Main Menu

Wednesday, April 5th, 2017

 

06-04-2017

thumbnail of 6-4-17


5-04-2017

thumbnail of 5-4-17


ખાંભામાં સ્‍વામીનારાયણ વિદ્યાસંકુલનો વાર્ષિકોત્‍સવ યોજાયો

ખાંભા,

ખાંભા સ્‍વામીનારાયણ વિદ્યાસંકુલમા વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકોએ સાંસ્‍કૃતિક કાર્યક્નમો રજુ કર્યા હતા.આ પ્રસંગે સંચાલક શ્રી ચંદ્રેશ હીરપરા દ્વારા શાળાની રૂપરેખા અપાઇ હતી.ગુરૂકુળના સંચાલન રાધા, રમણસ્‍વામી તથા યુવા સરપંચ અમરીશભાઇ જોષી, આનંદભાઇ, હમીરભાઇ ભરવાડ, રૂચિત મહેતા, દશરથ રાઠોડ, સુરેશ મકવાણા, રાજુભાઇ હરીયાણી, ભીખુભાઇ બાટાવાલા, અરવિંદભાઇ ચાવડા, ભરતભાઇ માંગાણી,જસુભાઇ મોભ અને સ્‍ટાફ હાજર રહ્યો હતો.ભાગ લેનાર બાળકનો રોકડ રકમથી પ્રોત્‍સાહિત કર્યા હતા.

 


લાઠી માર્કેટયાર્ડમાં 6 બેઠકો બીનહરીફ

લાઠી,

લાઠી માર્કેટયાર્ડમાં 6 બેઠકો બીનહરીફ થતા ખુશી વ્‍યાપી ગઇ છે.લાઠી ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિના વર્તમાન ચેરમેન રાજુભાઇ ભુતૈયા સહિત 6 સીટ બીનહરીફ થયેલ છે.

કુલ14માંથી 8ખેડૂત મતદાર વિભાગમાં આગામી 17 એપ્રિલે ચૂંટણીનું મતદાન થશે જેમાં ભાજપ, કોંગ્રેસની કુલ 21 સીટો પર મતદાન થશે.વેપારી મતદાન વિભાગમાં કુલ 4 સીટો બીનહરીફ થયેલ છે તેમાં કેતનભાઇ સોરઠીયા, મુકેશભાઇ મહેતા, રાજેશભાઇ માલવીયા, વિજયભાઇ બાખલખીયા બીનહરીફ થયા છે.ખરીદ વેચાણ સીટના રાજુભાઇ ભુતૈયા અને દકુભાઇ પડસાળા પણ બીનહરીફ થયા છે.હવે 8 બેઠકો પર મતદાન થશે તેમ સહકારી ક્ષેત્રમાંથી જાણવા મળ્‍યું છે.

 


ધારીના વનકર્મચારીના પરિવારને વળતર આપવા આવેદનપત્ર અપાયું

અમરેલી,

અમરેલી ખાતે કાઠી અને બક્ષીપંચ સમાજના આગેવાનોએ ધર્મેન્‍દ્ર વાળા હત્‍યા કેસમાં આવેદન પત્ર પાઠવીજણાવ્‍યું હતુ કે આજથી એક માસ પહેલા પાણીયા ગામના યુવાન ધર્મેન્‍દ્રભાઇ જયરાજભાઇ વાળા વનવિભાગમાં નોકરી કરતા હતા અને દલખાણીયા વિસ્‍તારમાં ચાલુ ફરજ પર હતા ત્‍યારે અસામાજીક તત્‍વો દ્વારા વન્‍ય પ્રાણીઓની ગેરકાયદે રંજાળ થતી ત્‍યારે ધર્મેન્‍દ્રભાઇએ રોકવાનો પ્રયાસ કરતા તેમનું ક્નુરતા પુર્વક મર્ડર કરવામાં આવેલ અને તે અંગે ફરિયાદ પણ થઇ છે.ધર્મેન્‍દ્રભાઇની હત્‍યા બાદ તેમના પરીવાર જેમાં વૃઘ્‍ધ માતા-પિતા તેમના પત્‍ની અને સગીર પુત્ર નોધારા થઇ ગયા છે.આવક માટે કોઇ સ્‍ત્રોત નથી તેથી ભુખમરા જેવો સમય આવી ગયો છે.સરકારે આ અંગે તાત્‍કાલીક વળતર ચુકવવા અને ધર્મેન્‍દ્રભાઇની હત્‍યાના પાંચ આરોપીઓ અટક થઇ જેલ હવાલે થયેલા છે, પરંતુ ફરિયાદમાં સાતના નામ અપાયેલા છે.

આજસુધી બે અજાન્‍યા શખ્‍સો વિશે તપાસ કરી નથી તેથી તાત્‍કાલીક જેલ હવાલે કરાવવા અને બે વ્‍યક્‍તિ બહાર રહે તો ધર્મેન્‍દ્રભાઇના કેસને નુકશાન થવા પુરી દહેશત છે તેથી તાત્‍કાલીક સહાય આપવા અને આરોપીઓની અટક કરવા માંગણી સાથે આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી તે વેળાએ શ્રી શરદભાઇ લાખાણી, દિલુભાઇ વાળા ચલાલા, રશ્‍વિનભાઇ ડોડીયા બગસરા, સુરેશભાઇ શેખવા અમરેલી, રામભાઇ સાનેપરા અમરેલી ,હનુભાઇ વાળા, બિછુભાઇ વાળા, રાણીંગભાઇ ચાંદગઢ, નિર્મળભાઇ ખુમાણસહિત આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા અને પોતાનો રોષ વ્‍યક્‍ત કર્યો હતો.

 


ચમારડીમાં અવધ પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્‍સવ યોજાયો

ચમારડી,

બાબરાના ચમારડી ગામે અવધ પ્રા.શાળાનો વાર્ષિકોત્‍સવ નિમિતે બાળકોએ સાંસ્‍કૃતિક કાર્યક્નમ રજુ કર્યો હતો જેમાં ધો.1 થી 7ના વિદ્યાર્થીઓને સન્‍માન સાથે ઇનામ વિતરણ કરી પ્રોત્‍સાહન આપ્‍યું હતુ.કાર્યક્નમનું દિપ પ્રાગટય કનૈયાગીરીબાપુએ કર્યુ હતુ.આ પ્રસંગે માજી ધારાસભ્‍ય વાલજીભાઇ ખોખરીયા, હેલ્‍થ ઓફિસર શ્રી વોરા, કુલદિપભાઇ બસીયા, અરવિંદભાઇ મેમકીયા, કમલેશભાઇ ડાભી, કપીલભાઇ ડેર, વિપુલભાઇ જોષી, વિમલભાઇ અમરેલીયા, અતુલ જોષી સહિત અગ્રણીઓ, શાળા સ્‍ટાફ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.આચાર્ય કે.એમ.ગજેરાના માર્ગદર્શન નીચે સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.સંચાલન પ્રશાંત ત્રિવેદીએ કર્યુ હતુ.

 


કથા ભારતીય પ્રાચીન સંસ્‍કૃતીનું અભિન્‍ન અંગ છે : શ્રી રૂપાલા

રાજુલા,

રામકથા શા માટે કરીએ છીએ અને સાંભળીયે છીએ આ પરંપરા આપણા વડિલો શા માટે મુકતા ગયા તેનો જવાબ મળ્‍યો પણ આ પ્રકારનું બિયારણ જયાં સુધી સૃષ્‍ટી પર રહે ત્‍યા સુધી કથારૂપી નિંમાણ આપણે કરતા જ રહેવુ પડે.

નિંદામણ એની મેળે ઉગતુરહેશે ત્‍યા સુધી કૃષિ કર્મરૂપી નિંદામણ કરવુ જ રહેશે.કિ્નકેટ મેચ જોઇએ ત્‍યારે અમુક બેસ્‍ટમેનો જોવાનો ખુબ આનંદ એમ પરશોતમભાઇ રૂપાલાને સાંભળવાનો પણ ખુબ આનંદ થયો તેમની સાચી વાત છે નિંદામણ કરવુ પડે કારણ કે તે એની મેળે ઉગે વાવવુ ન પડે એની વાત સાચી છે. સંગીતકાર સંગીતનાં સુર છેડે અને તમે સાવ દુઃખી હોવ તમારા જીવનમાં આનંદ ન હોય તો જેને કૃષ્‍ણ છેડે તેના જીવનમાં આનંદ ન હોય તેને કૃષ્‍ણ કહે છે તેના જીવનમાં સંગીતનું વાતવરણ ઉત્‍પન્‍ન થાય.

તેમ જણાવી પૂ. ભાઇશ્રીએ કૃષ્‍ણ અને ગોપીઓને યાદ કરતા જણાવ્‍યું કે,સત્‍સંગ નિત્‍ય થવો જોઇએ કથા એ મનનો જમણવાર છે, કથા એ ખેતી છે. અહિ સદવિચારોનું વાવેતર થાય. જો સદ્દ વિચારોનું વાવેતર થશે તો સદાચરણનો ફાલ આવશે.

રામકથામાં રામનું ચરિત્ર એટલા માટે ગાઇએ કે આપણી અંદર જે કુવિચારો છે તેનું નિંદામણ થાય, આપણી અંદર સદવિચારોનું વાવેતર થાય અને સદાચરણ ઉગે એટલા માટે કથા છે એટલા માટે સત્‍સંગ છે. કથા માનસ એ બીજુ કંઇ નથી વિચારોનું પુતળુ છે જેવા તમારા વિચાર હશે તેવા તમે હશો. રામાયણમાં કથા છે રામના રાજયાભિષેકની વાત સાંભળી ચિંતિ થયા રામ રાજયાભિષેક નહિ રામવનવાસ થવો જોઇએ. સરસ્‍વતી દેવીને કહ્યું કેઅયોઘ્‍યા જઇ કોઇકની બુઘ્‍ધિને બગાડોને રામ રાજયાભિષેક નહિ રામ વનવાસ થાય’ સરસ્‍વતી દેવીએ કહ્યું તમે કોઇનું સારુ વિચારી શકતા નથી. સ્‍વર્ગમાં પણ તમારા વિચારો ખુબ નીચા છે. માણસ ગમે તેટલા ઉચ્‍ચ સત્‍તાનાં આસને બેઠો હોય મહત્‍વ એનુ નથી. મહત્‍વ એનુ છે કે તેના વિચારો કેવા છે ?

 


બાબરાના બળેલ પીપરીયામા સી.સી.રોડનું ઉદ્દઘાટન

જિલ્‍લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમરની ઉપસ્‍થિતિમાં બળેલ પીપરીયા ગામે સુવિધાપથ યોજનામા બનેલ સી.સી.રોડનું ઉદ્દઘાટન થયેલ તે પ્રસંગે શ્રી વિરજીભાઇ ઠુંમર, સરપંચ દેવજીભાઇ દુધાત, ડી.પટેલ, શાંતીભાઇ રામભાઇ આહીર, નાથાલાલ દુધાત, ભીમભાઇ દુધાત અને ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.

 


રાજુલાનાં ચૌત્રામાં દિપડાએ હુમલો કરતા બાળકીનું મોત

રાજુલા,રાજુલાનાં ચૌત્રા ગામે ધીરૂભાઇ છગનભાઇ પટેલની વાડીમાંમઘ્‍યપ્રદેશનાં શ્રમીકો વાડીમાં કામ કરી રહ્યા હતા ત્‍યારે કડિયાભાઇ નામના શ્રમીક ખેતરની ઓરડીમાં રહેતા હતા અને અચાનક દિપડો આવી ચડતા કડિયાભાઇની દીકરી રોશન ઉપર હુમલો કરેલ પણ અચાનક જાણ થઇ જતા હાંકલા પડકારા કર્યા બાદ દિપડો ભાગી છુટયો હતો. અને ચાર વર્ષની બાળકી રોશનને દવાખાને સારવારમાં ખસેડી હતી. વધુ સારવાર માટે મહુવા હનુમંત હોસ્‍પિટલ બાદ અમદાવાદ લઇ જતા મોત થયું હતુ. આ બનાવ અંગે વનતંત્ર દ્વારા દિપડાને પાંજરે પુરવામાં આવ્‍યો હતો. આ વિસ્‍તારમાં દિપડાની ભારે રંજાડથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

 


માંડવી હત્‍યાકાંડ બાદ ધીરૂભાઇને મોતમાં મોંમા ધકેલનાર કોઇને પણ પાટીદાર સમાજ માફ નહિ કરે : શ્રી કોટડીયા

ધારી, સમગ્ર રાજયમાં સામાન્‍ય નાગરીક પણ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે ત્‍યારે લોકશાહીનું પતન થયું હોય અને સરમુખત્‍યાળ સાહિને શરમાવે તેવી તાનાશાહીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હોય તેવી સ્‍થિતિને માંડવી હત્‍યાકાંડ ત્‍યાર બાદ સતાની સાંઠમારીમાં પોલિસ પણ પોતાની ફરજ ચુકી સતાની કટપુતળી બની નિર્દોશ ધીરૂભાઇ જેવાનો જીવ લઇ લે અને હજુ પણ ગુનેગારોને છાવરતા હોય.ન્‍યાય માટે લોકો આગળ આવે તેવું ધારાસભ્‍ય નલિનભાઇ કોટડીયાએ જણાવ્‍યું હતુ.વધુમાં એવું પણ જણાવ્‍યું કે માંડવી હત્‍યાકાંડ બાદ ધીરૂભાઇને મોતના મોમાં ધકેલનાર કોઇ પણને પાટીદાર સમાજ માફ નહિ કરે.પોલિસ પણ સતાની કટપુતળી બનવા કરતા ફરજ નિષ્ઠ બને તેમ ધારાસભ્‍ય નલિનભાઇ કોટડીયાએ જણાવ્‍યું છે.