Main Menu

Friday, February 24th, 2017

 

25-02-2017

thumbnail of 25-2-17


ગુજરાતમાં જાહેર દેવામાં ધરખમ વધારો થયો : રૂપિયા 1,82,098 કરોડનુ દેવું

અમરેલી,
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસના ઉપદંડક પરેશભાઇ ધાનાણીએ ગુજરાત રાજયના જાહેર દેવા અંગેનો પ્રશ્‍ન પુછતા નાયબ મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે રાજયનું કુલ બાકી જાહેર દેવું 1,82,098 કરોડ છે.આ દેવાની રકમ ભારત સરકારને 6.61 ટકા વ્‍યાજ દરની લોન, સંસ્‍થાકીય 6.92 ટકા વ્‍યાજ દરની લોન અને જાહેર બજારની 8.47 ટકા વ્‍યાજદરની લોન અને એનએસએસએફની 9.66 ટકાના વ્‍યાજ દરની લોન વિવિધ નાણાકીય વર્ષ દરમિયાન લીધેલ છે.
તેનું વ્‍યાજ વર્ષનું 14,495 કરોડ ચુકવવામાં આવેલ.શ્રી ધાનાણીએ રાજયના ખેડુતો દ્વારા ઉત્‍પાદિત કપાસ, મગફળીના વેચાણ પેટે વસુલાતા વેટ અંગેનો પ્રશ્‍ન પુછતા જણાવ્‍યું કે ખેડુતો દ્વારા વેચાણ પેટે ચાર ટકા વેરો, એક ટકા વધારાનો વેરો અને મગફળીના વેચાણ પેટે ચાર ટકા, વધારાનો એક ટકો વસુલવામાં આવે છે જેની બે વર્ષમાં રાજય સરકારને 862 કરોડ આવક થઇ હતી.શ્રી ધાનાણીએ અમરેલી, ભાવનગર જિલ્લા પંચાયત અને સ્‍ટેટ હસ્‍તકના રસ્‍તાઓ અંગે પુછતા પ્રત્‍યુતરમાં જણાવ્‍યું કે કુલ 928અમરેલી જિલ્લામાં અને ભાવનગર જિલ્લામાં 307 પંચાયત અને સ્‍ટેટ હસ્‍તકના રસ્‍તાના કામો મંજુર કરવામાં આવ્‍યા હતા તે પૈકી 82 કામો પુર્ણ કરવામાં આવેલ છે અને 190 કામો પ્રગતિમાં છે તેવું અંગત મદદનીશ હરેશ શીસારાએ જણાવ્‍યું હતુ.


મોટા માચીયાળાના છગનભાઇ કાછડીયા, સાવરકુંડલામાં જોરૂભા ધાધલ પાનસડાના પોપટભાઇસતાણી અને નાના રાજકોટના ખેડૂતનો મુદો ચમકયો

ગાંધીનગર,
વિધાનસભામાં શ્રી ધાનાણીની પ્રશ્‍નોતરીમાં મોટા માચીયાળાના છગનભાઇ કાછડીયા, સાવરકુંડલામાં જોરૂભા ધાધલ પાનસડાના પોપટભાઇ સતાણી અને નાના રાજકોટના ખેડૂતનો મુદો ચમકયો હતો. આત્‍મહત્‍યા કરનાર ચાર ખેડૂત ન હતા ?
અમરેલી જિલ્લામાં રોજ બે ખેડૂત શું કામ આપઘાત કરે છે ?તેવા સવાલો શ્રી પરેશ ધાનાણીએ ઉઠાવ્‍યા હતા.


ચલાલા આરોગ્‍ય કેન્‍દ્રમાં ડો.કુલદિપ ચૌહાણની નિમણુ ંકથી લોકોને રાહત

ચલાલા, ચલાલા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ઘણા સમયથી એક જ ડોક્‍ટર ચોવીસ કલાક ફરજ બજાવતા તેથી શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઇ ગેડીયા અને તેની ટીમ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, સાંસદ નારણભાઇ કાછડીયા, મંત્રીશ્રી વી.વી.વઘાસીયાએ રજુઆત કરાતા આરોગ્‍ય મંત્રી શંકરભાઇ ચૌધરીના પ્રયત્‍નોથી તાત્‍કાલીક ડો.કુલદિપ ચૌહાણી નિમણુ ંક થઇ છે.ડોક્‍ટર હાજર થતા ચલાલામાં દર્દીઓને રાહત થઇ છે.મનસુખભાઇ ગેડીયા, હિંમતભાઇ દોંગા, પ્રકાશભાઇ કારીયા તેમજ શહેર ભાજપ ટીમને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્‍યાનું દાદભાઇ વાળાએ જણાવ્‍યું છે.


અમરેલીમાં આંગણવાડીનાં નવા બિલ્‍ડીંગનું ઉદ્‌ઘાટન કરાયું

અમરેલી,અમરેલીમાં આંગણવાડીના નવા બિલ્‍ડીંગનું ઉદ્દઘાટન સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાના હસ્‍તે શ્રી પી.પી.સોજીત્રાના મુખ્‍ય અતિથિ પદે કરવામાં આવ્‍યું હતુ જેનું સંચાલનનગરસેવિકા કિરણબેન વામજા કરે છે.શ્રી પી.પી.સોજીત્રાએ તથા સાંસદ શ્રીએ તેમના વ્‍ક્‍તવ્‍યમાં કિરણબેનેન બિરદાવી ફ્રુટ, જયુસ અને બિસ્‍કીનો અલ્‍પાહાર કરાવ્‍યો હતો.આ પ્રસંગે ડો.ખુંટ, ડો.સતાણી, ડો.ડાભી, ડો.રાજુભાઇ કથીરીયા, સીડી પીઓ સરીયુબેન, શ્રી ગીતાબેન, કીરીટભાઇ વામજા, દિલીપભાઇ દેવમુરારી, શ્રી દેસાઇ તથા મિતાબા જાડેજા, ડો.ભરતભાઇ કાનાબાર, જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમર ઉપસ્‍થિત રહ્યા હતા.


બાબરામાં આક્નમક મીજાજસાથે કોંગ્રેસની જનવેદના રેલી સાથે મામલતદારને આવેદનપત્ર

બાબરા,
બાબરામાં આજે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્‍ય જનવેદના રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ અને નલિયા દુષ્‍કર્મ કાર્ડ તથા સાણંદમાં થયેલ ખેડૂતો ઉપર અત્‍યાચાર સહિત મુદ્દાઓ સાથે વડાપ્રધાન મોદી અને મુખ્‍યમંત્રી શ્રી વિજય રૂપાણી વિરોધ સુત્રોચ્‍ચારો નારેબાજી કરી આક્નમક મીજાજમાં બાબરા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી નલિયા દુષ્‍કર્મ કાર્ડ કરનાર ભાજપનાં આગેવાનોને કડક સજા કરવી તથા સાણંદમાં ખેડૂતો ઉપર થયેલા અત્‍યાચાર બાબતે કડક હાથે કામ લઇ તપાસ કરી આરોપીઓને કડક સજા કરવી સાથે માંગ કરી હતી.
આ તકે અમરેલી જિલ્લા કોંગ્રેસનાં ઓબજર્વર તરીકે મુકેલા રાવીન્‍દ્રજી દડવિજી તેમજ જિલ્લાનાં પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુમ્‍મર, જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પંકજભાઇ કાનાબાર, બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ બિપીનભાઇ વસાણી બાબરા નગરપાલિકાના પ્રમુખ ખિમજીભાઇ મારૂ, બાબરા શહેર પ્રમુખ સુરેશભાઇ સીંધવ, નગરપાલિકાનાં ઉપપ્રમુખ વનરાજભાઇ વાળા, ડી.ડી.પટેલ સહિત આગેવાનો કાર્યકર્તા હોદ્દેદારો નગરપાલિકાનાં સભ્‍યો સહિત મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા.


ગીગાસણની સીમમાં ઝુંપડુ સળગતા ત્રણ બાળકો ભડથુ

અમરેલી,ધારી તાલુકાના ગીગાસણની સીમમાં ઉકાભાઇ રામભાઇ પટેલની વાડીમાં અતુલભાઇ વાઘેલા પરવાર સાથે ભાગ્‍યુ રાખી ત્‍યાજ ઝુંપડુ બનાવી રહેતા હોય ગત રાત્રીનાં સુતા હતા તે દરમીયાન કોઇ અગમ્‍ય કારણોસર ઝુંપડામા આગ લાગતા સુમીતાબેન  અતુલભાઇ વાઘેલા ઉ.વ.6, દયા અતુલભાઇ વાઘેલા ઉ.વ.4, શૈલેષ અતુલભાઇ વાઘેલા ઉ.વ.2, આગના કારણે ગંભીર રીતે સળગી જતા શ્રમીક પરીવારના ત્રણેય બાળકો કાળના ખપ્‍પરમાં હોમાઇ જતા શ્રમીક પરીવારના માતા પીતા હતપ્રત બની ગયા હતા અને ગામમા પણ એકી સાથે ત્રણ બાળકોના મોત નિપજતા ગામમા અરેરાટી વ્‍યાપી હતી આ બનાવ અંગે ધારી પોલીસમાં કાળુભાઇ છગનભાઇ વાઘેલાએ જાહેર કરેલ છે.


ડો. ભરતભાઇ કાનાબારની ભાજપના રાષ્‍ટ્રીય મહાસંપર્ક અભિયાન પ્રકલ્‍પમાં નિમણુ ંક કરાઇ

અમરેલી,ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી દ્વારા ભાજપના પ્રદેશ અગ્રણી ડો. ભરતભાઇ કાનાબારની ભાજપના રાષ્‍ટ્રીય મહાસંપર્ક અભિયાન પ્રકલ્‍પમાં નિમણુ ંક કરાઇ છે. સોશ્‍યલ મિડીયામાં અને પ્રચાર પ્રસારમાં માસ્‍ટર ગણાતા ડો. કાનાબારની ભાજપના રાષ્‍ટ્રીય મહાસંપર્ક અભિયાનમાં સેવા લેવાશે ડો. કાનાબાર ઉપર ભાજપમાંથી અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે.


રાજુલામાં પી.આઇ શ્રી વિક્નમ વણઝારા ત્રાટકયા : 88 હજારનો જુગાર પકડયો

રાજુલા,
રાજુલામાં પ્રવિણ ચાપુભાઇ કોટીલાપોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી નાળ ઉઘરાવતો હોવાની બાતમી પરથી રાજુલાના પી.આઇ.શ્રી વિક્નમ વણઝારાએ સ્‍ટાફ સાથે દરોડો પાડી પ્રવિણ કોટીલા તથા જુગાર રમી રહેલા સુરેશ ભાભલુ કોટીલા, રવિરાજ વિરા ધાખડા અને રઘુ મનુ કોટીલાને રૂા.53010 ની રોકડ તથા સાત મોબાઇલ મળી કુલ રૂા. 88010 ની મતા સાથે ચારેય જુગારીઓની ધરપકડ કરી હતી.


અમરેલી જિલ્‍લામાં દારૂબંધીના નવ કેસો નોંધાયા

અમરેલી,
અમરેલી જિલ્‍લામાં 24 કલાક દરમ્‍યાન પોલીસતંત્રએ દારૂબંધી ભંગના નવ કેસો નોંઘ્‍યા હતા તેમાં દામનગરમાંથી ચેયન મગન ડાભી, ખાંભાના ગીદરડી માંથી હાજા પાતા ભમ્‍મર રે.તાતણીયા, રાજુલાના બાબરીયા ધારમાંથી લાલજી ઉર્ફે ઘુઘા મગન પરમાર અને રાજુલાના સમઢીયાળા -1 ગામે રણછોડ લાખા સરવૈયાને પોલીસે દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડયા હતા.આ ઉપરાંત બાબરામાં ચમારડી રોડ ઉપરથી ગીતા મગન ચારોલીયાને પોલીસે 15 લીટર દેશીદારૂ સાથે પકડી પાડી હતી. અમરેલીના કુંકાવાવ રોડે દેવકુબેન જગાને 5 લીટર દારૂ સાથે, લાઠીના ભગતપરામા રમેશ દલા ચારોલીયાને 2 લી. દારૂ બાબરાના ઉટવડ ગામે જીલુ નાથા ચારોલીયાને 15 લી. દારૂ સાથે બાબરીયાધારના લાલજી ઉર્ફે ઘુઘા મગનને1 કોથળી દારૂ સાથે અને અમરેલીના ચીતલમાંથી સીકંદર ઉર્ફે ભનુ રામજીને 7 લી. દારૂ સાથે પોલીસે પકડી પાડયા હતા.