Main Menu

Thursday, June 22nd, 2017

 

જાફરાબાદના સરકેશ્‍વર નજીક બાવળની કાંટમાંથી દેશી દારૂનો જથ્‍થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી,ગઇ કાલ તા.ર0/06/ર017 ના રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. એ.પી.પટેલ ની રાહબરી નીચે એલ.સી.બી. પોલીસ સ્‍ટાફ જાફરાબાદ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે, જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે રહેતો લખમણભાઇ રામભાઇ સોલંકી સરકેશ્‍વર મંદિરની પાસે બાવળની કાંટમાં દેશી દારૂ ગાળવાની ભણુી ચલાવે છે અને દારૂનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળેલ હોય બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતાં બાવળની કાંટમાંથી દેશી દારૂના ડબ્‍બાઓની હેરફેર કરતા લખમણભાઇ રામભાઇ સોલંકી, રહે.વઢેરા વાળાને પકડી પાડી તેના કબજામાંથી દેશી દારૂ લીટર 9પ, કિં.રૂ.ર,8પ0/- તથા દારૂ બનાવવાનો આથો લીટર 33રપ, કિં.રૂ.997પ/- તથા ભણુી ચલાવી દારૂ બનાવવા માટેના સાધનો મળી કુલ કિં.રૂ.1પ,300/- નો મુદ્યામાલ કબજે કરી લખમણભાઇ રામભાઇ સોલંકી સામે પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી જાફરાબાદ પો.સ્‍ટે. હવાલે કરેલ છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી.એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટાફના પ્રફુલ્‍લભાઇ જાની, ધર્મેન્‍દ્રરાવ પવાર, બાબુભાઇ ડેર, સંજયભાઇ પદમાણી, ગોવિંદભાઇ પરમાર,વિજયભાઇ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, જગદીશભાઇ ઝણકાત, તુષારભાઇ પાંચાણી, કિરણભાઇ સોલંકી, ઉમેદભાઇ મહેતા, ભાવેશભાઇ બોરીસાગર, રાણાભાઇ વરૂ, ડ્રાઇવર નુરભાઇ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઇ ડેર વિ.એ કરેલ છે.


અમરેલી સહિત જિલ્‍લાભરની પાલિકાઓમાં હડતાલ

અમરેલી,ગુજરાત રાજય નગર પાલીકા કર્મચાર મહામંડળે આપેલા હડતાલના એલાન મુજબ ત્રણ દિવસની હડતાલમાં અમરેલી સહિત જિલ્‍લાભરની નગરપાલિકાના કર્મચારીઓ જોડાતા ઠેર ઠેર વવટી કામગીરી સાવ ઠપ્‍પથઇગઇ છે. અમરેલીમાં સીટી બન સેવા પણ આજથી બંધ થઇ છે.આગામી દિવસોમાં પાણી વિતરણમાં મુશ્‍કેલી ન થાય તો સાર્રુ જિલ્‍લાભરમાં પાલીકા કર્મચારીઓ સાતમા પગારપંચની રોષભેર હડતાલમાં જતા લોકોમાં ભારે અસર જોવા મળી રહી છે.


ખાંભાના ભાડમાં ભરવાડના ફરજામાં બાંધેલા પશુઓ ઉપર એક ડાલામથો સિંહ ત્રાટકયો

ખાંભા,ખાંભા તાલુકાના ભાડમાં રહેતા ભાભલુભાઇ રૂડાભાઇ ભરવાડના ફરજામાં બાંધેલ ચારથી પાંચ ગાયો ત્રણ વાછડી અને એક ઘોડી બાંધેલ જેમના ઉપર એક ડાલામથો સિંહ મારણ માટે ત્રાટકયો હતો અને ત્રણ વાછડીનું મારણ કરીને ઘોડીને મારવા જતા ઘોડી ગુસ્‍સે થઇ સિંહને લાત મારતા સિંહ પડી ગયેલ અને 20 થી 25 મિનિટ બાદ સિંહ હોશમાં આવતા ફરી મારણ ખાવા લાગેલ તે દરમિયાન રાત્રીના દોઢ વાગ્‍યે આર.એફ.ઓ.શ્રીમોર અને વનવિભાગને જાણ થતા ઘટના સ્‍થળે દોડી આવી સિંહને ખદેડવાનો પ્રયાસ શરૂ કર્યાનું ઋચિત મહેતાની યાદીમાં જણાવાયું છે.


વાઘણીયા પ્રા.શાળામાં ધો.8 શરૂ કરવા માંગણી

વાઘણીયા,વાઘણીયા પ્રાથમિક શાળામાં ધો.8 શરૂ કરવાં માટે તેમજ સારી કામગીરી કરતાં રાખસીયા પ્રવીણકુમારની કામગીરી રદ્દ થતાં વાઘણીયા ગ્રામજનો આજરોજ શાળાને તાળાબંધી કરી પોતાનો વિરોધ કરેલ.ધો.8 માં 17 બાળકો અભ્‍યાસ કરે છે.ધો.8 ની મંજુરી માટે વિધિવત વિભાગને લેખીત માંગણી કરેલ છે.છતાં અન્‍ય કાવાદાવાથી શાળાને ધો.8 ની મંજુરી મળેલ નથી.કામગીરી કરતાં શ્રી રાખસીયાને અન્‍ય જગ્‍યા એ મુકતા વાલીઓનો રોષ ભભુકી ઉઠયો છે.ગ્રામજનોની બુલંદી માંગણી છે કે જયાં સુધી ધો.8 ની મંજુરી મળે અને ઉત્‍સાહી શિક્ષક શ્રી રાખસીયાને પરત વાઘણીયા ને મુકવામાં આવે ત્‍યાં સુધી શાળાએ બાળકોને મોકલવામાં નહિ આવે અને તાળાબંધીનો કાર્યક્નમ યથાવત રહેશે.તેવી માંગ સમગ્ર ગ્રામજનો એસ.એમ.સી.વાઘણીયા તથા ગ્રામપંચાયત વાઘણીયા એ ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરેલ છે.


અમરેલીના ચક્કરગઢ રોડની હાલત જોતા ચક્કર આવી જાય તેવી સ્‍થિતિ

અમરેલી,
અમરેલીના ચક્કરગઢ રોટ પર ઠેર ઠેર ખોડાણ કામ કરી મુકી દેવા રોડ પર માટીના ઢગલા ઉપરાંત જેસી.બી. સહિત વાહનવ્‍યવહારને માઠી અસર થાય છે.રોટ વચ્‍ચો વચવાહનોના અટીંગા હોવાથી લોકોએ નીકળવું પણ મુશ્‍કેલ બને છે.
ધણાં સમયથી ચાલતું કામ કોઇ દરકાર લેવાતી નથી ભુર્ગભગટરને કારણે નિકાર અટકાતા શેરી ગલીઓમાં પણ લોકાના આરોગ્‍યને ખતરો લ્‍ભો થયો છે ચક્કરગઢ રોટ પર ઉબટખાબર રોડને આજુબાજુની ગલીઓમાં છેક પ્રજ્ઞાસકુલ સુધી પાણી ભરાતા લોકોએ ફરીજયાત ગંદા પાણીમાં પસાર થવું પડે ભે.લોકોએ નીકળવું પડે તેવી હાલત છે.આ વિસ્‍તાર કિ્નમ હોય અને પટેલ સંકુલ સહિત શેક્ષણિક સંસ્‍થાઓને કારણે લોકોની અવરજવર વધુ હોય તેથી આ વિસ્‍તારમાં લકો સાવ ત્રાહીમામ પોકારી ગયા છે.ભુર્ગભગટરનો હવે નિકાલ થાય તો તેવો આતનાદ ઉઠયો છે.


ધારીની દામાણી પ્રા.શાળા અનેહાઇસ્‍કુલના નવનિર્મિત બિલ્‍ડીંગમાં પાવન પગલા કરતા સદ્દગુરૂ શ્રી ડો.સ્‍વામી

ધારી,
ધારીની જી.પી.બી.મ્‍યુની હાઇસ્‍કુલનું બિલ્‍ડીંગ -65 વર્ષ જુનું હતું જે ઇમારત તેમજ તાલુકા પ્રાથમિક શાળાનું મકાન જર્જરીત થઇ જતા આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગુણવંતરાય નાગરદાસ દામાણી અને રમેશભાઇ નાગરદાસ દામાણી એ માતૃ સંસ્‍થાનું ઋણ ચુકવવા આ હાઇસ્‍કુલ અને પ્રાથમિક શાળાનું અતિ આધુનિક સુવિધાઓથી સજજ નવું બિલ્‍ડીંગ બનાવી આપેલ છે. આ બિલ્‍ડીંગમાં સંતોની પધારમણી પાવન પગલાનો કાર્યક્નમ સંપન્‍ન થયેલ છે. આ કાર્યક્નમમાં બી.એ.પી.એસ.સંસ્‍થાના સદગુરૂ સંત ડો. સ્‍વામિએ ખાસ પધરામણી પાવન પગલા કર્યા હતા. તેઓએ આ શાળાના વિદ્યાર્થીઓને દામાણી બંધુઓની જેમ અભ્‍યાસ કરી ખુબ જ પ્રગતિ કરે તેવા આર્શિવાદ આપ્‍યા હતા. તેઓએ દામાણી બંધુઓ તંદુરસ્‍ત, દીધાર્યુ ભોગવે અને સમાજ સેવાના આવા ઉમદા કાર્યો કરતા રહે તેવા શુભઆશિષ પાઠવેલ હતા. આ નવનિર્મિત બિલ્‍ડીંગમાં 14 કલાસ રૂમ, લાયબ્રેરી હોલ, કોમ્‍પ્‍યુટર લેબ, યોગ-રમત-ગમત વિભાગ સહિત સંપૂર્ણ સુવિધા યુક્‍ત બિલ્‍ડીંગ બનાવેલ છે. આ પ્રસંગે દામાણી પરિવાર તરફથી વિનામૂલ્‍યે નેત્ર નિદાન કેમ્‍પનું આયોજન થયેલું જેમાં મુંબઇના આંખના સ્‍પેસીયાલીસ્‍ટ ડોકટરોએ વિદ્યાર્થી ભાઇ બહેનોને નેત્રચિકિત્‍સા કરી જરૂરીયાતોને નંબરના ચશ્‍મા પણ વિના મૂલ્‍યે આપવામાં આવેલ. આ કાર્યક્નમમાં વિદ્યાર્થી ભાઇ બહેનો અને મહેમાનો માટે અલ્‍પાહારની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવેલી. આ કાર્યક્નમને અઘ્‍યક્ષ સ્‍થાને બી.એ.પી.એસ. સંપ્રદાયના સંત ડો. સ્‍વામિ, ધારી સ્‍વામિનારાયણ મંદિરના કોઠારી સ્‍વામિ શ્રી તેમજ દામાણી પરિવારના શ્રી રમેશભાઇ દામાણી, શ્રીમતી કલ્‍પનાબેન દામાણી, સુધાબેન પારેખ, ધારી ગ્રામપંચાયતના સરપંચશ્રી જીતુભાઇ જોશી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દિલીપભાઇ મહેતા, ઉપસરપંચશ્રી જીગ્‍નેશભાઇ ગોસાઇ, શ્રી પિયુષભાઇ બજારીયા, શ્રી હિતેશભાઇ દેસાઇ, શ્રી કાળુભાઇ લીંબાસીયા, કેસુભાઇ પડરવા, પત્રકારશ્રી બરકતભાઇ ચાવડા, અગ્રણીશ્રી રાહુલભાઇ જોશી, ફાચરિયા પ્રા.શાળાના આચાર્યશ્રી જીગ્‍નેશ ગૌસ્‍વામી, જીતુભાઇ જયસ્‍વાલ, તાલુકા શાળાના આચાર્યશ્રી મહેન્‍દ્રભાઇ સોંડાગર સહીત બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ ઉપસ્‍થિત રહેલ તેવું શાળાના આચાર્યશ્રી શાંતિલાલ પરમારની અખબારી યાદીમાં જણાવાયું છે. કાર્યક્નમના બી.એ.પી.એસ સંસ્‍થાના સદગુરૂ સંત ડો. સ્‍વામિએ ખાસ પધરામણી કરી, પાવન પગલા કર્યા હતા. તેઓએ આ શાળાના વિદ્યાર્થીઓને દામાણી બંધુઓની જેમ અભ્‍યાસ કરી ખુબ જ પ્રગતિ કરે તેવા આર્શિવાદ આપ્‍યા હતા. તેઓએ દામાણી બંધુઓ તંદુરસ્‍ત, દીધાર્યુભોગવે અને સમાજ સેવાના આવા ઉમદા કાર્યો કરતા રહે તેવા શુભઆશિષ પાઠવેલ હતા.


ડેડાણમાં રમઝાન નિમિતે જશ્‍ન મનાવાયો

ડેડાણ,ડેડાણમાં પરંમ પરાગત મુજબ આ વખતે પણ મુસ્‍લીમભાઇ તરફથી રોજમદારો માટે ઇફતારીનું આયોજન રાખેલ તેમાં 23માં રોજાના સાંજે રોજમદારોને હીરાણી પરિવાર દ્વારા ઇફતારીનું આયોજન રાખેલ જી.પં.સદસ્‍ય શ્રી નિરૂભાઇ રાઠોડ, ખાંભા તા.પં.ના ઉપપ્રમુખ લક્ષ્મણભાઇ રાયડી, મનસુખભાઇ સાવલીયા, છોટુભાઇ ટીંબી સહીત અન્‍ય આગેવાનો તેમજ સ્‍થાનિક નિજામખાન પઠાણ, પીઢપત્રકાર, અનવરભાઇ હીરાણી તેમજ મુસ્‍લિમજમાતના પ્રમુખ ગુલાબભાઇ ખોખર, ઉપપ્રમુખ ઇસ્‍માલખા ફતેખા પઠાણી ધાંચી જમાતના અગ્રણીઓઆદમભાઇ ટાંક, રહીમભાઇ અગવાત તેમજ તોલીબાપુ ફીરોજખાન, સલીમભાઇ શેખ, યુવાપત્રકાર લહાદુરભાઇ હીરાણી સહીય કાર્યક્નરોએ સાંજે રોજમદારને સારી નેકી આપે તેવી દુઆ માંગી હતી. હીરાણી પરિવારે રોજમદારોને ઇફતારી માટે આયોજન રાખેલું હતું તેમા મોટી સંખ્‍યામાં મુસ્‍લીમભાઇએ હાજરી આપી હતી. આ ઇફતારીનું આયોજન નિજારખણી હીરાણી, આરીફઅલી હીરાણી દ્વારા કરવામાં આવ્‍યું હતું અને તેમના મિત્ર મંડળ વ્‍યવસ્‍થા માટે સારો સહયોગ આપ્‍યો હતો.


22-06-2017

thumbnail of 22-6-17