Main Menu

Friday, April 21st, 2017

 

ધારી ડેમથી પાઇપ લાઇનની મંજુરી ન આપે તો આંદોલન : શ્રી ધાનાણી

ધારી ખોડીયાર ડેમમાંથી પાઈપલાઈન બિછાવવા માટે કરોડોના ખર્ચ કામગીરી પુર્ણ થઈ છે, માત્ર 4 કી.મી.ની કામગીરી વર્ષોથી વન વિભાગ ની મંજુરીના વાંકે અટકી છે, જો 1પ દિવસમાં વન વિભાગ મંજુરી નહીં આપે તો ધારાસભ્‍યશ્રી પરેશ ધાનાણી દ્રારા રાજકમલ ચોકમાં છાવણી નાંખીને ઉપવાસ આંદોલન છેડાશે.

આ અંગે અમરેલી,વડીયા, કુંકાવાવ વિસ્‍તાર માટે હર હમેંશ લોક જાગૃત એવા લોક લાડીલા ધારાસભ્‍યશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું કે અમરેલી શહેરમાં પીવાના પાણીની સમસ્‍યા અંતિ ગંભીર છે, ધારીના ખોડીયાર ડેમમાંથી શહેરને પીવાનું પાણી આપવા થોડા વર્ષો પુર્વ કરોડોના ખર્ચ મહત્‍વ કાંક્ષી પ્રોજેકટ હાથ ધરીને પાઈપલાઈન બિછાવવામાં આવી છે, જે કામગીરી પુર્ણ થઈ ગઈ છે, અને ગયા વર્ષથી જ અમરેલીને પીવા માટે ખોડીયાર ડેમનું પાણી મળી જાય તેમ હતું, પરંતુ વચ્‍ચે આવતા 4. કી.મી. આરંક્ષિત જંગલ વિસ્‍તારમાં પાઈપલાઈન બિછાવવા માટે વર્ષોથી કાગળપટૃી પછી પણ હજુ સુધી વન વિભાગની મંજુરી ધરાર મળી નથી, આ મુદે અગાઉ અમરેલીના પાલિકા પ્રમુખ દ્રારા રાજકમલ ચોકમાં ધરણાની ચીમકી અપાતા મંજુરી આપવાની ખાતરી અપાઈ હતી, તે હવામાં ઓગળી ગઈ છે હજુ સુધી વન વિભાગની મંજુરી મળી જ નથી, હવે 1પ દિવસમાં મંજુરી નહી મળે તો અને જયાં સુધીમંજુરી નહી આપે ત્‍યાં સુધી ધારાસભ્‍યશ્રી પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ દ્રારા રાજકમલ ચોકમાં છાવણી નાંખીને અચોકકસ મુદત માટે ઉપવાસ આંદોલન કરવામાં આવશે. આ અંગે, કલેકટરશ્રી,મુખ્‍યમંત્રીશ્રી, પાણી પુરવઠા વિભાગ, અને વન વિભાગને પત્ર પાઠવી રજુઆત કરી હોવાનું અંતમાં જણાવ્‍યું છે

 


જીલ્‍લા એનએસયુઆઇ એ બેંક ખાતા પ્રશ્‍ને કરેલી રજુઆત

અમરેલી, એન.એસ.યુ.આઇ. મહામંત્રી દેવરાજ બાબરીયા આજરોજ એન.એસ. યુ.આઇ.મહામંત્રી દેવરાજ બાબરીયા એક લેખીત રજુઅત કરતા જણાવ્‍યુ છે કે પ્રાથમીક શાળાઓમાં હાલ વિદ્યાર્થીઓને બેન્‍કમાં એકાઉન્‍ટ ખોલી આધારકાર્ડ સાથે સીડીંગ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે ત્‍યારે શાળા પ્રસાસન સાથે વાત કરતા જાણવા મળી રહયુ છે કે, શિક્ષણ ઓફીસો માથી આવી માહીતી મંગાવવામાં આવતી હોવાથી શાળાઓ માથી કહેવામાં આવી રહયુ છે ત્‍યારે આજે અમરેલી જીલ્‍લા એન.એસ.યુ આઇ દ્વારા વિરોધ દર્શાવી જણાવ્‍યુ કે વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની શીશ્‍યવૃતી કે સહાય મળતી નથી એવા વિદ્યાર્થીઓને સરકારે બેંક ખાતા ખોલવા ફવિદ્યાર્થીઓવિદ્યાર્થીઓજ પાડે છે બેંકમાં ખાતવિદ્યાર્થીઓ ખોલાવવા જુદા જુદા ચાર્જ વસુલવામાં આવે છે વિદ્યાર્થીઓને ડોકયુમેન્‍ટ અભાવે ધકા પણ ખાવા પડે છે જે વિદ્યાર્થીઓ પ્રા.શાળામાં હોય તેને બેંક ખાતાની જરૂર નથી તો શા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને હેરાન કરવામાં આવે છે શાળાઓને પણ સરકાર જુદી જુદી માહીતીઓના નામે કનડગટ કરી રહી છે.આ પ્રશ્‍નનુ તાકીદે નિવારણ કરવામાં આવે તેમ અમરેલી જીલ્‍લા એન.એસ.યુ આઇ ના મહામંત્રી દેવરાજ બાબરીયાએ રજુઆત કર્યાનુ જણાવયુ છે.

 


દામનગરમાં વિજપોલ ધરાશાયી થતા અકસ્‍માતોનો ભય

દામનગર,દામનગર ગોૈરવ પથમાં વચ્‍ચે મુકેલ પોલ છાશવારે ધરાશાથી થતા અકસ્‍માતોનો ભય સર્જાય છે. તેમજ ઠેર ઠેર ખોદકામ કરાતા રેતીના રણ જેવા માહોલ સર્જાય છે. અને સાંજના સમયે ધુળ-રેતી ઉડે છે. તેથી સાંજના 5 થી 8 સુધી ડમરીઓ ઉડે છે. લોકોને પારાવાર હાડમારી સહન કરવી પડે છે. સ્‍ટ્રીટ લાઇટના પોલ સવાર નપાર પડી જતા તેની રજુઆત જી.પંચાયત સભ્‍ય મયુરભાઇ સાંસોદરીયા એ વારંવાર કરેલ છે.દામનગર નગરપાલીકા દ્રારા ગટરનું કામ છે. માસ અગાઉ પુર્ણ થયેલ છે. તે અંગે જી.પં.સદસ્‍ય મયુરભાઇ આસોદરીયા એ ગટર પાણી પુરવઠા વિભાગ અને કલેકટરને લેખીત પત્ર દ્રારા તેમજ સંકલન સમિતિમાં પણ પ્રશ્‍ન મુકેલ તો પણ આજ સુધી રોડનું ટેન્‍ડરીંગ થયેલ છે કે નહી તે પણ જાણવા મળેલ નથી તો જેમ બને તેમ વહેલી તકે દામનગર શહેર ના રોડ રસ્‍તાનું કામ પુર્ણ કરવામાં નહી આવે તો ગાંધી ચીંઘ્‍યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ જી.પં.સદસ્‍ય મયુરભાઇ આસોદરીયાએ જણાવેલ છે.

 


વિયેટનામના વડાપ્રધાન ગુયેન ઝુઆન ફુક સાથે પી.એમ.હાઉસમા મીટીંગ યોજાઈ

અમરેલી, વિયેતનામ ખાતે યોજાયેલ સહકારી સેમીનારમા ઉપસ્‍થિત દેશ-વિદેશના સહકારી આગેવાનોએ આજ રોજ નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સાથે વિયેટનામના વડાપ્રધાન ગુયેન ઝુઆન ફુકના સતાવાર નિવાસ્‍થાન પી.એમ.હાઉસ ખાતે મીટીંગ યોજાયેલ જેમા સહકારી પ્રવૃતિની વિસ્‍તૃત ચર્ચા કરવામા આવેલ.
વડાપ્રધાનના નિવાસ્‍થાને યોજાયેલ મીટીંગમા ફુકે સૌને આવકારી વિશ્‍વની સહકારી પ્રવૃતિની કાર્યશૈલી અને ભાવિ આયોજન અંગેની વિગતો જાણીને પ્રભાવિત થયા હતા ખા તકે દિલીપભાઈ સંધાણી, એન.સી.યુ.આઈ.ના પ્રેસીડેન્‍ટ ડો. ચંદ્રપાલસિંહ યાદવ સહિત ગણમાન્‍ય સહકારી હસ્‍તીઓ ઉણસ્‍થિત રહેલ તેમ એક પ્રેસ યાદીમા જણાવાયેલ છે.


અમરેલીમાં પુજય હરીરામબાપાના અસ્‍થીકુંભનું ભવ્‍ય સામૈયું

અમરેલી,
અમરેલીમાં આજે પ્રાતઃ સ્‍મરણીય સંત પૂ. હરીરામબાપાના અસ્‍થિકુંભનું ભવ્‍ય સામૈયુ કરવામાં આવ્‍યું હતુ. અમરેલીમાં બનનારા પૂ. બાપાના સમાધીમંદિરમાં પૂ. બાપાના અસ્‍થિફુલ અને ચરણ પાદુકા અમરેલી ખાતે અમરેલી રઘુવંશી સમાજના આગેવાનો નાગપુર લેવા ગયા ગયા હતા માર્ગમાં આવતા તમામ સ્‍ટેશનો ઉપર ભવ્‍ય સામૈયા કરાયા બાદ આજે અમરેલીમાં પૂ. બાપાના અસ્‍થિકુંભનું ભવ્‍ય સામૈયું કરી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી.શ્રી જીતુભાઇ ગોળવાળા, શ્રી રમણીકભાઇ ગઢીયા, શ્રી જીતુભાઇ ફ્રુટવાળા, શ્રી અંતુભાઇ સોઢા, શ્રી એડી રૂપારેલ, શ્રી સતીષભાઇ આડતીયા, શ્રી જગદીશભાઇ સેલાણી, શ્રી પી.પી.સોજીત્રા, શ્રીમતી અલ્‍કાબમહેન ગોંડલીયા, શ્રી શરદભાઇ ધાનાણી, શ્રી જયશ્રીબેન ડાબસરા, શ્રી હંસાબેન જોષી, શ્રી જીતુભાઇ ડેર, શ્રી કાળુભાઇ પાનસુરીયા, શ્રી મહેન્‍દ્રભાઇ સાદરાણી, શ્રી નિત્‍યસુઘ્‍ધાનંદજી, શ્રી જવાહરભાઇ, શ્રી નરેશ અઘ્‍યારુ, અગ્રણી સેવાભાવી શ્રી દિલીપભાઇ પરીખ, અવધ ટાઇમ્‍સના શ્રી રોમીલ ચૌહાણ, શ્રી રાજુભાઇ વસાણી, શ્રી કેતન સુચક, શ્રી શૈલેશ સુચક, શ્રી વિમલ સુચક,શ્રી મનીષ હસુભાઇ વસાણી, શ્રી રોમીલ ગઢીયા, શ્રી રમેશભાઇ મજીઠીયા, શ્રી મહેશ સોમૈયા (કાનો) તથા ઠકકર યુવા સંગઠન અને શ્રી જલારામ ધુન મંડળ તથા અમરેલી લોહાણા મહાજન સમાજ જોડાયો હતો.


અમરેલી જિલ્લાના પ્રવાસે આવેલા કેન્‍દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ લાલ લાઇટ ઉતારી

અમરેલી,
અમરેલી જિલ્લાના પ્રવાસે આવેલા કેન્‍દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલાએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીના નિર્ણય બાદ પોતાની ગાડી ઉપરથી લાલ લાઇટ ઉતારી  હતી. શ્રી રૂપાલાએ ધારી તાલુકાના બોરડી ગામે ભાજપના કાર્યકર્તાને ત્‍યા ભોજન લીધું હતુ શ્રી રૂપાલાની સાથે શ્રી શરદભાઇ લાખાણી, શ્રી અશ્‍વીનભાઇ સાવલીયા, કૌશીક વેકરીયા, શ્રી અતુલભાઇ કાનાણી, શ્રી મનસુખ ભુવા, શ્રી નરેશ ભુવા, શ્રી જીતુભાઇ જોષી, શ્રી અશ્‍વીનભાઇ કુંજડીયા, શ્રી ભુપતભાઇ વાળા, શ્રી રામભાઇ સાનેપરા, અમરેલી તથા ધારી તાલુકાના ભાજપના આગેવાનો શ્રી રૂપાલાની સાથે જોડાયા હતા.


ડેડાણમાં પીર જન્‍નુનશા બાપુનો ઉર્ષ યોજાયો

અમરેલી, તા.17 અમરેલી જીલ્‍લાના ખાંભા તાલુકાના ડેડાણ મુકામે બસ સ્‍ટેન્‍ડ ઉપર આવેલ પીર જન્‍નુન શાહ બાપુનો ઉર્ષ શરીફ હર સાલ પ્રમાણે આ વખતે પણ શાનદાર રીતે હિન્‍દુ-મુસ્‍લિમ એક્‍તા સ્‍વરૂપે મનાવતા.સંદલ શરીફ જનાબ હીંમતખા જમાલખાભાઇના ઘરેથી નીકળેલ જે બાપુના મઝારે પહોંચેલ ત્‍થા જન્‍નુનશા બાપુના મઝાર શરીફે ચાદર ચડાવેલ ત્‍થા ફાનીહા ખ્‍વાની બાદ સમસ્‍ત ગ્રામજનોનેખીર પીરસવામા આવેલ આ પ્રસંગને સફળ બનાવવામા પ્રમુખ ગુલાબભાઇ ખોખર ઘાંચી જમાત પ્રમુખ,આદમભાઇ ટાંક ઉર્ષ કમિટી પ્રમુખ,ચંગીજખાન ત્‍થા સલીમભાઇ શેખ ત્‍થા ઇન્‍તેઝખાન પઠાણ ત્‍થા પત્રકાર ત્‍થા ટી.વી.રીપોર્ટર મોહસીન ખાન પઠાણે ઉર્ષ શરીફના પ્રસંગે સફળ બનાવવા સારી જહેમત ઉઠાવેલ.


બાબરા અવધ ટાઇમ્‍સ મ્‍યુરો કાર્યાલયની મુલાકાત લેતા ભાવનગર જીલ્‍લા માંધાતા ગૃપના અઘ્‍યક્ષ શ્રી સોલંકી

બાબરા, બાબરામાં  અવધ ટાઇમ્‍સ મ્‍યુરો કાર્યાલયની મુલાકાતે ભાવનગર જીલ્‍લા માંધાતા ગૃપના અઘ્‍યક્ષ અને કોળી સમાજના આગેવાન અને વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ એવા રાજુભાઇ સોલંકી એ શુભેચ્‍છ મુલાકાત લીધી હતી તેમની સાથે જગદીશભાઇ બારૈયા , મંગળાભાઇ કણોત્રા , હીરાભાઇ રાઠોડ , મેહુલભાઇ ગોહીલ , અશાોભાઇ, રમશભાઇ રાઠોડ , વીનુભાઇ રાઠોડ , ગોરધનભાઇ ધોડકીયા જોડાયા હતા તેમ પ્રતાપભાઇ ખાચરે જણાવેલ છે.


બાબરા જામબરવાળા દરેડ નાનીકુંડળ રોડનું કામ શરુ કરો

રજુઆત કરી રોડ બનાવવા માંગણી કરી છે.બાબરા થી નાનીકુંડળ વાયા દરેડ જામબરવાળાનો માર્ગ સાવ બિસ્‍માર છે. તેથી લોકો ત્રાહીમામ પોકારી ગયેલા.લોકો ની મુશ્‍કેલીનો અંત લાવવા જિલ્‍લા યુવા ભાજપ ના જગદીશ નાકરાણી એ જિલ્‍લા પંચાયતબાંધકામ ના નાયબ કાર્યપાલક ના ઇજનેરને પત્ર પાઠવી તાત્‍કાલીક મંજુર કરી ટેન્‍ડર પ્રકિયા કરાવી રોડનું કામ ઝડપથી ચાલુ થાઇ તેવી માંગણી.જગદીશભાઇ નાકરાણીએ કરી છે. અને મુખ્‍યમંત્રી તથા નાયબ મુખ્‍યમંત્રી ને પણ રજુઆતની નકલ પાઠવી છે.તેમ જણાવયું છે.


ખાનગી બસોના ભાડા સામે લોકોમાં સસ્‍તી યાત્રા કરવાની જાગૃતિ

અમરેલી,
ગત તા. 3 એપ્રિલના રોજ અમરેલી જિલ્‍લાને મુંબઈ સાથે જોડતી શરૂ થયેલ પ્રથમ મહુવાલ્‍બાંૃા ટ્રેનને શરૂઆત થી જ આ વિસ્‍તારના લોકો ૃારા જબરજસ્‍ત સમર્થન મળેલ છે. અમરેલી સંસદીય વિસ્‍તારના લોકોને મુંબઈના પ્રવાસ માટે ખાનગી બસો એકમાત્ર વિકલ્‍પ હતો ત્‍યારે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના અવિરત પ્રયત્‍નોથી શરૂ થયેલ મહુવાલ્‍બાંૃા ટ્રેનનો યોગાનુંયોગ વેકેશનનો સમયશરૂ થતો હોઈ, બંને તરફ થી આવન જાવનમાં પ્રવાસીઓ આ ટ્રેનનો મહતમ લાભ ઉઠાવી રહયા છે.
રેલ્‍વેના સતાવાર સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ આ ટ્રેન શરૂ થઈ ત્‍યારથી જ ક્રમશઃ ફુલ ટ્રાફિક મળી રહયો છે. ખાનગી બસ સંચાલકો ૃારા ભાડામાં થતી લુટ ઉપર પણ અંકુશ આવેલ છે. મહુવા, રાજુલા, સાવરકુંડલા થી સુરત અને મુંબઈ સુધીના પ્રવાસનું મનફાવે તેવું રૂા. 699 થી 1પ99 સુધીનું ભાડુ બસ સંચાલકો ૃારા વસુલ કરવામાં આવતુ હતુ. તેની સામે નવી પ્રાપ્‍ત થયેલ રેલ્‍વેની સુવિધાના કારણે પ્રવાસીઓ ફકત મહુવા થી મુંબઈ સુધીની મુસાફરી માત્ર રૂા. ર3પના અતિ સામાન્‍ય ભાડાથી કરી રહયા છે. સ્‍લીપર કોચમાં ખાનગી બસનું ભાડુ રૂા. 1ર99 થી 1પ99 ચાલે છે તેની સામે રેલ્‍વે ફકત રૂા. 439માં જ સ્‍લીપર કોચની સુવિધા ઉપલબ્‍ધ કરાવે છે.
ખાનગી બસ સંચાલકો ૃારા લેવામાં આવતા ભાડા સામે રેલ્‍વેની ટીકીટના દર ખૂબ જ ઓછા હોઈ, વેકેશનના સમયમાં રેલ્‍વેનો પ્રવાસ કરનાર મુસાફરોને મોટા પ્રમાણમાં આર્થિક ફાયદો થશે. જેનો શ્રેય સાંસદ શ્રી કાછડીયાને ફાળે જાય છે.
અમરેલી જિલ્‍લાને આઝાદી પછી પ્રથમવાર પ્રાપ્‍ત થયેલ મુંબઈ સાથેના રેલ્‍વેના જોડાણની સુવિધા વધુમાં વધુ યાત્રીઓ મેળવે અને તેના કારણે દર સપ્‍તાહે બે દિવસ માટે શરૂ થયેલ રેલ્‍વેની સુવિધા દૈનિકબને તે માટે સાંસદશ્રીએ અનુરોધ કરેલ છે.