સરવૈયા, સુભાષ કાકડીયા, શોમજી સાબલીયા, દિનેશભાઇ જોધાણી, ધરમશીભાઇ એવીયા,હિંમતભાઇ રાઠોડ, દેહુરભાઇ રાનાણી, રાવતભાઇ ડેર, રમેશભાઇ જોધાણી, કનુભાઇ અકબરી વગેરેની ઉપસ્‍થિતિમાં કારોબારીમાં આગામી કાર્યક્નમો, ચૂંટણી અને સંગઠનો અંગે ચર્ચા વિચારણા થઇ હતી.તેમ મહામંત્રી ભરતભાઇ ગઢવી અને જગદિશભાઇ ખુંટે જણાવ્‍યું છે.


માળીલામાં તમામ પાક વિમા પ્રિમીયમ શ્રી દિલીપ સંઘાણી ભરશે

પ્રધાનમંત્રી વિમા યોજના નો લાભ દેવરાજીયા ગામને મળ્‍યા બાદ માળીલા ગામ પણ દેવરાજીયાની જેમ સમગ્ર ગામ  ખેડૂત વિમા યોજનામા લાભ લેશે. અમરેલી જિલ્‍લા ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયાના લાભકારી પ્રયાસને માળીલાએ ઝીલી લઈને સરકારી યોજનાથી સમગ્ર ગામને લાભાન્‍વિત બનાવાયેલ છે.
જે રીતે સમગ્ર ભારતમા ખેડૂત વિમા યોજનાથી ખેડૂતને રૂપિયા બે લાખનો  આકસ્‍મિક વિમો મળવાની યોજના આવી છે અને માનનિય નરેન્‍દ્રભાઈ મોદીએ ખેડૂતોને આ લાભ લેવા હાકલ કરી છે ત્‍યારે અમરેલી તાલુકાના  દેવરાજીયા ગામ સમગ્ર જિલ્‍લામા પ્રથમ કેશલેશ બન્‍યુ ત્‍યારે ગામના સરપંચ કૌશિકભાઈ વેકરીયા દ્રારા સમગ્ર ગામનુ ખેડૂત વિમા યોજના પ્રિમીયમ ભરવાનુ આહવાન કરેલ છે જયારે તાલુકાના એક પછી એક ગામ આ યોજનાનો લાભ લેવા આગળ આવી રહયા છે તેમા માળીલા ગામના સુપુત્ર અને રાષ્‍ટ્રિય સહકારી આગેવાન નાફસ્‍કોબના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી એ પણ પોતાના માળીલા ગામના તમામ ખેડૂતોનુ આ યોજનાનુ પ્રિમીયમ ભરવાનુ જાહેરાત કરી છે ત્‍યારે ખેડૂત આકસ્‍મિક વિમા યોજનામા દેવરાજીયા પછી માળીલાનો પણ સમાવેશ થતા સમગ્ર ગામ વિમા કવચથી સુરક્ષીત બન્‍યુ છે.


બજેટમાં માંગણી સંતોષવા બદલ ધારાસભ્‍ય બાવકુભાઇ ઉંધાડે મુખ્‍યમંત્રી અને નાણામંત્રીનો આભાર વ્‍યકત કર્યો

અમરેલી,બજેટ પુર્વે ધારાસભ્‍ય બાવકુભાઇ ઉંધાડે પત્રો લખીને બજેટમાં જોગવાઇઓ કરવા માટે વિવિધ માંગણીઓ કરેલ હતી અને તેમનો બજેટમાં સમાવેશ થતા મુખ્‍યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રીનો આભાર વ્‍યકત કરેલ છે. ધારાસભ્‍યશ્રી ઉંધાડે ખેતીલક્ષી નવા વિજ જોડાણો દર વર્ષે એકલાખ આપવામા આવતા હતા તેને વધારી 1.25 લાખ કનેકશન કરવામા આવેલ છે. વર્ષ 2013 સુધીના અરજદારોને વિજ જોડાણો આપવામા આવશે અગાઉ દર વર્ષે ખેડુતોને સોલાર વોટર પંપ 1000 આપવામા આવતા હતા જે આગામી વર્ષે 4500 આપવામા આવશે કૃષિ ઉપયોગમાં લેવાતા ટ્રેકટર પરનો વેરો ઘટાડવા રજુઆત કરેલ જેના પગલે 0.50 % જેટલો વેરો ઘટાડવામા આવેલ છે. ચાવંડ, લાઠી, અમરેલી માર્ગને ચાર માર્ગીય રસ્‍તો બનાવવા બજેટમાં જોગવાઇ થયેલ છે અંતમાં શ્રી ઉંધાડે તેમની માંગણીઓ બજેટમાં સમાવેશ થતા સરકારશ્રીનો આભાર વ્‍યકત કર્યોહતો.


ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વહીવટ ખાડે

અમરેલી,સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદના મહામંત્રી દિલસાદ શેખના જણાવ્‍યા અનુસાર સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદભાઇ પ્રમુખ દિનેશભાઇ વિઠલાણીએ મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપી જણાવ્‍યુ કે છેલ્લા 10 12 વર્ષથી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ખાડે ગયુ છે ગરીબ અને મઘ્‍યમવર્ગને અભ્‍યાસ કરવો અસહય બની ગયો છે સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કુલના વધતા જતા પ્રભુત્‍વને કારણે ગ્રાંન્‍ટેડ શાળાની પરિસ્‍થિતી વિનાશ ભણી જઇ રહી છે. ગરીબ મઘ્‍યમ વર્ગના લાભાર્થે સરકારે શિક્ષણનિતીની પુનઃ વિચારણા કરવાની જરૂર છે નહિ તો આવતા દિવસોમાં ક્નાંતિનું કારણ બનશે સેલ્‍ફ ફાયનાન્‍સના માલિકો વેપારી કરી રહ્યા છે અને પ્રજા અને વિદ્યાર્થીઓને લુંટી રહ્યા છે. શિક્ષકોને ઓછો પગાર આપી શોસણ થઇ રહ્યુ છે સરકાર લુંટ ઉપરાંત સેલ્‍ફ ફાયનાન્‍સને ગ્રાંટ આપી રહી છે તેને એક રૂપિયાની ગ્રાંટ ન દેતા સ્‍પેશ્‍યલ કરનાખી ગ્રાંટેડ શાળાઓને વિશેષ ગ્રાંટ આપવી જોઇએ સરકારે આ પ્રશ્‍ને ગંભીરતાથી વિચારવા અને ધો.1 થી 5 માં જુની પાટી ફરી દાખલ કરી નોટબુક પર પ્રતિબંધમુકવાની જરૂર છે લોકો વર્તમાન શિક્ષણ પઘ્‍ધતિ પરીક્ષા પઘ્‍ધતિથી વાજ આવી ગયા છે સરકારે 2017ના જુન સત્રથી પરિવર્તન કરવાની જરૂર છે તેમ સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદના મહામંત્રી દિલસાદ શેખે જણાવ્‍યું છે.


અમરેલીના મેડી ગામે તલાટીની જગ્‍યા ખાલી

અમરેલી, અમરેલીના મેડી ગામે કાયમી તલાટી મંત્રીની નિમણુ ંક કરવા જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા સામાજીક ન્‍યાય સમિતિના ચેરમેન ભાનુભાઇ ચાવડાને લેખિત રજુઆત કરી છે.આ ગામમાં છેલ્લા 6 મહિનાથી તલાટી મંત્રી ન હોવાથી હાલ તરવડાનાચાર્જમાં છે.એકાદ વિક આવી તલાટી મંત્રી જતા રહે છે.ગામના વિકાસ કામો પણ અટકી પડયા છે તેથી તાત્‍કાલીક નિમણુ ંક કરવા સરપંચ ભારતીબેન પ્રવિણભાઇએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.


રેતીચોર સામે કરાયેલી ફોઝદારી કાર્યવાહીને પગલે ફફડાટ

અમરેલી,
રેતીચોરી ડામવા માટે એસપી શ્રી જગદીશ પટેલ દ્વારા આકરા પગલાઓ શરૂ કરાયા છે ગઇ કાલથી રેતીચોર સામે કરાયેલી ફોઝદારી કાર્યવાહીને પગલે ફફડાટ ફેલાયો છે અગાઉ રેતીચોરીમાં માત્ર રોયલ્‍ટી ચોરીનો જ કેસ થતો હતો
પણ ગઇકાલે આંબરડીથી પકડાયેલ અગિયાર શખ્‍સની સામે ચોરીનો કેસ કરાયો હતો
અને તમામની ધરપકડ કરાઇ હતી તથા હવે આ ચોરીમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ પોલીસે શરૂ કરતા ફફડાટ ફેલાયો છે.