Main Menu

May, 2017

 

1-6-17

  • thumbnail of 1-6-17

31-5-2017

thumbnail of 31-5-17


સાવરકુંડલા શહેરમાં એલ.ઇ.ડી. લાઇટનો ઝગમગાટ શરૂ

સાવરકુંડલા,

સાવરકુંડલા ના મહુવા રોડ પર 1 કી.મી. માં રૂપીયા 14 લાખના ખર્ચ 100 એલ.ઇ.ડી. લાઇટ ના પટેલ હોમગાર્ડ ઓફીસથી સ્‍વોનારાયણ મંદિર સુધી શહેરને મઘ્‍યમાંથી પ્રસાર થતો સાવરકુંડલા મહુવા રોડ પર આધુનિક એલ.ઇ.ડી. લાઇટ થી રોશની થી શણગારવામાં આવ્‍યુ છે. અને રસ્‍તાઓ પર પ્રકાશ ઝળહળી ઉઠયો છે. તથા સાવરકુંડલાના જેસર રોડ, અમરેલી રોડ, પર આધુનિક ગેઇટ સાથે એલ.ઇ.ડી. લાઇટ થી સજજ કરવામાં આવેલ છે. આમ સાવરકુંડલામાં સતત વિકાસ ના કાર્યો માટે નગરપાલીકાના નવનિયુક્‍ત કારોબારી ચેરમેન શ્રીકીરીટભાઇ એમ દવે તથા પ્રમુખ ઉપપ્રમુખ સાથે સાવરકુંડલા નગરપાલીકાના અને વિકાસ કાર્યોના માર્ગ દર્શક ચંદ્રેશભાઇ રવાણી દ્વારા શહેરમાં વીકાસ તરફ આગળ વધી રહ્યા છે.

 


શ્રી મોદીના શાસનને ત્રણ વર્ષ પુરા થતા ચાય પે ચર્ચા

વડાપ્રધાન શ્રી મોદીના શાસનના ત્રણ વર્ષ પુરા થતા નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઇ સંઘણીએ વાલ્‍મીકી વાસમાં જઇને ચાય પે ચર્ચા કરી હતી તે વેળાએ શ્રી સંઘાણી સહિત પપુભાઇ વાઘેલા, શૈલેષ પરમાર તસ્‍વીરમાં નજરે પડે છે.

 


બોર્ડમાં પ્રથમ કુ.કેયુરી બસિયાને અભિનંદન પાઠવતા કેન્‍દ્રીય મંત્રીશ્રી રૂપાલા

અમરેલી, અમરેલીમાં અભ્‍યાસ કરતી તબીબની પુત્રી કાવ્‍યાએ સમગ્ર ગુજરાત માઘ્‍યમિક શિક્ષણ બૉર્ડમાં બીજો ઠ્ઠમ પ્રાપ્ત કર્યો છે. કાવ્‍યાને ભણીને ડોક્‍ટર બનવાની ઇચ્‍છા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમરેલીની પાઠક સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીની કાવ્‍યા રસપુત્રાએ 99.88% પર્સેંટાઇલ સાથે સમક્ષ શિક્ષણ બોર્ડમાં બીજો ઠ્ઠમ પ્રાપ્ત કર્યો છે. કાવ્‍યા અમરેલીના જાણીતા તબીબ ડૉ.રસપુત્રાની પુત્રી છે. કાવ્‍યાને પણ અભ્‍યાસ કરીને પોતાના પિતાની જેમ ડોક્‍ટર બનવાની ઇચ્‍છા છે. પરીણામની જાણ થતા શાળાના સંચાલકો અને પરિવારજનો દ્વારા કાવ્‍યાનું હાર પહેરાવીને સન્‍માન કરાયું હતું અને મીઠાઇ વહેચીને મોં મીઠુ કરાવવામાં આવ્‍યું હતું.

 


30-05-2017

thumbnail of 30-5-17


અમરેલીના ગાવડકા પાસે બોલેરો જીપ ઊંધી વળતા 14ને ઇજા,4 ગંભીર

અમરેલી,

ધારી ખોડિયાર માતાના મંદિરે માનતા પૂરી કરીને પરત ફરી રહેલા નડીયાદના પરિવારની બોલેરો જીપને અમરેલીના ગાવડકા નજીક અકસ્‍માત નડતા 14 વ્‍યક્‍તિઓને ઇજાઓ પહોચી હતી જે પૈકી 4ની હાલત ગંભીર છે. તમામ ઇજાગ્રસ્‍તોને 108ની મદદથી સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્‍યા હતા.

આ અંગે મળતી વિગતો મુજબ નડિયાદના તળપદા પરિવારના લોકો તા.ર8/પના રોજ ધારીના ખોડીયાર મંદિરે માનતા પૂરી કરવા માટે આવ્‍યા હતા અને પરત ફરી રભ હતા ત્‍યારે બપોરે 3:4પ વાગ્‍યાના અરસામાં અમરેલી નજીકગાવડકાના પુલ પાસે તેમની બોલેરો જીપ નં. જીજે 07 વાયઝેડ 31ર9 વાળીમાં એક્‍સેલ તૂટી જવાના કારણે ચાલકે સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બોલેરો પલટી ખાઇ ગઇ હતી. રસ્‍તા પરથી પસાર થતા વાહન ચાલકોએ 108ને જાણ કરતા 108ની ટીંમ ઘટના સ્‍થળે દોડી ગઈ હતી અને જુદી-જુદી બે વાનમાં તમામ ઘવાયેલાપોને સારરવાર માટે અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

ઘવાયેલાઓમાં રાહુલ જનકભાઇ તળપદા (ઉ.વ.1ર), કનુભાઇ તળપદા (4પ), ખોડાભાઇ દેવીપૂજક (પ8), નંદુભાઇ દેવીપૂજક (38)ની હાલત ગંભીર છે. આ ઉપરાંત અન્‍ય ઇજાપામનારાઓ અંજલી તળપદા (1ર), અજય તળપદા (9), કૌશલ તળપદા (17), અનિતા તળપદા (8), ભૂમિ તળપદા (9), મનિષા તળપદા (13), જનકભાઇ તળપદા (3પ), કપીલાબેન તળપદા (30), શિલ્‍પાબેન દેવીપૂજક વગેરેનો સમાવેશ થાય છે. ઇજા પામેલાઓ તમામ નડીયાદના રહેવાસી છે. આ ઘટના અંગે જીપના ચાલકનરેશભાઇ તળપદાની ફરીયાદ પરથી તેમની જ સામે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં અમરેલી 108ના ભરતભાઇ ત્રિવેદી, સાગરભાઇ મકવાણા, દિનેશભાઇ ચૌહાણ, યોગેશભાઇ વૈઠ વગેરે જોડાયા હતા.

 


બાબરામાં માંડવી હત્‍યાકાંડના વિરોધમાં આવેદનપત્રઅપાયું

બાબરા, ગારિયાધારના માંડવીમાં હત્‍યાકાંડના પગલે રોષીત બનેલા બાબરા પંથકના આહિર સમાજે રોષભેર આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.અને તટસ્‍થ તપાસ કરી કડક પગલા ભરવા માંગ કરી હતી.

 


વજપડી ગામે વિકાસની રાહ જોતી જનતા

વિજપડી, વિજપડીમાં પાણી ગરબીચોક તેમજ રોડ પર ખુલ્‍લું જતું હોય છે તો બાજુમાં શાળાઓ આવેલી છે .નાના વિદ્યાર્થી તેમજ રહેવાસી તેમજ રાજુલા સીટીનો મુખ્‍ય રોડ હોય વાહન અકસ્‍માત તેમજ રોગચાળોનો પણ ખતરો હોય આ બાબતે ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં ચોમાસું આવતું હોય માટે ગટર તેમજ લાઇટના પ્રશ્‍નોનું વહેલાસર યોગ્‍ય કામ થાય.વિજપડી ગ્રામપંચાયતના સરપંચ તેમજ સદસ્‍યોને અનેકવાર રજૂઆત કરેલ છે તેમજ ફટાફટ નિર્ણય અને વિકાસ તેવા બણગા ફુંકનાર વિજપડીનો વિકાસ નહિ પણ વિનાસસમિતી ચલાવનાર છે બે વચેટીયાઓને પ્રશ્‍નોનું નિરાકરણ થાય તેવી રજૂઆત કરતા જવાબ આપે છે કે પંચાયત પાસે ગ્રાન્‍ટ નથી તો 11-11 હજાર રૂપિયાની પોતાની પ્રર્સનાલિટી અને વાહવાહ મેળવા પંચાયતના ગરીબ તેમજ પરસેવાની કમાણી કરી વેરા ભરતા વિજપડીની જનતા પૈસા વાપરવામાં આવે છે. વિજપડી ગામની જનતમાં ગણ-ગણાટ છે કે ભ્રષ્‍ટાચારીના શ્રીગણેશ થયેલ છે તેમ જણવા મળેલ છે.

 


રાજુલામાં 21 વર્ષના હાર્દિકનું દવાખાનાની સામે જ મૃત્‍યું : હાર્ટએટેક આવી ગયો

રાજુલા,

ન જાક્કયું જાનકીનાથે સવારે શુ થવાનુ છે તે કહેવતમાં હવે ફેફાર કરવો પડે તેવા કિસ્‍સા બની રહયા છે હવે ન જાક્કયું જાનકીનાથે ઘડીભરમાં શું થવાનું છે… તેવી કહેવત રાખવી પડે તેવો એક દુઃખ જન્‍માવતો કિસ્‍સો રાજુલામાં પ્રકાશમાં આવ્‍યો છે.રાજુલામાં ધર્મરાજ સોસાયટીમાં રહેતા અને ગામમાં રહેતા અને દાબેલીનો ધંધો અને શંકર ભગવાનના મંદિરે પુજા કરતા બાબુભાઇ ગોસ્‍વામી દાબેલીવાળાના મોટા દિકરાને ત્‍યા આઠ-આઠ વર્ષે સીમંતનો પ્રસંગ આવ્‍યો હોય રવીવારે સવારે ઘેર મહેમાનો આવ્‍યા હતા અને બાબુભાઇનો 21 વર્ષનો પુત્ર રાહુલગીરી કેરીનો રસ લેવા માટે નિકળ્‍યો હતો પણ રાજુલામાં સિવિલની જ સામે જ રાહુલને ચાલુ બાઇકે સીવીયર હાર્ટ એટેક આવતા સામે દવાખાનુ હોવા છતા અને તેને ત્‍યાના સેવાભાવી એવા શ્રી યોગેશભાઇ કાનાબાર તથા ગામલોકોએ દવાખાને ખસેડેલ પણ કુદરતની કઠોરતાની સામે આધુનિક સાયન્‍સ અને લોકોની મહેનત નાકામ સાબીત થઇ હતી અને પરિવારના તેજસ્‍વી તારલાને કુદરતી છીનવી લેતા અરેરાટી ફેલાઇ છે. મીલનસાર સ્‍વભાવના અને સૌ કોઇને સદાય મદદરૂપ થવાની ભાવના વાળા શ્રી બાબુભાઇને રાજુલાના સવંદનશીલનાગરિકોએ અંતિમયાત્રામાં જોડાઇને સાંત્‍વના પાઠવી હતી.