Main Menu

Monday, May 29th, 2017

 

આણંદમાં શ્રી સંઘાણીના હસ્‍તે વૃઘ્‍ધાશ્રમનું લોકાર્પણ

આણંદ ખાતે સાંઇબાબા જનસેવા ટ્રસ્‍ટ ર્ેારા છાંયડો નામનું આશ્રય સ્‍થાન ઉભું કરવામાં આવ્‍યું હતું જેનું લોકાપર્ણ નાફસ્‍કોબના ચેરમેન દિલીપ સંઘાણીના અઘ્‍યક્ષ સ્‍થાને ટ્રસ્‍ટી જનક પટેલ, આણંદ જિલ્‍લા ભાજપ પ્રમુખ મહેશભાઇ પટેલ, માજી ધારાસભ્‍ય જયોત્‍સનાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ જગત પટેલ, વિજયભાઇ પટેલ, સરદાર પટેલ ટ્રસ્‍ટના મનીષ સંઘાણી, કૃષી અને ગ્રામ વિકાસનાકેતનભાઇ પટેલ, રાજેશભાઇ રૂપારેલીયા, ઘ્‍યાનન યોઘ્‍ધા સહિતના આગેવાનોની ઉપસ્‍થિતીમાં કરવામાં આવ્‍યું હતું. આ તકે દિલીપભાઇ સંઘાણીએ તેમના ઉદબોધનમાં જણાવ્‍યું હતું કે, હાલની પરિસ્‍થીતીમાં પશ્‍ચીમી સંસ્‍કૃતીની હવા ઘર ઘર સુધી પહોંચી ગઇ છે. ત્‍યારે આવી ધાર્મિક સંસ્‍થાઓ ર્ેારા દિવ્‍યાંગ વૃઘ્‍ધોનો આશ્રય આપવાનો અનેરો પ્રયાસ સાંઇબાબા જન સેવા ટ્રસ્‍ટ ર્ેારા કરવામાં આવ્‍યાં છે. જે ખરેખર પ્રશંસનીય છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે, આ કાર્યક્રમ સાથે સાથે 10 દિવ્‍યાંગ યુગલોના સમોહ લગ્ન પણ યોજાયા હતા. આણંદ શહેરના સાંઇબાબા જન સેવા ટ્રસ્‍ટ સંચાલીત શનેશ્‍વર મંદિરે વૈશાખી અમાસના દિવસે શનેશ્‍વર જયંતીની ભકિતભાવપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારે ચાર વાગે પ્રાતઃઆરતી કરવામાં આવી હતી. ત્‍યારબાદ શનેશ્‍વર મહારાજને શણગાર સજાવવામાં આવ્‍યા હતા. સવારે 9 કલાાકે શનેશ્‍વર યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. જેમાં રપ વધુ યુગલોએ પૂજામાં બેઠા હતા. સમગ્ર દિવસ દરમ્‍યાન શનેશ્‍વર જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આજે સવારથી જ શ્રઘ્‍ધાળુઓ શનેશ્‍વર મહારાજના દર્શન કરવા માટે ઉમટી પડયા હતા. સૌ કોઇ કાળા તલ, તેલ, આકડાના ફૂલનો હાર વગેરે ચઢાવી શનેશ્‍વરની કૃપા મેળવતા જોવા મળ્‍યા હતા. બપોર બાદશનેશ્‍વર મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી. મોડી રાત્રે મહાઆરતી કરવામાં આવી. સાંઇબાબા જનસેવા ટ્રસ્‍ટ ર્ેારા દિવ્‍યાંગ વૃઘ્‍ધો અને વૃઘ્‍ધો માટે આશ્રય સ્‍થા ઉભું કરવામાં આવ્‍યું છે. જેમાં શરૂઆતમાં દિવ્‍યાંગ વૃઘ્‍ધો માટે પાંચ રૂમ બનાવવામાં આવ્‍યા છે. અને આગામી સમયમાં 40થી વધુ રૂમો બનાવવામાં આવશે. જેમાં નિરાધાર દિવ્‍યાંગ વૃઘ્‍ધોને આશ્રય આપી તમામ સુવિધા પુરી પાડવામાં આવશે તેઓની સેવા માટે સ્‍પેશ્‍યલ સ્‍ટાફની વ્‍યવસ્‍થા કરવામાં આવશે સમગ્ર જિલ્‍લામાં દિવ્‍યાંગ વૃઘ્‍ધો માટે વૃઘ્‍ધાશ્રમ બનાવનાર સાંઇબાબાબા જન સેવા ટ્રસ્‍ટ પ્રથમ છે.

 


બાબરાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જગદિશ વાવડીયાએ દાવેદારી કરી

લાઠી પ્રાત અધિકારી ઠુમર ની સમસ્‍ત બાબરા નગરપાલિકા ની વોર્ડ નંબર 1 ની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી મા ભાજપ પક્ષ માથી જગદીશભાઈ વાવડીયા એ આજે દાવેદારી નોધાવી છે આ તકે શહેર ભાજપ પ્રમુખ લલીતભાઇ આબલીયા મહામંત્રી અલ્‍તાફભાઇ નથવાણી તાલુકા ભાજપ પ્રમુખ નિતીન રાઠોડ શહેર ભાજપ ઉપપ્રમુખ દિપક કનૈયા મુકેશભાઇ પીપળવા પંકજભાઇ ઇન્‍ડોટીયા કીરીટભાઇ પરવાડીયા ની ઉપસ્‍થિતિ મા વોર્ડ નંબર 1 માથી દાવેદારી નોધાવી છે આગામી તારીખ 11-6 ર0 17 ના રોજ ચુંટણી યોજાશે છે તેમ બાબરા શહેર ભાજપ ના મીડિયા સેલ ના ઇન્‍ચાર્જ દિપક કનૈયા એ જણાવેલ છે

 


લાઠીના મતીરાળામાં ઉપસરપંચના પિતાનીહત્‍યા

અમરેલી,

લાઠીના મતીરાળા ગામે વાડીમાં સૂતેલા ઉપસરપંચના પિતાની અજાણ્‍યા શખસો હત્‍યા કરીને ફરાર થઈ જતા વહેલી સવારે પલંગ પરથી લોહી નીગળતી હાલતમાંલાશ મળી આવી હતી.

પરિવારજનો દ્વારા લાશ સ્‍વીકારવાની ના પાડી દેવામાં આવી હતી. બાદમાં પોલીસ દ્વારા લાશ સ્‍વીકારવાનો ઇનકાર કરી દેવાયા બાદ મોડેથી સમાધાનના અંતે લાશ સ્‍વીકારવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો નુજબ લાઠી તાલુકાના મતીરાળા ગામે રહેતા હરજીભાઇ ગોરધનભાઇ વીરમગામા (ઉ.વ.7ર) નામના વૃદ્ધની મતીરાળાથી કૃષ્‍ણગઢ ગામ જવાના રસ્‍તે રોડથી ર00 મીટર દૂર આવેલા તેમના ખેતરમાંથી લોખંડના પલંગ પર પડેલી લોહી નીગળતી લાશ મળી આવી હતી. રાત્રીના સમયે હરજીભાઇ સુવા માટે વાડીયે ગયા બાદ સવર સુધી પરત ફર્યા નહોતા. ગામના તેમના કૂળદેવી માતાના મંદિર આજે આરતી ઊતારવાનો વારો હોવાથી તેમની શોધખોળ શરુ કરવામાં આવી હતી. તેમને ફોન કરવામાં આવ્‍યો હતો પરંતુ તે નો રિપ્‍લે થયો હતો. જેથી ખેતરમાં તપાસ કરતા હરજીભાઇની લાશ મળી આવી હતી.

ખેતરમાં લોખમ્‍ડના પલંગ ઉપર ઉંધા સુતેલી હાલતમાં લાશ પડિ હતી અને ગોદડુ તથા ઓશીકુ પલંગની નીચે પડ્‍યા હતા. વૃદ્ધે સફેદ કલરના વસ્ત્રો પહેર્યા હતા પણ તે લોહીથી ખરડાઇને લાલ બની ગયાહતા. કાનની નીચેના ભાગે તીક્ષ્ણ હથીયાર વડે ઘા મારીને હત્‍યા નીપજાવવામાં આવી હતી. ઉપરાંત બોથડ પદાર્થથી જમણો હાથ કોણીએથી ભાંગી નાખવામાં આવ્‍યો હતો અને ઉપરના ભાગે વાળેલો હતો. ડાબો હાથ પણ પેટના ભાગે વાળેલી હાલતમાં હતો. શરીરના મોઢાના ભાગે, પગની પાણી વગેરે લોહીથી ખરડાયેલા હતા. લોખંડના પલંગની ઉપર ગાદલુ હતું એ પણ લોહી વાળું હતું. નીચે જમીન પરથી પણ લોહીના ડાઘ મળી આવ્‍યા હતા. આ સમગ્ર ઘટના અંગે લાઠી પોલીસને જાણ કરાતા પીએસઆઇ એમ.બી. ઔસુરા અને સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને પંચનામુ કર્યા બાદ લાશને પી.એમ. માટે ખસેડવામાં આવી હતી.

પોલીસ દ્વારા એફએસએલ અને ગુનાશોધક શ્‍વાનની પણ મદદ લેવામાં આવી રહી છે. બીજી તરફ ગામના ઉપસરપમ્‍ચના પિતાની હત્‍યા થતા સમસ્‍ત ગ્રામજનો રોષે ભરાયા હતા અને પોલીસની જીપ ફરતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્‍યા હતા અને ન્નયાં સુધી પોલીસ તંત્ર આરોપીઓને ન પકડે ત્‍યાં સુધી લાશ સ્‍વીકારવાનો ઇનકાર કર્યો હતો અને જીપ ફરતે મોટી સંખ્‍યામાં લોકો બેસી ગયા હતા.

આ અંગેની જાણ થતા પોલીસ દ્વારા કડક બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો. મોડેથી સમાધાન થતા લાશ સ્‍વીકારાઇ હતી.

આ ઘટનામાં ળૂંટના ઇરાદે હત્‍યા થઈ હોય તેવાકોઇ પૂરાવા મળ્‍યા નથી. મૃતકનો મોબાઇલ ગાયબ હોવાનું જાણવા મળ્‍યું હતું. હત્‍યાનો ભેદ ઉકેલવા માટે એલસીબીની ટીમને પણ કામે લગાડાઇ છે.

 


અમરેલી નજીક બેફામ બનેલી કારે બે બાઇકને હડફેટે લીધા, 1નું મોત

અમરેલી,

અમરેલીના ઇશ્‍વરીયા નજીક બેફામ બનેલી કારના ચાલ્‍કે એક જ સ્‍થળે એક પછી એક બે બાઇકને હડફેટે લીધા હતા એ પૈકી એકનું ઘટના સ્‍થલે જ મોત થયું હતું ન્નયારે અન્‍ય એકને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયો છે.

આ અંગેની વિગતો મુજબ અમરેલીથી ઇશ્‍વરીયા જતા ઇશ્‍વરેયા ગામ નજીક બપોરે બે વાગ્‍યાના અરસામાં ફોરવ્‍હીલ કાર નં. જીજે 14 ઇ 91પ4ના ચાલકે અચાનક કાર પરનો કાબુ ગુમાવતા પહેલા એક બાઇકને હડફેટે લીધુ હતું જેના કારણે બાઇક સ્‍લીપ થઈને પડિ જતાં ચાલકને ઇજા પહોચી હતી જેમને સારવાર માટે અમરેલીની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. ત્‍યાર બાદ મોટર સાઇકલ નં. જીજે 1 એમઆર 7ર7ને હડફેટે લેતા તેના પર બેઠેલા લાલજીભાઇ પેમાભાઇ ચુડાસમા (ઉ.વ.પ3 રહે.કૃષ્‍ણગઢ લુવારીયા તા.લાઠી)વાળાને ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું. ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ થતા અમરેલે તાલુકા પોલીસ ઘટના સ્‍થળે દોડિ ગઈ હતી અને મૃતકના ભાઇ પ્રેમજીભાઇ પેમાભાઇ ચુડાસમાની ફરીયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

 


અકાળામાં રાત્રી પ્રકાશ કિ્નકેટ ટુર્નામેન્‍ટની જમાવટ

અકાળા, અકાળા ગામે અમર રાત્રી પ્રકાશ કિ્નકેટ ટુનામેન્‍ટનુ ભવ્‍યઆયોજન તા.10/5/17 થી તા.5/6/17 સુધી રાખેલ છે .

એમા શ્રી યુવરાજભાઇ ધાધલ, રાજુભાઇ ખુમાણ, હર્ષદ ખુંટ, લાલજી ભરવાડ, ફરહદ છેતા આયોજીત કિ્નકેટ ટુર્નામેન્‍ટ રાખેલ છે.

તેમા તા.25 ને ગુરૂવારે પહેલા રાઉન્‍ડમાં અકાળા ગારીયાધાર રમેલ તેમા 44 રને બાબરા વિજેતા થયેલ તેમા અવધટાઇમના પત્રકાર શ્રી રાજુભાઇ વ્‍યાસના હસ્‍તે બાબરા ટીમના વિજેતા ટીમના કેપ્‍ટન શ્રી શમીરભાઇ અકબાની ને ટ્રોફી અર્પણ કરેલ તેમા અવધના પત્રકાર પ્રકાશભાઇ છાટબાર, ગભરૂભાઇ ધાધલ, ઉમેદભાઇ ધાધલ, જીલુભાઇ પટ્ટગીર, ડો. જોષી ધીરૂભાઇ ખુમાણ વનરાજભાઇ ધાધલ, ગેલાભાઇ ધાધલ, જયરાજભાઇ ખુમાણ, ગાધકડા તેમજ અકાળા, લુવારીયા, કેરાળા, લાઠી, બાબરા, દામનગર, દુધાળા, ગારીયાધાર, લીલીયા તેમજ આજુબાજુના ગામોથી કિ્નકેટ પ્રેમીઓ કિ્નકેટ જોવાપધારેલ છે.

 


રાજુલામા શ્રી સોલંકી દ્વારા બ્રહ્મચોરાસી યોજાઇ

ખાંભા રાજુલા અને જાફરાબાદ વિસ્‍તારના ધારાસભ્‍ય શ્રી હિરાભાઇસોલંકીના નિવાસસ્‍થાને બ્રહ્મચોરાસી યોજાઇ હતી તે પ્રસંગે મતવિસ્‍તારમાંથી ઉમટી પડેલા ભુદેવો અને શ્રી સોલંકી તથા વિવિધ આગેવાનો સહિર તસ્‍વીરમાં નજરે પડે છે.

 


વિજતંત્ર જિલ્‍લાકક્ષાના અમરેલી શહેરને ફરી ગામડુ બનાવવા માંગે છે કે શુ ?

અમરેલી,

શુક્ન-શનિવારે વિજતંત્રના ઝટકાએ અમરેલીને ત્રાહીમામ પોકારાવી દીધું 42 ડીગ્રી ઉપરની ગરમીમાં ખોરવાતા વિજપુરવઠાને કારણે શહેરમાં એવો પ્રશ્‍ન ઉઠયો હતો કે, વિજતંત્ર જિલ્‍લાકક્ષાના અમરેલી શહેરને ફરી ગામડુ બનાવવા માંગે છે કે શુ ? શુક્ન અને શનીવારે વિજળીના ઝટકા પ્રશ્‍ને વિજતંત્રના સુત્રોએ જણાવ્‍યું હતુ કે, શહેરમાં ચાલતા ભુગર્ભ ગટરના કામમાં અવાર નવાર જેસીબી જમીનમાં રહેલી વિજલાઇનોને ફાયર કરે છે જેના કારણે વિજપુરવઠો ખોરવાઇ છે અને અમુક જગ્‍યાએ તો વિજપોલ સાથે અથડાતા વાહનોને કારણે પાવર શટડાઉન કરવો પડે છે શુક્નવારે માંગવાપાળમાં જેટકોના રંગપુરના જયોતીગ્રામ ફીડરની વીસીબીમાં તકલીફ થતા પાવર ખોરવાયો હતો જયારે શનીવારે ફોલ્‍ટ આવતા તથા નાગનાથ પાસે ચાલી રહેલા નાના બસ્‍ટેન્‍ડના કામમાં નગરપાલિકાએ પીજીવીસીએલની અનુમતી વગર વિજલાઇનને નુકશાન થાય તે રીતે ઝાડ કાપવાનું શરૂ કરતા પીજીવીસીએલને જાણ થવાથી તેમણે સલામતી માટે પાવર બંધ કર્યો હતો પરીણામે લોકો બટાકાની જેમ બફાયા હતા.