Main Menu

June, 2017

 

30-06-2017

thumbnail of 30-6-17


29-06-2017

thumbnail of 29-6-17


ધારી, બગસરા જીએસટીના વિરૂઘ્‍ધમાં ગુરૂવારે બંધ પાળશે

ધારી,જી.એસ.ટી. અમલના વિરોધમાં અમરેલી જીલ્‍લા ચેમ્‍બર દ્વારા તા.29/6/17ને ગુરૂવારના રોજ જીલ્‍લા બંધનું એલાન આપવામાં આવેલ છે તેના સમર્થનમાં ધારી ચેમ્‍બર ઓફ કોર્મસ દ્વારા આ બંધને ટેકો આપી ધારી ગામબંધનું એલાન તા.29/6/17ને ગુરૂવારના રોજ આપવામાં આવેલ છે .જેમાં અનાજ કિરાણા, કટલેરી એસોશીયેશન, સ્‍ટીલ, ફર્નિચર, કાપડ, કટલેરી, રેડીમેઇડ વેપારી મંડળ શીંગદાણા એસોશીયેશન વગેરે બંધમાં જોડાશે અને જી.એસ.ટી.ના અમલથી નાના વેપારી અને ઉદ્યોગોનો મૃત્‍યુ ઘંટ વાગી જશે આવા સમયે જરૂર જાણાયે આંદોલન કરવામાં આવશે અને દરેક વેપારીમિત્રો સંગઠીત બની રહેવાની જરૂર છે તોજ વેપારી મિત્રોને અવાજ સાંભળવામાં આવશે અને વધારે ટેકસ અંતે ગ્રાહકો ઉપરજ આવવાનું છે ત્‍યારે ધારી ગામ બંધ ને સહયોગ આપવા ચેમ્‍બર પ્રમુખ પરેશ પટણી, ભરત રાદડીયા, કીરીટ સુવાણી, વિનુભાઇ કોઠારી, મહેન્‍દ્રભાઇ ગાંધી, કિકાભાઇ ઠોસાણી, નવીનભાઇ જસાણી, રજનીભાઇ ઘેલાણી, શૈલેષભાઇ મસરૂ, શાંતુભાઇ વિઠ્ઠલાણી અને જયસુખભાઇ રૂપારેલીયાની અખબારી યાદીમાં જણાવે છે. બગસરા,કેન્‍દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી.ના કાયદા સામે ભારતભરના વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહયો છે. જી.એસ.ટી.ના ઊંચા દર તેમજ કાયદાને સરળ બનાવવા અમરેલી જીલ્‍લા બંધનું એલાન આપવામાં આવલ છે. ત્‍યારે આ જીલ્‍લાબંધમાં બગસરા શહેરની તમામ વેપારીઓ તેમજ વેપારી એસોશીયેશન સાથે જોડાઇને શહેર આખુ સજજડ બંધ પાળશે અને બગસરામાર્કેટીંગયાર્ડના જથ્‍થાબંધ વેપારીઓ કરીયાણા એસો. એગ્રોકેમિકલ, કાપડ એસોશીયેશન કટલેરી હોજીયરી હાર્ડવેર એસોશીયેશન સહીતના તમામ વેપારીઓ જડબે સલાક બંધ પાળીને સવારના 11:00 કલાકે મામલતદારને આવેદનપત્ર પાઠવશે તેમ વેપારી સંસ્‍થાઓની મિટીંગમાં નિર્ણય કરવામાં આવ્‍યો છે.


રાજકોટમાં સાયકલ રેલીમાં 10 હજારથી વધુ બાળાઓએ જોડાઇને રેકોર્ડ કર્યો

રાજકોટ તા, ર7 જુન. પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી આગામી તા. ર9 ના નર્મદા નીરના વધામણા કરવા પધારી રભ છે ત્‍યારે તેમને સત્‍કારવા માટે સમગ્રરાજકોટ થનગની રભ્‍ુ છે. રાજકોટ ખાતે વિવિધકાર્યઠ્ઠમોથકી એક મહાઉત્‍સવનીઉજવણી થઈ રહી છે ત્‍યારે સમગ્ર ભારત અને વિશ્‍વ ને બેટી પઢાઓ સશકત સમાજ બનાઓ મેસેજ અનોખી રીતેસાયકલ રેલી દ્વારા રાજકોટથી આપવામાં આવ્‍યો હતો.
10,000 થી વધુ બાળાઓએ સાયકલ રેલીમાં ભાગ લઈ વિશ્‍વને આ શિક્ષણ અને મહિલા સશક્‍તિકરણ થકી મજબુત સમાજના નિર્માણનો સંદેશો પાઠવ્‍યો છે, જેની નોંધ એશિયા બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ, લિમ્‍કા બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ તેમજ ઇન્‍ડિયા અચિવર બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી છે. રાજકોટની 1પ0 થી વધુ શાળાનીવિદ્યાર્થીનીઓએ આ મહા રેલીમાંભાગ લઈ ‘હમ કિસીસે કમ નહી નો મેસેજ આપ્‍યો હતો. વિવિધપ્‍લે કાર્ડ સાથે સ્‍કુલ ડ્રેસમાં સાયકલ પર નીકળેલી વિદ્યાર્થીનીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્‍યો હતો. સમગ્રકાર્યઠ્ઠમ ભાજપ મહિલા મોરચા, સુરક્ષા સેતુ સોસાયટી, સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કુલ ઓર્ગેનાઈઝેશન તેમજ જીનીયસ ગ્રુપ ઓફ સ્‍કુલ્‍સના નેજા હેઠળ યોજાયો હતો જેને વિવધ સંસ્‍થાઓ દ્વારા સાથ સહકાર આપવામાં આવ્‍યો હતો.એશિયા બુકના પ્રતિનિધિશ્રી જયકિશન શર્મા દ્વારા આ રેલીને એશિયા બુકમાં સ્‍થાન આપવામાં આવ્‍યાનું જણાવી પ્રમાણપત્ર તેમજ મેડલ એનાયત કરવામાં આવ્‍યું હતું.
શ્રીમતી અંજલીબેન રૂપાણીએ બાળાઓનો ઉત્‍સાહ વધારતા હમ કિસી સેકમ નહી અને વિદ્યાર્થીનીઓના સપનાઓ પુરા કરવા પ્રેરણાદાયી ઉદબોધન કર્યું હતું. મેયરશ્રી જૈમનભાઈ ઉપાઘ્‍યાયે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યઠ્ઠમ દરમ્‍યાન જય ઇન્‍ટરનેશનલ સ્‍કુલનાવિદ્યાર્થીઓએ લાઈવ બેન્‍ડ દ્વારા સુંદર ગીતસંગીતની સુરાવલી છેડી હતી.આમહા રેલીમાં બાળાઓનોઉત્‍સાહ વધારવા સાંસદશ્રી મોહનભાઈકુંડારિયા, ધારાસભ્‍યોશ્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા,શ્રીગોવિંદભાઇ પટેલ, મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના અઘ્‍યક્ષશ્રી ધનસુખભાઈ ભંડેરી, ડેપ્‍યુટી મેમ્‍બર શ્રીમતિ ડો. દર્શીતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટિના ચેરમેનશ્રી પુષ્‍કરભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશ મીરાણી, શ્રીનીતિનભાઈ ભારદ્વાજ,શ્રી રાજુભાઈ ધ્રુવ,કલેકટર ડો. વિઠ્ઠાંત પાંડે,કમિશ્નરશ્રી બંછાનિધિ પાની, પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગેહલોત, રાજકોટગ્રામ્‍યએસપીશ્રીઅંતરીપ સૂદ, જીનિયસ ગ્રુપના શ્રી ડી. વી. મહેતા, ભાજપ મહિલા મોરચાના સભ્‍યો, સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કુલના સંચાલકો તેમજ મોટી સંખ્‍યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્‍થિત રભ હતાં.


નર્મદાના પાણીથી ત્રંબા, લાપસરી, વડાળી, કાળીપાટના કુવાઓમાં તળ ઉંચા આવ્‍યા : ખેડૂતોમાં ભારે ઉત્‍સાહ

તમને ક્‍યારેય જેની અપેક્ષા ન હોય એવો સાવ જ અચાનક જ ધનલાભ થાય તો કેવો આનંદ થાય ?એવો આનંદ રાજકોટ શહેરના પાદરમાં આવેલા આજી ડેમ આસપાસના વિસ્‍તારો સહિત ત્રંબા અને કાળીપાટ, લાપસરી, વડાળી, થોરાળા ગામોમાં પ્રસર્યો છે. સંસ્‍કૃતમાં જેનો અર્થ આનંદ દેનારી થાય છે, એ મા નર્મદાના પાણી ત્રંબાથી બાંડિયા નદીમાં વહી આજી ડેમમાં આવ્‍યા, તેના આ ગામોના ખેડૂતોના ચહેરા ઉપર હર્ષ જોવા મળી રભે છે. સામાન્‍ય રીતે મૂશળધાર વરસાદ બાદ જ છલકાતા ગામના કૂવાઓમાં નર્મદાના કારણે હવે વગર વરસાદે છલકાવાની તૈયારીમાં છે. કૃષિ પાકમાં પીયત માટે પાણી મળે ને ખેડૂત હરખાય નહીં એ અશક્‍ય વાત છે. આ ગામના ખેડૂતોને રાન્નય સરકારની સૌની યોજનાના અમલીકરણમાં દ્રઢ ઇચ્‍છાશક્‍તિની પ્રતીતિ પણ થઇ છે. આ ગામોના ખેડૂતો પોતાની વાડી ખેતર પાસેથી પસાર થતી બાંડિયો નદીમાં વહેતા નર્મદાના ધસમસતા પ્રવાહને નિહાળી હરખાતા જોવા મળે છે. આવા જ એક મહેનતકશ ખેડૂત મૂળજીભાઇ ખૂંટ કહે છે, અમને સૌની યોજનાની જાણકારી છાપાઓમાં વાંચવા મળી હતી. પણ, શંકા હતી કે ક્‍યાં છેક નર્મદા અને ક્‍યાં સૌરાષ્ટ્ર નર્મદાનું પાણી રાજકોટ સુધી આવે એવું લાગતું જ નહોતું. રાન્નય સરકાર કેવી રીતે નર્મદાને રાજકોટ સુધી લાવશે ? એ વાત અમારા માટે અચરજ સમાન હતી. પણ ગત દીવાળીના દિવસોમાં ન્નયારે, સર્વે કરવા માટેઅધિકારીઓ અહીં આવ્‍યા ત્‍યારે ખબર પડી કે અમારા ગામ ત્રંબામાં નર્મદા નદી આવવાની છે. તે જણાવે છે, આજી નદી એવી છે કે એ ક્‍યાંય ભળતી નથી. નથી દરિયામાં જતી કે નથી બીજી નદીમાં ભળતી. આવી નદીને કુંવારિકા કહેવામાં આવે છે. આજી નદીને મળવા માટે મા નર્મદા આવી છે. એનાથી વિશેષ બાબત અમારી માટે કંઇ હોઇ શકે ? મસમોટી પાઇપ લાઇન (10 ફૂટના વ્‍યાસ ધરાવતી લાઇન નંખાઇ છે, જેમાં નાની કાર સડસડાટ ચાલી શકે) થકી પાણી ધસમસતા અહીં આવ્‍યા છે. પ્રથમ નજરે સાવ અશક્‍ય લાગતી યોજના ગુજરાત સરકારે શક્‍ય બનાવી સૌરાષ્ટ્રનું કલ્‍યાણ કર્યું છે. મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇનો આભાર માનીએ એટલો ઓછો. હવે અમને એવું લાગે છે કે સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે. સરકારમાં અમારો વિશ્‍વાસ બેઠો છે. નર્મદાના પાણી અહીં આવ્‍યા તેનો ઉમંગ કેવો છે એની ખબર આપણને ત્‍યારે ખબર પડે કે બાંડિયા નદીમાં આવેલા રેવાના પાણીને મહિલાઓ કળશમાં ભરી પોતાના ઘરે લઇ ગઇ હતી અને પૂજાસ્‍થાને તે કળશને રાખ્‍યો છે. આમેય, નર્મદા નદીનું એવું મહાત્‍મ્‍ય છે કે તેના દર્શનમાત્રથી પુણ્‍ય મળે છે. એટલે, નર્મદા ખુદ અહીં આવે ને લાપસીના શુકનવંતા આંધણ મૂકાય એ સ્‍વાભાવિક પરંપરા છે. સૌની યોજનાના કારણે સૌરાષ્ટ્રનું આર્થિક અનેસામાજિક પરિચિત્ર બદલાશે, તેની વાત અન્‍ય એક ખેડૂત જગજીવનભાઇ ત્રાપસિયા સાથે ચર્ચા પરથી જાણવા મળે છે. તે કહે છે, નર્મદાના પાણી મારી વાડી પાસેથી જ પસાર થાય છે. તેના કારણે વાડીના કૂવામાં પાણીના તળ ઉંચા આવ્‍યા છે. વગર વરસાદે જ તળ ઉંચા આવવાની ઘટના પ્રથમ વખત જ બની છે. અમારી આસપાસની વાડીના અન્‍ય કૂવા તથા બોરમાં પણ તળ ઉંચા આવ્‍યા છે. તેનાથી કૃષિને ફાયદો થશે. સારી રીતે ખેતી કશી શકશું. અમારી માટે ખાસ વાત તો એ છે કે બોરમાં ભાંભરૂ એટલે કે ક્ષારયુક્‍ત પાણી આવતું હતું. બોર પણ બહુજ ઉંડા કરવા પડતા હતી. આવા ભાંભરા પાણીથી જમીનને પણ નુકસાન થતું હતું. હવે તેમાંથી મુક્‍તિ મળશે. આવી જ વાત જાગાભાઇ નામના ખેડૂત પણ કરે છે. તે કહે છે અમારા ગામ ત્રંબામાં બોરનું પાણી મળે છે. ઉંડેથી આવતું હોવાથી બહુ ગરમ હોય છે. તે પી પણ શકાતું નથી. ફરજિયાત ફિલ્‍ટર કરી પીવું પડે છે. નર્મદાના પાણી અહીં આવતા ગામની મોટાભાગની ડંકીઓ જીવતી થઇ છે, અર્થાત તેમાંથી પાણી આવવા લાગ્‍યું છે. એ પણ મીઠું ગામના ભૂતળની સ્‍થિતિ સુધરી છે. આમ, ઉક્‍ત ગામોમાં નર્મદાના પાણી આવવાનો આનંદ અને ઉમંગ છે. કેમ ન હોય ? ત્રંબાથી આજી સુધીમાં 6 મોટા ચેકડમો છલકાય ગયા છે. પાંચ ખાણો ભરાઇ ગઇ છે.આ ખાણોમાંથી એક વર્ષ સુધી પાણી ખલાસ નહીં થાય. આ વિસ્‍તારમાં ર00 હેક્‍ટર કૃષિની જમીનને ફાયદો થશે. સૌની યોજના થકી મા નર્મદા સૌરાષ્ટ્રના સર્વાંગી કલ્‍યાણનું વરદાન લઇને આવી છે.


રાજકોટવાસીઓ વડાપ્રધાન શ્રી મોદીને આવકારવા સજજ

વડાપ્રધાનશ્રી મોદીને આવકારવા દરેક રાજકોટવાસી સન્નજ બન્‍યો છે. આ માટે રાજકોટ શહેરમાં વૈવિઘ્‍યસભર કાર્યઠ્ઠમો યોજાઇ રહયા છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સાંજે 6.30 વાગ્‍યે આજી ડેમ ખાતે નર્મદામૈયાના નીરને આવકારવા હન્નજારો મહિલાઓ દ્વારા મહાઆરતી નો કાર્યઠ્ઠમ યોજાશે. ત્‍યાર બાદ આજી ડેમ ખાતે ભવ્‍ય આતશબાજીથી આકાશમાં અગણિત ફટાકડાઓની રંગોળી સજાવવામાં આવશે.આજી ડેમ ખાતે રાજકોટવાસીઓના રંગીલા મિજાજને અનુરૂપ પ્રખ્‍યાત ફિલ્‍મી ગાયક અંકિત તિવારીની મ્‍યુઝીકલ નાઇટ યોજાશે, જેમાં જૂના અને નવા ફિલ્‍મી ગીતો ઉપરાંત ગુજરાતી ગીતોની રસલ્‍હાણ પીરસવામાં આવશે.આજે રાત્રે 8.00 વાગ્‍યે બહુમાળી ભવન ખાતે અદ્વિતીય લેસર શો યોજાશે, જેમાં લેસર કિરણોના માઘ્‍યમથી વિવિધ આકૃતિઓ રચી મનમોહક વાતાવરણ ઉભું કરાશે.બેડીપરા પાસે આવેલી પટેલ વાડી ખાતે આજે રાત્રે 7.00 થી 11.00 દરમ્‍યાન થ્રી ડાયમેન્‍શન શો યોજાશે, જેના થકી વિવિધ પાત્રો અને ઘટનાઓનું જીવંત ચિત્રણ કરી રાજકોટવાસીઓનું મનોરંજન કરવામાં આવશે. આ તમામ કાર્યઠ્ઠમોનો પરિવાર સાથે લાભ લેવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી બંછાનિધિ પાનીની યાદીમાં જણાવાયું છે.


મતદાન માટે મતદાર યાદીમાં નામ જરૂરી : શ્રી રાજેશ આલ

અમરેલી,

ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યીંમ-ર017 જાહેર કરવામાં આવ્‍યો છે. રાજયની તમામ વિધાનસભા મત વિભાગની મતદાર યાદીની ખાસ સંક્ષિપ્તવ સુધારણા માટે વિસ્‍તૃત કાયઃીંમ જાહેર કરવામાંઆવ્‍યો છે. આ કાયઃીંમના ભાગરૂપે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી રાજેશ આલના અઘ્‍યક્ષસ્‍થાને અમરેલી ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી રાજેશ આલે જણાવ્‍યું કે, મતદાર યાદીના સંકલિત મુસદ્યાની પ્રસિઘ્‍ધી તા.1 જુલાઇ-ર017ને શનિવાર, હક્ક-દાવા અને વાંધા સૂચનો રજૂ કરવાનો સમયગાળો તા.1 જુલાઇ-ર017ને શનિવાર થી તા.31 જુલાઇ-ર017ને સોમવાર રહેશે. તા. 7 જુલાઇ-ર017 શુઠ્ઠવાર થી તા.ર1 જુલાઇ-ર017 શુઠ્ઠવાર સુધી મતદાર યાદીના સંબંધિત ભાગ-સેકશનનું ગ્રામસભા-નિવાસી કલ્‍યાણ સંઘોની બેઠકમાં વાંચન કરવામાં આવશે.
શ્રી આલે ઉમેર્યુ કે, જુલાઇમાસના રવિવાર-તા.9, તા.16 અને તા.ર3 જુલાઇ-ર017ના રોજ ખાસ ઝૂંબેશના દિવસોએ નિયોજિત સ્‍થિળો પર અરજીઓનો સ્‍વીકાર કરવામાં આવશે. તા.8 સપ્‍ટેતમ્‍બળર-ર017ને શુીંવારના રોજ હક્ક-દાવાના નિકાલ કરવામાં આવશે. તા.18 સપ્‍ટેનમ્‍બપર-ર017ને સોમવારના રોજ ડેટાબેઝ-કંટ્રોલ ટેબલ અદ્યતન કરવા, ફોટોગ્રાફ સંકલિત કરવા અને પૂરવણી યાદી તૈયાર કરી તેમજ છાપકામ કરવામાં આવશે. તા.રપ સપ્‍ટેમ્‍બર-ર017ને સોમવારના રોજ મતદાર યાદીની આખરી પ્રસિઘ્‍ધી- કરવામાં આવશે.
તા.1 જુલાઇ-ર017ને શનિવાર થી તા.31 જુલાઇ-ર017ને સોમવારના સવારે 10 થી સાંજે 6 વાગ્‍યા સુધી સંબંધિત તમામ બુથપર મતદાર યાદીના હક્ક-દાવા અને વાંધા સૂચનો રજૂ કરી શકાશે. આ માટે મતદારોને નિયત નમૂનાના ફોર્મ ભરવાના રહેશે. નામ ઉમેરવા, નામ કમી કરવા, લગ્નો-સ્‍થળાંતરના કિસ્‍સોઓમાં સંબંધિત ફોર્મ માટે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મતદાર સહાયતા )ગ્‍ીઙ્કમાં પણ આ કામગીરી શરૂ રહેશે જેથી તેનો લાભ પણ મળી શકશે.
નાયબ જિલ્લા ચૂંટણી વિકાસ અધિકારીશ્રીએ ભારપૂર્વક જણાવ્‍યું કે, ભારતના ચૂંટણીપંચે જુલાઇ માસના રવિવારે ખાસ ઝૂંબેશ યોજવાનું નક્કી કર્યુ છે. જુલાઇ માસની તા.9, તા.16 અને તા.ર3 (જુલાઇ-ર017)ના રોજ ખાસ ઝૂંબેશનાદિવસોએ નિયોજિત સ્‍થટળો પર સવારે 10 થી સાંજે 6 વાગ્‍યા સુધી મતદાર સંબંધિત હક્ક-દાવા અને વાંધા અરજીઓનો સ્‍વીકાર કરવામાં આવશે.
જિલ્લાોમાં અંદાજે 4ર જેટલી શૈક્ષણિક સંસ્‍થાાઓ પર રપ કેમ્‍પકસ એમ્‍બે સેડરની નિમણૂંક કરવામાં આવી છે અને જિલ્લા ના 1,41પ બુથ પર 1ર3 સુપરવાઇઝર કામગીરીનું નિરીક્ષણ કરશે.
કાર્ડ હોવા ઉપરાંત મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. મતદાર યાદીમાં નામ ન હોય તો મતદાન કરી શકાતું નથી. અમરેલી જિલ્‍લાના મતદારોએ પોતાનું નામ મતદાર યાદીમાં છે કે કેમ તે ચકાસી લેવાનું રહેશે. આ માટે તેમને બુથ પર મતદાર યાદી જોવા મળશે. આ ઉપરાંત તાલુકા પંચાયતકચેરી, કલેકટર કચેરી અને મામલતદાર કચેરી તેમજ ચૂંટણી શાખા-અમરેલી ખાતે જોઇ શકાશે, તેમ શ્રી આલે જણાવ્‍યું હતુ.
નાયબ જિલ્લા ચૂંટણી વિકાસ અધિકારીશ્રી આલે કભ્‍ું કે, આ કાયઃીંમ અંગે લોકો માહિતગાર બને અને જાણકારી મળી રહે તે ઉદ્યેશ્‍યથી ચૂંટણી શાખા દ્વારા વિવિધ સંસ્‍થાયઓને સાંકળી લેવામાં આવી છે. જનજાગૃત્તિ આવે તે ઉદ્યેશ્‍ય સાથે વિવિધ વિસ્‍તારોમાં જનજામ્‍ુસભ્‍ કાયઃીંમનું પણ આયોજન કરવામાં આવ્‍યુંિ છે.
ચૂંટણી સંબંધિત જાણકારી-માહિતી માટે 19પ0 ટોલ ફ્રી નંબર તેમજ મતદાર યાદી સંબંધિત વિગતોચૂંટણી પંચની વેબસાઇટ પર મળી રહેશે.નાયબ માહિતી નિયામકશ્રી બી.એસ.બસીયાએ પ્રાસંગિક પ્રવચન કરી પત્રકારો સાથે પરિચય કરાવ્‍યો હતો. પત્રકાર પરિષદમાં જિલ્લા માહિતી કચેરી તેમજ ચૂંટણી શાખા-અમરેલીના કર્મચારીશ્રીઓ અને અમરેલી જિલ્લાાના પ્રિન્‍ટ-ઇલેકટ્રોનિક મીડિયાના તંત્રી- પ્રતિનિધી- પત્રકાર-રિપોર્ટર-ફોટોગ્રાફર સહિતના મહાનુભાવો ઉપસ્‍થિેત રભ હતા.


અમરેલીમાં વાલ્‍મીકી સમાજના આગેવાનો સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની મુલાકાતે

અમરેલી, ગત તા. 18 જૂનના રોજ અમરેલી કથ્‍લા ભાજપ સફાઈ કામદાર સેલના કન્‍વીનર શ્રી પપ્‍પુભાઈ વાઘેલાની આગેવાની હેઠળ અમરેલી વાથ્‍મીકી સમાજના 69 જેટલા યુવાનો કોંગ્રેસની વિચારધારા છોડી ભારતીય જનતા પાશ્‍ભ્‍: સાથે ભળેલ હતા. જે અંતગઃત આજ તા. ર6 જૂનના રોજ અમરેલી વાથ્‍મીકી સમાજના આગેવાનોએ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા સાથે તેમના કાયાઃલય ખાતે શુભેચ્‍છા મુલાકાત કરેલ હતી. મુલાકાત દરમ્‍યાન અમરેલી કથ્‍લા ભાજપ સફાઈ કામદાર સેલના કન્‍વીનર શ્રી પપ્‍પુભાઈ વાઘેલા, ભાવેશભાઈ વાઘેલા, ભાવેશભાઈ વાળોદરા, રાજેશભાઈ ગળીયેલ, કસગ્‍ીઙ્કભાઈ સોલંકી, પ્રદિપભાઈ રીમાણીયા, સુરેશભાઈ ચૌહાણ, સંદિપભાઈ પરમાર, ચેતનભાઈ રીમાણીયા, મુનાભાઈ ગળીયેલ સહીતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.


દામનગરને રેલ્‍વે તરફથી વારંવાર અન્‍યાય

દામનગર શહેર ને ઈરાદા પૂર્વક નો અન્‍યાય રેલવે આંદોલનો કરતા અગ્રણીઓ ને જસ ન મળે કે આંદોલન કરતા ઓ નુ કદ સામાજિક રીતે ન વધે મતભેદ રાજકીય જે હોય તે મુબારક પણ દામનગર શહેર ની અને ગ્રામ્‍ય વિસ્‍તાર ની આમ પ્રજા નો શુ દોષ ?રત્‍ન નગરી ગણાતા શહેર ને રેલવે તંત્ર તરફ થી અન્‍યાય અવાર નવાર અપાતી ખાત્રી ઓ ગાંધીવાદી સ્‍વ ધારા સભ્‍ય ખોડીદાસ ઠક્કર ના નેતૃત્‍વ ડીવિઝનલ વેસ્‍ટન રેલ મેનેજરે દામનગર વિઝીટ કરી એક માસ માં ટ્રેન અને પ્‍લેટફોર્મ ઉંચા કરવા ની ખાતરી બાદ ફરી રેલ રોકો આંદોલન થતા ફરી મહુવા સુરત ટ્રેન ને સ્‍ટોપ ની ખાત્રી આપી વાર વાર ખાત્રી આપતા રેલ તંત્ર અને જિલ્લા સાંસદ રેલ મંત્રી સુરેશ પ્રભુ ને મળી બાંદ્રા શરૂ તો કરવી પણ રૂરલ ગ્રામ્‍ય વિસ્‍તાર લીલીયા ને સ્‍ટોપ મળે તો દામનગર શહેર ને કેમ અન્‍યાય ? જિલ્લા સાંસદ નુ આવુ પક્ષપાતી વલણ કેમ? પીપાવાવ પોર્ટ મહુવા ધોળા ભાવનગર સાવરકુંડલા સહિત દૈનિક દસ ગુડ્‍સ ચાલે છે નેરો ગેજ બાદ રૂપાંતર થઈ મીટર ગેજ અને અત્રે બ્રોડ ગેજ રેલવે ટ્રેક ધરાવતા દામનગર ને ઈરાદા પૂર્વક નો અન્‍યાય રાજકીય મતભેદ જે હોય તે પણ દામનગર શહેર ને રેલ સુવિધા થી વંચિત શુ કામ ? દામનગર રેલવે સ્‍ટેશને થી પસાર થતી ટ્રેન મહુવા સુરત ના માત્ર દર્શન જ કરવા ના આવો પક્ષપાત કેમ ? રત્‍ન નગરી દામનગર શહેર મા 1પ0 થી વધુ હીરા ના કારખાના ઓ પાંચ હજાર થી વધુ ને રોજગારી આપતા હીરાબજાર ધરાવતા શહેર ને મહુવા સુરત નો સ્‍ટોપ મળે તે માટે દામનગર ડાયમંડ એસોસિએશન દામનગર ચેમ્‍બર સહિત એકડઝન સ્‍વૈચ્‍છિક સંસ્‍થા ઓ ની અવાર નવાર ની માંગ અંગે જિલ્લા સાંસદ સાત જુલાઇ થી લીલીયા ને સ્‍ટોપ સુરેશ પ્રભુ ને મળી ને મંજુર કરાવી શકે તો દામનગર શહેર ની પ્રજા એ શુ બગાડ્‍યું છે દામનગર ને એવો હળહળ તો અન્‍યાય કેમ? વાર વાર અપાતી ખાત્રી ઓ આપી દામનગર ની સહન શીલ પ્રજા ની ધીરજ સાથે ગંદી રાજકીય રમત રમતા નેતા ઓ રીતસર મનમાની કરી નાના ગ્રામ્‍ય વિસ્‍તર લીલીયા ને મહુવા સુરત નો સ્‍ટોપ મળે અને દામનગર શહેર ને માત્ર દર્શન થી સંતોષ માનવા નો ? અમરેલી જિલ્લા સાંસદ નારણભાઈ કાછડિયા વાર વાર રેલવે મંત્રી સુરેશ પ્રભૂ ને મળી બાંદ્રા શરૂ કરવી તે સારી વાત છે પણ દામનગર શહેર ના રેલવે સ્‍ટેશન થી નીકળતી આ ટ્રેન નો દામનગર ને સ્‍ટોપ નહિ અહો વિચિત્રમ કહી શકાય દામનગર ની અનેકો સંસ્‍થા ઓ એ સામુહિક માંગ કરી રેલવે તંત્ર પાસે પ્‍લેટફોર્મ ઉંચા લેવા અને મહુવા સુરત ટ્રેન નો સ્‍ટોપ વિગેરે માંગ નહિ સંતોષા તા રેલ રોકો આંદોલન કરતા એક માસ ની ખાત્રી આપી દામનગર ની પ્રજા સાથે વાર વાર વિશ્‍વાસ ભંગ કરાય રભે છે


સાવરકુંડલાના યુવાનો દ્વારા વરૂણદેવને રીઝવવા તેમજ નાના મોટા અકસ્‍માતો નિવારવા આયોજન

સાવરકુંડલા,સાવરકુંડલાના દેવળા ગેઇટ નેસડી રોડ વિસ્‍તારના યુવાનો દ્વારા વરૂણદેવને રીજવવા તેમજ નાના મોટા અકસ્‍માતો ન થાય તેમજ ભાઇચારાની ભાવના હરહંમેશ રહે તેવા હેતુથી યુવાનો દ્વારા સત્‍યનારાયણ ભગવાનની કથા હનુમાન ચાલીસા શીવ તાંડવનું આયોજન કરવામાં આવેલ શાસ્‍ત્રી વિજયભાઇ જાનીએ જમાવટ કરેલ દેવળા ગેઇટના વેપારી ભાઇઓ, મહિલા મંડળની બહનો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ. પૂજાની તૈયારી થતા વરૂણદેવે હાજરી આપી ધોધમાર વરસાદ વચ્‍ચે નાનામોટા સૌ હરખથી જુમવા લાગેલ. ગણેશવાડી વિસ્‍તારના આરતી ચા વાળા ગીજુભાઇ પુરોહિતે માર્ગદર્શન તેમજ સહકાર આપેલ.