Main Menu

Friday, April 14th, 2017

 

ચિતલમાં સરસ્‍વતી વિદ્યા મંદિરનો વાર્ષિકોત્‍સવ યોજાયો

અમરેલી,

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્‍ન સરસ્‍વતી વિદ્યા મંદિરનો વાર્ષિકોત્‍સવ કલરવ 2017નો ચિતલના પીઢ અગ્રણી મનુભાઇ દેસાઇના અધયક્ષ પદે આયોજન થયું હતુ.જેમાં ઉદ્દઘાટન વિદ્યાભારતીના ઉપાઘ્‍યક્ષ પ્રદયુમનભાઇ શાતાએ કર્યુ હતુ.આ પ્રસંગે વિદ્યા મંદિરના બાળકો દ્વારા દેશભક્‍તિ સાંસ્‍કૃતિક કાર્યક્નમોમાં મુખ્‍ય મહેમાન પદે જીતુભાઇ ડેર, ડો.પી.પી.પંચાલ, ધીરૂભાઇ કરકર, એડવોકેટ આર.સી.દવે, ડો.જી.જે.ગજેરા, આર.સી.દવે, જે.બી.ઠેસીયા, જુગલ કિશોર કુબાવત, ચિતલના સરપંચ નિતાબેન પાથર, જસવંતગઢના સરંપચ અશોકભાઇ માંગરોળીયા, ચિતલ વેપારી મંડળના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા, રઘુભાઇ સરવૈયા, રાજુભાઇ ધાનાણી, સુરેશભાઇ પાથર, મનસુખભાઇ રૈયાણી, દડુભાઇ ખાચર, વિજયભાઇ દેસાઇ, ભરતભાઇ રાદડીયા, રવજીભાઇ વસાણી, મજબુતભાઇ બસીયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રંજનબેન ડાભી, મનસુખભાઇ નાડોદા, જે.બી.દેસાઇ, સુરેશભાઇ તળાવીયા, ભરતભાઇ પાડા, લાભુભાઇ ચિત્રોડા, મયુરભાઇ ત્રિવેદી, રમાબેન ચાવડા ઉપસ્‍થિત રહ્યાહતા.કાર્યક્નમનું આયોજન ચિતલ વ્‍યવસ્‍થા સમિતિના પ્રમુખ ઇતેશભાઇ મહેતા અને સંજયભાઇ લીંબાસીયા, વિપુલભાઇ લીંબાસીયા, બિપીનભાઇ દવે, રમેશભાઇ સોરઠીયા, મનુભાઇ અસલાલીયા, હરેશભાઇ બાબરીયા, રાજુભાઇ કાબરીયા, વજુભાઇ સેજપાલ, આચાર્ય કોમલબેન ગોહિલ, હિરેનભાઇ ડેર, મેહુલભાઇ ડેર, કિરણબેન મહેતા, સુરેશભાઇ રાજયગુરૂ, નેહાબેન પાથર, મહેશભાઇ કારેલીયા, પાયલબેન વાઘેલા, પારૂલબેન મહેતા, શ્રી ભટ્ટીએ જહેમત ઉઠાવી હતી.સંચાલન પ્રકાશ ભટ્ટી અને દિલીપભાઇ આહિરે કર્યુ હતુ.

 


સાવરકુંડલાના મેકડામાં પુલનું લોકાર્પણ કરાયું

સાવરકુંડલા,

સાવરકુંડલા તાલુકાના મેકડાના જોડતા નદી પરના પુલનું નિર્માણ જિલ્લા પંચાયત દ્વારા 80 લાખના ખર્ચે કરાતા હનુમાન જયંતિ નિમિતે લોકાર્પણ થયું હતુ.આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્‍ય ભરતભાઇ ગીડા, ઉપસરપંચ અનિરૂઘ્‍ધભાઇ ધાધલ, ચીમનભાઇ અકબરી, બુધાભાઇ પટગીર, ધોહાભાઇ ધાધલ, કનુભાઇ પટગીરના સહયોગથી લાલજી આશ્રમ મેકડાના મહંત સેવાદાસબાપુના હસ્‍તે લોકાર્પણ થયું છે .

પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્‍ય હાર્દિકભાઇ કાનાણી, લાલભાઇ મોર, યુવક કોંગ્રેસના પ્રતાપભાઇ દુધાત, તાલુકા કોંગ્રેસના પ્રમુખ દિપકભાઇ માલાણી, શહેર કોંગ્રેસના પ્રમુખ હસુભાઇ સુચક, ચંદ્રેશભાઇ રવાણી, રાઘવભાઇ સાવલીયા, દુલાભાઇ ઉકાણી, બાબુભાઇ પાટીદાર, ધર્મેન્‍દ્રભાઇ મોટા ભમોદ્રા અને ફીફાદના જયંતિભાઇ, દાનુભાઇ ખુમાણ, દાદાજાનભાઇ, ગીરીશભાઇ રાજયગુરૂ, સશીભાઇ અઢીયા, નરેશભાઇ ખુમાણ, પરેશભાઇ ભમોદ્રા,વિપુલભાઇ જયાણી, બેચરભાઇ રામાણી, કાળુભાઇ ભરવાડ તથા વંડા, પીયાવાના યુવાન કાર્યકરો, આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

પુલનું લોકાર્પણ થતા ગ્રામજનોમાં ખુશી વ્‍યાપી ગઇ છે.

 

 


અમરેલીમાં ઇન્‍કમ ટેક્ષ ઓફિસરની ઓળખ આપી 35 હજારની ઠગાઇ કરવાની કોશિશ

અમરેલી,

અમરેલીમાં ઇન્‍કમ ટેક્ષ ઓફિસરની ઓળખાણ આપી દિકરાની સારવારના નામ ઇમોશનલ કરીને રૂ.35 હજારની ઠગાઇ કરવા પ્રયાસ કર્યાની ફરિયાદ થઇ છે.આ બનાવની પ્રાપ્‍ત વિગત અનુસાર અમરેલીના મો.નં.7043158536ના કાર્ડ ધારકે પોતાનું નામ દિલીપ મહેતા બતાવેલ છે તેણે સરકારી અધિકારી નહિ હોવા છતા પોતેઇન્‍કમ ટેક્ષ ઓફિસર છે તેથી ખોટી ઓળખ આપી પોતાના દિકરાની સારવારના નામે ઇમોશનલ કરી અમરેલીના ચક્‍કરગઢ રોડ પર રહેતા ભાર્ગવ લાભશંકરભાઇ મહેતા પાસેથી રૂ.35 હજારની ઠગાઇ કરવાની કોશિશ કરતા ભાર્ગભભાઇએ પોલિસમાં ફરિયાદ નોંધાવતા પોલિસે ધોરણસરની કાર્યવાહિ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

 


બોટાદમાં સોમવારે વડાપ્રધાન શ્રી મોદીનું આગમન

અમરેલી,વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી બોટાદ ખાતે તા.17 બપોરના 4 કલાકે ત્રિકોણી ખોડીયાર બોટાદ ખાતે સૌની યોજનાનું લોકાર્પણ કરનાર છે.લીંક-2ના લોકાર્પણથી ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહેશે અને આ લીંક દ્વારા 115 જેટલા ડેમોમાં જોડાતા ખારા પાટ, સુકા વિસ્‍તારો હરીયાળા બનશે. અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ હિરેનભાઇ હિરપરા અને જિલ્લા સહકારી ખ.વે.સંઘના શરદભાઇ લાખાણી તરફથી સહકારી આગેવાનો, પદાધિકારીઓને સમારોહમાં જોડાઇ સહભાગી બનવા શરદભાઇ લાખાણીએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

 

 


ખેડૂતો પાસે 12 ટકા ફીક્‍સ ડીપોઝીટ ફરજીયાત કરાતા રજુઆત

અમરેલી,ચાલુ સાલ 2017ના પાક ધિરાણ મેળવતા ખેડૂતોએ ફરજીયાત પણે મળેલ ધિરાણની રકમમાંથી 12 ટકા ફીક્‍સ ડીપોઝીટ 2 વર્ષ માટે કરવાનો નિર્ણયે ખેડૂતોને પડયા પર પાટા મારવા સમાન છે.60 ટકા કરતા વધારે ખેડૂતો ઉછી ઉધારણા કરી 2016નું પાક ધિરાણ ભરેલ છે.તેવા સંજોગોમાં નવા ધિરાણ મેળવતા ખેડૂતો પાસે 12 ટકા ફીક્‍સ ડિપોઝીટ કરાવવામાં આવતી હોવાથી ધરતી પુત્રોનો વ્‍યવહાર ખોરવાઇ જાય તેવી સ્‍થિતિનું નિર્માણ બેન્‍ક દ્વારા ઉભું થયું છે.તાત્‍કાલીક ફિક્‍સ ડિપોઝીટ લેવાનું બંધ કરવા અને થયેલ ડિપોઝીટ ખેડૂતોને પરત આપવાઅમરેલી જિલ્લા ખેડૂત હિતરક્ષક સમિતિના શ્રી નંદલાલભાઇ ભડકણે અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍કના ચેરમેન દિલીપભાઇ સંઘાણીને પત્ર પાઠવી રજુઆત કર્યાનું અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

 


બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે સરકારી જમીનો ઉપર થતા બેફામ દબાણો

બગસરા,

બાગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે ગ્રામ પંચાયતની ઢીલી અને શ્‍ંકાસ્‍પદ નિતિના કારણે લાખો રૂપિયાની કિંમતી સરકારી જમીન ઉપર બેફામ બે રોક-ટોક દબાણો થયા છે અને થાય છે જેને દુર કરવાની તો દુરની વાત રહી, સર્વે કરવાની પણ તસ્‍દી લેવામા આવતી નથી.તલાટી મંત્રી-સર્કલ ઓફીસર મામલતદાર તંત્રની ઘોર લાપરવાહી છતા ડે.કલેકટર કક્ષાએથી કોઇ પગલા લેવામા આવતા નથી.દબાણો દુર કરવાની જેમની જવાબદારી છે એ તંત્રની જ શીથીલ કામગીરીથી દબાણકારોને ઉતેજન મળી રહ્યુ છે.સર્વે નં.356/1 પૈકી ની એક એકર જમીન મફત પ્‍લોટ માટે મે.કલેક્‍ટર સાહેબ તરફથી 2006 માં ફાળવવામાં આવેલ હતી.જેનો હુકમ ગ્રા.પં માં છે.જેના નકશા પણ બનાવેલ પ્રીન્‍ટ હોવા છતા ગ્રામ પંચાયતની બેધારી નીતીના કારણે દબાણકારોએ પેશકદમી કરી કાટા ની વાડ તેમજ પાકા બાંધકામ ચાલુ જ છે.જે દુર કરવાની કે બાંધકામ અટકાવવાની જવાબદારી કોની? ગરીબ પરીવારોને મફત પ્‍લોટમાં ઘર નુ ઘર મળશેતેવી આશા ઉપર હાલ પુર્ણ વિરામ મુકાય ગયુ છે.સરકારી જમીનોૈ ઉપર દબાણો થયા હોય જેનો રિપોર્ટ કરવાની જવાબદારી જેની હોય તે પણ આ લેવલે બાદરકારી દખવવામાં આવતા હોય મામલતદાર કે તાલુકા પંચાયત દ્વારા પણ કોઇ કાર્યવાહી થતી ન હોય સરકારી જમીનો ઉપર બેફામ દબાણો વધતા જાય છે.

સામાન્‍ય નાગરીકનો વેરો બાકી હોય ત્‍યારે વસુલાત માટે કડકાઇ દાખવતુ તંત્ર દબાણ હટાવવા માં દબાણકારો ની શરમ ભરી રહ્યુ છે.લાખો રૂપીયાની કીંમતી જમીન ઉપર થયેલ દબાણો ન હટાવાતા લોકોમાં સ્‍થાનીક તંત્ર સામે અનેક સવાલો ઉઠયા છે.

 


ખાંભાના નાનુડી ગામે શંકાસ્‍પદ મોતની ફેર તપાસ ન થતા આત્‍મવિલોપનની ચીમકી આપી

અમરેલી,

ખાંભાના નાનુડી ગામે સુરેશ પ્રેમજીભાઇ કટારીયાનું શંકાસ્‍પદ મોત થતા આ અંગે એસડીએમ ધારીએ કેસની ફેરપત્રક કરવા હુકમ કરેલ છે.

છતાં કોઇ કામગીરી ન થતા છનાભાઇ પ્રેમજીભાઇએ આજે આત્‍મવિમોલન કરવા ચીમકી કરી છે.

અને જણાવ્‍યું છે કે સામે વાળા પૈસાદાર લોકો હોય યેનકેન પ્રકારે તપાસ થવા દેતા નથી.કેસને એક વર્ષ વિત્‍યો છતા કોઇ કામગીરી ન થતાપોલિસ ઉપરથી વિશ્‍વાસ ઉઠી ગયો છે.

સામે વાળા સામે 302 નોંધી કાયદેસરના પગલા લેવા છનાભાઇ પ્રેમજીભાઇ કંટારીયાએ માંગ કર્યાનું જણાવી ચીમકી આપેલ છે.

 


ધારી-ચલાલા-અમરેલી સ્‍ટેટ હાઇવે ન બનાવાય તો આંદોલન

ચલાલા,

છેલ્‍લા ધણા સમયથી ધારી-ચલાલા-અમરેલીનો સ્‍ટેટ હાઇવે રોડ ખુબજ ખરાબ પરિસ્‍થિતી માં છે. તેમજ અડધા ફુટથી એક ફુટના ખાડા પડી ગયેલ છે.તેમજ અવાર નવાર રૂબરૂ તેમજ લેખિત રજુઆત કરવા છતા આજ દિન સુધી આ રોડ ટુંક સમયમાં બનાવવામાં નહી આવે તો ચલાલા નગરપાલીકા દ્રારા આ રોડ બનાવવા બાબતે ચલાલા બંધ તેમજ આંદોલન કરવામાં આવશે. જેની ગંભીર પણે નોંધ લઇ વહેલી તકે આ રોડ બનાવવા ચલાલા શહેરની જનતાની માંગણી છે. જે સ×વરે બનાવવા યોગ્‍ય કાર્યેવાહી હાથ ધરવી . અન્‍યથા ના છુટકે તમામ પ્રકાર ના આંદોલનો કરવામાં આવશે.તેમ નગર પાલીકાના ઉપ પ્રમુખશ્રી મનુભાઇ ધાધલની યાદી માં જણાવેલ છે.