Main Menu

Thursday, April 6th, 2017

 

07-04-2017

thumbnail of 7-4-17


રાજુલાની રામકથામાં રામજન્‍મોત્‍સવ ઉજવાયો

રાજુલા,રાજુલામાં પૂ.રમેશભાઇ ઓઝાનાં વ્‍યાસાસને રામકથા આગવી શૈલીમાં સંગીતમય રીતે યોજાઇ રહી છે. જેનો અનેક ભાવિકો લાભ લઇ રહ્યા છે. દરમિયાન જોગાનુંજોગ આજે પવિત્ર રામનવમી હોવાથી ધર્મપ્રેમીઓ સવારથી જ ઉમટી પડયા હતા અને પૂ.ભાઇશ્રીએ રામજન્‍મોત્‍સવ વિષે વ્‍યાખ્‍યાન આપ્‍યું હતુ તેથી ધાર્મિક જનતામાં હર્ષનું મોજુ ફરી વળ્‍યું હતુ. આ પ્રસંગે વિરોધપક્ષનાં નેતા અર્જુનભાઇ મોઢવાડીયા, ધારાસભ્‍યશ્રી પૂંજાભાઇ વંશ, સંસદીય સચિવ શ્રી હિરાભાઇ સોલંકી અને ક્ષત્રીય સમાજનાં અગ્રણી શ્રી દાદબાપુ વરૂ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. પાળિયાદ જગ્‍યાનાં પ્રતિનિધિ તરીકે મહંતશ્રીનું બોરીચા પરિવાર દ્વારા બહુમાન કરાયું હતુ. બીજી તરફ મેળામાં હજારોની સંખ્‍યામાં મેદની ઉમટી પડી હતી. હેલીકોપ્‍ટર ખાસ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતુ. આજે રામ ભગવાનની જાન લઇ ધારાસભ્‍ય આવશે. આજની આરતીનો લાભ વાઘ પરિવારે લીધો હતો.

 


બગસરામાં હરીચરણદાસજી મહારાજશ્રીના જન્‍મદિને ઉતરાકાંડના પાઠ યોજાયા

બગસરા,બગસરા સુંદરકાંડ પરીવાર દ્વારા ચૈત્ર સુદ 6ના રોજ શ્રી પિયુષ શાંતિભાઇ ભરખડાના નિવાસ સ્‍થાને શ્રી રામ ચરિત માનસના સપ્‍તમ સોપાન ઉતરાકાંડના પાઠનું આયોજન મહામંડલેશ્‍વર પ.પુ.1008 શ્રી હરીચરણદાસજી મહારાજ શ્રીના જન્‍ગદિનની ઉજવણી રૂપે સંગીતમય શૈલી સાથે ઉતરાકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલ જેમાં સુંદરકાંડપરીવાર તથા મોટી સંખ્‍યામાં યુવાન ભક્‍તોએ ભાવવિભોર થઇ શ્રી રામચરિત માનસનું

 


ધારી ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞમાં શ્રી જેજેના વચનામૃતનો લ્‍હાવો લેતા વૈશ્‍ણવો

ધારી,

શ્રી દ્વારકેશ યુવક મંડળ અને દ્વારકેશ મહિલામંડળ દ્વારા આયોજીત ધારી ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞમાં શ્રી જેજેના વચનામૃતનો લ્‍હાવો લેતા વૈશ્‍ણવો પુ.પા.108 ગૌ.શ્રી દ્વારકેશલાલજીના સ્‍વમુખે શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહનું અલૌકીક રસપાન કરી રહ્યા છે.દરરોજ બપોરે 3 થી સાંજે 7 ધર્મલાભ લેવાયો હતો.

જેમાં શ્રીજીના વધામણા, પનઘટ, ફુલફાગ, શ્રી રામજન્‍મ, કૃષ્‍ણ જન્‍મ, રૂક્ષ્મણી વિવાહ, છાક મનોરથ સહિતના કાર્યક્નમો યોજાયા હતા.

 


બાબરામાં રામનવમી પર્વ નિમિતે શોભાયાત્રા નિકળી

બાબરામાં રામનવમી પર્વ નિમિતે ભવ્‍ય શોભાયાત્રા નિકળી હતી અને શહેરના રાજમાર્ગો પર ફરી હતી.આ શોભાયાત્રામાં હિન્‍દુ, મુસ્‍લિમ આગેવાનો ઉત્‍સાહભેર જોડાયા હતા.ઠેર ઠેર ઠંડા પાણી, શરબતના સ્‍ટોલ ખોલી સ્‍વાગત કર્યુ હતુ અને શહેર આખામાં જયશ્રી રામના નારાથી ગુંજી ઉઠયું હતુ તે વેળાની તસ્‍વીરમાં નજરે પડે છે.

 


બગસરા શરાફી મંડળી દ્વારા ઠંડી છાસ તથા પાણીનાં પરબનો શુભારંભ

બગસરા,બગસરા પંથકમાં દિવસે ને દિવસે ગરમીનો પારો ઉંચો જઇ રહયો છે. ત્‍યારે અનેક સેવાભાવી ગ્રુપો દ્રારા અનેક જગ્‍યાએ રાહદારીઓ માટે પીવાના પાણીના પરબ બાંધવામાં આવે છે પરંતુ બગસરા નાગરીક શરાફી મંડળીના ચેરમેન શ્રી રશ્‍વીંન ભાઇ ડોડીયા ની કોઠા સુજથી બગસરાપંથકમા ×ોમજ શહેરમાં સૌ પ્રથમ વાર શહેર ના મઘ્‍યમાંઆવેલ ગોંડલીયા ચોક ખાતે ઠંડાપાણી ના પરબ ની સાથે ઠંડી છાસના પરબનો શુભારંભ આજરોજ શ્રીરામનવમીના પવિત્ર દિવસે કરવામાં આવેલ ત્‍યારે શ.મંડળીના ચેરમેન રશ્‍વીનભાઇ ડોડીયા, એમ.ડી.નિતેશ ડોડીયા જનરલ સેક્નેટરી શ્રી.ડી.જે મહેતા બોડૅઓફડીરેકટર ભુપતભાઇ રાઠોડ ભરતભાઇ ખીમસુરીયા, એડવોકેટ રાજુભાઇ દેવલુક ફુલાભાઇપટેલ સહીતના આગેવાનોએ રસ્‍તા ઉપરથી પસાર થતા રાહદારીઓને પોતાના હસ્‍તે ઠંડી છાસ ના ગ્‍લાસ ભરીને પીરસવામા આવેલ હતા આ સેવાકીય પ્રવૃતિંનો તમામ શ્રેય નાગરીેક શરાફી મંડળીના ચેરમેન તેમજ બોર્ડઓફ ડીરેકટર તથા સ્‍ટાફને આભારી છે તેમ રાહદારીઓએ જણાવ્‍યુ હતુ.


દામનગરમાં મોચી, લુહાર, વાલ્‍મીકીને ખરાબ ચીતરવાના પ્રયાસને વખોડી રેલી યોજી

દામનગર,કચ્‍છમાંથી એક સામાયીક દ્વારા લેખક માવજીભાઇ કારીયાએ મોચી, લુહારા, વાલ્‍મીકી જ્ઞાતિ વિરૂઘ્‍ધ ખરાબ ચિતરવાનો પ્રયાસ કર્યો તેને વખોડી ત્રણેય જ્ઞાતિના આગેવાનોએ દામનગરમાં રેલી યોજી નાયબ મામલતદારને આવેદન પત્ર પાઠવી રજુઆત કર્યાનું ઘનશ્‍યામભાઇ પરમારે જણાવ્‍યું છે.

 


અમરેલીના કુંકાવાવ રોડ ઉપર વાહન અથડાવવા પ્રશ્‍ને નાના ભંડારીયાના યુવાનની ઉપર હુમલો

અમરેલી,અમરેલીના નાના ભંડારીયા ગામના રાહુલભાઇ મનુભાઇ ઉર્ફે અમરશીભાઇ માધડ ઉ.વ.25 ધંધો ખેતી પોતાના કામમાટે અમરેલી તાલુકા પોલીસ સટેશનમાં આવ્‍યો હોય ત્‍યાથી પરત જતા કુંકાવાવ રોડ પાસે ઇટોના ભઠા પહોંચતા સામેથી આવેલ ફોરવ્‍હીલ કારે તેની સાથે મોટરસાયકલ ભટકાવી પછાડી દઇ અંદરથી નાના ભંડારીયાના મગન માધડ અને ઇન્‍દુબેન મગનભાઇએ નીચે ઉતરી રાહુલને ગાળો આપી ઢીકા પાટુનો માર મારેલ આ સમયે મગનભાઇના નાનાભાઇ અને તેના પત્‍ની મધુ નાનજી અને મધુની પત્‍નીએ પણ નીચે ઉતરી તેને મારવા લોખંડનો પાઇપ કાઢેલ પણ તે સમયે રાહુલનો નાનો ભાઇ અને તેની પત્‍ની ત્‍યા આવી જતા હુમલાખોરો ભાગે ગયા હતા અને જતા જતા કહેલ કે આજે તમે બચી ગયા છો હવે મળશો તો પતાવી દઇશ તેવી ધમકી આપ્‍યાની ફરીયાદ થવા પામી છે.

 


બાબરા કોટડાપીઠા ગામે આવેલી વાડીમાંથી 30 મણ ઘઉં ઉપડી ગયા

અમરેલી,

બાબરાના કોટડાપીઠા ગામે અરવિંદભાઇ લાખાભાઇ ચોવટીયા ઉ.વ.55ની વાડીના ટ્રેલરમાં રહેલ ઘઉમાંથી આશરે 30 મણ જેટલા ઘઉ કિં.રૂા.12 હજાર કોટડાપીઠા ગામનો કનુ કમા સોલંકી ચોરી કરી લઇ ગયાની ફરીયાદ અરવિંદભાઇએ બાબરા પોલીસમાં નોંધાવી છે.

 


જરખીયામાં તલાટી મંત્રી ન મુકાય તો સરપંચ આત્‍મવિલોપન કરશે

લાઠી,

કાયમી તલાટી મંત્રીની નિમણુ ંક કરવાના મામલે ડો.ભીમરાવ આંબેડકર જયંતિના દિવસે જ આખરી પગલુ લેવાશે કારણ કે અહિં તલાટીમંત્રીના અભાવને કારણે અનેક ગ્રામજનો મુશ્‍કેલીમાં મુકાયા છે.જરખીયામાં કાયમી તલાટી મંત્રી ન મુકાય તો સરપંચ અને સામાજીક ન્‍યાય સમિતિના ચેરમેન જિલ્લા પંચાયતે આત્‍મ વિલોપન કરશે તેવી જાણ સંબંધતોને કરવમાં આવી છે. 4 હજારની વસ્‍તી વાળા જરખીયા ગામમાં કાયમી તલાટી મંત્રી ન હોવાને કારણે હજારો ગ્રામજનો અનેક મુશ્‍કેલીઓ વેઠી રહ્યા છે જરખીયાના સરપંચ હરેશભાઇ કાકડીયા અને અને સામાજીક ન્‍યાય સમિતિ ગ્રામ પંચાયતના ચેરમેન ભીખુજીભાઇ રાઠોડ 10 દિવસમાં જો તલાટી ન મુકાય તો આપઘાત કરશે તેમ જણાવામાં આવ્‍યું છે.