Main Menu

Friday, May 26th, 2017

 

અમરેલી નગરપાલિકા દ્વારા રોડનું ખાતમુર્હૂત કરાયું

અમરેલી નગરપાલિકા દ્વારા વોર્ડ નં.3માં ખાતમુર્હૂત ધારાસભ્‍ય શ્રી પરેશભાઇ ધાનાણી, શ્રી પી.પી.સોજીત્રાની, અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર, અમરેલી નગરપાલિકા પ્રમુખ અલ્‍કાબેનગોંડલિયા, જે.પી.સોજીત્રા, એન્‍જિનિયર ખોરાસીયા, નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હરપાલભાઇ ધાધલ, ભનાબેન ઘંટીવાળા, સમીરભાઇ જાની, કિરનબેન વામજા, અમીનભાઇ હોત, રોહિતભાઇ રાઠોડ ઘંટીવાળા વગેરીની ઉપસ્‍થિતિમાં ખાતમુર્હૂત કરવામાં આવેલ તે વેળાની તસ્‍વીરમાં નજરે પડે છે.

 


અમરેલી યાર્ડમાં રોજીંદા 6 હજાર મણ તુવેરની ખરીદી

અમરેલી,

ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે નાફેડ મારફત રાજય સરકારે ટેકાના ભાવથી તુવેર ખરીદી શરૂ કરી છે જેમાં અમરેલીને પણ ખરીદી સેન્‍ટર મંજુર કરાતા અમરેલી માર્કેયાર્ડ ખાતે ટેકાના ભાવથી તુવેર ખરીદવામાં આવે છે. ઓણ સાલ તુવેરનું ઉત્‍પાદન વધુ હોય અને સરકાર તરફથી ટેકાના ભાવ મળી રહેતા સારા ભાવોને કારણે અમરેલી માર્કેયાર્ડમાં તુવેર વેંચવા માટે ખેડૂતોની વાહનોની કતારો લાગે છે પરિણામે અમરેલી માર્કેટયાર્ડની ચારે તરફના રસ્‍તા ઉપર તુવેર ભરેલા વાહનોના થપ્‍પા લાગ્‍યા છે સતત બે દિવસથી આ સ્‍થિતિને કારણે શહેરના ટ્રાફિક સહિતને અસર જોવા મળી છે. ખેડૂતો તુવેર વેંચવા માટે રાત ભર રોડ ઉપર ધામા નાખી પોતાના વારાની પ્રતિક્ષા કરે છે ટેકાના ભાવથી તુવેર ખરીદીને જબરૂસર્મથન મળ્‍યું છે આજે પ્રતાપપરા સેવાસહકારી મંડળીના શ્રી અશ્ચિનભાઇ સાવલીયા તથા કૃષિ રાજયમંત્રી વી.વી. વઘાસીયા અને જીલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા તથા રીતેષભાઇ સોનીએ વેરહાઉસ અને માર્કેટયાર્ડની મુલાકાત લીધી હતી અને માર્કેટયાર્ડની કામગીરીથી સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો મંત્રીશ્રી વી.વી. વઘાસીયાએ અવધટાઇમ્‍સ સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતુ કે ખેડૂતોના પુરતા ભાવો આપવા ટેકાના ભાવથી તુવેરની ખરીદી થઇ રહી છે જેના ભાગ રૂપે અમરેલી મર્કેટયાર્ડમાં રોજીંદા 6 હજાર મણ તુવેરની ખરીદી થાય છે.આગામી 31 મી સુધીમાં મોટાભાગના ખેડૂતોની તુવેર ખરેદાય જશે તેમ મંત્રીશ્રી વી.વી.વઘાસીયાએ જણાવ્‍યું હતું વધુમાં એવું પણ જણાવ્‍યું કે 1 લાખ 75 હજાર ટન તુવેરની ખરીદી થઇ ચુકી છે. ખેડૂતોની માંગણી ઘ્‍યાને લઇ ખાસ કિસ્‍સામાં 50 હજારટનની વધુ ખરીદી મંજુર કરી અમરેલીમાં ખરીદી કેન્‍દ્ર શરૂ કર્યુ હતું જે આગમી 3મે સુધીમાં મોટાભાગની ખરીદી કરી લેશે તેમ મંત્રીશ્રી.વી.વી. વઘાસીયાએ જણાવ્‍યું હતું.

 


જામકામાં વ્‍યસન મુક્‍તિ સાથે પ્રાકૃતિક ભોજનથી સ્‍વાવલંબી લગ્‍ન

જામકામાં જળક્નાંતિ પછી ગીરગાય ક્નાંતિનો જન્‍મ થયા બાદ સંપુર્ણપ્રાકૃતિક ભોજનથી સ્‍વાવલંબી લગ્‍નની પહેલ થઇ છે.વૈદિક ભોજન જેવી ક્નાંતિ માળા મનસુખભાઇ સુવાગીયાના નેતૃત્‍વમાં ભારત માતાના ચરણે અર્પણ કરી અને સ્‍વાવલંબી લગ્‍નનો સંપલ્‍પ લેવડાવ્‍યો હતો.જળક્નાંતિ ટ્રસ્‍ટની રાષ્‍ટ્ર સેવા સાથે લોક સાહિત્‍યકાર રાજભા ગઢવી, વિક્નમ લાબડીયા, સંગીતા લાબડીયાએ લોક સાહિત્‍ય પીરસ્‍યું હતુ.સંસ્‍થાના ઉપપ્રમુખ રામકુભાઇ ખાચરે કાર્યક્નમનું સંચાલન કર્યુ હતુ.

 


ધારી તાલુકાના સરપંચોએ આવેદન પત્ર આપ્‍યું

ધારી,

ગુજરાત સરકારે ગ્રામ પંચાયતના નાણાકીય વહીવટમાં તલાટીની ફરજીયાત સહિનો ફતવો બહાર પાડતા ધારી તાલુકાના સરપંચોએ આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી જેમાં ગ્રામ પંચાયતના નાણાકીય વહીવટમાં તલાટી મંત્રીની ફરજીયાત સહિની જોગવાઇ રદ કરવા અને ગ્રામ વિકાસના કામોમાં તલાટી મંત્રીનો અભિપ્રાય ફરજીયાત કરેલ છે તે પણ રદ કરવા માંગણી કરી છે અને જણાવ્‍યું કે રાજય સરકારે ગુજરાતભરના 18 હજાર સરપંચોમાંથી કોઇ સરપંચનો વિશ્‍વાસમાં લીધા વિનાફેરફાર કરીને ગ્રામ વિકાસમાં મોટો અવરોધ ઉત્‍પન્‍ન કરેલ છે.

તલાટીમંત્રીઓની સંખ્‍યા પણ પુરતી નથી.એક તલાટી પાસે ચાર થી પાંચ ગામના ચાર્જ હોય છે અને તે પણ અનિયમિત હોય છે.તેમની કોઇ અંગત લાગણી જાડાયેલ હોતી નથી અને ગ્રામ વિકાસમાં પણ રસ હોતો નથી તેથી લોકોએ વેઠવું પડે છે.વિકાસના આયોજનમાં તલાટીને ફરજીયાત કરીને સરકાર શું સાબિત કરવા માંગે છે ? સતાના જોગે અધિકારીઓને પોતાના ઇશારે નચાવી ગ્રામ પંચાયતથી ગાંધીનગર સુધીનો વહીવટ ચંૂટણીમાં ચૂંટાયા વગર પોતાના હસ્‍તક લેવા માંગે છે.સતાનું વિકેન્‍દ્રીકરણ કરનાર સરકાર હવે પછી ગ્રામ પંચાયતના હાલ, હવાલ શું કરવા માંગે છે ? શું સરકાર લોહસાહિના ગળે ટુંપો આપી અમલદાર સાહિ શરૂ કરવા માંગે છે.તો પછી ચૂંટણીના તાયફા શું કામના જેવા સવાલો સાથે સરપંચોએ રોષ વ્‍યક્‍ત કર્યો હતો.જો હવે પરીપત્ર પાછો નહિ ખેંચે તો આગામી દિવસોમાં સરકારે ગંભીર પરીણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.સરપંચો દ્વારા રેલી, ધરણા, ઉપવાસ આંદોલન કરાશે અને જરૂર પડયે સરપંચો સામુહિક રાજીનામા આપી દેશે તેમ ચીમકી આપી હતી.

 


કુંડલામાં હરામખોરોએ જાહેરમાં બળાત્‍કાર કરી વિડિયો ઉતાર્યો

અમરેલી,

શૌર્યવંતી સાવરકુંડલા નગરીના લલાટેકલંક લગાડતી અધમતા અને કલ્‍પના બહારની ગુનાખોરીથી સર્વત્ર હાહાકાર મચી ગયો છે કુંડલામાં હરામખોરોએ સોળ વર્ષની દલીત સગીરાને દરગાહ પાસેના ખુલ્લા મેદાનમાં લઇ જઇ બળાત્‍કાર કરી વિડિયો ઉતાર્યો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે.

આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, કુંડલાની સોળ વર્ષની દલીત સગીરાને સાવરકુંડલાના મણીનગરમાં રહેતો મહંમદ મહેબુબ ચૌહાણ તથા નુરાનીનગરમાં રહેતા વસીમ અદા મકવાણા નામનો શખ્‍સ મણીભાઇ સર્કલ પાસે આવેલી શાળાની બાજુમાંથી મોટરસાયકલ ઉપર સગીરાને છરીની અણીએ બેસાડી અને મહુવા રોડ ઉપર લઇ ગયા હતા

ત્‍યા રીલાયન્‍સના પેટ્રોલપંપ પાસે વસીમ ઉતરી ગયો હતો અને મહંમદ આ સગીરાને મહુવા લઇ ગયેલ અને તેની બહેનને ત્‍યા એક દિવસ રાખી હતી અને બીજા દિવસે મહુવાથી પરત બીજા દિવસે સાવરકુંડલા લીલાપીરની દરગાહ પાસે લઇ ગયો હતો અને ત્‍યા મહંમદે વસીમ અને સોહીલ ઉર્ફે બાબા નામનો મુસ્‍લીમ છોકરાને બોલાવેલ અને ત્‍યા ત્રણેયે વારાફરથી આ સગીરાની સાથે શરીરસબંધ બાંઘ્‍યા હતા ત્‍યાર બાદ બીજા દિવસે વસીમ ફરી આ સગીરાને મોટર સાયકલમાં બેસાડી ખુલ્લા મેદાનમાં લઇ જઇ અને કુંડલાના પઠાણશેરીમાં રહેતા અફરોજના ભાઇ ઇમરાનને અને એક જાડીયા સરખા મુસ્‍લીમ છોકરાનેફોન કરી અને બોલાવ્‍યા હતા તથા તમામે ત્‍યા આ સગીરાને નગ્‍ન કરી અને બળાત્‍કાર ગુજાર્યો હતો તથા એ જાડીયા સરખા છોકરાએ આ બળાત્‍કારનું વિડિયો શુટીંગ ઉતાર્યુ હતું બાળત્‍કારની વાત કોઇને કહીશ તો પતાવી દેશુ તેવી ધમકી વસીમે આ સગીરાને આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાતા પોલીસે આ બનાવ અંગે અપહરણ,ગેંગરેપ,ધમકી એટ્રોસીટી,પોસ્‍કો સહિતની વિવિધ કલમો હેઠળ પાંચેય આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે અને આ બનાવ અંગેની તપાસ એસટીએસસી સેલના ડીવાયએસપીશ્રી પરેશ ભેસાણીયાને સોંપવામાં આવતા ડીવાયએસપી શ્રી પરેશ ભેસાણીયાએ હવશખોરોને પકડી કડક કાર્યવાહી કરવાના ચક્નો ગતિમાન કર્યા છે.

 


સાવરકુંડલાના મોટા ઝીંઝુડામાં નાગ-નાગણીનું અદ્દભુત મિલન

સાવરકુંડલા,

સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામ નજીક સર્પમિલનની અદભ્‌ત ધટના બની હતી.હાલની કાળઝાળ ગરમીમાં જાહેર રોડ પર આ સર્પ મિલનની ઘટના ભાગ્‍યેજ જોવા મળતી હોય છે. સામાન્‍ય રીતે સર્પ મિલન એકાંત માં અને છાંયડે અથવા ઠંડી રૂતુમાં કરતાં હોય છે.ત્‍યારે આ વિરલ ઘટના જાહેરમાં અને ફુલ ગરમીમાં બની હોઇ ગ્‍લોબલ વોર્મિગની અસર હોવાનું સુરીસર્પ નિષ્‍ણાંતો જણાવી રહ્યા છે.

 


એક કરોડની જાલીનોટ માર્કેટમાં પધરાવાઇ હોવાનું ખુલ્‍યું

અમરેલી,

અમરેલીમાંથી જાલીનોટ સાથે પકડાયેલા શખસો છેલ્લા ચાર મહિનાથી જાલીનોટનો ધંધો કરતા હતા અને અત્‍યાર સુધીમાં રુ.1 કરોડથી પણ વધુની નોટ બજારમાં ઘુસાડી દીધી હોવાની શક્‍યતા છે. અમરેલીમાંથી પકડાયેલો જથ્‍થો તો માત્ર એક જ વ્‍યક્‍તિને આપવા માટે હતો. એ સિવાય જાલીનોટનું મોટું નેટવર્ક બહાર આવે તેમ છે.

આ અંગે મળતી વિગતો મુજબ પકડાયેલા આરોપીઓ અને તેની સાથે સંકળાયેલા શખસો ચાર મહિનાથી જાલીનોટ ચાપવાનું કામ કરતા હતા અને અત્‍યાર સુધીમાં 1 કરોડથી પણ વધુની જાલીનોટ બજારમાં ઘુસાડી દીધી છે. આરોપીઓ એજંટોને રપ ટકાથી 40 ટકા સુધી કમિશન આપતા હતા. એટલે 60 હજાર રુપિયામાં 1 લાખની જાલીનોટ અપાતી હતી. ભાવનગર, અમરેલી, સુરત, ઊંઝા, મહેસાણા વગેરેમાં જાલીનોટો ઘુસાડવામાં આવી હોવાની શક્‍યતા છે. આરોપીઓ કોઇને શંકા ન જાય એ માટે બસ કે ભંગાર જેવા લાગતા દ્વિચઠ્ઠી વાહનમાં જાલીનોટની ડિલિવરી આપતા હતા. ઉપરાંત આ સમગ્ર કૌભાંડમાં હાલ બે જ શખસો પકડાયા છે પરંતુ વધુ છ જેટલા ઇસમોના નામ અને સંડોવણી ખૂલે તેવી શક્‍યતા છે. આ માટે પોલીસ જુદા-જુદા સ્‍થળોએ દરોડા પાડશે. બીજી તરફ અત્‍યાર સુધીમાં આરોપીઓ દ્વારા જે જાલીનોટો માર્કેટમાં ઘુસાડિ દેવામાં આવી છે તેને રીકવર કરવામાટે ક્‍યા આરોપીએ કોને કોને કેટલી નોટો આપી હતી અને ત્‍યાંથી એ નોટ ક્‍યાં ગઈ તેની ભાળ મેળવવામાં આવે તો હજુ બજારમાંથી મોટો જથ્‍થો પરત મેળવીને ભારતીય અર્થતંત્રને થનારું નુકસાન રોકી શકાય તેમ છે.

 


ટીંબીમાં રાહતકામ ચાલુ કરાવવા કોંગ્રેસના ટીકુભાઇ વરૂ આત્‍મવિલોપન કરશે

અમરેલી,

એક હજાર ઉપરાંતના શ્રમીકો માટે રાહતકામ શરૂ ન થતા તે રોજી માટે ટળવળી રહયા હોય ટીંબીમાં રાહતકામ ચાલુ કરાવવાની માંગ સાથે કોંગ્રેસના ટીકુભાઇ વરૂએ આત્‍મવિલોપન કરવાની જાહેરાત કરી છે.

જો બે દિવસમાં કામ શરૂ નહી કરાય તો જિલ્લા પં. બાંધકામ સમીતીના ચેરમેન શ્રી ટીકુભાઇ વરૂ ગરીબ શ્રમીકોની ચીંતામાં અમરેલીની ગ્રામ વિકાસ એજન્‍સીની કચેરી સામે જ પેટ્રોલ છાંટી ટીકુભાઇએ સળગી જવા ચીમકી આપી છે.

 


26-05-2017

thumbnail of 26-5-17