Main Menu

Saturday, May 6th, 2017

 

જેતપુર નગરપાલિકાના કોંગી સદસ્‍ય પ્રકાશ ગીડાનું કાર અકસ્‍માતમાં કરૂણ મોત

જેતપુર,

ગુરુવારની મોડી રાત્રીના જેતપુરના કોંગ્રેસી સુધરાઈ સભ્‍ય પ્રકાશભાઈ ભીખાભાઇ ગીડાની સ્‍કોર્પિયો કાર પીઠડીયા નજીકની ગોળાઇમાં અચાનક ડિવાઈડર તોડી ર0 થી પ0 ફૂટ પુલ નીચે ખાબકતા પ્રકાશભાઈનું ઘટના સ્‍થળેજ મોત થયું હતું. જયારે તેમની સાથે કારમાં બેસેલા એક આધેડને સામાન્‍ય ઈજાઓ થતા, બનાવને શંકાસ્‍પદ ગણાવી મૃતકના પરિવારજનોએ પેનલ પીએમની માંગ કરી છે.

મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગરપાલિકાના કોંગ્રેસના સદસ્‍ય પ્રકાશભાઈ ગીડા ગુરુવારની મોડી રાત્રીના પોતાની જીજે 11 એબી 6677 નંબરની સ્‍કોર્પિયો કારમાં ભાયાભાઇ માલદેભાઇ ભૂતિયા નામના આધેડને સાથે રાખી વીરપુર જલારામ તરફ જઈ રભ હતા.

ત્‍યારે અચાનક જે બન્‍યું હોય તે, પ્રકાશભાઈની કાર તાલુકાના પીઠડીયા ગામની ગોળાઈમાં ડિવાઈડરની પાળી તોડી ર0 થી પ0 ફૂટ ઊંડે પુલ નીચે ખાબકતા પ્રકાશભાઈનું ઘટના સ્‍થળેજ મોત થયું હતું. જયારે તેમની કારમાં બેસેલા ભાયાભાઇને સામાન્‍ય ઇજાઓની સારવાર માટે પ્રથમ સરકારી હોસ્‍પિટલ અને ત્‍યાંથી ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

બનાવની જાણ થતાંજ જેતપુર પાલિકા પ્રમુખ જેસુખ ગુજરાતી સહિતના સદસ્‍યો, પદાધિકારીઓ હોસ્‍પિટલખાતે દોડી જઈને મૃતક પ્રકાશભાઇના પરિવારજનોને સાંત્‍વના આપી હતી. બનાવ બાબતે મૃતક સુધરાઈ સભ્‍યના પરિવારજનોએ શંકા જતાવી પેનલ પીએમની માંગણી કરતા પોલીસસૂત્રોએ આ પ્રકારની કાર્યવાહી કરાવી હોવાનું કહેવાય છે.

બીજી બાજુ આ બનાવ અકસ્‍માતનો નહિ પણ હત્‍યાનો હોવાની વાતો વાયુવેગે જેતપુર શહેર અને પંથકમાં પ્રસરી જતા જેતપુર શહેર પોલીસ અને તાલુકા પોલીસે આ બાબતે તપાસના ચઠ્ઠો ગતિમાન કર્યા છે. જાણકારોનું કહેવું છે કે પ્રકાશભાઈની કારમાં બેઠેલા ભાયાભાઇ હાલ હેબતાઈ ગયા હોય, તેઓ સ્‍વસ્‍થ થયે કોઈ ચોક્કસ વાત જણાવે તો આગળની કાર્યવાહી કરી શકાય તેવું પોલીસતંત્રનું કહેવું છે.

 


ધોરાજીમાં એસ.પી.શ્રી અંતરીપ સુદનું સન્‍માન કરાયું

ધોરાજી,

રાજકોટ રૂરલમાં સુરક્ષા સેતુ હેઠળ અંતર ગત પોલીસ દ્વારા મેડીકલ કેમ્‍પો, માટે વૃક્ષા રોપણ અને વૃક્ષોનું જતન વિદ્યાર્થીઓને પ્રવાસ, વૃઘ્‍ધો અને સીનીયર સીટીજનનોને યાત્રા-પ્રવાસ અને વિદ્યાર્થીનીઓ અંત મહીલાઓ માટે આહમ રમણ માટે કરાટે સહિતની તાલીમો ગરીબ પરીવારો સાથે જુદા જુદા તહેવારોની ઉજવણી જેમાં ઉતરાણ નીમિતે પતંગો અને દસેરા જેવા તહેવારોમાં ગરીબોને મીઠાઇઓ આપી સેવાકીય પ્રવૃતિઓ પોલીસ પ્રજાની મીત્ર છે .

એ પંકતીઓને સાચા આર્થમાં સાર્થક કરવા બદલ રાજકોટ રૂરલના એસ. પી. અંતરીય સુદનું ધોરાજીના ધર્મેન્‍દ્ર બાબરીયા ભોલાભાઇ સોલંકી, અફરોજભાઇ લકક્કડકુરા, બાસીતભાઇ પાનવાળા સહિતનાઓએ શાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છો આપી સન્‍માન્‍ત કરાયા હતાં.

આ તકેપીઆઇ વ્‍યાસ અને પીએસઆઇ વાળા સહિતના પોલીસ સ્‍ટાફ હાજર રહેલ હતાં.

 


દુધાળાગીરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ યોજાયો

દુધાળા ગીર,

ગીરની અઁતિમ સરહદે આવેલ, અમરેલી જિલ્લાનું રળિયામણું અને સંપીલું દુધાળા-ગીર ગામમાં શા.માધવપ્રિયદાજી સ્‍વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્‍વામી પુરાણી બાલકૃષ્‍ણદાસજી સ્‍વામીની ઉપસ્‍થિતિમાં અને વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભ હસ્‍તે.વૈદિક મંત્રોના ગાન સાથે બહેનોનું શ્રી સ્‍વામિનારાયણ મંદિર, ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી શિવજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ધામધૂમથી ઉજવાયો હતો.

પ્રતિષ્ઠા પહેલાં પૂ.આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ પધારતા ગામને ગોંદરે 1પ0 જેટલા સ્‍કુટર સાફાધારી યુવાનો અને ભાવિક ભકતોએ મહારાજશ્રીનું ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું.

સ્‍વામી માધવપ્રિયદાસજી સ્‍વામીના વ્‍યાસ પદે ચાલી રહેલા રામકથામાં – સભામાં મહારાજશ્રી પધારતા સૌ ભાવિકોએ ઉભા થઇ શ્રી આચાર્ય મહારાજશ્રીને ભગવાનના જયનાદથી આવકાર્યા હતા. આચાર્ય મહારાજશ્રીએ વ્‍યાસપીઠ અને કથાના વક્‍તા માધવપ્રિયદાસજી સ્‍વામીને હાર પહેરાવી પોથી પૂજન કર્યુ હતું.

ચાલતી રામકથામાં માધવપ્રિયદાસજી સ્‍વામીએ રામચરિત્રમાં તુલસીદાસજીએ જે ગુરુવંદના કરેલી તેની વિસ્‍તૃત ચર્ચા કરી હરી.

સભામાં પૂ.આચાર્ય મહારાજના પૂજન બાદ માધવપ્રિયદાસજી સ્‍વામીએ જણાવ્‍યું હતું કે આપણી હિન્‍દુસંપ્રદાયની પરંપરા અજોડ છે. જેમ અનેક સરિતા ભેળી થાય ને એક મહાસાગરનું સર્જન થાય છે. તેમ સંપ્રદાયના તમામ સદ્ગુરુઓની સરિતા ગાદી સ્‍થાન પાસે સંગમ રચે પણ સ્‍વતંત્ર રીતે નહી. ગાદીરુપી મહાસરિતા આપણને ભગવાન શ્રી સ્‍વામિનાયણના ચરણમાં લઇ જાય એ આપણી પરંપરા છે.પૂન્નય આચાર્ય શ્રી રાકેશપ્રસાદજા મહારાજ ખૂબજ નિખાલસ અને માયાળુ છે. આવા કાળા ઉનાળામા પણ્‌ અનેક કષ્ટો વેઠીને હરિભકતોને રાજી કરી રભ છે.તે આપણા મહદ ભાગ્‍ય છે.

તેઓએ અત્‍યાર સુધીમાં પ00 ઉપરાંત મુમુક્ષુઓને દિક્ષા આપી છે, 4પ0 ઉપરાતં મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. ખરેખર અત્‍યારે ભર કળિયુગમાં સતયુગ વર્તી રભે છે.

પૂ.આચાર્ય મહારાજે આશીર્વાદ આપતા જણાવ્‍યું હતું કે આ ગાકુળિયા ગામ દુધાળામાં અમો ઘણીવાર આવી ગયા છીએ. આ ગામનો પ્રેમ અને ભાવ ખૂબ જ માણ્‍યો છે. આ નાનકડા ગામમાં ભગવાન શ્રી સ્‍વામિનારાયણ, ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી શંકરના મંદિરમાં એક સાથે પ્રાણ પ્રતિષ્ઠા થઇ રહી છે તેમાંજ સ્‍વામિનારાયણ સંપ્રદાયની સાર્થકતા છે. આજ સમરસતાનું ઉદાહરણ છે. આનું સંચાલક બળ હોય તો આ માધવપ્રિયદાસજી સ્‍વામી છે. તેઓ તો આંતરરાષ્ટ્રિય સંત છે દુનિયાના ખૂણે ખૂણે તેણે સ્‍વામિનારાયણ સંપ્રદાયનો વિજય ડંકો વગાડી દીધો છે.પૂ. આચાર્ય મહારાજે કથાના મુખ્‍ય યજમાન શ્રી રમેશભાઇ કાથરોટિયા, વિનુભાઇ કાથરોટિયા તેમજ મનિશભાઇ કાથરોટિયા, રસિકભાઇ બરવાળીયા, શાંતિલાલ બાળધા, જયસુખભાઇ જીયાણી વગેરેને સાફો બંધાવી બહુમાન કર્યુ હતું.સાંખ્‍યયોગી શ્રી ભાનુબેનના માર્ગદર્શન નીચે ગામના બહેનોએ અને ભાઇઓએ વિવિધ સેવાઓમાં જોડાઇને પ્રતિષ્ઠાના ઉત્‍સવને સારી રીતે શોભાવ્‍યો હતો. કથાના પાંચેય દિવસ ગામ સમસ્‍ત તથા સર્વે મહેમાનો માટે ધૂવાડાબંધ પ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

 


બગસરામાં શહીદના પરિવારનાં ધર્મકાર્યમાં ભામાશા શ્રી ધાણકની ઉપસ્‍થિતિ

બગસરા,બગસરાના વીરશહિદ ભાવેશ રાખસીયા બગસરાના વીર સપુત તરીકે તેમનુ નામ રોશન કરી ગયો તા.4/10 ના રોજ મા ભોમની રક્ષાકાજે ફરજ દરમ્‍યાન બર્ફીલા પ્રદેશમા શહિદ થયો હતો તેમનુ એક સપનુ હતુ કે પોતાનુ એક પાકુ મકાન હોય પરંતુ કુદરત ને બીજુ જ કોઇ મંજુર હોય તે મા ભોમની રહયા કાજે શહીદ થઇ ગયા તેમનુ સપનુ અધુરા રહી ગયુ હતુ આ અધુરા સપનાની વાતની જાણ બગસરા અમદાવાદ ના અગ્રણી ઉદ્યોગપતિ અને બગસરા પંથકની હર હંમેશ ચિંતા કરનાર અને મિલન સરળ સ્‍વભાવના શ્રી સંજયભાઇ ધાણકને ઘ્‍યાને આવતા તેઓ ભાવેશ ના પરિવાર ને દિલાસો આપી શહીદનુ સપનુ પુર્ણ કરવાની મનોમન ઠાન કરેલ અને તેઓને થોડા સમય પહેલાજ મકાનનુ સંપુર્ણ બાંધકામ પુર્ણ કરાવી આ મકાનનું ચાવી ભાવેશના પરિવારને પુર્વધારાસભ્‍ય તેમજ બગસરાના ભામાશા શ્રી વજુભાઇ ધાણકના હસ્‍તે મકાનની ચાવી રાખસીયા પરિવારને સોપી આપેલ આ મકાનમા શહીદનો પરિવાર રહેવા માટે આવે તે પહેલા આ પરિવારે મકાનનુ વીધીવત વાસ્‍તુ પુજન નુ આયોજન કરવામા આવેલ હતુ આ ધાર્મિક પ્રસંગોમા પણ શ્રી વજુભાઇ ધાણક સંજયભાઇ ધાણક તેમજ શ્રીમતિ ભાનુમતિબેન ધાણક તથા રાજુભાઇ ગીડા સહિતના ઉપસ્‍થિત રહયા હતા.

 


વંડામાં ભાજપના દિગ્‍ગજો શ્રી તળાવિયાના નિવાસ્‍થાને ગયા

અમરેલી, વંડા વિસ્‍તારના ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર શ્રી મનજીબાપા તળાવિયાના ઘરની કેન્‍દ્રીય કૃષિમંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલા, નાફસ્‍કોબના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીએ મુલાકાત લીધી હતી ભાજપના બન્‍ને વરિષ્ઠ આગેવાનોની સાથે પુર્વ ધારાસભ્‍યશ્રી કાળુભાઇ વિરાણી, ભાજપના માજી પ્રમુખ શ્રી શરદભાઇ લાખાણી, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્‍વીનભાઇ સાવલીયા, ભાજપના મહામંત્રી કૌશીક વેકરીયા, માજી મહામંત્રીશ્રી રામભાઇ સાનેપરા, કાળુભાઇ લુણસર, સુરત ડાયમંડ એશોસિએશનના પ્રમુખશ્રી જયસુખભાઇ ગજેરા, ચીરાગભાઇ હિરપરા, વંડાના શ્રી કાંતિભાઇ પાંચાણી, પ્રોફેસર શ્રી જયંતીભાઇ તળાવિયા પણ જોડાયા હતા. હરતી ફરતી પાઠશાળા અને ભાજપના પાયાના કાર્યકર તથા પ્રખર કેળવણીકાર એવા શ્રી મનજીબાપાના નિવાસ્‍થાને આગેવાનોએ અલ્‍પાહાર સાથે જુના સંસ્‍મરણો તાજા કર્યા હતા 1992ની પેટા ચૂંટણીના પ્રસંગો શ્રી રૂપાલાએ યાદ કરાવ્‍યા હતા સાવરકુંડલા તાલુકામાં એ સમયે ભાજપને ઉતરવાનું સ્‍થાન ન હતુ ત્‍યારે ગમે ત્‍યારે ગમે તે સમયે મનજીબાપાને આંગણે આવી ચા-નાસ્‍તો થતા તે સમયના સાથીદાર સ્‍વ. હિરાભાઇ ચૌહાણ અને શ્રી શશીકાંતભાઇ દોશીને યાદ કર્યા હતા.

 


અમરેલી જિલ્‍લા ભાજપની રવિવારે કારોબારી બેઠક

 

બગ્‍ઈપ્રદેશ ભાજપની સુચના અનુસાર અમરેલી જીલ્‍લા ભાજપની કારોબારી બેઠક આવતી કાલે તા.07 મે નાં રોજ લીલીયા રોડ, દાદાભગવાનનાં મંદીર ખાતે બપોરે 3:00 કલાકે યોજાયેલ છે. જેમાં જીલ્‍લા ભાજપનાં કારોબારી સભ્‍યો, વિષેશ આમંત્રીત કારોબારી સભ્‍યો, આમંત્રીત કારોબારી સભ્‍યો, જીલ્‍લા ભાજપના હોદેદારો, પૂર્વ કૃષિમંત્રીશ્રી દીલીપભાઈ સંઘાણી, રાજયના કૃષિમંત્રીશ્રી વી.વી.વઘાસીયા, સંસદ સભ્‍યશ્રી, નારણભાઈ કાછડીયા, સંસદીય સચિવશ્રી હીરાભાઈ સોલંકી, ધારાસભ્‍યશ્રી બાવકુભાઈ ઉંધાડ, જીલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખશ્રી દીનેશભાઈપોપટ, શ્રી શરદભાઈ લાખાણી, ડો.ભરતભાઈ કાનાબાર સાહેબ, શ્રી મનસુખભાઈ સુખડીયા, શ્રી પ્રાગજિભાઈ હીરપરા, શ્રી બાલુભાઈ તંતી તથા મંડલના પ્રમુખ, મહા મંત્રીશ્રીઓ, અપેક્ષિત કાર્યકર્તાશ્રીઓ હાજર રહેશે. આવતી કાલે મળનારી આ કારોબારી બેઠકમાં રાજકીય પ્રસ્‍તાવ, અભિનંદન પ્રસ્‍તાવ તેમજ કેન્‍ઙ્ક ની માન.વડાપ્રધાનશ્રી નરેન્‍ઙ્કભાઈ મોદીની સરકાર અને રાજયની મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે કરેલા કામોનો અભિનંદન આપતો પ્રસ્‍તાવ રજુ કરવામાં આવશે. જેમાં રાજકીય પ્રસ્‍તાવમાં આગામી વિધાનસભાની ચુંટણીઓમાં ભાજપ 1પ0ત્ર સીટો જિતવા માટે કમર કસસે તેમજ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીનાં નેતૃત્‍વમાં સમગ્ર દેશમાં ભાજપનાં વિજયનું અશ્‍વમેધ સતત આગળ વધી રહયું છે તેમાં ગુજરાતનાં કાર્યકર્તાઓ પણ ખભે ખભો મીલાવી ભાજપના વિજય રથને આગળ વધારશે. તેમજ સરકાર દ્રારા દારૂબંધીના કાયદાઓ ખૂબ જ કડક બનાવવામાં આવ્‍યા છે. જેમાં દારૂનાં સામાજિક દુષણને દુર કરવા જન જાગૃતિ લાવવા કાર્યકર્તાઓ પ્રજા વચ્‍ચે જશે.

તેજ રીતે કેન્‍ઙ્ક અને રાજય સરકાર દ્રારા અમરેલી જિલ્‍લામાં મંજુર કરાયેલ વિકાસના કામો જેવા કે મહુવા- સાવરકુંડલા – અમરેલી- વડીયા- જેતપુર નેશનલ હાઈવે, ઉના- ધારી- બગસરા – અમરેલી – બાબરા -જસદણ-ચોટીલા નેશનલ હાઈવે, નાગેશ્રી-ખાંભા – સાવરકુંડલા -લીલીયા-લાઠી-ઢસા નેશનલ હાઈવેના કામો મંજુર કરાયા છે. જે બદલ કારોબારી રાજય અને કેન્‍ઙ્ક સરકારને અભિનંદન પાઠવશે. વધુમાં રેલવે વિભાગ તરફથી જિલ્‍લાની મીટરગેજ લાઈનોની કાયાપલટ માટે અંદાજે બે હજાર ચારસો કરોડ જેવી માતબર રકમ મંજુર કરવામાં આવેલ છે. જે માટે આ જિલ્‍લા કારોબારી કેન્‍ઙ્ક સરકારને અભિનંદન પાઠવશે. જે બાબત કારોબારીના સદસ્‍યોને માહીતગાર કરાશે. તેમ જીલ્‍લા ભાજપની અખબારી યાદીમાં જણાવાયું છે.

 


ગુજરાત પ્રદેશયુવક કોંગ્રેસનાં મહામંત્રીપદે જેનીબેન ઠુંમરની વરણી

અમદાવાદ,

ગુજરાત પ્રદેશ કોંગ્રસ દ્વારા પ્રદેશ યુવક કોંગ્રસના મહામંત્રી પદે અમરેલીજીલ્‍લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુંમરની વરણી કરવામાં આવી છે.ગુજરાત પ્રદેશ દ્વારા નિર્ણય લેવાયેલ આ વરણીન સર્વત્ર આવકાર સાથે અભિનંદન વર્ષ થઇ રહી છે.

જયારે મંત્રી તરીકે અનંત પટેલ પ્રમુખ વાસંદા તા. પંચાયત , અલ્‍કેશ દેસાઇ , પ્રમુખ ,પાટણ તા.પંચાયત , યશ કોટવાલ પ્રમુખ વિજય નગર તા. પંચાયત , ધીરુભાઇ લાઠીયા કાઉન્‍સીલર સુરત મહાનગર પાલિકા , રવિરાજ ગઢવી સભ્‍ય બનાસકાંઠા જી. પંચાયત , સકીલ અકુજી સભ્‍ય ભરૂચ જી.પંચાયતની વરણી કરવામાં આવી છે.

 


06-05-2017

thumbnail of 6-5-17