Main Menu

July, 2017

 

30-07-2017

thumbnail of 30-7-17


કેન્‍ઙ્કીય કૃષી મોરચાની કારોબારીમા શ્રી કાછડીયાની વરણીને આવકાર

કેન્‍ઙ્કીય કૃષી મોરચા ની કારોબારી માં સ્‍થાન મળતા અમરેલી જીલ્લા ના લોકપ્રિય સાંસદ નારણભાઇ કાછડીયા ના દીલ્‍હી ખાતે સાંસદ નિવાસ સ્‍થાને સાવરકુંડલા નગરપાલિકા ના ભાજપ ના સદસ્‍ય દ્વારા પુષ્‍પગુચ્‍છ થી શુભેચ્‍છા પાઠવતા ધમેન્‍ ચૌહાણ;ધમેન્‍ મહેતા;પૃકાશભાઈ ગેડીયા;કમલેશ મૈસુરીયા;જીવનભાઈ વેકરીયા;અતુલભાઈ રાદડીયા બળવંત મહેતા એ સ્‍વાગત અભીવાદન કર્યું.


રાજુલા ટાઉનમાંથી દેશી દારૂની ભઠી પકડી પાડતી અમરેલીએલ.સી.બી.

અમરેલી, આજરોજ તા.ર8/07/ર017 ના રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સભ.શ્રી. એ.પી.પટેલ ની રાહબરી નીચે એલ.સી.બી. પોલીસ સ્‍ટા1ફ રાજુલા ટાઉન વિસ્‍તાકરમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે, રાજુલા ટાઉનમાં તત્‍વકન્નયોતિ વિસ્‍તાસરમાં રહેતો શાંતિભાઇ બચુભાઇ ચૌહાણ પોતાના રહેણાંક મકાને દેશી દારૂ ગાળવાની ભણુી ચલાવે છે અને દારૂનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળેલ હોય બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતાં દેશી દારૂની ભણુી ચલાવતો આરોપી શાંતિભાઇ બચુભાઇ ચૌહાણ પોલીસને જોઇને નાસી ગયેલ અને આ જગ્‍યાએ દેશી દારૂની ભણુી તથા દેશી દારૂ લીટર 40, કિં.રૂ.1ર40/- તથા દારૂ બનાવવાનો આથો લીટર ર00, કિં.રૂ.700/- તથા ભણુી ચલાવી દારૂ બનાવવા માટેના સાધનો સહિત કુલ કિં.રૂ.1940/- નો મુદ્યામાલ મળી આવતાં જે કબજે કરી નાસી જનાર શાંતિભાઇ બચુભાઇ ચૌહાણ, રહે.રાજુલા વાળા વિરૂઘ્‍ધ પ્રોહી ધારા તળે ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને તેને ઝડપી લેવા ચઠ્ઠો ગતિમાન કરેલ છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ . શ્રી.એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટા ફના અબ્‍દુલભાઇ સમા, પ્રફુલ્લ.ભાઇ જાની, ધર્મેન્‍દ્રનરાવ પવાર, બાબુભાઇ ડેર, સંજયભાઇ પદમાણી, સાર્દુલભાઇ ભુવા,ગોવિંદભાઇ પરમાર, વિજયભાઇ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, કિરણભાઇ સોલંકી, ઉમેદભાઇ મહેતા, રાણાભાઇ વરૂ, જગદીશભાઇ ઝણકાત, તુષારભાઇ પાંચાણી, વિજયભાઇ વાઢેર, ભાવેશભાઇ બોરીસાગર, મધુભાઇ પોપટ, ડ્રાઇવર નુરભાઇ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઇ ડેર વિ.એ કરેલ છે.


અમરેલીમાં બીએસએનએલ કર્મચારીઓના દેખાવો

અમરેલી,ભારત સંચાર નિગમના શેકંડો કર્મચારીઓએ રેજરિવિઝનની માંગણીના સમર્થનમાં સુત્રોચ્‍ચાર સાથે દેખાવો કર્યા હતાં અને દેશવ્‍યાપી હડતાલના એલાનમાં અમરેલી જિલ્‍લાના બી.એસ.એન.એલ. કર્મચારીઓ પણ જોડાયા હતાં. કર્મચારીઓએ લોકોના હિતમાં બી.એસ.એન.એલ.કંપનીજાળવી રાખવા અને કર્મચારીઓનું નોરલ વધે એ માટે વિધેયાત્‍મક પગલા ભરવા સરકારને અનુરોધ કર્યો હતો. ત્રીજીપે રિવિઝન સમિતિના ભલામણનાં અમલ આડે આવતાં એફોરર્ટીમ્‍યુટી હટાવી લઇ સંચારનિગમના કર્મચારીઓને રીવાઇઝપે આપવા માંગણી માટે બી.એસ.એન.એલ કેમ્‍લિયુનિયન દ્વારા અપાયેલા એલાન મુજબ અમરેલી જિલ્‍લાએ પણ જોડાઇને પોતાનો સુર વ્‍યક્‍ત કર્યો હતો અને સરકારની નિતિ-રીતીને વખોળી કાઢી રોષ વ્‍યક્‍ત કર્યો હતો. અધિકારીઓ સહિત કર્મચારીઓ દેશવ્‍યાપી હડતાલથી અનેક કામગીરીઓને અસર થઇ છે. હાલ અસરગ્રસ્‍ત સ્‍થિતિઓને અને ટેલિફોન લાઇનો પણ ઠપ થઇ જાય તેવી સ્‍થિતિમાં યોગ્‍ય ઉકેલ લાવવા કર્મચારીઓમાંથી માંગ ઉઠી છે તેમ અમરેલી બી.એસ.એન.એલ. એમ્‍લિયુઝઇલના આશાબેન દવેએ અખબારી યાદીમાં જણાવાયું છે.


ત્રણ-ત્રણ વખત વાવેલ બિયારણ નિષ્‍ફળ જતાં સંકળામણ વધી

બાબરા તાલુકાના ઘુઘરાળા ગામની સીમમાં એક પટેલ મોભીએ મકાનનાં આડસર સાથે દોરી બાંધી ગળાફાસો ખાઇ જીવન લીલા સમેટી લેતાં પરિવારમાં આક્નંદ છવાઇ જવા પામ્‍યો હતો.
બાબરા તાલુકાના ઘુઘરાળા ગામે રહેતા અને ખેતી ઉપર પોતાના પરિવારનો જીવનનિર્વાહ ચલાવતા પટેલ કરશનભાઇ નાથાભાઇ મોરસડા ઉ.વ.55 આજે સવારે પોતાની વાડીની ઓરડીમાં ગળાફાસો ખાઇ લટકતી હાલતમાં પરિવારજનોને મળી આવતાં મોટી સંખ્‍યામાં પરીવારજનો અને ગ્રામ્‍ય આગેવાનો દોડી આવ્‍યા હતાં. અને નશ્‍વરદેહને પીએમ માટે બાબરા દવાખાને ખસેડવામાં આવ્‍યો હતો. સ્‍થાનિક પોલીસ તંત્રમાં પરિવારે કરેલ જાહેરાતમાં ખેડૂત દ્વારાચાલુ સીઝનમાં ખેતીની જમીનનું ધોવાણ તેમજ મોંઘા ભાવના ખાતર-બિયારણ ત્રણ-ત્રણ વખત અતિવૃષ્‍ટ્રિના કારણે ફેઇલ જતાં આર્થિક સંકળામણ વધી જતાં મોત મીઠું કર્યુ હતું ગામના આગેવાન રાજુભાઇ ખાત્રોજાના જણાવ્‍યા મુજબ આધેડ ખેડૂત છેલ્‍લા ત્રણ દીવસથી હવે વરસાદ આવશે તો શું થશે તેવી પ્રુચ્‍છા કરી સતત પાક નિષ્‍ફળ જવાના ભય હેઠળ ત્રણ-ત્રણ વખત વાવણી કાર્યથી આર્થિક બોઝનો સામનો નહીં કરી શકતા મોત મીઠું કર્યાનું જણાવેલ આ બનાવ અંગે પુર્વસાંસદ વિરજીભાઇ ઠુંમ્‍મરે અતિવૃષ્‍ટ્રિથી આર્થિક નુકશાની વેઠનાર ખેડૂત પરિવારને સહાય આપવા રાજયના કૃષિમંત્રીને પત્ર પાઠવી જાણ કરેલ છે.


કોટડાપીઠામાં ફોરલેન રોડ માટે પથ્‍થરોની ધાર કપાતા પથ્‍થરો હવે રોડ ઉપર આવ્‍યા

બાબારાના કોટડાપીઠા ગામ પાસે ભાવનગર રાજકોટ સ્‍ટેટ હાઇ-વે ફોરલેન બાનવવાની કામગીરી ચાલુ છે ત્‍યારે કોટડાપીઠા ગામ પાસે બાબરા તરફ જતા સ્‍ટેટ હાઇ-વે બાનવવા મોટો-મોટા પથ્‍થરો વાળી ધાર કાપીને ફોરલેન રસ્‍તો બનાવેલ છે તેમા હાલ ભારે વરસાદ પડવાથી સાઇડના પથ્‍થરોની તીરાડમાં પાણી જતા પથ્‍થરો છુટા પડીને રસ્‍તા પર આવી પડે છે જેથી કયારેક ઓચીનતા જતા વાહનો કે રાહદારી ઉપર પડે અથવા કયારેક ઓચીતા જતા પથ્‍થરોની હડફેટે ચટી જાય અને અકસ્‍માતની ધટનાબને તે પહેલા પથ્‍થ હટાવવા લોક માંગણી ઉઠી છે.


વડાપ્રધાન શ્રી મોદીની શુભેચ્‍છા મુલાકાતે સાવરકુંડલાના આગેવાનો

અમરેલી,
સાવરકુંડલા પાલિકાના સદસ્‍યો સહિત આગેવાનોએ વડાપ્રધાન શ્રી મોદીની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.અને સાવરકુંડલાના આગેવાનો શ્રી ધર્મેન્‍દ્ર ચૌહાણ, ધર્મેન્‍દ્રભાઇ મહેતા, પ્રકાશભાઇ ગેડિયા, કમલેશભાઇ મહીસુરીયા, જીવનભાઇ વેકરીયા, અતુલભાઇ રાદડીયા, બળવંતભાઇ મહેતા, મોનાર્ક ચૌહાણએ સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાને સાથે રાખી પ્રશ્‍નોની ચર્ચા વિચારણા કરી હતી.દિલ્‍હી ખાતે મુલાકાત દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આગેવાનોને સાંભળ્‍યા હતા અને હકારાત્‍મક અભિગમ દાખવ્‍યો હતો.


ઇન્‍ડિયન નેવીના વાઇસ એડમિરલ રાજુલાની મુલાકાતે

ઇન્‍ડિયન નેવીના વાઇસએડમિરલ ગીરીશ લુથરાએ રિલાયન્‍સ સીકયાર્ડ પીપાવાવપોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્નમો વાઇલ્‍ડલાઇફ વોલ્‍ડન વિપુલ લહેરી સાથે ગોષ્ઠી કરી હતી તે વેળાની તસ્‍વીરમાં નજરે પડે છે.


અમરેલી જીલ્‍લામાં ભુલી પડેલ મહિલાને સુરક્ષીત રીતે પરિવાર સાથે મીલન કરાવ્‍યુ

અમરેલી,અમરેલી જીલ્‍લામાં કાર્યરત 181 મહિલા અભયમ હેલ્‍પલાઇન પરના કાઉન્‍સીલર નીતાબેન ચૌહાણને પાર્થ દ્વારા સવારે 9:30 વાગ્‍યે હેલ્‍પલાઇ દ્વારા હોન આવે કે અમરેલી શહેરમાં શાક માર્કેટ વિસ્‍તારમાં એક અજાણી મહિલા મળી આવેલ છે. જેની ઉ.વ. 55 આસપાસ છે જે કઇ બોલતી નથી અને ભયભીત તેમજ ભુલી પડેલ હોય તેવુ લાગતુ હતુ આ વિસ્‍તારના નાગરીકોએ તેની સાથ વાત ચિત કરવાનો પ્રયત્‍ન કરતા તે અજાણીયા માણસો જોઇ ગભરાઇ ને તેમને ગાળો આપતિ હતી. જે બાબતે 181 ની ટીમમાંફરજ પરના કાઉન્‍સલીગ નીતાબેન ચૌહાણ મહિલા કોસ્‍ટેબલ પ્રભાબેન મુછડીયા પાઇલોટ રાહુલભાઇ યાદવ તાત્‍કાલીક સ્‍થળ પર આ મહિલા પાસે આવી ગયેલ. પરંતુ મહિલા પરીવાર થી વિખુટી પટેલ હોય પોતાનું નામ સરનામુ યાદ વગેરે યાદ હોય અલગ અલગ સ્‍થળ અને નામ જણાવતી હતી. મહિલા જે વિસ્‍તારની વાત કરતી ત્‍યા ટીમ સ્‍થળ પર પહોચતા તે સ્‍થળમાં઼ તેમનુ કોઇ સગા વહાલ રહેતા ન હતા. ખુબજ પ્રયત્‍ન કરવા છેવટે મહિલા પોતે ચિતલ ગામ આજુબાજુ રહે છે. તેમ જણાવેલ આથી 181 ટીમ મહિલા ને લઇ ચિતલ ગામમાં રહે છે આમ ગામ લોકો પાસે થી તેમનું સરનામું મેળવી મહિલાને તેમના પરિવાર ને સોપેલ. તેમના પતિએ જણાવેલ કે તેમની પત્‍ની થોડા સમયથી માનસિક તનાવ અનુભવે છે. બધા સાથે વિનવ કારણે જથડે છે. અને પુછયા વગર ધરેથી જતિ રહે છે. આથી તેમના પતિના પતિને તેમનું ઘ્‍યાન રાખવા તેમજ યોગ્‍ય સારવાર કરવા સમજાવેલ.


અમરેલીમાં દલિત યુવાનને ફંડ એકત્રિત કરી અપાયુ

અમરેલી જિલ્લામાં દલિત સમાજના પ્રાણપ્રશ્નો માટે લડતા દલીત નેતા કાંતિ વાળા પર પોલીસ કર્મીની હત્‍યાનો ગુન્‍હો નોંધાયા બાદ કાંતિ વાળા ને છોડાવવા દલીત યુવા સંગઠન દ્વારા ફંડ એકત્રિત કરવામાં આવી રહયુ છે દલીત અગ્રણી જીતુભાઇ ચાવડા દ્વારા 1 લાખ રોકડ કાંતિભાઈ વાળા ને અર્પણ કરવામાં આવ્‍યા હતા સાવસરકુંડલા ખાતે દલીત સમાજ સાથે દલીત યુવા સંગઠન ના જીગ્નેશ બગડા (આંબરડી), હિતેષ દાફડા (ધારી), કિશોર ધાખડા, અરવિંદભાઈ બગડા, હરેશભાઈ દાફડા સહિતના અગ્રણીઓએ દલીત નેતા કાંતિ વાળાની વ્‍હારે આવીને રોકડ ફંડ આપતા કવિતાબેન કાંતિભાઈ વાળાએ આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી