Main Menu

Friday, April 7th, 2017

 

08-04-17

thumbnail of 8-4-17


જીવનનું શિક્ષણ સત્‍સંગ અને કથાથી મળે છે : પૂ.રમેશભાઇ ઓઝા

રાજુલા,

રાજુલાની રામકથામાં અનેરા ધાર્મિક પ્રસંગો વચ્‍ચે રામરસની હેલી વ્‍યાપી હતી.વ્‍યાસ પીઠ પરથી પુ.રમેશભાઇ ઓઝાએ જણાવ્‍યું કે શાળા અને કોલેજો જીવનનું શિક્ષણ આપે છે.રોટલો કેમ રળતો, રૂપિયા કેમ બનાવવા તે અત્‍યારે શાળા કોલેજોમાં શીખવાડાય છે.પણ જીવનનું શિક્ષણ સત્‍સંગ અને કથા દ્વારા આપવામાં આવે છે.રોટલો કેમ રળવો એ શાળા કોલેજ શીખવે છે પણ રળેલા રોટલાને વહેંચીેને કેમ ખાવો તે કથા શિખવે છે.સમાજનું ભલું કેમ થાય તેવું ચિંતન સાધુને હોય છે.સાધુ સમાજ પાસેથી ઓછામા ઓછું લે અને તેની સામે સાધુ જગતમાં સદા કલ્‍યાણ માટે ચિંતીતી હોય.સૌ ર્નિવ્‍યસની બને, સહુ નિરોગી બને.આ સુનીશ્‍ચિત કરવા સાધુ સદા પ્રયત્‍નશીલ રહે છે.આવા સાધુ સંસારની લાઇમાં નથી.તે સમાજની મુડી છે.રામ ચરિત માનસમાં નવધા ભક્‍તિ કાંડમાં રામજી શબરીને ઉપદેશ કરે છે કથા સાંભળતા સાંભળતા આપણી અંદરની બુરાઇ, દોશ દેખાશે જ અને કથા એ તમામ દોશો દુર કરશે.કથા સ્‍વદોશ દર્શન માટે છે.શાસ્‍ત્રોની વાતો જે વ્‍યાસપીઠ પરથીકહેવાય છે તે નિશ્‍ચિત પણે તમારુ કલ્‍યાણ કરશે.તેમ જણાવ્‍યું હતુ.વધુમાં એવું પણ જણાવ્‍યું કે વનસ્‍પતિમાં જીવ છે એ વાત આપણા ઋષીઓએ કરી એટલા માટે આ કારણ વૃક્ષ છેદન કરવું એ પાપ છે.સાધુ, સંતને જમાડવા અને વૃક્ષોને પાણી પાવું એક સમાન પુક્કય છે.કારણ કે વૃક્ષ પણ સાધુ જેવું છે.સાધુ સમાજ અપકાર કરે તો પણ ઉપકાર કરે છે.એમ જાડવોને કોઇ કાપી નાંખે તો પણ તેનો છાયો વૃક્ષ આપી તેના પર ઉપકાર કરે.ગૌ હત્‍યા માટે સરકારે કાયદો કડક કર્યો, ઉતર પ્રદેશની સરકારે ગેરકાયદેસર કતલખાના પર કોરડો વીંજયો.આજે કસાયને ગાય નથી દેખાતી કસાઇને માસ દેખાય છે.તેમ કથામાં જણાવ્‍યું છે.

 


ધારી નજીક લીંમડાના ઝાડ સાથે સ્‍વીફટ કાર અથડાતા એકનું મોત,ત્રણને ઇજા

અમરેલી,

અમરેલી ધારી રોડ ઉપર લીંબડીયાના નેરા પાસે કાર ઝાડ સાથે અથડાતા એકનું મોત નિપજયું હતુ અને ત્રણને ઇજા થતા સારવારમાં ખસેડાયેલ છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ધારી નજીક લીંબડીયાના નેરા પાસે આવેલ અમરેલી રોડ ઉપર સ્‍વીફટ કાર નં.જી.જે.11 એસ.8248 અચાનક લીંબડાના ઝાડ સાથે અથડાતા કારમાં બેઠેલા લાભશંકરભાઇ શાસ્‍ત્રીનું મોત થયુ હતુ જયારે તેમની સાથે રહેલા પ્રતીક ધનસુખભાઇ ઠાકર અને ચીરાગ નલીનભાઇ ભટ્ટ, કિશનભાઇ જોષી અને શ્‍યામ દિપકભાઇ પંડયાને ઇજા થતા સારવારમાં અમરેલી ખસેડવામા આવેલ છે. મુળ માંગરોળના વતની શ્રી લાભશંકર વ્રજલાલભાઇ પાઠક કથા વાંચનનું કામ કરે છે તેઓ તેમના સાથીદારોને લાઠી, ચલાલા, અમરેલી મુકવા માટે નીકળ્‍યા હતા અને પરત પોતાનાવતન જવાના હતા તે દરમ્‍યાન આજે ધારી નજીક લીંબડીયાના નેરા પાસે કાર અથડાતા મોત નિપજયું હતુ આ બનાવે ભારે કરૂણાંતીકા સર્જી હતી.

 


બાબરામાં ભાજપના ચાર કાર્યકરોને પેટ્રોલથી સળગાવી દેવાનો પ્રયાસ

બાબરા,

બાબરામા બનેલા એક વિચિત્ર બનાવમા દરેડ ગામના સરપંચ સહિત ભાજપના ચાર કાર્યકરોને પેટ્રોલ છાંટી સળગાવી દેવાનો પ્રયાસ થતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, બાબરાના દરેડ રોડ ઉપર આવેલા પેટ્ર્રલપંપની દિવાલ પાછળ એક ચાની કેબીને દરેડ ગામના વનરાજભાઇ ટપુભાઇ વાળા વાંકીયા ગામના ભરતભાઇ મકવાણા ઉ.વ.30, સુખાભાઇ માયાભાઇ ભરવાડ ઉ.વ.23, અને થોરડી ગામના ગીરીશભાઇ દાફડા ઉ.વ.26 અમરેલી ખાતે યોજાનાર ભાજપની ગૌરવકુચમાં ભાગ લેવા માટે આવવા નીકળેલ ત્‍યારેતે હોટલે ખોટી થયા હતા આ અરસામા બાબરાના ચકો ઉર્ફે જમાલ રહેમાન મેતર અને તેના બે ભાઇઓ અચાનક ત્‍યા ધસી આવ્‍યા હતા અને ચકાએ પેટ્રોલ ભરેલ બોટલ સળગાવી અને હોટલે ફેકતા ઉપરોકત ચારેય દાઝી ગયા હતા.

આ બનાવ માટે પ્રારંભીક તબક્કે એવી વાત વહેતી થઇ હતી કે ચકાને બીજા કોઇ સાથે માથાકુટ હોય અને ભુલમા તેના આ ઘાતકી પગલાનો ભોગ ભાજપના ચારેય કાર્યકરો બન્‍યા છે.

જો કે પોલીસે હુમલા ખોરોને રાઉન્‍ડપ કર્યા હોવાનું ચર્ચાઇ રહયુ છે પણ દાજેલા સરપંચ વનરાજભાઇ સહિત ચારેયને બાબરામા પ્રાથમીક સારવાર આપવામા આવી ત્‍યારે ત્‍યા આવી ચડેલા હુમલાખોરોની મેથીપાક અપાયો હોવાનું મનાઇ છે.દાઝેલા ચારેયને બાબરાથી અમરેલી સીવીલમા ખસેડાતા સીવીલ હોસ્‍પીટલે ભાજપના આગેવાનો કાયરકરો દોડી ગયા હતા.

સરપંચ વનરાજભાઇ ટપુભાઇ વાળાએ આરોપી જમાલ ઉર્ફે ચકો રહેમાન મેતરને અગાઉ અજાક્કયા રીક્ષા ચાલક સાથે બોલાચાલી થતા છુટા પાડેલા જે મનદુઃખનાં કારણે આરોપી જમાલ ઉર્ફે ચકો રહેમાન મેતર તેનો ભાઇ સુફી અને હાજી ત્રણેય મળી સળગતી પેટ્રોલની બોટલ સરપંચ વનરાજભાઇ વાળા રે. દરેડ, સુખાભાઇ મૈયાભાઇ ભરવાડ રે.દરેડ, ભરતભાઇ મકવાણા રે.વાંકીયા, ગીરીશભાઇ દાફડા રે.થોરડીની ઉપર ફેંકતા દાઝી ગયેલઆ બનાવ અંગે પીએસઆઇશ્રી રામાવતને નિવેદન લેતી વખતે સરપંચ વનરાજભાઇ વાળાએ માહિતી આપી હતી.બાબરાના પીએસઆઇ શ્રી હસમુખ રામાવત સીવીલે દોડી આવ્‍યા હતા અને નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણ થતા ભાજપનાં આગેવાનો શ્રી શરદભાઇ લાખાણી, શ્રી દિનેશભાઇ પોપટ, શ્રી રશ્‍વિનભાઇ ડોડીયા, સહિત સિવિલ હોસ્‍પિટલમાં દોડી જઇ ખબર અંતર પુછયા હતા.

 


બાબરાના કલોરાણામાં ખાતમુહૂર્ત કરાયું

કોટડાપીઠા,

બાબરાના કોટડાપીઠા સીટના મહિલા સદસ્‍ય શ્રીમતિ મીનાબેન કોઠી વાળ દ્વારા કલોરાણા ગામે રામનવમીના દિને ત્રણ કોજવે અને નાળાનું ખાતમુર્હૂત કરવામાં આવ્‍યું હતુ.આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્‍ત ધકુબેન વહાણી, સરપંચ અમૃતબેન જાપડીયા, સુરેશભાઇ વાઘેલા, જીવરાજભાઇ જાપડીયા, કડવાભાઇ ભરવાડ, મેઘાભાઇ ડાભી અને વાવડાના સરપંચ જયસુખભાઇ રામાણી, મનસુખભાઇ રામાણી, રમેશભાઇ જમોળ અને આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

 


બગસરામાં ચૈત્રી નવરાત્રીમાં રામનવાહનું આયોજન

બગસરા,

બગસરા શહેરના ઐતિહાસીક પુરાણ પ્રસીઘ્‍ધ શ્રી બગેશ્‍વર મહાદેવના મંદિરમાં મહીલા મંડળ બગસરા દ્વારા ચૈત્રી નવરાત્ર નિમિતે ચૈત્ર સુદ 1થી ચૈત્રી સુદ 9 સુધી રામચરિત માનસના નવાહ પાઠનું આયોજન થયેલ જેમાં વિશાળ સંખ્‍યામાં બહેનોએ પાઠનું પઠન શ્રવણ કરી લાભ લઇ ભાવવિભોર થઇ રહ્યા છે તે નજરે પડે છે.

 


અમરેલી જિલ્‍લા ભાજપ દ્વારા ગૌરવકુચ યોજાઇ

અમરેલી,અમરેલી જિલ્‍લા ભાજપ દ્વારા આજે ગૌરવયાત્રા યોજાઇ હતી. ભાજપના 38 માં સ્‍થાપના દીન નિમિતે પંડીત દિન દયાળ કાર્યકર્તા ગૌરવકુચ યોજાઇ હતી જેમાં જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાના નેતૃત્‍વમા વિરાટ ગૌરવ કુચ શહેરના માર્ગો ઉપર ફરી હતી અને આગેવાનો દ્વારા પ્રાસંગીક પ્રવચનો કરવામા આવ્‍યા હતા. ભાજપની સ્‍થાપનાથી આજ સુધી કરાયેલ કામગીરીની રૂપરેખા અપાઇ હતી. મહેશભાઇ કસવાલા, વી.વી.વઘાસીયા, બાવકુભાઇ ઉંધાડ, હિરેનભાઇ હિરપરા, ડો.કાનાબાર, મનસુખભાઇ ભુવા, અશ્‍વિનભાઇ સાવલિયા, શરદભાઇ લાખાણી, દિનેશભાઇ પોપટ, રામભાઇ સાનેપરા, પ્રાગજીભાઇ હિરપરા, મોટાભાઇ સંવટ, રવુભાઇ ખુમાણ, કમલેશભાઇ કાનાણી, કૌશિકભાઇ વેકરીયા, જીતુભાઇ ડેર, ભીખુભાઇ રતન, રીતેશભાઇ સોની, મયુરભાઇ હિરપરા, અલ્‍કાબેન દેસાઇ, રેખાબેન માવદીયા, જસીબેન સાકરીયા, રેખાબેન રાઠવા, રાજુભાઇ ગીડા, રશ્‍મિનભાઇ ડોડીયા, હિતેશભાઇ જોષી, રંજનબેન ડાભી, જયોત્‍સનાબેન અગ્રાવત, રંજનબેન ગોહિલ, બકુલભાઇ પંડયા, તુષારભાઇ જોષી, ભગીરથભાઇ ત્રિવેદી, વિજયભાઇ ડોબરીયા, દિપકભાઇ વઘાસીયા, કાળુભાઇ પાનસુરીયા, મયુરભાઇ દવે, વશરામભાઇ વઘાસીયા, તુલસીભાઇ મકવાણા, રાજેશભાઇ મકવાણા, મયુરભાઇ ઠાકર, પુનાભાઇગજેરા, વિપુલભાઇ શેલડીયા, આનંદભાઇ ભટ્ટ, અરવિંદભાઇ ચાવડા, જિતુભાઇ જોષી, અતુલભાઇ કાનાણી, મૃગેશભાઇ કોટડીયા, મગનભાઇ કાનાણી, ભરતભાઇ ગઢવી, જગદીશભાઇ ખુંટ, પ્રેમજીભાઇ નાકરાણી, પ્રિતેશભાઇ નારોલા, ડો.ચંદ્રેશ ખુંટ, ડો.રાઠોડ સાહેબ, અરવિંદભાઇ દવે, બટુકભાઇ જોષી, અલ્‍પેશભાઇ જેસ્‍વાલ, વાલજીભાઇ ખોખરીયા, નિતીનભાઇ રાઠોડ, કાંતિભાઇ દેત્રોજા, મુકેશભાઇ ખોખરીયા, પ્રતાપભાઇ ખાચર, દિપકભાઇ કનૈયા, એ.પી.બોરડ, નિતેશભાઇ ડોડીયા, આફ્રિદીભાઇ, જયંતિભાઇ મકવાણા, સંજયભાઇ દેવમુરારી, હરેશભાઇ પટોળીયા, દિગંત ભટ્ટ, હરપાલભાઇ ધાધલ, રોહિતભાઇ (ઘંટીવાળા), વૈભવભાઇ વ્‍યાસ, સમીરભાઇ જાની, અંકિતભાઇ જાની, વિપુલ ભટ્ટી, હમીરભાઇ ભરવાડ, ચંદ્રેશભાઇ દેવેરા, અશ્‍વિનભાઇ મુંગલપરા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ

 


મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે અમરેલી જિલ્‍લાનામહેમાન

અમરેલી,અમરેલી જિલ્‍લા ઉપર આવેલી કુદરતી આપતીના સમયે અમરેલીની મદદે દોડનારા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે અમરેલી જિલ્‍લાના મહેમાન બનશે. જયારે મુખ્‍યમંત્રી ન હતા ત્‍યારે પણ જરૂર પડયે અમરેલી જિલ્‍લાની સતત મદદે દોડનારા શ્રી વિજયભાઇ રૂપાણીને આવકારવા માટે અમરેલી જિલ્‍લામાં થનગનાટ પ્રવર્તી રહયો છે.

અમરેલી જિલ્‍લાની જનતાની એ તાસીર રહી છે કે, જયારે જનતા માટે કોઇ મદદે આવતુ હોય ત્‍યારે તે તેનુ રૂણ ભુલતી નથી .આમ પણ શ્રી રૂપાણી અમરેલી જિલ્‍લાના છેલ્‍લા ત્રણ વર્ષમાં બનેલા દુઃખ બનાવોએ સતત અમરેલીમા રહી અને અમરેલીની મુશ્‍કેલીઓને હલ કરાવી હતી તેના કારણે શ્રી રૂપાણીના આગમનને લઇ લોકોમાં ઉમંગ છવાયો છે.શ્રી રૂપાણીનો કાર્યક્નમ સવારે 11 કલાકે શ્રી રૂપાણી રાજુલા હેલીપેડ ખાતે પધારશે અને ત્‍યાંથી શ્રી રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને યોજાઇ રહેલી રામકથામાં ઉપસ્‍થિત રહેશે.રાજુલામાં ભુતાવોરા જનરલ હોસ્‍પીટલનું લોકાર્પણ કરશે ત્‍યારબાદ કુંભારીયા ગામે સેવા સેતુ કાર્યક્નમમાં ઉપસ્‍થિત રહી શ્રી રમેશભાઇ ઓઝાના માદરે વતન દેવકા વિદ્યાપીઠની મુલાકાત જશે અને ત્‍યાથી આઇટીઆઇનું ઉદ્દઘાટનકરી પરત હેલીપેડ ઉપર પહોચી બપોરે ત્રણ વાગ્‍યા પછી લાઠીના મહીપરીએજ યોજનાના અતી મહત્‍વના એવા ચાવંડ પંપ હાઉસમાંઉદ્દઘાટન અને અમરેલીના પત્રકારો સાથે વાતચીત કરશે.