Main Menu

March, 2017

 

31-03-2017

thumbnail of 31-3-17


કાગવદરમાં ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી નાખવા અને હોકાળા બુરી દેવા પ્રશ્‍ને થયેલ રજુઆત

કાગવદર,
જાફરાબાદના કાગવદરની સીમતળની ગૌચર જમીન તેમજ માલિકીની જમીનમાં સીનટેક્ષ કંપની લુણસાપુરે ખોદકામ કરી લાખો ટન માટી કોઇ પરવાનગી વિના લઇ લીધેલ.સર્વે નં.6850 અને 56 પૈકી એક તથા બે સર્વે નં.67 પૈકી 3માં મોટા ઢગલાઓ કરવામાં આવેલ છેઅને તેની માલઢોરને પણ ચરાવવાની પરેશાની ઉભી થઇ છે.અને ચોમાસામાં ભારે નુકશાન પહોંચે તેમ છે.બીજી તરફ માથાભારે કોન્‍ટ્રાક્‍ટરોની ધાગધમકીનો પણ સામનો કરવો પડે તેમ છે.
કંપની દ્વારા ખેડૂતો, માલધારીઓને પરેશાન કરવામાં આવે છે અનેક ખેડૂતો પણ ભોગ બન્‍યા છે.ગૌચર જમીન ઉપર સરકારે કડક નિયમો ઘડેલા છે.છતા પાલન થતું નથી.કરોડોના ખર્ચે ચેક ડેમ, તલાવડીઓ સરકારે બનાવેલી તે બુરી દેવામાં આવી છે.આ પ્રશ્‍ને જો યોગ્‍ય ઉકેલ નહિ આવે તો માલધારીઓ અને ખેડુતો પોતાના પશુઓ લઇ નેશનલ હાઇવે 8 ઉપર આંદોલન કરશે તેમ કાગવદર ગ્રામ પંચાયતના સરપંચ મૈપતસિંહ વરૂ, ટપુભાઇ સાંખટ, હર્ષાબેન મકવાણા, પી.બી.વરૂ સહિતે મુખ્‍યમંત્રી સહિતને રજુઆત કર્યાનું અખબારી યાદીમાં જણાવ્‍યું છે.


લાઠીના રામપર નજીક જય મહાદેવ પેટ્રોલપંપનો પ્રારંભ

લાઠી,લાઠીના રામપર, તાજપર વચ્‍ચે જય મહાદેવ પેટ્રોલપંપનો પ્રારંભ થતા અમરેલી જિલ્લા રાજપુત સમાજ દ્વારા એડી બારડને શુભકામના પાઠવી હતી.ઉદ્દઘાટન સમારોહમાં શ્રી રામદેવસિંહ પરમાર નારણગઢ, કાનજીભાઇ ઇટાળીયા, હરેશભાઇ ઇંટાળીયાના નવા સોપાનને સંતો, મહંતોએ પણ આર્શિવચન પાઠવ્‍યા હતા.શ્રી લક્ષ્મણભાઇ પરમાર, ગોવિંદભાઇ પરમાર ધારાસભ્‍ય, લક્ષ્મણભાઇ યાદવ, કમાભાઇ રાઠોડ,શિવાભાઇ સોલંકી, નારણભાઇ કાછડીયા, બાવકુભાઇ ઉંધાડ સહિત અગ્રણીઓ, પદાધિકારીઓ, સ્‍નેહી મિત્રોએ હાજરી આપી હતી.અને ભગવાન સત્‍ય નારાયણની કથાનો પણ લાભ લીધો હતો અને બારડ પરીવારને શુભકામના પાઠવી હતી.


ડેડાણમાં પોલીસે છ વાહનો ડીટેઇન કર્યા

ડેડાણ,ડેડાણમાં પોલીસે ટ્રાફીક ડ્રાઇવ યોજી છ વાહનો ડીટેઇન કર્યા હતા. ખાંભા પોલીસે ટાોફીક ડ્રાઇવ યોજી ડેડાણમાં ઘોચ બોલાવી હતી અને પોલીસે ત્રણ રીક્ષા, ત્રણ હોન્‍ડા, ડીટેઇન કર્યા હતા આ કામગીરીમા એએસઆઇ મહેન્‍દ્રસિંહ ચુડાસમા, નાગજીભાઇ, સહદેવભાઇ, રાજુભાઇ, છગનભાઇ, પોપટભાઇએ ફરજ બજાવી હતી.


જાફરાબાદમાં નાઇટ કિ્નક્નેટ ટુર્નામેન્‍ટનું ભવ્‍ય આયોજન

રાજુલા,
રાજુલામાં સંસદીય સચિવ હિરાભાઇસોલંકી દ્વારા અવાર નવાર સમુહલગ્‍નો, ગણેશોત્‍સવ જેવા ધાર્મિક કાર્યક્નમો ઉજવાઇ છે.અને કિ્નક્નેટ ટુર્નામેન્‍ટો પણ યોજાઇ છે.આ વર્ષે પણ રમત-ગમતમાં યુવાનો વધુ કૌશલ્‍ય દાખવે તે માટે જાફરાબાદના ખંઢેર હનુમાન મંદિર રોડ પર તા.11/4/2017થી નાઇટ ટેનિસ કિ્નક્નેટ ટુર્નામેન્‍ટ યોજાનાર છે જેમાં વિજેતા ટીમ ફાઇનલના તમામ 11 ખેલાડીઓને મોટર સાઇકલ અપાશે અને ફાઇનલ રનર્સઅપ 11 ખેલાડી એલઇડી ટીવી તથા મેઇન ઓફ ધ સીરીઝને અનેક ઇનામો આપવામાં આવશે.શ્રી હિરાભાઇ સોલંકીએ 15 દિવસ પહેલા કાર્યક્નમ જાહેર કરતાની સાથે અનેક ખેલાડી ટીમો પ્રેક્‍ટિસ કરી રહી છે.14 ખેલાડી ટીમની યાદી તા.5/4/2017 સુધીમાં હિરાભાઇના કાર્યાલયે આપી જવા જણાવ્‍યું છે.
ટુર્નામેન્‍ટ માટે બચુભાઇ ચૌહાણ, કાનાભાઇ, રણછોડભાઇ, નાનજીભાઇ મકવાણા, અરવિંદભાઇ સોલંકી, યશવંતભાઇ સાંખટ, ભરતભાઇ, મયુરભાઇ ભટ્ટ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.


અમરેલી હનુમાનપરામાં મામાપીરનો માંડવો યોજાયો

અમરેલી,
અમરેલીનાં હનુમાનપરામાં મામાપીરનાં માંડવાનું ભવ્‍ય આયોજન કરાતા અમરેલી શહેરમાં હનુમાનપરા યુવક મંડળ દ્વારા ચૈત્ર સુદ બીજ તા.29-3 બુધવારનાં રોજ મામાપીરનો માંડવો યોજાયો હતો.
જેમાં થાંભલી રોપણ સવારનાં 8 કલાકે, શોભાયાત્રા સવારે 9કલાકે વાજતે ગાજતે નીકળતા ભાઇઓ અને બહેનો જોડાયા હતા રાત્રીનાં 9-30 કલાકે નાગજીભાઇ નીગાળાવાળા દ્વારા ભવ્‍ય ડાક ડમરુનો કાર્યક્નમ યોજાયો હતો.
જેમાં હનુમાનપરા તેમજ શહેરનાં ભાઇ-બહેનો વિશાળ સંખ્‍યામાં જોડાયા હતા.
કાર્યક્નમને સફળ બનાવવા મનીષભાઇ ધરજીયા, મુકેશભાઇ જાદવ, નવીનભાઇ વણજારા, દિલીપભાઇ રંગપરા,દિલીપભાઇ રાણાવાડીયા સહિત મિત્ર મંડળ અને યુવાનોએ જહેમત ઉઠાવી કાર્યક્નમને સફળ બનાવ્‍યો હતો.


સાણા વાંકિયામાં અદ્દભુત ગુફાઓ પ્રત્‍યે પુરાતત્‍વની બેદરકારી

અમરેલી,
ઉનાથીમાત્ર 35 કિ.મી.અને ખાંભાથી 25 કિ.મી.ના અંતરે આવેલ ગે્રનાઇટના ઉંચા ઉંચા ડુંગરાઓ આજથી 5 હજાર વર્ષ પહેલા બનાવેલી ગુફાઓ પ્રત્‍યે જવાબદાર તંત્રના ઓરમાયા વર્તન સામે રોષ ફેલાયો છે.પ્રાચીન અને રમણીય સ્‍થળ હાલ અંધકારના ઓછાયામાં આવી ગયું છે તેથી વિકાસના બદલે ઐતિહાસીક સ્‍થળ ખંઢેરમાં ફેરવાઇ ગયું છે.ઇતિહાસ અને આ વિસ્‍તારોના જાણકારોના કહેવા પ્રમાણે 4500 થી વધુ વર્ષો પહેલા સાણા વાંકિયાના ડુંગરે નામે ઓળખાતા ઉંચા પર્વતમાં આવેલી ગીરીકંદ્રામાં બિહારથી ધર્મઘ્‍યાન અને ધર્મ પ્રચાર માટે આવેલા બૌદ્ય ભીક્ષુઓને કોઇ હથિયાર વિના જે તે વખતે જાત મહેનતથી અનેક પ્રકારની નાની મોટી ગુફાઓ અને ડુંગર ઉપર ચોમાસાનું પાણી સ્‍ટોરેજ કરવા પથ્‍થર કોતરી પાણીની ટાંકીઓ બનાવી હતી.કાળક્નમે બૌદ્ય ભીક્ષુઓ અહિંથી રવાના થયા બાદ અનેક લોક વાયકાઓ વહેતી થઇ અને ગુફાઓના નામો પણ સ્‍થાનિક ભાષામાં બોલાવા લાગ્‍યા.જે તે સમયે બિહારથી ગુજરાત આવેલા બૌદ્ય ભીક્ષુઓને ગરમી ન થાય અને શિયાળામાં ઠંડીને બદલે ગરમ  હુંફ મળે તેમાં ચોમાસે વરસાદથી બચી શકાય એવી સુઝ બુઝથી ડુંગરાઓ પસંદ કર્યા હોય તેમ પોરબંદરના બરડા ડુંગર, તુલજા ડુંગર અને ઓસમ ડુંગરમાં એક જ પ્રકારની ગુફાઓનું નિર્માણ કરેલછે.સાણાના મીનારા જેટલા ડુંગરાના તળેટીમાં વૃક્ષ સભર કુદરતી વાતાવરણ બાળકો માટે રમત ગમતના સાધનો, હિંચકા, લસરપટ્ટી વગેરે સુવિધા મુકાઇ તો અનેકને લાભ મળે અને ટ્રેકિંગનો લાભ પણ મળી શકે.ડુંગરા આજુબાજુમાં વિશાળ ડેમ બનાવેલ હોય, દેશી વિદેશી પક્ષીઓ બારેમાસ જોવા મળે છે.
આ ઉપરાંત નજીકમાં જંગલ હોવાથી સિંહ, દિપડા,હરણ સહિત વન્‍ય પ્રાણીઓની સારી વસ્‍તિ છે.પુરાતત્‍વ ખાતાનું ઓરમાયુ વર્તન છે.જો આ સ્‍થળનો વિકાસ થાય તો અનેકને રોજગારી મળે.રબારી, ભરવાડના કુળદેવી ચાર મઢ વાળી માતાજીના જયાં બેસણા છે તેવી ગુફાઓના ડુંગર ઉપર ઘીનો દિવો અખંડ બળે છે અને સેકડો વર્ષથી આ દિવો અખંડ રહ્યો છે.ડુંગરે જવા માટે પથ્‍થરની સીડી ચોવીસ કલાક પાણીની સુવિધા, ચાની સગવડ કરેલ છે અને પ્રવાસીઓને રોકાણ માટે આવાશનું પણ નિર્માણ કરેલ છે.ડુંગર ઉપર માતાજીના અખંડ દિવામાં ઘી નાખવાને તળપદી ભાષામાં શેલણ પાવું કહેવાય છે.ડુંગર ઉપરથી રળીયામણુ ં વાતાવરણ જોવા મળે છે આમ શાણા ડુંગર ફરવાલાયક સ્‍થળ છે.ડુંગરથી અડધો કિ.મી.પસાર થતો પાકો રસ્‍તો અને બારે માસ વહેતી નદી પર પુલ બાંધવામાં આવે તો ઝડપથી વિકાસ થાય અને લાખો રૂપિયાનું સરકારને વળતર મળે તેમ છે.આ પંથકના લોકો સાણાડુંગરનો વિકાસ ઝંખે છે.


બાબરામાં દાઉદી વ્‍હોરા સમાજ દ્વારા શ્રી વસ્‍તરપરાનું સન્‍માન

બાબરા,બાબરા લાઠી, દામનગર પંથકમાં ચમારડીનાં વતની અને ઉદ્યોગપતિ શ્રી ગોપાલભાઇ વસ્‍તરપરાનું વિવિધ જ્ઞાતિઓ દ્વારા સન્‍માન થઇ રહ્યું છે. આજે બાબરામાં દાઉદી વ્‍હોરા મુસ્‍લિમ સમાજ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. પાંચમા સમૂહલગ્‍નમાં હિન્‍દુ મુસ્‍લિમ સમાજની દીકરીઓને ઉદાર હાથે કન્‍યાદાન કરી જ્ઞાતિમાંથી કુરિવાજો દૂર કરવાનો સંદેશો અને પ્રેરણા બદલ શ્રી ગોપાલભાઇ વસ્‍તરપરાનો અભિવાદન સમારોહ યોજી મુસ્‍લિમ જ્ઞાતિનાં આગેવાનોએ શાલ અને મોમેન્‍ટો આપી સન્‍માનીત કર્યા હતા. આ પ્રસંગે બાબરા નગરપાલિકાનાં સદસ્‍યો તેમજ હસનભાઇ અગવાન અને પત્રકારો ઉપસ્‍થિત રહ્યા હતા.


રાજુલામાં સુલતાન અને બબનબક્ષીએ દુકાનદારોને પોલીસ સ્‍ટેશન દેખાડયું

અમરેલી,રાજુલામાં શીવમ મોબાઇલ નામની દુકાનમાં યશરાજ ફીલ્‍મ પ્રાઇવેટ લીમીટેડની ફીલ્‍મ સુલતાન ગેરકાયદે ડાઉનલોડ કરનાર દુકાનદાર પરેશ જેરામભાઇ કળસરીયા સામે સુરતના શૈલેષ ત્રીકમભાઇ લાઠીયાએ દરોડો પાડી સીપીયુ અને મોનીટર કબજે કરી કોપી રાઇટ એકટ મુજબ ગુનો દાખલ કરાયો હતો તેજ પ્રકારે રેનીશ રાજુભાઇ મીથાણીની દુકાનમાંથી કોપી થયેલી બબનબક્ષી ફીલ્‍મ મળી આવતા તેની સામે પણ ગુનો દાખલ કરાયો હતો.


ચલાલામાં ફોજદારશ્રી આહીરનું વાહન ચેકીંગ : 28 કેસો

અમરેલી,
ચલાલાના પોલીસ બસ ઇન્‍સપેકટર શ્રી બી.એમ.આહીર તથા સ્‍ટાફના અરવિંદભાઇ ચૌધરી, ધનજીભાઇ સોલકી, ભગીરથભાઇ ધાધલ, જીતેન્‍દ્ર હિરાભાઇ અને અશોકસિંહ કાછેલા, અકબરભાઇ જુણેજા, શીવાભાઇ, પરવેઝભાઇ શૈયદ, મુકેશસિંહ જાલાએ 28 વાહનચાલકો ઉપર એન.સી.કેસ કરી રૂા.2800નો રોકડ દંડ વસુલ કર્યો હતો અને બે વાહનોને ડીટેઇન કરાયા હતા.
સાથેસાથે એસ.પી.શ્રીની સુચના મુજબ કરાયેલા ચેકીંગમાંસાવરકુંડલના જેસર રોડ ઉપર રહેતા ધીરૂ કાનજી પરમારને ચાંદીની જાંજરી કંદોરો મળી 800 ગ્રામ ચાંદી અને એક મોબાઇલ શકમંદ રીતના મળી આવતા તેની અટક કરી ચકાસણી હાથ ધરાઇ છે.