Main Menu

Tuesday, June 20th, 2017

 

નમઁદા ડેમ ના દરવાજા બંધ થતા બાબરામા ફટાકડા ફોડયા

બાબરા,બાબરા શહેર અને તાલુકા ભાજપ દ્વારા કેન્‍દ્ર સરકાર અને રાન્નય સરકાર ની જહેમત થી નમઁદા ડેમ ના દરવાજા બંધ થતા અને ડેમ ની ઉચ્‍ચાય વધશે અને પાણી નો જળ સંગ્રહ શકિત 74 ટકા વધારો થશે આ બાબતે શહેર અને તાલુકા ભાજપ ના કાયઁકરતા ઓ મા ખુશી વ્‍યાપી ગઈ છે તેમજ રાન્નય ની જનતા એ પણ ભાજપ સરકાર ને અભિનંદન આપ્‍યા હતા બાબરા શહેર અને તાલુકા ભાજપ દ્વારા નાગરિક બેંક ચોક ખાતે ફટાકડા ફોડી ખુશી વ્‍યક્‍ત કરી હતી આ પ્રસંગે બાબરા શહેર ભાજપ પ્રમુખ લલીતભાઇ આબલીયા તાલુકા ભાજપના પ્રમુખ નિતીન રાઠોડ શહેર ભાજપ ના અગ્રણી બિપીનભાઇ રાદડિયા મહામંત્રી અલ્‍તાફભાઇ નથવાણી તાલુકા ભાજપના ઉપપ્રમુખ રાજુભાઇ વિરોજા માજી ધારાસભ્‍ય વાલજીભાઇ ખોખરીયા મુકેશભાઇ ખોખરીયા શહેર ભાજપ ઉપપ્રમુખ દીપક કનૈયાસોમાભાઇ બગડા જગદીશભાઈ વાવડીયા ખોડલભાઇ મકવાણા સહિત હોદેદારો કાય કરતાં ઓ બહોળી સઁખ્‍યામા ઉપસ્‍થિતિ રહેલ હતા તેમ બાબરા શહેર ભાજપ મિડિયા સેલ ના ઇન્‍ચાર્જ દિપક કનૈયા એ જણાવેલ છે


શ્રી દિલીપ સંઘાણીની ગુજકોમાસોલના ડાયરેકટરપદ માટે પસંદગી

અમરેલી,
નાફસ્‍કોબના ચેરમેન અને દેશના સહકારી અગ્રણી શ્રી દિલીપ સંઘાણીનું નામ ગુજરાત સ્‍ટેટ કો-ઓપરેટીવ બેન્‍ક દ્વારા ગુજકોમાસોલના ડાયરેકટર તરીકે સુચવાયું હોવાનું જાણવા મળેલ છે ભાજપના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ શ્રી અમિત શાહ જે જગ્‍યા ઉપર હતા તે ગુજકોમાસોલના ડાયરેકટરપદ માટે ગુજરાત સ્‍ટેટ કો-ઓપરેટીવ બેન્‍ક તરફથી શ્રી સંઘાણીનું નામ સુચવવામાં આવ્‍યું છે ગુજરાતની મોટી સહકારી સંસ્‍થા ગુજકોમાસોલ માટે આજે મહત્‍વની જાહેરાત થાય તેવી શકયતા છે.


અમરેલીમાં જીએસટીના વિરોધમાં ફર્નીચરના વેપારીઓએ બંધ પાડયો

અમરેલી,તાજેતરમાં સરકાર દ્વારા ફર્નીચરને લકઝરીયસ આઇટમ ગણીને ઊંચો 28% જેટલો વેરો નક્કી કરીને ફર્નીચર ઉદ્યોગની કમરતોડવાના તથા જી.એસ.ટી.ના કાળા કાયદાની પદ્વતીનો વિરોધ કરીને આ અન્‍યાય કર્તા વેરા દર અને પદ્વતિ વિષે પુનઃ વિચારણા કરી વેરામાં રાહત આપે તેવી અમો માંગ કરીએ છીએ.ફર્નીચર ફકત મોજશોખની વસ્‍તુ ન રહેતા જીવન જરૂરીયાત બની ગયેલ હોય હજુ આજના સમયમાં પણ દિકરીઓના કરીયાવરમાં અને ગરીબ તથા નબળા વર્ગના લોકો તથા સમુહ લગ્‍નમાં પણ ફર્નીચર અપાય છે.
તો અમો અમરેલીના ફર્નીચરના વેપારીઓ સાથે મળી આજી.એસ.ટી. ના ઊંચા 28% દરનો રાખ્‍યો છે.


એન.આઇ.સી.એમ ની બેઠકમાં ઓરિસ્‍સાના ડેલીગેટોને શ્રી સંધાણીનું સંબોધન

અમરેલી,
એનઆઇસીએમની બેઠકમાં નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ ઓરિસ્‍સાના ડેલીગેટોને માર્ગદર્શન આપ્‍યું હતુ. એન.આઇ.સી.એમ ગાંધીનગર ખાતે નાફસ્‍કોબના ચેરમેન શ્રી દિલીેપભાઇ સંઘાણી ઓરિસ્‍સાના સહકારી બેન્‍કોના ડેલીગોટ એન.આઇ.સી.એમના નિયામક શ્રી લીપસા મેડમ, પ્રો.ધીરૂભાઇ ગોટી સહિત આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.સહકારી ક્ષેત્રના માઘ્‍યમથી ચળવળ શરૂ કરવાનો સમય આવ્‍યો છે.આ એક જ એવું માઘ્‍યમ છે.જેનાથી નાનામાં નાના માણસની સેવા કરી શકાય છે.


અમરેલીમાં રાજયકક્ષાનો ડાયમંડ સેમિનાર યોજાયો

અમરેલી,
જેમ્‍સ એન્‍ડ જવેલરી કાઉન્‍સલીગ ઓફ ઇન્‍ડીયા દ્વારા ડાયમંડ એશોસીએશન તથા લક્ષ્મી ડાયમંડના સંયુક્‍ત ઉપક્નમે પડેલ સંકુલ અમરેલી મુકામે જીલ્‍લા કારખાનેદારો તથા વેપરીઓ માટે માર્ગદર્શન સેમીનારનુ આયોજન કઉન્‍સિલના ગુજરાતના ચેરમેન દિનેશભાઇ નગવાડીયા, વેસ્‍ટન રીજન ચેરમેન અશોકભાઇ ગજેરા, મેમ્‍બર હેડ મનિષભાઇ જવાણી, રમેશ ભાલાણી, ડાયમંડ એસોના પ્રમુખ લલીત ઠુંમરની ઉપસ્‍થિતીમાં યોજાયો હતો. સેમીનાર પ્રારંભે મુખ્‍ય આયોજક લલીત ઠુંમરે સૌનુ શમ્‍દોનુ સવાગત કર્યુ હતુ.તથા મિથીલેષ પાંડે, પ્રેમેઅ બાલમ, મનિષ જીવાણી, રમેશ ભાલાણી, તથા અશોકભાઇ ગજેરા, દિનેશભાઇ નગવાડીયાએ અમરેલીમા રૂા. પાંચ કરોડના ખર્ચ નિમાર્ણ પામનાર કોમન ફેસિલીટી સેન્‍ટરની જાહેરાત કરી હતી. જેને સૌએ તાલીઓથી વધાવી હતી. અમરેલીના ઉદ્યોગરત્‍ન અશોક ગજેરાએ જીલ્‍લા માટે કંઇપણ કરી છુટવાની ખાત્રી આપી હતી. અત્રે ઉલ્‍લેખનીય છે કે ગુજરાતના ઇતિહાસમાં હિરાઉદ્યોગ માટે નો પ્રથમ રાજયકક્ષાનો સેમિનાર હતો.
જેમા બાબરા, લાઠી, સાવરકુંડલા, ખાંભા સહિત તમામ તાલુકાઓમાંથી પ્રમુખશ્રીઓ, ઉદ્યોગકારો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્નમને સફળ બનાવવા એસો. ના પ્રમુખ લલીતભાઇ ઠુંમરાના માર્ગદર્શન હેઠળ સંકુલના કેમ્‍પસ ડાયરેકટર ચતુરભાઇ ખુંટ સહિત સર્વે સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર સેમિનારનુ સફળ સંચાલન હરેશ બાવીશીઅ કર્યુ હતુ.


ધો.12 પછી આગળના અભ્‍યાસ ક્નમ માટે માર્ગદર્શક પુસ્‍તિકાનું વિતરણ

અમરેલી,ધો.12 પછી આગળના અભ્‍યાસ ક્નમ માટે માર્ગદર્શન આપતુ પુસ્‍તિકા આ વર્ષે ગુજરાત પ્રદેશ ભરતભાઇ સોલંકીની સુચના મુજબ કોંગ્રેસ પક્ષેી વિદ્યાથી ભાઇઓ-બહેનોના ઉતમ કારકીદી માર્ગદર્શનના આગળના અભ્‍યાસ ક્નમ માટે બહાર પાડેલ છે. વિદ્યાથી ભાઇઓ-બહેનો માટે કોંગ્રેસ પક્ષ દર વર્ષ ખુબજ ઉપયોગી માર્ગદશીકા પુસ્‍તિકા ભારેમોટા ખર્ચ કરી વિના મુલ્‍યે વિતરણ કરે છે. ત્‍યારે અમરેલીના લોક લાડીલા પરેશભાઇ ધાનાણી એ ધોરણ 12 ની પરીક્ષા આપેલ તમામ વિદ્યાથીઓ ભાઇ બહેનોને ખુબ-ખુબ શુભચ્‍છા પાઠવેલ છે. અને આગળ તેમની કારકીર્દીમાં ખુબજ આગળ વધો અને પોતાના માતા-પિતા પોતાનુ ગામનુ પોતાનુ સમાજનુ, પોતાની સ્‍કુલનુ અને અમરેલી જીલ્‍લાનુ નામ રોશન કરો તેવી શુભેચ્‍છા પાઠવે છે. આ માર્ગદર્શન પુસ્‍તીકાની જરૂર હોય તેમણે પોતાની ધોરણે 12 ની માર્કશીટની ઝેરોક્ષ અને પોતાનુ ચુંટણી કાર્ડ, આધારકકર્ડ, પાનકાર્ડ, લાયસન્‍સ કોઇ પણ એકની નકલ લઇ પરેઅભાઇ ધાનાણી ધારાસભ્‍યશ્રીનુ કાર્યાલયે ધારાસભ્‍યશ્રીના લાઠી રોડ, કોલેજ સર્કલ, સંસ્‍કાર ભવન અમરેલી પી.એ. જગદીશ મેવાડાનો સંપર્ક કરવા જણાવ્‍યું છે.


અમરેલી લાયન્‍સ ક્‍લબ દ્વારા નેત્રનિદાન કેમ્‍પ યોજાયો

અમરેલી,
અમરેલી લાયન્‍સ કલબ ઓફ અમરેલી સીટી અને સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગ થી વિનામુલ્‍યે નેત્રનિદાન- નેત્રમણી આરોપણ કેમ્‍પ વિનામુલ્‍યે યોજાતા 500 થી વધુ દર્દીઓને તપાસાયા હતા. કેમ્‍પમાં જરૂરીયાત મંદ લોકોને વિનામુલ્‍યે ચશ્‍માં ના નંબર કાઢી આપવામાં આવેલ લાયન્‍સ કલબ ઓફ સીટી દ્વારા દરમહિને બે કેમ્‍પનુ આયોજન કરવામાં આવે છે.
કેમેને સફળ બનાવવા લાયન્‍સના પ્રમુખ નરેશભાઇજોગાણી, પ્રોજેકટ ચેરમેન જયેશભાઇ પડયા સેક્નેટરી મહેશભાઇ પટેલ અને લાયન્‍સની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામા આવી હતી.


અમરેલી શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં સ્‍પર્ધા યોજાઇ

અમરેલી, અમરેલીમાં નિવાસ અને શિક્ષણક્ષેત્રે સદા અગ્રેસર શ્રીજી વિદ્યાર્થી ભુવનના સંચાલક દંપતિ દીપકભાઇ અને વિલાસબેન વઘાસીયાની પ્રરણાથી ધો-1 થી ધો-8 નાં પ્રાથમિક વિભાગનાં બાળકો વચ્‍ચે એક શિક્ષણેતર પ્રવૃતિનું તંદુરસ્‍ત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં બાળગીત, બાલવાર્તા, લોકગીત, ભજનો વગેરેમાં કૌશલ્‍ય જોવા મળ્‍યું. બાળકોમાં વિપુલ શક્‍તિઓ પડેલી છે. તેમા વિવિધતા પ્રગટે અને બાળક પોતાની રચનાત્‍મક શક્‍તિએ ઉજાગર કરે છે. જેમાં દવે શિવમ, ઉકાણી યશ, અમીપરા વિવેક, ફીણાવા યશ, મયાત્રા રાજુ અને ધો.4નો નાનકડો મંજીરા વાહક કોતર દિવ્‍યરાજ જેવા બાળ કલાકારોએ ભારે ઉત્‍સાહપૂર્વક કાર્યક્નમને જીવંત બનાવ્‍યો. માર્ગદર્શન શિક્ષિકા જનકબેન હુદડ પોતાની આગવી શૈલીમાં બાલવાર્તા, બાલગીત રજૂ કર્યા. સમગ્ર કાર્યક્નમનું આયોજન ગુણવંતભાઇ જોશી, ઘનશ્‍યામભાઇ માયાણી, હિમાદ્રીબેન જોશી, લતાબેન ચુડાસમા એ સંપૂર્ણ શિસ્‍ત સાથે સહયોગ આપ્‍યો. આવી સુંદર શિક્ષણેતર પ્રવૃતિ યોજવા બદલ નિયામક મહેન્‍દ્રભાઇ જોશીએ હરીખ વયક્‍ત કરી સહુને અભિનંદન પાઠવ્‍યા.


20-06-2017

thumbnail of 20-6-17