Main Menu

Thursday, May 4th, 2017

 

05-05-2017

thumbnail of 5-5-17


રાજુલા,જાફરાબાદ, કુંડલાપંથકમાં પીજીવીસીએલનું વ્‍યાપક ચેકીંગ

જાફરાબાદ વિજપડી ધારી બે સબડિવીઝનમાં વહેલી સવારથી જ ચેકિંગ કામગીરી હાથ ધરી હતી જેમાં નાગેશ્રી , રામપરા ભેરાઇ , જાબાળ , ગોરકડા લુવારા દોલતી સેમરડીમાં ચેકિંગ કર્યુ હતું અમરેલી પી.જી.વી.સી.એલ.ની ટીમો સાથે જી.યુ.વી.એન.એલ. પોલીસ 31 લોકલ પોલીસ 32 એકસ આર્મીમેન મળી કુલ 100 જેટલા પોલીસ કાફલાના પ્રોટેકશન સાથે વ્‍યવસ્‍થિત ચેકિંગ કર્યુ હતું આ ચેકિંગ ડ્રાયમાં 65 સ્‍કોર્ટ દ્રારા 660 વિજજોડાણો ચેક કરેલ તેમાં 139 જોડાણોનું રૂા. 19.10 લાખની વીજચોરીપકડાઇ હતી. પી.જી.વી.સી.એલ અમરેલી દ્રારા બીજે દિવસે પણ વીજચોરો સામે લાલઆંક કરાતા વીજ ચોરી કરતા ગુનેગારોમાં ભયનો માહોલ ફેલાયો છે અને પ્રમાણિકતાથી વપરાશ કરતા ગ્રાહકોએ પી.જી.વી.સી.એલની કામગીરી બીરદાવી હતી.

 

 


રાજકોટ મહિલા પોલીસ સ્‍ટેશનમાં મેઘાણી-સાહિત્‍ય કોર્નરનું લોકાર્પણ

મેઘાણી-સાહિત્‍યથી નવી પેઢી પરિચિત તેમ જ પ્રેરિત થાય તે હેતુથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલા વિવિધ ઐતિહાસિક સ્‍મૃતિ-સ્‍થળોએ સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્‍થાપિત ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન દ્વારા પમેઘાણી-સાહિત્‍ય કોર્નરની સ્‍થાપના થઈ રહી છે.

ગુજરાત ગૌરવ દિવસનિમિત્તે રાજકોટ સ્‍થિત મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે પમેઘાણી-સાહિત્‍ય કોર્નરનું લોકાર્પણ થયું. ઝવેરચંદ મેઘાણીના વિપુલ સાહિત્‍યમાં સ્ત્રી-સશક્‍તિકરણ તથા સ્ત્રીઓના શૌર્ય, શીલ અને સ્‍વાર્પણની અનેક ગૌરવગાથાઓ અને કાવ્‍યો-ગીતો આલેખાયેલા છે. પોતાના પ્રશ્નોનાં નિરાકરણ માટે મહિલા પોલીસ સ્‍ટેશને આવનાર માતાઓ-બહેનો-દિકરીઓ તથા તેમના પરિવારજન મેઘાણી-સાહિત્‍ય વાંચીને પ્રેરણા મેળવી શકશે તેવી આશા છે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, નાયબ પોલીસ કમિશ્નર કરણરાજ વાઘેલા તથા એસ. આર. ઓડેદરા, મહિલા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સપેકટર બી. ટી. વાઢીયા, પોલીસ સબ- ઈન્‍સપેકટર સોલંકી, ત્રિવેદી તથા જાડેજા, લોકગાયક નીલેશ પંડ્‍યા, નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી મુનાફભાઈ નાગાણી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના આચાર્યા પૂર્વીબેન ગાંધી, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલિયા, ભરતભાઈ કોટક (સાહિત્‍યધારા), વાલજીભાઈ પિત્રોડા ઉપસ્‍થિત રભં હતાં. મહિલાઓ અને પોલીસ પરિવારની મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિતિ રહી. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, નાયબ પોલીસ કમિશ્નર કરણરાજ વાઘેલા તથા પિનાકી મેઘાણીએ પ્રાસંગિક ઉદબોધનકર્યું હતું. લોકલાગણીને માન આપીને લોકગાયક નીલેશ પંડ્‍યાએ ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો રજૂ કર્યા હતા.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લિખિત કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્‍ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં 7પ જેટલાં પ્રાપ્‍ય પુસ્‍તકો આ પમેઘાણી-સાહિત્‍ય કોર્નરમાં મૂકાયા છે. ઝવેરચંદ મેઘાણીએ 19રરમાં લખેલ પ્રથમ પુસ્‍તક પકુરબાનીની કથાઓ થી લઈને 1947માં અવસાન થયુ ત્‍યારે અપૂર્ણ રહેલી નવલકથા પકાળચઠ્ઠ ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્‍તકો યુગવંદના, પસિંધુડો, પરવીન્‍દ્ર- વીણા , પવેવિશાળ, પસોરઠ તારાં વહેતાં પાણી , પમાણસાઈના દીવા , પ્‍સૌરાષ્ટ્રની રસધાર , પસોરઠી બહારવટિયા , પસોરઠી સંતો , પરઢિયાળી રાત , પસોરઠી સંતવાણી અહિ ખાસ ઉપલબ્‍ધ કરાયા છે. રપ વર્ષના ટૂકાં ગાળામાં ઝવેરચંદ મેઘાણીએ 100 જેટલાં પુસ્‍તકો લખ્‍યાં હતાં જે ખાસ ઉલ્લેખનીય છે.

ઝવેરચંદ મેઘાણીનો જન્‍મ ચોટીલાની પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું પલાઈન-બોય તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે અને વિવિધ સ્‍મૃતિ કાર્યઠ્ઠ્‌મોમાં લાગણીથી સહયોગ આપે છે. પમેઘાણી-સાહિત્‍ય કોર્નર માટે રાજકોટના સંનિષ્ઠ અનેસાહિત્‍ય-પ્રેમી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, નાયબ પોલીસ કમિશ્નર કરણરાજ વાઘેલા તથા એસ. આર. ઓડેદરા, મહિલા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સપેકટર બી. ટી. વાઢીયા અને રાજકોટ શહેર પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે. પુસ્‍તકો માટે ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન, ગુજરાત સાહિત્‍ય અકાદમી (ગાંધીનગર), ગૂર્જર સાહિત્‍ય પ્રકાશન (અમદાવાદ)નો સહયોગ પ્રાપ્ત થયો છે. આકર્ષક કાચનાં પુસ્‍તક-કબાટનું કામ મિસ્ત્રી વાલજીભાઈ પિત્રોડા વિશ્‍વકર્મા ફર્નીચર (રાજકોટ) દ્વારા થયું છે. પોતાનાં દાદાજીની સ્‍મૃતિમાં પિનાકી મેઘાણીએ આ અનોખા અભિયાનની પરિકલ્‍પના કરી છે.

ઘરેલું હિંસા અને મહિલા અત્‍યાચાર સંબંધી ગુનાઓ અંગેનો જાગૃતિ માટેનો વિશેષ સેમિનાર પણ મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે યોજાયો હતો. આમાં 100ઓ જેટલી મહિલાઓ ફરિયાદ લઈને આવી હતી, જેને ધીરજથી સાંભળવામાં આવી હતી. 70 ફરિયાદનું સ્‍થળ પર નિરાકરણ કરાયું હતું. 1રમાં સમાધાન થયું હતું, ન્નયારે રમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતની પ્રેરણાથી પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ વિશેષ સેમિનાર નગરજનો અને ખાસ કરીને મહિલાઓમાં ખૂબ પ્રશંસા પામ્‍યો.

 


વંડાના સમર્પણ ઉત્‍સવમાં મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિ

અમરેલી,

સાવરકુંદલાના વંડા ગામે તા.પના રોજ યોજાનારા સંપર્પણ ઉત્‍સવમાં હાજરી આપવા માટે મુખ્‍યમંત્રી વિજય રુપાણી અમરેલી આવી રભ હોવાથી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરાઇ છે. એક મહિના જેટલા સમયગાળામાં મુખયમંત્રી બીજી વખત અમરેલી જિલ્લાની મુલાકાત લેશે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સાવરકુંડલા તાલુકાના વંદા ગામે પ મે ને શુઠ્ઠવારના રોજ સવારે 9 કલાકે સમર્પણ ઉત્‍સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે મુખ્‍યમંત્રી સર્વમંગલ જી.એમ.બિલખીયા ઇંટરનેશનલ ઇંગ્‍લીશ સ્‍કૂલનું લોકાર્પણ કરશે. ઉદ્યોગપતિ ગફુરભાઇ બિલખીયાના અનુદાનથી ચાલતા મા ફાઉંડેશન ટ્રસ્‍ટ દ્વારા ગુજરાત રાન્નયના વિવિધ વિસ્‍તારોમાં સેવાકિય કાર્યો કરવામાં આવે છે. આ ટ્રસ્‍ટના અનુદાનથી વંડા ગામમાં જી.એમ.બિલખીયા કૉલેજ છેલ્લા 17 વર્ષથી કાર્યરત છે. મુખ્‍યમંત્રીના હસ્‍તે આ કૉલેજને સ્‍વામિનારાયણ સંપ્રદાયને અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે યોજાનારા કાર્યઠ્ઠમમાં મુખ્‍યમંત્રીની સાથે કેંદ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયા, કેબિનેટમંત્રી આત્‍મારામ પરમાર, કૃષિમંત્રી વી.વી.વઘાસીયા, પ્રદેશભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ડૉ.વલ્લાભ કથીરીયા, બાબુભાઇ જેબલીયા વગેરે ઉપસ્‍થિત રહેનાર છે.

મુખ્‍યમંત્રીનાઆગમનના પગલે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમરેલી ખાતે તા.રના રોજ કલેક્‍ટરના અઘ્‍યક્ષ પદે એક બેઠક મળી હતી જેમાં મુખ્‍યમંત્રીના કાર્યઠ્ઠમ અંગેની તૈયારીઓ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કોઇ અનિચ્‍છનિય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવાશે.

આ પ્રસંગે સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતો ઘનશ્‍યામપ્રકાશદાસજી મહારાજ, દેવપ્રકાશદાસજી સ્‍વામી, ધર્મપ્રિયદાસજી (બાપુ સ્‍વામી), દેવકૃષ્‍ણદાસજી, જ્ઞાનપ્રકાશદાસજી સ્‍વામી, નૌતમપ્રકાશદાસજી સ્‍વામી, મનજીબાપા બગદાણાવાળા સહિતના સંતો ઉપસ્‍થિત રહેશે. આ ઉપરાંત કાંતીભાઇ ગઢિયા, દિલીપભાઇ સંઘાણી, હિરાભાઇ સોલંકી, યુનિભાઇ ગોહિલ, બાવકુભાઇ ઉંધાડ, કેશુભાઇ નાકરાણી, કાળૂભાઇ વિરાણી, જનકભાઇ બગદાણા, ગોરધનહાઇ ઝડફીયા, રાઘવભાઇ મકવાણા, સુરેશભાઇ ગોધાણી, હિરેનભાઇ હિરપરા, જયસુખભાઇ નાકરાણી, પુનાભાઇ ગજેરા, મહેંદ્રસિંહ સરવૈયા, વી.ડી.સોરઠીયા, નિતુભા સરવૈયા વગેરે મહાનુભાઓ ઉપસ્‍થિત રહેશે. સમગ્ર કાર્યઠ્ઠમને સફળ બનાવવા માટે કોઠારી સ્‍વામી નારાયણ પ્રસાદદાસજી સ્‍વામીની નિશ્રામાં મિનીસ્‍વામી, બળદેવપ્રકાશદાસજી, હરિસ્‍વરુપદાસજી, ભક્‍ત્‍વત્‍સલદાસજી, મુકુંદપ્રસાદદાસજી, રામસ્‍વરુપદાસજી, હરિપ્રસાદદાસજી,દેવકિશોરદાસજી, હરિનંદનદાસજી, અનંતસ્‍વરુપદાસજી, કાળુભાઇ બિલખીયા, ઝાકિરભાઇ બિલખીયા સહિતના સંતો, આગેવાનો, કાર્યકરો જહેમત ઊઠાવી રભ છે.

 


અમરેલી એલ.સી.બી.દ્રારા શેત્રુંજી નદીના પટ્ટમાંથી ખનીજ ચોરી પકડી પાડી

અમરેલી જીલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના પઢ્ઢમાંથી જુદા જુદા સ્‍થ.ળે રેતી માફિયાઓ દ્વારા ગેરકારદેસર રીતે ખનન પ્રવૃતિ કરી રેતી ચોરી કરી પર્યાવરણને ગંભીર નુકશાન પહોંચાડવાની પ્રવૃતિ થતી હોવાનું અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. જગદીશ પટેલના ઘ્‍યાને આવતાં જીલ્લા માં આવી ખનીજ ચોરીની ખનન પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને અમરેલી એલ.સી.બી. પો.ઇન્‍સક. એ.પી.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા શેત્રુંજી નદીના પઢ્ઢમાં વોચ ગોઠવતાં આજરોજ તા.03/0પ/ર017 ના રાત્રીના ગાવડકા ગામ નજીક શેત્રુંજી નદીના પઢ્ઢમાંથી ચાર ટ્રેકટ્રર ગે.કા. રોયલ્‍ટીષ વગર રેતી ભરતાં રંગે હાથે પકડી પાડી ખાણ ખનીજ ધારા કલમ 34 મુજબ ડીટેઇન કરવામાં આવેલ અને ખાણ ખનીજ ખાતાને રીપોર્ટ કરવામાં આવેલ છે તેમજ મોટર વ્‍હિ કલ એક્‍ટ કલમ ર07 મુજબ ડીટેઇન કરવામાં આવેલ છે.

આમ, ખનીજ ચોરી કરતાં 4 (ચાર) વાહનો અંદાજીત કિં.રૂ.રર,00,000/- (બાવીસ લાખ) નો મુદ્યામાલ સીઝ કરેલ છે. જેમાં ખાણ ખનીજ ધારા તળે ડીટેઇન કરેલ વાહનોઃ-(1) ટ્રેક્‍ટરરજી.નં.જી.જે.11.9963 (ર) ટ્રેકટર રજી.નં. જી.જે.11.ઇ.1441(3) ટ્રેકટર રજી. નં.જીએડી.80પ3 (4) ટ્રેકટર રજી. નં. જી.જે.8 પી.90. મોટર વ્‍હિ કલ એક્‍ટ તળે ડીટેઇન કરેલ વાહનોઃ-(1) ટ્રેક્‍ટર રજી.નં.જી.જે.11.9963 (ર) ટ્રેકટર રજી.નં. જી.જે.11.ઇ.1441

(3) ટ્રેકટર રજી. નં.જીએડી.80પ3 (4) ટ્રેકટર રજી. નં. જી.જે.8 પી.90. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. જગદીશ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ . શ્રી.એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટાઅફના બલરામભાઇ પરમાર, બાબુભાઇ ડેર,ધર્મેન્‍દ્ર ભાઇ પવાર,સંજયભાઇ પદમાણી,જગદીશભાઇ જનકાત,તુષારભાઇ પાંચાણી,વિજયભાઇ વાઢેર, યુવરાજસિંહ ગોહિલ વિ.એ કરેલ છે.

 


બાબરામાં વ્‍યાજના ચક્કરમાં સાગરે આપઘાત કરી લીધા

બાબરા ના દલીત યુવાન સાગર દિનેશભાઇ રાઠોડ નામ ના યુવાને વ્‍યાજ ના ચક્કર મા ફસાઈ જતાં આ-ધાત કરવાની ફરજ પડી હતી ઉલ્લેખનીય છે કે બાબરા મા વ્‍યાજ વટાવ નો ધંધો ફુલાફુલી થી ચાલેછે દશ થી ત્રીસ ટકા લેખે વ્‍યાજ દર નો ધંધો ચાલે છે બાબરા શહેર બુક નો ધંધો હાલ મોટા પાયે ચાલે છે લોભ લાલચ ની સ્‍કીમ મા અનેક યુવાનો ફસાયેલા છે બાબરા શહેર મા મોટા પ્રમાણમાં વ્‍યાજ નો ધંધો ચાલે છે અનેક યુવાનો ફસાયા છે માથા ભારે તત્‍વો દ્વારા એન કેન પ્રકારે પઠાણી ઉધરાણી કરવામાં આવે છે ધરે આવી પણ હેરાન પરેશાન કરવામાં આવે છે વ્‍યાજ ના ચક્કર મા ફસાઈ સાગર દિનેશભાઇ રાઠોડ નામ ના યુવાને આત્‍મહત્‍યા કરતા પરિવાર જનોને એ બાબરા પોલીસ ને આવેદનપત્ર આપી રજૂઆત કરી જણાવ્‍યું હતું કે બાબરા ના કોઇ વ્‍યક્‍તિ પાસે થી સામાન્‍ય પૈસા લીધા હોય અમારી જાણ બહાર વ્‍યાજ ખોર માથા ભારે તત્‍વો ના ફોન વારંવાર આવતા હોય તે થી દિનેશભાઇ એ આપગલું ભર્યું છે વ્‍યાજ ખોરો સામે પગલાં ભરવા દલિત સમાજના દ્વારા આવેદનપત્ર આપી માગ કરી હતી

 


રાજુલા તાલુકા કોંગ્રસ પ્રમુખ શ્રી પીઠાભાઇ નકુમના બનેવીનુ નિધન થતા આગેવાનોએ સાંત્‍વના પાઠવી

રાજુલા,

રાજુલા તાલુકા કોંગ્રસ પ્રમુખ પીઠાભાઇ નકુમના બનેવી મથુરભાઇ જીજાળાનું નિદાન થતા આજે બેસણા નિમિતે જીલ્‍લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમર બાંધકામ ચેરમેન ટીકુભાઇ વરૂ બાબુભાઇ રામ, રાજુલા નગર પાલિકાના પૂવ પ્રમુખ અમરીશભાઇ ડેર , શુકલભાઇ બંધાણીયા , જે.બી.લાખણોતરા , બાઘાભાઇ કોવાયા ,અર્જણભાઇ કોવાયા , ભાજપના બાબુભાઇ વાણીયા , છનાભાઇ સરપંચ રામપરા ભગવાનભાઇ ગજાવદર , જુસબભાઇ ભોકીયા , અંબાબેન નકુમ , બાલુભાઇ બારપટોળી , કનુભાઇ ધાખડા , કચરાભાઇ આગરીયા , રવુભાઇ ખુમાણ સહિત શહેરના વિવિધ આગેવાનોએ ઉપસ્‍થિત રહી સાંતત્‍વના પાઠવી અને શ્રઘ્‍ધાસમુન અર્પણ કર્યા હતા.

 


બગસરામાં પંચાવ મનોરથ, માળા પહેરામણી-લોટી ઉત્‍સવ યોજાયો

બગસરા,બગસરા મોટી હવેલીના વૈષ્‍ણવાચાર્ય પ.પુ.108 શ્રી પ્રભુજી મહારાજ શ્રીની આજ્ઞાથી બગસરા રધુવંશી સમાજ દ્રારા સૌપ્રથમ વાર પંચાવમનોરથ માળા પહેરામણી લોટીમહોત્‍સવનુ ભવ્‍ય આયોજન શી લોહાણા મહાજન વાડી ખાતે તા.30/4/17 ને રવિવારના રોજ કરવામાં આવેલ.

આ પંચાલ મનોરથ ઉત્‍સવમાં રધુવંશી સમાજના શશીકાંત નંદલાલ ખીરૈયા ,રેખાબેન,ચેતનાબેન મણીલાલ ગોંધીયા,રમણીકલાલ રણછોડદાસ ખીરૈયા ,કાતાંબેન લક્ષ્મણદાસ અયર,ભાવેશભાઇ દુર્લભજીભાઇ સાદરાણી,રમણીકલાલ કાનજીભાઇ ખીરૈયા,નિલેશભાઇ ધીરજલાલ ખીરૈયા, જયસુખલાલ પોપટલાલ,ભીમ જીયાણી જયોત્‍સનાબેન, કાનજીભાઇ સુરેશભાઇ નંદલાલ તન્‍ના રજનીભાઇ ગાંગજીભાઇ ઉનડકટ સહિત 11 પરિવાર પંચાવ મનોરથ ઉત્‍સવ મા જોડાયેલાહતા.

જેમા સવારે મોટી હવેલી એથી શ્રી યમુનાજીના સામૈયા ધામધુમથી પ્રસ્‍થાન કરવવામા આવેલ શહેરના મુખ્‍ય માર્ગો પરથી મનોરથ સ્‍થળ પર પહોચેલ ત્‍યારે બપોરના મહાપ્રસાદનુ આયોજન ગોૈ.વા.ભાનુબેન તથા હરીલાલ અમૃતલાલ વડેરા દ્રારા કરવામા આવેલ જેમા પુષ્‍ટીસંપ્રદાયના 700થી વધુ વૈષ્‍ણવોએ મહાપ્રસાદ લીધેલ.

સાંજના સમયે વધાઇ કિર્તન,પ.પુ.મહારાજ શ્રી નુ વચનામૃત લોટી ઉત્‍સવ માળા પહેરામણી તેમજ રાત્રીના મહાપ્રસાદ નુ આયોજન શશીકાંત નંદલાલ ખીરૈયા દ્રારા કરવામાં આવેલ.

આ ઉત્‍સવ માં સ્‍વ. મહેશભાઇ મણીલાલ ગોંધીયા, રેખાબેન, ૈચેતનાબેન દ્રારા બુક, ઉપરણા, કંઠી ચરણામૃત તથા પ્રસાદી ના બોકસ ના મનોરથ બનેલ આ સમગ્ર ઉત્‍સવનુ વિડીયોશુટિંગ ,ફોટોગ્રાફી કિરીટભાઇ રમણીકલાલ જીવાણી દ્રારા વિના મુલ્‍યે આપીને પોતાની સેવા આપેલ આ ઉત્‍સવ માં રૂા.11000 શ્રી વ્રજલાલ રામજીભાઇ ઉનડકટ પરિવાર જયંતિભાઇ તેમજ રૂા.2100 ગો.વા,સવિતાબેન શાંતિલાલ કેસરીયા દ્રારા રોકડ આપવામા આવેલ આસમગ્ર ઉત્‍સવ નુ આયોજન બગસરા રધુવંશી સમાજના પ્રમુખ ભીખુભાઇ સેજપાલ, અરવિંદ ભાઇ વડેરા,મનસુખભાઇ ખીરૈયા, પ્રભુદાસભાઇ અટારા, પ્રકાશભાઇ સોનપાલ, જનકભાઇ કારીયા, ભરતભાઇ ચંદારાણા, હસુભાઇ પારેખ, કમલેશભાઇ વિઠલાણી, વિજયભાઇ ખીરૈયા, સહિતનાકારોબારી સભ્‍યો એ જહેમત ઉઠાવેલ આ સમગ્ર ઉત્‍સવ માં શ્રી જલારામ સેવા મંડળ ના પ્રમુખ સહીતના તમામ સભ્‍યો એ સતત બે દિવસ ખડે પગે સેવા આપેલ હતી આ ઉત્‍સવ નુ પ્રથમવાર આયોજન થતા રધુવંશો સમાજ માન ઉત્‍સાહ જોવા મળેલ હતો.

 


ચલાલામાં જલારામ યુવક મંડળ દ્વારા ત્રીવીધ કાર્યક્નમ યોજાયો

ચલાલા,

ચલાલા લોહાણા મહાજનના માર્ગદર્શન મુજબ ચલાલા જલારામ યુવકમંડળ દ્વારા ગત તા.34-417 ને રવિવારના સાંજના હજજારો લોકોના શ્રઘ્‍ધા અને આસ્‍થાનું સ્‍થાન એવા પુ.મુળીમાની જગ્‍યામાં બહોળી સંખ્‍યામાં રઘુવંશી જ્ઞાતીજનોની ઉપસ્‍થિતિમાં ત્રીવીધ કાર્યક્નમનું આયોજન કરવામાં આવેલ હતુ. આ ત્રીવીધ કાર્યક્નમ પહેલા લોકવિખ્‍યાત લોકસાહિત્‍ય કલાકાર શ્રી ભીખુભાઇ માલવીયા દ્વારા લોકસાહિત્‍ય નો કાર્યક્નમ રજુ કરવામાં આવ્‍યો હતો આ લોકસાહિત્‍ય કાર્યક્નમમાં કલાકાર શ્રી ભીખુભાઇ માલવીયાએ પુ.જલારામ બાપા, પુ. હરીરામજીબાપા અને વિરદાદા જસરાજજીના જીવનગાથા ના પ્રસંગોનું આબેહલ વાર્ગન રજુ કરતા ઉપસ્‍થિત રઘુવંશી સમાજની વાહ…વાહ…મેળવી હતી રઘુવંશી સમાજને રસતબોળ કરી દીધેલ હતો રઘુવંશી સમાજે ખુબજ રાજીયો વ્‍યકત કર્યો હતો. ત્‍યારબાદ અમરેલી જીલ્‍લા માં નિસ્‍વાર્થ સેવાકીય પ્રવૃતિની જે સુવાસ ફેલાયેલી છે. તે સાવરકુંડલાની શ્રી વિરદાદા જસરાજસેના સેવાકીય પ્રવૃતિ જેવીકે મોક્ષ પુષ્‍પક (ડેડબોડી) સાચવવાનું ફ્રિજ વિનામુલ્‍યે) બિનવારસી પાર્થિવ દેહનો અંતિમ સંસ્‍કાર દર ગુરૂવારે જલારામબાપાના મંદિરે કઢી-ખીચડી-શાકનો પ્રસાદ (800 થી 1000) સર્વજ્ઞાતિ લોકો પ્રસાદનો લાભ લે છે) અંતિમ કિ્નયાકિટ (વિનામુલ્‍યે), માસ્‍ક વિતરણ (વિનામુલ્‍યે) દિવાળી પર્વ નિમિતે કિટ વિતરણ ઉતરાપણ પર્વ નિમિતે કિટ વિતરણ શિયાળાની ઠડીમાં ગરમ કપડાનું વિતરણ ગરીબ દર્દીઓને વિના મુલ્‍યે દવા તેમજ જરૂરિયાત મંદ પરિવારોને અનાજની સહાય તેમજ આ સંસ્‍થા પાસે શાંતિરથ, સબવાહિની, એમ્‍મ્‍યુલન્‍સ સીવા, ઓકિસજન સેવા, મેડિકલ સાધનો, મ્‍લડ હેલ્‍થ જેવી સેવા અવરીત ચાલુ છે. આ સંસ્‍થાપાસે 70 લાખના સાધનો આમજનતાની વિના મુલ્‍યે સેવા કરવા માટે ઉપલમ્‍ધ છે આવી નમુનેદાર વિનામુલ્‍યે નિસ્‍વાર્થ ભાવે સેવા અને ઉપયોગ સેવા કરતી શ્રી વિરદાદા જસરાજસેનાની ટીમ ના પ્રમુખશ્રી હિતેશભાઇ સરૈયા અને તેમની ટીમના શ્રી હિતેશભાઇ કારૈયા તમજ પીન્‍ટુભાઇ વડેરા, હાર્દિકભાઇ ખીમાણી, મયુરભાઇ પોપટ, શ્રી ભાવેશભાઇ, શ્રી મનીષભાઇ સવાણી, શ્રી લાલજીભાઇ પાંઘી, શ્રી મહેન્‍દ્રભાઇ નથવાણી, શ્રી મનોજભાઇ વણજારા સહીતનાનું શ્રી લોહાણા સમાજ દ્વારા સમસ્‍ત રઘુવંશી સમાજની ઉપસ્‍થિતમાં ખુબજ સ્‍વમાન ભેર શાલ અને ફુલહાર થી અદકેરૂ સન્‍માન કરી તેની પ્રતિભાવ આપતા પ્રમુખશ્રી હિતેશભાઇ સરૈયા અને શ્રી દિનેશભાઇ કારીયા એ જણાવેલ કે ચલાલા રઘુવંશી સમાજ સહીત ચલાલાની કોઇપણ વ્‍યકિતને કોઇપણ પ્રકારની સેવાની જરૂરત પડશે ત્‍યારે વિરદાદા જસરાજસેના ખડેપગે ઉભી રહેવાની ખાત્રી આપેલ હતી અંતમાં ઉપસ્‍થિત તમામ મહેમાનો અને સમસ્‍ત રઘુવંશી પરીવારે એકી સાથે એકપંગતમાં બેસી સમુહ ભોજન લીછો હતો.

આ સમુહજ્ઞાતી ભોજનની રસોઇ શ્રી દડુભાઇ સોઢા નો પણ આભાર વ્‍યકત કર્યો હતો સમગ્ર કાર્યક્નમનું સંચાલન લોહાણા મહાજન ના માનદ મંત્રીશ્રી પ્રકાશ કારીયા એ કરેલ હતુ .

જયારે સમગ્ર કાર્યક્નમને માર્ગદર્શન લોહાણા મહાજનના પ્રમુખશ્રી મહેન્‍દ્રભાઇ સાદ્રાણી, ઉપપ્રમુખશ્રી પ્રેમજીભાઇ નથવાણી, શ્રી ચીમનભાઇ વિઠલાણી, શ્રી દિનુભા ચંદારાણા, શ્રી પ્રકાશભાઇ મગદણી, શ્રી હિંમતભાઇ સોઢા, શ્રી બાલાભાઇ સોઢા, શ્રી દિપકભાઇ મગદણી, શ્રી કિરીટભાઇ નગદીયા, શ્રી સુરેશભાઇ ઉપડકટ, શ્રી હર્ષદભાઇ ચંદારાણા સહીતના આગેવાનોએ પુરૂ પાડયુ હતુ તેમજ આ પ્રસંગને દિપાવવા માટે જલારામ યુવક મંડળ ના પ્રમુખશ્રી કમલેશભાઇ વિઠલાણી, શ્રી અંકિત ચંદારાણા, શ્રી જૈમિન ચંદારાણા, શ્રી કમલ ઉનડકટ, શ્રી તેજસ ઉનડકટ, શ્રી ધગલ સેજયાલ, શ્રી ગૌરાંગ કારીયા, શ્રી ભાવેશ પારેખ, શ્રી ભાવીનચંદારાણા, શ્રી ઉદય નગદીયા, શ્રી દિલીપ સેજપાલ, શ્રી વિશાલ ભીમજીયાણી, શ્રી હિતેશ વિઠલાણી, શ્રી દીપક કારીયા, શ્રી મુકન્‍દજોબન પુત્રા, શ્રી મૌલિક સાદરાણી, શ્રી શુભમ સાદરાણી, શ્રી હરેશભાઇ વિઠલાણી, શ્રી દીલીપભાઇ ઉનડકટ, શ્રી જયદિપ જોબન પુત્રા, શ્રી મયુરભાઇ રાજા સહિત ના રઘુવંશી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી