Main Menu

Wednesday, April 12th, 2017

 

13-04-2017

thumbnail of 13-4-17


બગસરામાં એટીએમ કાર્ડ વિતરણ કરાયા

બગસરા જુથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા સહકારી જિલ્‍લા સહકારી બેન્‍ક તરફથી આપવામા આવેલ એએમકાર્ડનું વિતરણ મંડળીના પ્રમુખ વિનુભાઇ ઘાડીયાએ કર્યુ હતુ અને 2017/18 ના વર્ષનું કેસીસી ધીરાણ ચાલુ કરેલ છે.
તેનો સભાસદોએ લાભ લેવા મંત્રી પોપટભાઇ નડીયાધરાએ જણાવ્‍યું હતુ.


ધારીના ભાડેરમાં ગેસની અગન જવાળામાં પાંચ દાઝી ગયા

અમરેલી,
બાબરાના ત્રંબોડા ગામે ફાટેલા ગેસના બાટલાએ આઠ-આઠ માનવ જીંદગીને પરધામ પહોંચાડ દીધાનો બનાવ હજુ તાજો છે ત્‍યા ધારીના ભાડેર ગામે રજપુત પરિવારના ઘેર ગેસના બાટલાની નળી લીકેજ થતા પરિવારના પાંચેય લોકો દાઝી જતા અરેરાટી ફેલાઇ છે.
આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, ધારી તાલુકાના ભાડેર ગામના ધીરજભાઇ અભેરામભાઇ ચૌહાણ (ઉ.વ.35)ના ઘેર સાંજે અચાનક ગેસના બાટલાની નળી લીેંકેઝ થઇ હતી અને આખા ઘરમાં અગનજવાળા ફરી વળતા ધીરજભાઇ તથા તેની પત્‍ની શ્રીદેવીબેન (ઉ.વ.30) તથા બાળકો ખુશી (ઉ.વ.2), હેમાંશુ (ઉ.વ.4) અને દેવ (ઉ.વ.8) ફસાઇ ગયા હતા આથી 108ને જાણ કરાતા પાઇલોટ પ્રવિણભાઇ ખડક અને ઇએમટી શીલ્‍પાબેન ડોડીયાએ ત્‍યા દોડી આવ્‍યા હતા ત્‍યારે પણ આગ ચાલુ હોય આ ટીમેઆગને ઓલવી અને બાળકોને બહાર કાઢયા હતા જોકે તેમ છતા બાળકો દાઝી તો ગયા જ હતા પણ જો તેને મોડા બહાર કઢાય તો જાનહાની થઇ હોત દાઝેલ તમામને ધારીે દવાખાને પ્રાથમિક સારવાર આપી અને ગંભીર પ્રકારે દાઝેલ પરિવારને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા.


રાજુલાના કવિશ્રી હેમાળવીના કાવ્‍ય સંગ્રહનું વિમોચન કરાયું

વિમોચન રમેશભાઇ ઓઝાના હસ્‍તે થયું હતુ.અત્રે ઉલ્‍લેખનીય છે કે શશીભાઇના ગીતો, ગજલો ખુબ જ લોકપ્રિય થયા છે.ફેસબુક, વોટસએપ પર તેમના ગીતો ગજલો પ્રસિઘ્‍ધિ પામ્‍યા છે.રાધાકૃષ્‍ણ, રૂક્ષ્મણીજી પરના ગીતો, યુવાનો આકર્ષે તેવા હોય છે.આ ગીતોને મુંબઇ બોલિવુડ સ્‍થિત પૃથ્‍વી ગાંધર્વ દ્વારા કમ્‍પોઝ કરવામાં આવનાર છે.કવિ હેમાળવી અમરેલી જિલ્લા સહિત રાજયભરમાં વિશાળ ચાહક વર્ગ ધરાવે છે.
તેમના પુસ્‍તક પરમ શુભના વિમોચન બાદ તેમના પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.વિમોચન પ્રસંગે નિરંજનભાઇ પંડયા, ઘનશ્‍યામભાઇ લાખાણી, પૃથ્‍વી ગાંધર્વએ પણ શુભકામના પાઠવી હતી.હર્ષદ ચંદારાણા, કૃષ્‍ણ દવે, જે.પી.ડેર, કાલિંદી પરીખ, શશીભાઇ રાજયગુરૂ, વિમલ અગ્રાવત, પરેશ મહેતા, મહેન્‍દ્ર જોષીએ કાવ્‍ય પઠન કર્યુ હતુ.સંચાલન મિલિંદ ગઢવીએ કર્યુ હતુ.કવિ સંમેલન સફળ બનાવવા નથુભાઇ સોલંકી, મહેશભાઇજોટંગીયા, કિશોરભાઇ પટેલ, જીતુભાઇ સરવૈયા, ભાનુદાદા, ગણપતભાઇ, મનોજભાઇ વ્‍યાસ વગેરેએ જહેમત ઉઠાવી હતી.


અમરેલીમાં જિલ્‍લા ભાજપની બેઠક મળી

અમરેલી જિલ્‍લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી હતી જેમાં જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, મંત્રીશ્રી વી.વી.વઘાસીયા, ગોરધનભાઇ ઝડફીયા, કૌશીકભાઇ વેષ્‍કરીયા સહિત વિવિધ સેલ મોરચાના હોદેદારો સહિત તસવીરમાં નજરે પડે છે.


મોણપુર પ્રા.શાળામાં ત્રિવિધ કાર્યક્નમો યોજાયા

અમરેલી,
મોણપુર પ્રા.શાળામાં વાર્ષિકોત્‍સવ નીમીતે વય મર્યાદાને કારણે નિવૃત થતા મનસુખભાઇ કટેશીયાનું શાલ ઓઢાડી સન્‍માનપત્ર આપી સન્‍માન કરી વિદાય આપી હતી. સરપંચ અને ગ્રામજનો પણ શાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતુ. નિવૃત થતા શિક્ષકે શાળાને ચાર કબાટ ભેટ આપી ઋણ અદા કર્યુ હતુ અને સર્વેને પ્રીતીભોજન કરાવ્‍યું હતુ. સ્‍વ શિક્ષક શ્રી કાંતીભાઇ મહેતાની યાદમાં તેમના ધર્મપત્‍ની વિજયાબેન દ્વારા શાળાના 225 વિદ્યાર્થીઓને ઓળખકાર્ડ બનાવી અપાતા વિજયાબેન મહેતાનું પુસ્‍તક શાલ ઓઢાડી શાળવતી મીતાબેન ચૌહાણ, સંગીતાબેન પટેલ, સુનીતાબેન પટેલ, સુનીતાબેન રાઠોડે સન્‍માન કર્યુ હતુ. અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓને પણ વિદાય આપવામા આવી હતી. દરેક બાળકોને શાળા તરફથી સન્‍માનપત્ર અને મનસુખભાઇ તરફથીપુસ્‍તક ભેટ અપાયું હતુ. વિદાય લેતા બાળકોએ શાળામાં સ્‍ટીલની ડીશો ભેટ આપી હતી. શાળાના બાળકોએ સાંસ્‍કૃતીક કાર્યક્નમ રજુ કર્યો હતો. શ્રેષ્ઠ કૃતી રજુ કરનાર વિસાર્થી મીલન વસોયા અને દિનેશ વસોયા શિક્ષકશ્રી સંગીતાબેન પટેલ તરફથી અને માતૃભાષા દિન ઉજવણીના વિદ્યાર્થીઓ મયુર પરમાર, કૃપાલી ગજેરા, મીલન વસોયાને શિક્ષક સુનીતાબેન રાઠોડ તરફથી શીલ્‍ડ આપી પ્રોત્‍સાહીત કરાયા હતા આ વર્ષે શાળા તરફથી મીરા ડેર, કલ્‍પેશ મકવાણાને બેસ્‍ટ સ્‍ટુડન્‍ટ ઓફ ધી યર એવોર્ડ આપી સન્‍માનીત કરવામા આવ્‍યા હતા. આ કાયરક્નમમાં સરપંચ ઉપસરપંચ, માજી સરપંચ, એસએમસી અઘ્‍યક્ષ અને શાળા આચાર્ય પુર્વીબેન ભટ્ટ, મભોયો સંચાલક અને શિક્ષકો, આચાર્યો ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્નમ સફળ બનાવવા આચાર્ય આશીષભાઇ ગોહિલના માર્ગદર્શન નીચે શિક્ષકો મીતાબેન, જયશ્રીબેન, શીરીનબેન, દમયંતીબેન, સુનીતાબેન, સંગીતાબેન, રતીલાલભાઇ, અલ્‍પેશભાઇએ જહેમત ઉઠાવી હતી.


બાબરાના ચમારડીમાં સરપંચ પદે શ્રી અરવિંદભાઇ મેમકીયા ચુંટાયા

ચમારડી, ચમારડીમાં ગ્રામપંચાયત ચુંટણીમાં આજે મત ગણતરી થતા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઇ ચોવટીયા પ્રેરીત પેનલનો વિજય થયો હતો. સરપંચ પદે અરવિંદભાઇ મેમકીયાએ 1386 મત મેળવી 324 ની લીડથી વિજય થયો છે.જયારે કૈલાસબેનમહેશભાઇ દાફડા 136 મત, હેતલબેન દિનેશભાઇ વાજા 142 મત, રેખાબેન ભાયાભાઇ જાપડા 192 મત, કૈલાસબેન કમલેશભાઇ ડાભી 182 મત, કિશોરભાઇ ગોપાલભાઇ અસલાલીયા 111 મત, ડાયાભાઇ ખોડાભાઇ મગતરપરા 266 મત મળેલ છે. સરપંચ સહિત કુલ છ વોર્ડમાં કોંગ્રેસ પ્રેરીત પેનલનો વિજય થયો છે જયારે ભાજપમા જીવનભાઇ પીઠડીયાની પેનલનો સફાયો થઇ ગયો હતો તેમ જણાવેલ છે.


હનુમાન જયંતી નિમિતે શ્રી દિલીપભાઇ સંઘાણીએ ટવીટ કરી પાકીસ્‍તાનથી કુલભુષણ યાદવને ભારત લાવવા પ્રાર્થના કરી

અમરેલી,
અમરેલીના પુર્વમંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણીએ હનુમાન જયંતી નીમીતે શુભકામનાઓ સાથે ટવીટર ઉપર ટવીટ કરી જણાવ્‍યુ હતુ કે હનુમાન જયંતી નીમીતે જેમ લનકાથી સીતાજીને પરત લાવ્‍યા તેજ રીતે પાકીસ્‍તાનથી કુલભુષણ યાદવને ભારત પરત લાવવા પ્રાર્થના કરી હતી અને ટવીટર ઉપર શ્રી સંઘાણી છવાઇ ગયા હતા.


સાવરકુંડલામાં સીટી સ્‍કેન કેન્‍દ્રનો પ્રારંભ

સાવરકુંડલા,
સાવરકુંડલામાં શ્રીજી સીટી સ્‍કેન કેન્‍દ્રનો પ્રારંભ કરવામા આવ્‍યો. તેથી સાવરકુંડલા અને આજુબાજુના લોકોને બહોળો લાભ મળશે છ માસ પહેલા પ્રારંભ થયેલા સીટી સ્‍કેન કેનદ્રથી ગરીબ દર્દીઓને ફાયદો અને આર્શીવાદરૂપ છે. આ કેન્‍દ્રમાં નજીવી ફીથી સેવા અપાય છે. કુંડલા, ખાંભા, રાજુલા, જાફરાબાદતાલુકાના દર્દીઓએ હવે અમરેલી જવુ નહી પડે મણીભાઇ ચોક, સુર્યનીવાસ કોમ્‍પલેક્ષ ખાતે રાજુભાઇ શીંગાળા ચેમ્‍બર ઓફ કોમર્સના મંત્રી અને વેપારી અગ્રણી દ્વારા આ સેવા 24 કલાક ઉપલમ્‍ધ બનશે. ડીજીટલ એકસરે મશીન અને હાઇટેક સીટી સકેન મશીનથી દર્દીઓને રાહત રશેહે. વધુ વિગત માટે જયદીપ વાઘેલા 70433 06165 નો સંપર્ક કરવા જણાવેલ છે.


મોટી કુંકાવાવથી નાજાપુર રોડ મંજુર થતા ટેન્‍ડર બહાર પડયા

કુંકાવાવ,
મોટી કુકાવાવમાં ધણાં સમયથી ભગવતી નાજાપુર જવાનો રસ્‍તો મંજુર થયેલ હતો પણ ટેન્‍ડર પ્રશ્‍નથી બહાર પાડવામાં આવેલ હતી . શ્રી લાઠી બાબરા ના ધારાસભ્‍ય  શ્રી બાવકુભાઇ ઉંધાડ દ્વરા નિતિનભાઇ પટેલ દારરજુઆત કરવામાં ભગવતી નામદાર રોડની રજુઆત કવરામાં આવી તેના પત્‍થરના રોડની લંબાઇ 6 કીમી અંદાજે રકમ 269 ગામ મંજુર કરવામાં આવી છે.
તેનો જોવતંવર ફાળવવામાં આવેલ છે અને તેની ટેંડર પ્રક્નીયા હાથ ધરવામાં માટે કાર્યપાલક ઇજનેર શ્રીને સુચના આપવામાં આવેલ છે.  અને કુકાવાવમાં નામત રસ્‍તા કામ શરૂકરવામાં આવ્‍યો . લોકોને કાયમી પોતાની મુશ્‍કેલી દુર થતી અને લોકોમાં આનંદથીમુથી જોવા મળશે.