Main Menu

Monday, May 22nd, 2017

 

23-05-2017

thumbnail of 23-5-17


પરજીયા સોની સમાજના વર્લ્‍ડ ફેડરેશનના ચેરમેનપદે શ્રી ભરતભાઇ ચૌહાણની વરણી

પરજીયા સોની જ્ઞાતિ વર્લ્‍ડ ફેડરેશનની વાર્ષિક સાધારણ સભામાં સમાજના ઉત્‍થાન માટે પ્રતિબઘ્‍ધતા વ્‍યકત કરતા નવનિયુકત ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણ બાજુની તસવીરમાં ડાબેથી પટણી બ્રધરહુડના ચેરમેન શ્રી વિજયભાઇ ઘઘડા તથા મુંબઇ સુવર્ણ હોસ્‍પીટલના ચેરમેન શ્રી હરીભાઇ દેવદાનભાઇ ધકાણ, શ્રી બાબુભાઇ ધાણક સાવલીવાળા બાજુમાં મુંબઇ સોની વાડીના પુર્વ ચેરમેન શ્રી વલ્‍લભભાઇ ધોરડા, મુંબઇ સોની સમાજના અગ્રણી શ્રી ડી.સી.સાગર, પરજીયા સોની સંદેશના પુર્વ તંત્રી શ્રી જે.વી.જીણાદ્વા, શ્રી પી.જી.ધોરડા તથા દ્વારકા સોની વાડીના ટ્રસ્‍ટી શ્રી હરીભાઇ ઘઘડા અને અંતીમ તસવીરમાં શ્રી ભરતભાઇ ચૌહાણની વરણીને વધાવતા શ્રી બાબુભાઇ સાવલીવાળા, શ્રી હરીભાઇ દેવદાનભાઇ ધકાણ, પટણી બ્રધરહુડ નાઇરોબીના શ્રી વિજયભાઇ ઘઘડા બાજુમાં શ્રી ભરતભાઇ અને આગળ શ્રી વલ્‍લભભાઇ ધોરડા નજરે પડે છે. જયારે ઇનસેટ તસવીરમાં શ્રી ભરતભાઇ, શ્રી વિજયભાઇ અને શ્રી કાંતીભાઇ નજરે પડે છે.

 


સાવરકુંડલા તાલુકાના સરપંચોએ સરકારના પરીપત્રની અર્ધનગ્‍ન અવસ્‍થામાંહોળી કરી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સરપંચોએ સરકારે બહાર પાડેલા પરિપત્રનો સખત વિરોધ કરી અર્ધનગ્ન અવસ્‍થામાં સૂત્રોચ્‍ચાર કરી પોતાનો વિરોધ દર્શાવ્‍યો અને પરિપત્રની હોળી કરી મામલતદાર ને આપ્‍યું આવેદન પત્ર.સાવરકુંડલામાં આજે તાલુકાભરના સરપંચો એકઠા થયી સરકારના પરિપત્રનો વિરોધ કર્યો.મામલતદાર કચેરી સામે સ્‍ટેટ હાઇવે ઉપર સરકાર વિરોધી સુત્રોચ્‍ચાર કર્યો અને થોડીવાર માટે સ્‍ટેટ હાઇવે ચક્કાજામ કરવામાં આવ્‍યો હતો ત્‍યારે કેટલાક સરપંચોએ ઉશ્‍કેરાટ મા આવી જઇ અર્ધનગ્ન અવસ્‍થામાં સરકારના પરિપત્રની હોળી કરી હતી.શુ છે સરકારનો પરિપત્ર તેના ઉપર નજર કરીએ તો ગામ વિકાસ માટે આવતા પંચાયત હસ્‍તક ના નાણાંકીય વ્‍યવહારમાંસરપંચ અને સભ્‍યોથી ચાલતો વ્‍યવહાર બંધ કરવામાં આવ્‍યો અને તલાટી મંત્રીની તેમજ સરપંચની સહિથી જ આ વ્‍યવહાર ચલાવી શકાશે.તમામ સરપંચોએ આ નાણાંકીય વ્‍યવહારમાં તલાટી મંત્રીનો વિરોધ કરવાનું જણાવતા સરપંચોએ કભ્‍ું કે તલાટી મંત્રી અનિયમિત હોવાથી નાણાંકીય વ્‍યવહાર ખોરવાઈ જશે લોકશાહીનું ખુન થયા સમાન ગણાવી વિરોધ કર્યો હતો

 


કુંડલામાં 50ના દરની જાલીનોટો સાથે બેની ધરપકડ કરતી એસઓજી

અમરેલી,પોલીસ અધિક્ષક શ્રી જગદીશ પટેલે અમરેલી જિલ્લામાં બનાવટી ચલણી નોટોનુ દુષણ વધી ગયેલ હોય જેનાથી દેશના અર્થતંત્ર ઉપર ખુબજ માઠી અસર થતી હોય જેથી આવી ગેરકાયદેસર પ્રૃવૃતિ ડામી દેવા તાબાના અધિકારી શ્રીઓનેસુચનાઓ કરેલ જે અન્‍વયે ગઇ કાલ તા.19-ર0/0પ/ર017 ના રાત્રીના સમયે સાવરકુંડલામાં અમરેલી રોડ ઉપર એસ્‍સાર પેટ્રોલપંપ થી આગળ આવેલ અજમેરી લોજ ના માલીક (1) સલીમભાઇ ઇબ્રાહીમભાઇ પોપટીયા ઉ.વ. 43 ધંધો ઇંડાની લોજ રહે સાવરકુડલા આઝાદ ચોક ઓડવાડાનુ નાકુ (ર) આસીફભાઇ અબ્‍દુલભાઇ ચાવડા ઉ.વ. રપ ધંધો વેપાર રહે સાવરકુડલા આઝાદચોક ઓડવાડ નુ નાકુ વાળાઓ બનાવટી ચલણી નોટો પોતાના કબ્‍જામાં રાખતાં હોવાની અને અસલ ભારતીય ચલણના બદલામાં ડબલ બનાવટી નોટો લોકોને આપતાં હોવાની ચોક્કસ બાતમી એસ.ઓ.જી.ના પો.સ.ઇ.શ્રી વી.જી.ભરવાડ સાહેબને મળેલ જે બાતમીની ખરાઇ કરી સાવરકુંડલા મુકામે આવી સાવરકુંડલાના પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી સી.જે.ગૌસ્‍વામી સાહેબ તથા તેમના સ્‍ટાફ તથા એસ.ઓ.જી.ના સ્‍ટાફએ એસ.બી.આઇ.શાખાના બેંક મેનેજરને સાથે રાખી બાતમીવાળી જગ્‍યાએ રેઇડ કરતાં નીચે મુજબની બનાવટી ચલણી નોટો મળી આવેલ જેમાં (1) સલીમભાઇ ઇબ્રાહીમભાઇ પોપટીયા ઉ.વ. 43 ધંધો ઇંડાની લોજ રહે સાવરકુડલા આઝાદ ચોક ઓડવાડાનુ નાકુ વાળા પાસેથી રૂ.પ0(પચાસ) ના દરની બનાવટી ચલણી નોટ નંગ-48 મળી આવેલ (ર) આસીફભાઇ અબ્‍દુલભાઇ ચાવડા ઉ.વ. રપ ધંધો વેપાર રહે સાવરકુડલા આઝાદચોક ઓડવાડ નુ નાકુ વાળા પાસેથીરૂ.પ0(પચાસ) ના દરની બનાવટી ચલણી નોટ નંગ-36 મળી આવેલઆમ,ઉપરોકત બન્ને ઇસમો બનાવટી ચલણી નોટો હોવાનું જાણવા તેના આર્થીક ફાયદા સારૂ ગુન્‍હાહીત કાવતરૂ રચી ખરા તરીકે ઉપયોગ કરી દેશના અર્થતંત્ર ને ગંભીર પ્રકારનું પહોચાડતા હોય જે બન્ને ઇસમો રેઇડ દરમ્‍યાન પકડાઇ ગયેલ અને આ નોટો કયાંથી લાવેલ તે બાબતે ધનીષ્ઠ પુછપરછ કરતાં આ રૂ.પ0(પચાસ) ના દરની બનાવટી ચલણી નોટ તેને સાવરકુંડલાના જયસુખભાઇ વૃજલાલભાઇ કવા એ આપેલાનું જણાવેલઉપરોકત ત્રણેય ઇસમો વિરૂઘ્‍ઘ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ફ.ગુ.ર.નં.31/ર017 ઇ.પી.કો.કલમ 489(ખ) (ગ),34,1ર0(બી) મુજબ ધોરણસર ગુન્‍હો દાખલ કરાવેલ છે.અને આગળની તપાસ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્‍સ.શ્રી વી.જી.ભરવાડ સાહેબનાઓ ચલાવી રહયા છે. આગામી દિવસોમાં આ બન્ને આરોપીઓએ અગાઉ આ નોટો કયાંકયા વાપરેલ છે ? આ લોકોની સાથે અન્‍ય કેટલા ઇસમો સંડોવાયેલ છે. આ બનાવટી નોટોનું નેટવર્ક રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય સ્‍તરે કોઇ વ્‍યક્‍તિની સંડોવણી છે કે કેમ ? વિગેરે મુદાઓ બાબતે પકડાયેલ બન્ને આરોપીઓના દિન-14 ના પોલીસ રીમાન્‍ડની માંગણી કરવામાં આવેલ છે. સદરહું કામગીરી પોલીસ અધીક્ષક શ્રી જગદીશ પટેલ સાહેબ ની સુચના અને શ્રી રાજેશ પરમાર સાહેબ ઉઢ.જ.ઙ.નામાર્ગદર્શન નીચે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી સી.જે.ગૌસ્‍વામી તથા એસ.ઓ.જી.ના પો.સ.ઇ.શ્રી વી.જી.ભરવાડ તથા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.પ્રભાતભાઇ ગરૈયા તથા પ્રકાશભાઇ જોષી તથા પો.કોન્‍સ.દેવરાજભાઇ કળોતરા તથા રાહુલભાઇ ચાવડા,તથા મનિષદાન ગઢવી તથા ગૌરવકુમાર પંડયા તથા સુભાષભાઇ ધોધારી તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનના અજયભાઇ સોલંકી હેડ કોન્‍સ.એ.પી.જાડેજા તથા બી.ડી.નાંદવા તથા મનજીભાઇ ચૌહાણ તથા સુરેશભાઇ ખુમાણ તથા શહેજાદખાન તથા મયુરભાઇ ગોહિલ

 


ગીરની ગોદમાં અમરેલીની નામાંકિત સંસ્‍થાઓની સાધારણ સભા

તુલસીશ્‍યામ નજીક આવેલા ધારીના દૂધાળા ગીર ખાતે અમરેલી જિલ્લા બેંક, જિલ્લા દૂધ સંઘ, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંગ, અમરેલી જિલ્લા સંઘ સહિતની નામાંકિત સહકારી સાંસ્‍થાઓની સામાન્‍ય સભા ગીરની ગોદમાં તુલસીશ્‍યામ નજીક આવેલા ધારીના દુધાળા ગીર ખાતે લાલભાઇના ફાર્મમાં એકમંચ પર મળી હતી. જેમાં નાફસ્‍કોબના ચૅરમેન દિલીપભાઇ સંઘાણી, શરદભાઇ લાખાણી, અશ્‍વિનભાઇ સાવલીયા, અરુણભાઇ પટેલ, મુકેશભાઇ સંઘાણી, ચંદુભાઇ સંઘાણી, આર.એસ.પટેલ, બી.એસ.કોઠિયા સહિત તમામ બોર્ડ ઓફ ડિરેક્‍ટરો ઉપસ્‍તિત રભ હતા.

 


રાજુલા પાલિકાનો 10 લાખ લીટરનો સંપ લીક થતા પાણી વેડફાયું

અમરેલી જિલ્લા માં પીવા ના પાણી માટે મહિલા ઓ કાળોકકળાટ કરી રહી છે તેવા સમયે રાજુલા નગર પાલિકા અને ચીફઓફીસર ની ઘોરબેદરકારી બહાર આવતા ખળભળાટ મચી ગયો છે આજે શહેર ના ઘુઘરિયાળી સંપ લીક હોવાના સમાચાર મળતા વિપક્ષ સહીત ભાજપ ના પાણી પુરવઠા નાચેરમેન સહીત દોડી આવ્‍યા હતા અને સામ સામે આક્ષેપ બાજી થતા શહેર માં પાણી મુદ્યે રાજકારણ ગરમાયુ છે રાજુલા વાસી ઓ ને કેટલાક વિસ્‍તાર માં પાણી મળતું નથી બીજી તરફ કેટલાક એવા વિસ્‍તાર છે ન્નયાં 10 દિવસે પાણી મળે છે ત્‍યારે આ 10 લાખ લીટર નો સંપ દરોજ પાણી થી ભરવા માં આવેછે અડધું પાણી શહેર પીવે છે અને આડધું પાણી બહાર વેડફાય છે આ પ્રકાર ની સ્‍થિતિ અહીં જોવા મળી રહી છે ભાજપ કોંગ્રેસ ના આક્ષેપ થી રાજકારણ ગરમાયુ છે અને નગર પાલિકા ના ચીફઓફીસર ઉપર ગંભીર પ્રકાર ના આક્ષેપો થયા હતા પરંતુ રાજુલા શહેર માં હમણાં તાજેતર માં પીવા ના પાણી નો પણ કકળાટ જોવા મળી રહીયો છે અહીં એવું પણ જાણવા મળી રભ્‍ું છે આ સંપ 6 મહિના થી લીક છે નગરપાલિકા અને સરકારી અધિકારી ઓ દ્વારા ઘ્‍યાન આપતું નથી જેને લઇ ને આ પ્રકાર નો કાલોકકળાટ જોવા મળી રભે છે અહીં આ સંપ માં ધારેશ્‍વર ડેમ માંથી દરોજ લાખોલીટર પાણી ભરવા માં આવે છે અને મોટાભાગ નું પાણી વેડફાય રભ્‍ું છે તંત્ર દ્વારા તાકીદે સંપ રીપેરીંગ કરવા માં આવે તેવી લોક માંગ ઉઠી છે બીજી મહત્‍વ ની વાત તો એ છે ભાજપ ના નગર સેવક નું ચીફઓફીસર સાંભળતા નથી તે વાત થી સૌવ કોઈ ચોકી ઉઠીયા છે ભાજપ ના આગેવાનો નું કોઈ સાંભળે નહીં તો આમનાગરિક નું કોણ સાંભળે તે સવાલ ઉઠ્‍યો છ