Main Menu

Thursday, February 23rd, 2017

 

24-02-2017

thumbnail of 24-2-17


બગસરામાં આરોપીને પકડવા આવેલ પોલીસ સાથે ધમાલ : ટાયર સળગાવાયા

બગસરા,વિસાવદર તાલુકાના સગીરાના અપહરણના બનાવમાં આરોપી બગસરાના હોવાના સગડ મળતા વિસાવદર પોલીસ જુના ખાટકીવાડે ઘસી ગયા બાદ ત્‍યા પુછપરછ દરમિયાન તુ-તુ મે-મે થતા પોલીસ મહીલા સહિત ચાર શખ્‍સોને પોલીસ મથકે લઇ જતા ઘાચી સમાજના આગેવાનોએ પોલીસ મથકે જઇ અને ધમાલ કરતા જિલ્લાભરમાંથી પોલીસને બગસરા બોલાવાઇ હતી કારણ કે વિસાવદરના મોણીયા ગામની સતર વર્ષની સગીર પટેલ કન્‍યાનુ અપહરણ કરી વિસાવદરનો મુસ્‍તાક હનીફ કાળવાતરે બગસરામાં તેની ઉપર બળાત્‍કાર ગુજારેલ અને આવા ગંભીર અપરાધમાં બગસરામાં રહેતા  મુસ્‍તાકના બનેવી ઇમરાન અલારખ ડાયાતર અને તેની બહેન, સલીમ અમ્‍દુલ, મમુ યાકુબ ડાયાતર સહિત  ચારની પુછપરછ દરમિયાન પોલીસની સાથે ગેરવર્તણુ ક કરતા પોલીસે બળ વાપરીને ચારેયને પોલીસ સ્‍ટેશને લઇ જવાયેલ તો બીજી તરફ આ બનાવના વિરોધમાં પેટ્રોલ પંપ પાસે ચોકમાં ટાયર સળગાવીને આમ જનતાને ભયભીત કરવાનો પ્રાયસ કરાતા આ ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાતો પડયા હતા અને બગસરામાં પણ પોલીસ અને આરોપી વચ્‍ચેની કાર્યવાહીમાં શહેરીજનોને ભયભીત કરવાનો પ્રયાસ થતા વધુ માથાકુટ થાય તેવા સંજોગોમાં  અમરેલીથી ક્નાઇમ બ્રાંચ અને જિલ્લાભરનીપોલીસ બગસરા દોડી ગઇ હતી અને સૌને કાયદાને કાયદાનુ કામ કરવા દઇ પોતાની મર્યાદામાં રહેવાની ચેતવણી આપતા સૌ સમજી ગયા હતા અને મામલો થાળે પડયો હતો.ચારેય શખ્‍સોને વધુ પુછપરછ માટે વિસાવદર લઇ જવાયા હતા.


અમરેલી યાર્ડમાં ખેડુતોએ તાળા લટકાવી દીધા

અમરેલી,અમરેલી યાર્ડમાં સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે રૂા.1010 ના ભાવથી તુવેર ખરીદીનો પ્રારંભ કરવામા આવેલ અમરેલી તાલુકા અને જિલ્‍લામાં આ વર્ષે તુવેરનું મોટા પ્રમાણમા ખેડુતોએ વાવેતર કરેલ હોય જેથી ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા અમરેલી માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં ખેડુતો તુવેર લઇ આવતા હોય થોડા સમય પહેલા તુવેર બાબતે ખેડુતોએ સરકારી એજન્‍સીને તુવેર ન ખરીદતા ઉગ્ર રજુઆત કરેલ જે મામલો થાળે પડયા બાદ આજે માર્કેટયાર્ડમાં ખેડુતો વાહનોમાં તુવેરની પુષ્‍કળ પ્રમાણમાં આવક થતા અને તે તુવેર ટેકાના ભાવે સરકારી એજન્‍સી દ્વારા ખરીદવામા ન આવતા ખેડુતોમાં રોષ વ્‍યાપી ગયો હતો. તુવેર લાવેલા ખેડુતોના ટોળા ગેઇટ ઉપર ભેગા થયા હતા અને થોડીવાર બાદ ગેઇટ બંધ કરી પોતાનું તાળુ મારી ચક્કાજામ કરેલ યાર્ડ બહાર અને અંદર  ટા્રફીક જામ થયો હતો રોષીત બનેલા ખેડુતોને યાર્ડના સેક્નેટરી શ્રી પંડયા દ્વારા મામલો થાળે પાડવાસમજાવટ કરી હતી અને ત્‍યારબાદ સરકારી એજન્‍સી દ્વારા તુવેરની ખરીદી કરવામા આવતા યાર્ડમાં અંદર અને બહાર જામ થયેલો ટ્રાફીક પોણી કલાક બાદ થાળે પડયો હતો.


પ્રદેશ એનએસયુઆઇના મહામંત્રી સમીર કુરેશીનું સ્‍વાગત

અમરેલી,
હાલમાં જ યોજાયેલભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ (એનએસયુઆઇ)ની ચૂંટણીમાં અમરેલી જિલ્લા  એનએસયુઆઇનાં સફળ સુકાની સાબિત થયેલ શ્રી સમીર કુરેશી સમગ્ર ગુજરાત પ્રદેશ એનએસયુઆઇનાં મહામંત્રી પદે ચૂંટણી લડી રહ્યા હતા. ત્‍યારે શ્રી સમીર કુરેશી છેલ્લા ઘણા સમયથી જિલ્લા પ્રમુખ (એનએસયુઆ) પદે બહોળી લોકચાહના મેળવેલ હતી. વિદ્યાર્થીઓનાં નાના મોટા પ્રશ્‍નોમાં શ્રી કુરેશી દરમિયાનગીરી કરી વિદ્યાર્થીઓના હિત માટે સતત લડત આપતા હતા ત્‍યારે સમગ્ર જિલ્લામાં સમીર કુરેશીની એક આગવી નેતા તરીકેની છાપ ઉભી થઇ હતી.
સમીર કુરેશીનાં કામ તેમજ પક્ષ તરફી વફાદારીને લઇ અમરેલી જિલ્લા કોંગ્રેસમાં પણ ખુબ આગવુ સ્‍થાન મળી રહ્યુ હતુ. અમરેલી જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો તેમજ હોદ્દેદારો સાથે સુમેળ સાધવામાં પણ શ્રી કુરેશી સફળ સાબિત થયા હતા.
હાલ અમરેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ અમરેલી નગરપાલિકામાં પણ શ્રી સમીર કુરેશીએ કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારોને વિજયી બનાવવા તનતોડ મહેનત કરેલ. જેમાં પણ ભાજપનાં હાથમાંથી સતા ખેંચવામાં સમીર કુરેશી સફળ સાબિત થયેલ હતા. હાલ શ્રી સમીર કુરેશી અમરેલીના યુવા ધારાસભ્‍યશ્રી તેમજ ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસનાં મંત્રીશ્રી પરેશ ધાનાણીનાં અંગત ટેકેદારોમાંના એક છે. ત્‍યારેરાષ્‍ટ્રીય લેવલે પણ શ્રી કુરેશી આગામી દિવસોમાં પહોંચે તેમા કોઇ શંકાને સ્‍થાન નથી તેવુ જણાઇ રહ્યું છે.
ત્‍યારે હાલમાં જ યોજાયેલ ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાંથી એનએસયુઆઇના પદેી મહામંત્રી તરીકે પ્રથમ સ્‍થાને શ્રી સમીર કુરેશીનો ભવ્‍ય વિજય થયેલ છે. સમગ્ર રાજયનાં તમામ જિલ્લાઓમાંથી સમીર કુરેશીને સૌથી વધુ મતો સાથે 477 મતની લીડ સાથે પ્રદેશનાં મહામંત્રી તરીકે ચૂંટાયેલ છે ત્‍યારે અમરેલી જિલ્લા માટે ખુબ જ ગૌરવની વાત સાબિત થયેલ છે. હવે અમરેલીનો અવાજ પ્રદેશ કક્ષાએ પણ સમીર કુરેશીના માઘ્‍યમથી પહોંચશે તે સાબિર થયેલ ત્‍યારે વિજયી બન્‍યા બાદ શ્રી સમીર કુરેશી પોતાની હોમપીચ ગણાતી અમરેલી શહેરમાં પરત ફરતાની સાથે રાત્રીના જ ભવ્‍ય વિજયી સરઘસ કાઢી સન્‍માનીત કરવામાં આવ્‍યા.
તેમા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, મિત્રો, હોદ્દેદારો, સમાજનાં આગેવાનો, શુભેચ્‍છાઓ સહિત બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત  રહ્યા હતા. ત્‍યારબાદ શ્રી કુરેશીએ બાઇક રેલી કાઢી ગુજરાતનાં પ્રથમ મુખ્‍યમંત્રીશ્રી જિવરાજ મહેતાને સુતરની આંટી પહેરાવી સફળતા સર કરવાનાં આશિર્વાદ લીધા હતા.
શ્રી સમીર કુરેશીના વિજયને અમરેલી જિલ્લા કોંગ્રેસનાં હોદ્દેદારો, ધારાસભ્‍યો, માજી સાંસદો, માજી ધારાસભ્‍યો, જિલ્લા પંચાયતના હોદ્દેદારો,તાલુકા પંચાયતનાં હોદ્દેદારો, નગરપાલિકાનાં સભ્‍યો, મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, સેવાદળ, ઓબીસી સેલ જિલ્લા એનએસયુઆઇ સહિતનાં તમામ આગેવાનોએ આવકારેલ છે તેવુ અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


ખાંભા તાલુકાને જોડતા રોડ પ્રશ્‍ને રજુઆત

ખાંભા,
ખાંભા તાલુકાને જિલ્લા મથકો સાથે જોડતા રોડમાં ખાંભા, ચલાલા, અમરેલી, કુંડલા, થોરડી, રાજુલા, સહિતના રોડ સાવ બિસ્‍માર બન્‍યા છે.ખાંભા-ચલાલા, ખાંભા-કુંડલા રોડ પર નાળાનું કામ ચાલુ છે ત્‍યાં ડાયવર્ઝન અતિ ખરાબ છે.
ખાંભાથી અમરેલી, કુંડલા, રાજુલા, મહુવા સુધી દવાખાને લઇ જવા પડતા દર્દીઓ અને તેના સગા સંબંધીઓને મુશ્‍કેલી વેઠવી પડે છે.રાત્રીના સમયે રોડ ઉપર જે સ્‍થળે રોબરીના અસંખ્‍ય બનાવો બનેલા તેવા માર્ગે બિસ્‍માર હાલતમાં લોકોએ વાહન ચલાવવું પડે છે અને સતત ભયથી ફફડવું પડે છે.આ રોડનું પેચવર્ક તાત્‍કાલીક કરવા અને રોડ સુધારવા કલેક્‍ટરને પત્ર પાઠવી તાલુકા ભાજપ પુર્વમહામંત્રી દિલીપ લાખાણીએ રજુઆત કર્યાનું અખબારી યાદીમાં જણાવ્‍યું છે.


સાવરકુંડલાના શંકાસ્‍પદ મોતના બનાવમાં પોલીસે અકસ્‍માતે મોતનો ગુનો નોંઘ્‍યો

અમરેલી,સાવરકુંડલા શ્રમજીવી નગરમાંથી ભરતભાઇવલકુભાઇ ખુમાણનું પંજાપરામાંથી બાલા બકાલી પાસેથી દેશી દારૂની કોથળી લઇ પીધેલ હશે તેના કારણે મૃત્‍યુ થયાનું તેનાભાઇ મુજબ ગુનો નોંધી  પ્રતાપભાઇ વલકુભાઇ ખુમાણે સાવરકુંડલા પોલીસમાં જાહેર કરતા પોલીસે સીઆરપીસી 174 મુજબ ગુનો નોંધી ઇન્‍ચાર્જ પી.આઇ.શ્રી યુ.જી.શાહે તપાસ હાથ ધરી છે.


અમરેલી જિલ્‍લામાં પાંચ સ્‍થળે દેશીદારૂના દરોડા

અમરેલી,
અમરેલી જિલ્‍લામા પોલીસે પાંચ સ્‍થળોએ દારૂના દરોડા પાડી દેશી દારૂ પકડી પાડયો હતો. જાફરાબાદના મોચીવાડામાંથી ભાવના રણછોડ બારૈયાના મકાનમાંથી 45 લીટર દારૂનો આથો, અમરેલીના સુળીયા ટીંબેથી પોપટ વિઠલ ધોળકીયાને 3 લીટર દારૂ, બહારપરા કોળીવાડમાંથી રંજન ટીણીયો ડાભીને 4 લીટર દારૂ, લાઠીના હરસુરપુર દેવળીયામાંથી ભગવાન રણછોડ કોળીને 2 લીટર, અમરેલીના ટીંબા ગામેથી મીનાબેન પ્રવિણ વાઘેલાને 4 લીટર દારૂ સાથે પોલીસે પકડી પાડી હતી.


બાબરા નજીક મીયા ખીજડીયાની સીમમાં હુમલો : હવામા ફાયરીંગ

અમરેલી,
બાબરાના મીયા ખીજડીયા ગામે પવનચક્કીનું કામ ન મળતા ચાર શખ્‍સોએ હુમલો કરી હવામા ફાયરીંગ કર્યાની ઘટનાએ ખળભળાટ મચાવ્‍યો છે .
અને બાબરા પંથકમાં ભયની લાગણી છવાઇ છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, મુળ બાપુનગરના અને હાલ જસદણ પટેલનગરમાં રહી નોકરી કરતા અલ્‍પેશ દિનેશભાઇ બ્રહ્મભટે એવી ફરીયાદ કરી છે કે તા.21 ના સાંજે મીયા ખીજડીયાની સીમમાં વિરા રામ ડેર, પ્રતાપવિરા ડેર રહે. મીયા ખીજડીયા અને વિક્નમ દેવાયત આહીર રહે સમઢીયાળા અને એક અજાક્કયા શખ્‍સે અમને પવનચક્કીનું કામ કેમ આપેલ નથી તેમ કહી લાકડીઓ લઇ પવનચક્કીમા રહેલ વાહનો તથા પવનચકીની ક્નેઇનમાં નુકશાન કરી રામલાલ રામનાથ જાટને લાકડીથી માર મારી વિક્નમ દેવાયત આહીરે સંજય કરશન કનાળાને રીવોલ્‍વર બતાવી હવામા બે ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરીયાદ કરી હતી.
બાબારાના પીએસઆઇ શ્રી એચ.એમ.રામાવતે આ બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


શિવરાત્રી નિમિતે 79 વર્ષે મહાદુર્લભ સિઘ્‍ધયોગ રચાશે

લુણીધાર,
આ વર્ષે 2073 મહાવદ તેરસને શુક્નવાર તા.24/2/2017ના રોજ રાત્રે 9.39 કલાકે ચર્તુદર્શી (મહાશિવરાત્રી)શરૂ થાય છે જેમાં નિશીથ કાળ મઘ્‍યરાત્રે 12.28 કલાકથી 1.15 કલાક સુધીનો છે.જયોતિષ કુંડળી મુજબ આ રાત્રીએ 79 વર્ષે રચાતો મહાદુર્લભ એવો સ્‍વાર્થ સિઘ્‍ધ યોગ બને છે.જે અત્‍યંય દુર્લભ માનવામાં આવે છે.
પુજાનો સમય પ્રથમ પહોર સાંજે 6 વાગ્‍યાથી 9.22, દ્વિતિય રાત્રે 9.22 થી 12.32, તૃતીય મઘ્‍યરાત્રી 12.32 થી 3.42, ચર્તુથ બ્રહ્મમુર્હૂત 3.42 થી 6.2 આ પ્રમાણે ચાર પહોરમાં ઓમ નમઃ શિવાય મંત્રી દ્વારા પુજા, અભિષેક કરવા ઉપવાસ જાગરણ કરવાથી બધા કાર્ય સિઘ્‍ધ થાય છે.તા.25/2/2017ના રોજ સવારે 6.53 થી બપોરે 3.22 સુધીમાં પારણા કરવામાં આવે તો શિવપુજનનું એક લાખ ગણુ ં ફળ પ્રાપ્‍ત થાય છે તેમ લુણીધારના શાસ્‍ત્રી સંજયભાઇ વ્‍યાસે જણાવ્‍યું છે.


રાજયના મુખ્‍યમંત્રીના હસ્‍તે 11 વ્‍યક્‍તિઓને ધરતી રત્‍ન એવોર્ડ આપી સન્‍માનિત કરાશે

અમદાવાદ,
જીવનમાં માનસેવાનો ભુખ લઇને બેઠેલા વ્‍યક્‍તિઓને સન્‍માનિત કરવા આવા અતુલ્‍ય અને અમુલ્‍ય વિરલાઓનું ધરતીના રત્‍નો તરીકેઅભિવાદન કરવા આર્શિવાદ એજયુકેશન ટ્રસ્‍ટ દ્વારા તા.24 ફેબ્રુઆરી 2017ના રોજ ધરતી રત્‍ન એવોર્ડની 6ઠી શ્રૃંખલા સરદાર પટેલ રાષ્‍ટ્રીય સંગ્રહાલયમાં યોજાશે.આ કાર્યક્નમમાં ગુજરાતના, માનનીય મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે 11 વ્‍યક્‍તિઓને રૂ.11,000 રોકડ પુરસ્‍કાર તથા એવોર્ડ આપીને છઠ્ઠા ધરતી રત્‍ન એવોર્ડ વિજેતા તરીકે સન્‍માનિત કરવામાં આવશે.આ કાર્યક્નમમાં શિવાનંદ આશ્રમના સ્‍વામીશ્રી આઘ્‍યાત્‍માનંદજી આર્શિવચન આપશે.કાર્યક્નમના અંતમાં શ્રી આર.એસ.પટેલ રચિત કાવ્‍ય સંગ્રહ ઉર્મિઓના અંકુર વિમોચન કરવામાં આવશે. છઠ્ઠા ધરતી રત્‍ન એવોર્ડ અંગે માહિતી આપતા આર્શિવાદ એજયુકેશન ટ્રસ્‍ટના પ્રમુખ સીએ.આર.એસ.પટેલે જણાવ્‍યું હતુ કે ધરતી રત્‍ન એવોર્ડ આપવાનો અમારો હેતુ સમાજમાં સારા કામના ઉદાહરણોનો એક પ્રેરણાસ્‍ત્રોત ઉભો કરવાનો છે.છઠ્ઠા ધરતી રત્‍ન એવોર્ડ માટે કુલ 11 વ્‍યક્‍તિઓની પસંદગી કરવામાં આવી છે તેમાં ગાંધીનગરના શ્રી મિલિંદ પ્રફુલભાઇ ગુપ્‍તે, ગોરસર, સૌરાષ્‍ટ્રનાં શ્રી વરસંગભાઇ લક્ષ્મણભાઇ પરમાર, અમદાવાદના શ્રી વિસાભાઇ ખોડીદાસ પટેલ, ભુજ, કચ્‍છનાં શ્રી પ્રબોધ હીરાચંદ મુનવર, વીસનગર(ઉ.ગુ.)નાં શ્રી જીતુભાઇ ઇશ્‍વરદાસ પટેલ, વડોદરાના ડો.જયંતિભાઇ ઇશ્‍વરભાઇ પટેલ, અમદાવાદના શ્રી ડો.શ્‍યામ બી.શેઠ, અમદાવાદના શ્રીમતિમિતલબેન મૌલિકભાઇ પટેલ, ગાંધીનગરના ડો.કૃષ્‍ણાંનદ એમ.ચિતાણીયા, મોહપાડા, ધરમપુરના શ્રી નિલમભાઇ પટેલ, અમદાવાદના ચંદુભાઇ ગણેશદાસ પટેલનો સમાવેશ થાય છે.