Main Menu

Saturday, May 20th, 2017

 

21-05-2017

thumbnail of 21-5-17


દેવભુમી દ્વારકામાં નંબર વનદેવભુમિ હોટલનું તા.21 મીએ શ્રી રૂપાલાના હસ્‍તે ઉદ્દધાટન

અમરેલી,
પરજીયા સોની સમાજના વરીષ્ઠ આગેવાનો શ્રી ભગવાનજીભાઇ મોરારજીભાઇ ઘઘડા, શ્રી અમૃતલાલ કાળીદાસભાઇ ઘઘડા (બોલેરો) અને શ્રી નરેન્‍દ્રભાઇ રૂગનાથભાઇ ધકાણ દ્વારા દ્વારકામાં નંબર વન હોટલ ધ દેવભુમી હોટલનું નિર્માણ કરાયું હોય અને તે ગૌરવવંતી હોટલનું કાલે ઉદ્દઘાટન થનાર છે.
દ્વારકામાં ઓખાસ્‍ટેટ હાઇવે રોડ પર રાવલા તળાવ પાસે મેઇન પોસ્‍ટઓફિસ સામે દેવભુમિ હોટલનો ઉદ્દધાટન સમારોહ અને દ્વારકાધીશ મંદિરના શીખર પર ઘ્‍વજરોહણ તા.21/5/17 રવિવારના રોજ યોજાશે સવારે 9:00 કલાકે પુજા અને બપોરે 3:30 કલાકે દ્વિતીય ઘ્‍વજાપુજા તથા કુંડલાભોગ દર્શન સાંજે 5 થી 7 દ્વારકાધીશ મંદિર અને મહાપ્રસાદ લેઉવા પટેલ સમાજ ખાતે બપોરે 1:00 વાગ્‍યે યોજશે આ પ્રસંગે ઉદ્દધાટન કાર્યક્નમમાં સાંસદ પરિમલભાઇ નથવાણી , પુનમબેન માડમ , ધારાસભ્‍ય પબુભા માણેક , વસુબેન ત્રિવેદી , ધમેન્‍દ્રસિંહ જાડેજા , યોગેશભાઇ સાગર , દિલીપભાઇ સંઘાણી , મેરામણભાઇ ગોરીયા , શ્રીમતિમિતલબેન જીતેન્‍દ્રભાશઇ ગોરીયા , શ્રીમતિનીલાબેન ઉપાઘ્‍યાય , શ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજ , સ્‍વામી કેશવાનંદ અને સ્‍વામી બજરંગસ બાપુ તથા પુજય દાદાજીની ઉપસ્‍થિતિમાં કેન્‍દ્રીય મંત્રીશ્રીપરોશતમભાઇ રૂપાલા ના હસ્‍તે દેવભુમિહોટલનું ઉદધાટન કરાશે તેમ નરેન્‍દ્રભાઇ રૂગનાથભાઇ ધકાણ , ભગવાનજીભાઇ મોરારજીભાઇ ઘઘડા , અમૃતલાલ કાળીદાસભાઇ ઘઘડા (બોલેરો)એ જણાવ્‍યું છે.


શ્રી પરેશ ધાનાણીને કાપી નાખવાના પ્રયાસો ઉંધા પડયા : પ્રદેશ કોંગ્રેસમાં ભડકો

ગાંધીનગર, એક તરફથી અમરેલી જિલ્લા સહિત ગુજરાતભરમાં કોંગ્રેસના કાર્યક્નમોમાં કાર્યકરોની સંખ્‍યા દેખાઇ રહી છે અને કોંગ્રેસ શિસ્‍તબઘ્‍ધ પાર્ટી તરીકે ઉભી થઇ રહી છે અને તેની પાસે બેસવા માટે સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ પણ છે તેવા સમયે કોંગ્રેસના ગુજરાતના તખ્‍તે થઇ રહેલી માથાકુટની ભીતરમાં ચોંકાવનારી ચર્ચા પાટનગરમાં ચાલી રહી છે.અમરેલીના ધારાસભ્‍ય અને હોનહાર યુવા પાટીદાર આગેવાન શ્રી પરેશ ધાનાણી કોંગ્રેસના દિગ્‍ગજોને નડે તેમ હોય તેને કાપી નાખવાના પ્રયાસો ઉંધા પડયા હોવાને કારણે પ્રદેશ કોંગ્રેસમાં ભડકો થયાની ચર્ચા ચાલી રહી છે. હાલમાં કોંગ્રેસમાં સર્જાયેલી હાલતમાં મુખ્‍યમંત્રી પદના દાવેદાર શ્રી પરેશ ધાનાણીને કદ પ્રમાણે વેતરવાની પ્રદેશના ધુરંધરોની મનની મનમાં રહી ગઇ હોવાનું મનાય રહયું છે.શ્રી પરેશ ધાનાણીનો ઉપયોગ કરી પાર્ટીલાઇનમાં અથવા એક જગ્‍યાએ ટકાવી દઇ તે કોઇ પણ પ્રકારે મુખ્‍યમંત્રીપદ સુધી ન પહોંચે તેવી ધુરંધરોની ચાલ અવળી પડી હોવાની રાજકીય ચર્ચાએ વેગ પકડયો છે


કેફી પદાર્થની અસરમાં ભાન ભૂલેલા ખેડુતે સામેથી ઠગને રકમ આપી દીધી

અમરેલી, અમરેલીમાં માર્કેટયાર્ડમાં સીંગ વેચવા આવેલા ખેડૂતને ગઠીયાએ વાતોમાં ભોળવી શેરડીના રસમાં કેફી પદાર્થ પીવડાવ્‍યા બાદ ભાન ભૂલેલા ખેડૂતે ગઠીયાના માગવાથી સામે ચાલીને જ રુ.ર0 હજારની રકમ ગઠીયાના હાથમાં મૂકી દીધી હતી. બે દિવસ સુધી સુધબુધ ગુમાવ્‍યા જેવી હાલતમાં રહેલા ખેડૂતે અંતે પોલોસ મથકે ફરિયાદ નોંધાવી છે.   આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ધારી તાલુકાના ફાચરીયા ગામે રહેતા ખેડૂત ભીખુભાઇ મોહનભાઇ જોષી (ઉ.વ.પ0) ગત તા.16ના રોજ અમરેલી માર્કેટયાર્ડમાં સીંગ વેચવા માટે આવ્‍યા હતા અને સીંગ વેચ્‍યા બાદ તેમના થેલામાં રુ.36,000 હતા. બહાર નીકળ્‍યા ત્‍યારે એક આધેડ વયના વ્‍યક્‍તિએ તેમનાવાંસામાં થાપો માર્યો હતો અને ભીખુ પટેલ કહીને બોલાવે પોતે ઠાવીયા ગામના રહેવાસી ધીરુભાઇ હોવાનું અને તેના સાળાના સગા હોવાનું જણવ્‍યું હતું. પછી તેની દિકરીની સગાઇની વાતો કરી હતી. ત્‍યાર બાદ રાજકમલ ચોક નજીક બન્નેએ શેરડીનો રસ પીધો હતો. તેમાં ઠગે કોઇ કેફી પદાર્થ પીવડાવી દેતા ભીખુભાઇ ભાનમાં હોવા છતાં કોઇપણ જાતનો પ્રતિકાર કરવાની સ્‍થિતિમાં નહોતા અને ગઠીયાએ રુ.ર0,000 આપો તો તેમ કહેતા ખેડૂતે સામેથી જ થેલામાંથી રકમ કાઢી આપી હતી. ત્‍યાર બાદ હમણા આવું તેમ કહીને ગયા બાદ ગઠીયો ફરર થઈ ગયો હતો. ભીખુભાઇ ઘરે પહોચ્‍યા બાદ પણ અર્ધ બેભાન જેવી હાલતમાં હતા અને માથુ દુઃખવાની સમસ્‍યા બે દિવસ સુધી રહી હતી. સમગ્ર ઘટના અંગે ભોગ બનનારા ખેડૂતની ફરીયાદ પરથી અમરેર્લી પોલીસે ગુનો નોંધેન આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ગત વિધાનસભાની ચુંટણીમાં પાકવિમાનો મુદો ઉઠાવી જિલ્‍લાના વિકાસને રૂંધવા પ્રયાસ થયાને 5 વર્ષ પુરા થયા : શરદ લાખાણી

તાજેતરમાં વિઠ્ઠલપુર ખંભાળીયા સેવા સહકારી મંડળીનાં કાયક્રમમાં ઉપસ્‍થિત રહેલા જિલ્‍લા ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ શરદ લાખાણીએ તેમના પ્રવચનમાં સવાલ કરીને લોકોને વિચારતા કયા હતાં.
તેઓએ જણાવ્‍યું હતું કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં પાક વિમાનો મુદ્‌ો બનાવીને જિલ્‍લાના વિકાસને રૂધવાના પ્રયાસો કરનાર આજે પાંચ વષ પુરા થયાંત્‍યારે સત્તાધીશોને આ મુદ્‌ો કેમ પુછતા નથી ? શું ખેડૂતોને હવે પાક વિમો કે બીજા કોઇ પ્રન નથી ? આ પ્રન પુંછતા લોકોમાં ર01રના કરેલ ભુલના પસ્‍તાવાનો ગણગણાટ જોવા મળ્‍યો હતો.


બગસરામાં છેલ્‍લા એક માસથી સ્‍ટેટ હાઇવે પર ભૂગર્ભ ગટરની કુંડીઓ ઢાંકણ વિહોણી

બગસરા,બગસરાની મઘ્‍યમાંથી પસાર થતા સ્‍ટેટ હાઇવે પરની ભૂર્ગભ ગટરની કુંડીઓ છેલ્‍લા એક માસ કરતા વધારા સમય થયા ખુલ્‍લી હોવા છતા તંત્ર જાણે જાનહાનીની રાહ જોતુ હોય તેમ ચૂપ બેસી રહેતા લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે બગસરાના સ્‍ટેટ હાઇવે ના નવીનીકરણ બાદ રોડની વચોવચ આવેલ ભૂર્ગભ ગટરોના રોડના ઢાંકણા નાવામાં અવેલ પરંતુ હલલકી ગુણવાતાના કારણે કુંકાવાવ નાકાથી નગરપાલિકા કચેરી દ્વારા રોડ પરનાકુંડીઓના તમામ તૂટુ જવાથી છેલ્‍લા 6 માસથી કુંડીઓ ખુલ્‍લી પડી છે.રાજકોટ , જુનાગઢ , જેતપુર , વિસાવદર ,અમરેલી , ભવનગર, વડીયા જવામાં આ રોડ પર પસાર થવુંપડતું હોય રોડની વચોવચ ખુલ્‍લી કુનડીઓના કારણે ચાલકો પર જોખમ જળંબી રહયું છે .તેમ છતા શાસકે વિપક્ષ કોઇને નવા ઢાંકણા નખાઇ તેમાં રસ નથી જયારે શહેરમાં ચાલી રહેલા કરોડો રૂપીયાના શીશી રોડના કામ પર સેટીનગ માટે સદસ્‍યોના આંટા ફેરા નજરે પડે છે .
રાજકીય આગેવાનોતો ઠીક શહેરની ચેમ્‍બર ઓફ કોમર્સ કે વેપારી મહામંડળ જેવી કહેવાતી સામાજીક સંસ્‍થાના આગેવાનો પ્રસિઘ્‍ધિ ભુખ્‍યા હોય અધિકારી સાથે ફોટા પડાવી શહેરના હિતમાં કામ કરી રહયાનો ડહોળ કરી રહયા છે.


રાજુલામાં પાક ધિરાણ મેળવવા કતારો લાગતા ઉનાળાને કારણે વ્‍યવસ્‍થા કરી

રાજુલા,
રાજુલામાં આવેલ સ્‍ટેટ બેંક કૃષિ શાખામાં રાજુલા જાફરાબાદના ખેડૂતોની કતારો લાગે છે.તડકામાં અને વરસાદમાં લકોએ બહાર ઉભવુ પડતુ હોવાથી બેંકના ગ્રાઉન્‍ડમાં છાયડાની યોજના ધોરણે ભાજપ અગ્રણી મનુભાઇ ધાખડા તેમજ બેંકના મેનેજર અને સ્‍ટાફ દ્વારા નવો સેડ બનાવી વ્‍યવસ્‍થા કરી છે હવે ઉનાળા અને ચોમાસા માટે કાયમીક વ્‍યવસ્‍થા થતા એસ.બી.આઇ કૃષિ શાખાની પ્રસંશા થઇ રહી છે.


20-05-2017

thumbnail of 20-5-17