Main Menu

Saturday, April 1st, 2017

 

02-04-2017

thumbnail of 2-4-17


આંદોલનમાં પાટીદારો પર ખોટી રીતે પોલીસ કેસો કરાતા અમરેલીમા આવેદનપત્ર અપાયું

અમરેલી, છેલ્‍લા બે વર્ષથી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચાલે છે પાટીદારોને આંદોલનને દબાવી દેવા ખોટા કેસો કરી રહેલ છે તે અન્‍યાય છે સરકાર ઓરમાયું વર્તન રાખી રહી છે ખોટા કેસો પાછા ખેચવામા નહી આવે તો આ આંદોલન કરવા ફરજ પડશે તેમ અમરેલી અનામત આંદોલન સમીતીએ આવેદનપત્રમા જણાવેલ છે અને લોકશાહી ઢબે પાટીદારો સાથે વહેવાર કરવા માંગણી કરી હતી.


માંડવી હત્‍યા પ્રકરણમાં પાંચમાં દિવસે પણ ઇંકવેસ્‍ટ પંચનામાના વિરોધમાં અંતિમ સંસ્‍કાર ન થયાં

ગારિયાધાર,
ગારિયાધારનાં માંડવી હત્‍યા પ્રકરણમાં આજે પાંચમા દિવસેપણ પરિવારની માંગણી ઉપર પોલીસ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા પરિવારજનોએ અંતિમ સંસ્‍કાર ન કરવા મક્કમ રહ્યા હતા.
આજનાં દિવસે પણ પરિવારજનો દ્વારા ઇંકવેસ્‍ટ પંચનામાનો વિરોધ યથાવત રાખવામાં આવ્‍યો હોવાથી જિલ્લા કલેકટરની સુચનાથી ડે.કલેકટર અને મામલતદાર પણ માંડવી ગામે પહોંચ્‍યા હતા. જયાં મામલતદારે તમામ માહિતી જાણીને મૃતદેહનો અંતિમ સંસ્‍કાર કરવામાં આવે તેવી વાત કરી હતી. પણ આમ આદમી પાર્ટીના નેતા કનુભાઇ કલસરીયા દ્વારા સમગ્ર ઘટનાની માહિતી મેળવી પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી. જયારે પરિવારનાં વકિલ બીએમ માંગુકીયા દ્વારા રીટાયર્ડ એફએસએલનાં અધિકારી શ્રી ભીસ સાથે રહી મૃતદેહનું અવલોકન કરવામાં આવ્‍યું હતુ.
ડો.ભીસનાં જણાવ્‍યા મુજબ પીએમ રીપોર્ટમાં જે જણાવાયુ છે તે સત્‍ય છે જેના આધારે મેજીસ્‍ટ્રેટને સાથે રાખી ફરી વખત રીઇંકવેસ્‍ટ પંચનામુ કરી શકાય છે. વળી બીએમ માંગુકીયાએ આવતીકાલ સવાર સુધીમાં તંત્ર દ્વારા પંચનામામાં ફેરફાર નહિ થાય તો તેમના દ્વારા હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે. અને રીઇકવેસ્‍ટ પંચનામાની મંજૂરી મેળવાશે બીજી બાજુ જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.એચ.એફ પટેલ અને આરોગ્‍ય ટીમ દ્વારા મૃતક ધીરૂભાઇ ગુજરાતી દ્વારા રહેણાકી વિસ્‍તારનાંરહીશોને લાશનાં જીવાણુ ંની અસર ફેલાશે અને રોગચાળા ફેલાવાનો પ્રયત્‍ન થતો હોવાથી મીડીયા દ્વારા પુછપરછ કરવામાં આવતા આરોગ્‍ય ટીમે ચાલતી પકડી હતી તે ઉપરથી તંત્ર દ્વારા આત્‍મહત્‍યાનાં મામલે કોઇપણ પ્રયત્‍ને અંતિમ સંસ્‍કાર કરાવવા માંગતા હોય તેવુ જણાઇ રહ્યુ હતુ જયારે પાસનાં કન્‍વિનર વરૂણ પટેલ દ્વારા જીતુભાઇ વાઘાણીને લક્ષમાં રાખીને શ્રી વાઘાણી દ્વારા ચૂંટણીનું રાજકારણ કરવા માટે પોતાની સ્‍થાનિક સિંડીકેટ ચલાવે છે. તે સિંડીકેટનો એક બે સભ્‍યો આ હત્‍યામાં આરોપી છે તેને બચાવવા માટે નિયમસર તપાસ થવા દેતા નથી. તેઓ પણ સુર ઉઠાવ્‍યાનું જણાવાયું છે.


રાજુલા ગૌશાળાનાં લાભાર્થે મુંબઇમાં લોકડાયરો યોજાયો

રાજુલા ગૌશાળાનાં લાભાર્થે મુંબઇમાં સાંઇરામ દવે તથા ફાલ્‍ગુની પાઠક દ્વારા લોકડાયરો યોજાયો હતો. આ કાર્યક્નમમાં શ્રી પરશોતમભાઇ રૂપાલા, શ્રી પી.કે.લહેરી, શ્રી અનીલભાઇ શેઠ, ડો.શ્રી વલ્‍લભભાઇ કથીરીયા, શ્રી બીપીનભાઇ લહેરી, શ્રી અમરીષભાઇ ડેર, શ્રી વિપુલ લહેરી, શ્રી નીતીનભાઇ ભાખડા, મહેશભાઇ વ્‍યાસ, કનક જાની વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.


સાવરકુંડલામાં ધબકતુ થયેલ જનજીવન : બજારો ખુલી

અમરેલી,પોલીસ તંત્ર દ્વારા લેવાયેલા કડક પગલાને કારણે કુંડલામાં પરિસ્‍થિતી કાબુમાં આવી ગઇ છે અને આજે જનજીવન રાબેતા મુજબનુ થયુ હતુ ગઇકાલની ધમાલ અને પોલીસે સમયસરના ભરેલા પગલા બાદ આજે સવારે અમરેલીથી એસ.પી.શ્રી જગદીશ પટેલે સાવરકુંડલામાં પોલીસ બંદોબસ્‍ત અને ગામનું નિરીક્ષણ કર્યુ હતુ અને  પોલીસને જરૂરી સુચનાઓ આપી હતી સાવરકુંડલામાં  પોલીસ દાદાગીરી કરનારને ભરી પીવાના મુડમાં છે અને સખળ ડખળ કરનારને ચૌદમુ રતન બતાવવા પણ તૈયાર રહી છે એક દિવસ બંધ રહયા બાદ કુંડલામા બજારો ખુલી ગઇ હતી અને વેપાર ધંધા ચાલુ થયા હતા.


બાબરાનાં નાની કુંડળમાં સમૂહલગ્‍નોત્‍સવ યોજાયો

બાબરા,
બાબરાનાં નાની કુંડળ ગામે નેસડીયા હનુમાનજીની જગ્‍યામાં ગામ સમસ્‍ત દ્વારા સમૂહલગ્‍નોત્‍સવ યોજાતા છ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. આ સમૂહલગ્‍નમાં સર્વસમાજનાં શ્રેષ્ઠીઓ દાતાઓએ ઉદાર હાથે કરિયાવર આપી નવદંપતિઓને આશિર્વચન પાઠવ્‍યા હતા. માજી સાંસદ કુંવરજીભાઇ બાવળીયા, ઉદ્યોગપતિ ગોપાલભાઇ વસ્‍તરપરા, ધારાસભ્‍યશ્રી ભોળાભાઇ સહિત ઉપસ્‍થિત રહ્યાહતા અને આશિર્વચન પાઠવ્‍યા હતા.


અમરેલી જિલ્લા મ.સ.બેંકે સાડા તેર કરોડનો નફો કર્યો

અમરેલી,
અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકે એક વર્ષમાં સાડા તેર કરોડનો નફો કરી સહકારી ક્ષેત્રે ચાર ચાંદ લગાવ્‍યા છે. અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકનાં બોર્ડ ઓફ ડિરેકટરોની એક બેઠક ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીનાં અઘ્‍યક્ષપદે મળી હતી. આ બેઠકમાં બેંક દ્વારા વહિવટી બાબતો સહિતની ચર્ચા વિચારણાના અંતે વિગતો આપતા શ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્‍યું હતુ કે, ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે 31 માર્ચ સુધીનાં સમયગાળા દરમિયાન અમરેલી જિલ્લા બેંકે રૂા.સાડા તેર કરોડનો નફો કર્યો છે. અમરેલી  જિલ્લાની 308 સહકારી મંડળીઓ પૈકી 305 સહકારી મંડળીઓ મારફત ખેડૂતોને 700 કરોડનાં ધિરાણનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. તેમ જણાવ્‍યું હતુ વધુમાં એવુ પણ જણાવ્‍યું હતુ કે, જિલ્લા બેંકની સહાયથી 80 વિદ્યાર્થીઓને વિદેશ અભ્‍યાસ માટે વ્‍યવસ્‍થા કરાઇ છે. આમ સહકારી ક્ષેત્રે અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકે ગૌરવ વધાર્યુ છે. અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકનાં બોર્ડ ઓફ ડિરેકટરોની બેઠકમાં એમડી શ્રી ચંદુભાઇ સંઘાણી, જનરલ મેનેજર બી.એસ.કોઠિયા, વા.ચેરમેન અરૂણભાઇ પટેલ અને શ્રી બાલુભાઇ તંતી સહિત બોર્ડ ઓફ ડિરેકટરો ઉપસ્‍થિત રહ્યાહતા.


અમરેલી જિલ્‍લામાં નવ શરાબીઓ ઝડપાઇ ગયા : રાજુલા પંથકમા જ પાંચ ઝડપાયા

અમરેલી,
પોલીસતંત્ર દ્વારા અમરેલી જિલ્‍લામા દારૂબંધીની કડક અમલવારી કરવા માટે કુલ એક ડઝન કેસો કરાયા હતા જેમાં નવ પીધેલા ઝડપાયા હતા અને  ત્રણ જગ્‍યાએથી દારૂનુ વેચાણ ઝડપાયું હતુ.
ધારીના નાના બસસ્‍ટેન્‍ડ પાસે વેકરીયાપરાના રવજી નાગજી, વેકરીયાપરાના વિનુ ગેલા જંજવાડીયા, અમરેલીના લાપાળીયામાંથી મુન્‍ના દેવા ખેતરીયા, રાજુલામાંથી જુની કાતરના દિલુ દાદભાઇ બોરીચા, રાજુલાના હીંડોરણા ચારનાળાપાસેથી અમદાવાદના અંકીત રજનીકાંત પટેલ, દિનેશ કાનજી પટેલને પોલીસે પીધેલી હાલતમાં પકડેલ જયારે ચાર નાળા પાસેથી લીલીયાના જાત્રુડાથી બાબુ ઉર્ફે પ્રેમજી ચુડાસમા અને લાઠીના આંબરડીમાંથી કિશોર ઉર્ફે કંગલો બાબુ સાથળીયાને આંબરડી ગામેથી પોલીસે પીધેલી હાલતમાં પકડી પાડયા હતા.
આ ઉપરાંત ધારીના ખોખરા મહાદેવ પાસેથી બચુ હાજુ માથા સુળીયાને પોલીસે ચાર લી. દારૂ સાથે, ચલાલામાથી હુડકો નં.2 ઉપર જવાના માર્ગથી મોહન બચુ સરવૈયાને એક લી. દારૂ સાથે અને અમરેલીના સુળીયા ટીંબેથી કુંવરબેન પોપટ ધોળકીયાને 8 લી.દારૂ સાથે પકડી પાડયા હતા.


કુંડલામાં ગઇકાલની ઘટનામાં પોલીસ તંત્ર દ્વારા બે આરોપીઓની અટકાયત

સાવરકુંડલા,
સાવરકુંડલામાં ગઇકાલે બળાત્‍કાર અને મારામારીની ઘટના બાદ સમગ્ર શહેરમાં અશાંતીનો માહોલ સર્જાયો હતો.
આ બનાવનાં પગલે પોલીસ તંત્ર દ્વારા આજરોજ રાયોટીંગ અને આઇપીસી 325, 504, 147, 148, 149 અને 143 મુજબ તોસીફ દોલુભાઇ ભટ્ટી અને નૌશાદ મહેબુબભાઇ ભટ્ટીની ધરપકડ કરવામાં આવી હતી.
જયારે સામેપક્ષે તોફિક દોલુભાઇ ભટ્ટી દ્વારા તા.30-3ના રોજ લુહાર સોસાયટી હાથસણી રોડ પર તોફિકના ભાઇ જાકીર લુહાર સોસાયટીમાં સગીરાનાં ઘરે જતા દેકારો થતા સાતથી આઠ માણસોએ ગેરકાયદેસર મંડળી રચી ધોકા ધારણ કરી તોફિક દોલુભાઇ ભટ્ટી અને તેના ભાઇ જાકીરને માર મારી ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે.


1-4-2017

thumbnail of 1-4-17