Main Menu

Saturday, July 1st, 2017

 

સાવરકુંડલા એસટી ડેપોમાં ખાનગી વાહન ચાલકો દ્વારા મુસાફરો સાથે દાદાગીરી કરાતા કૃષી મંત્રી દોડી ગયા

સાવરકુંડલા,

સાવરકુંડલા એસ.ટી.ડેપો ની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ને ગ્રામ્‍ય વિસ્‍તારના મુસાફરો સાથે પ્રાઈવેટ વાહન ચાલકો દવારા મુસાફરો સાથે ગાળાગાળી કરી.

પૂછ પરછ વિભાગ ના કર્મચારી સાથે લુખાગીરી કરી પોતાના વાહન માં બેસવાનું અને એસ.ટી.બસ માં બેસવું નહીં તેવી ધમકી આપતા સાવરકુંડલા ના જાગૃત ધારાસભ્‍ય અને કૃષિમંત્રી શ્રી વી.વી.વઘાસિયા ને જાણ થતાં તેઓ તાત્‍કાલિક એસ.ટી. ડેપો ખાતે દોડી આવ્‍યા હતા.

તથા એસ.ટી. ડેપો ની અંદર આવા પ્રાઈવેટ વાહનો વાળા પ્રવેશ ના કરે તેની સૂચના સાવરકુંડલા પોલીસ ઇન્‍સપેક્‍ટર અને ડેપો મેનેજર ને સૂચના આપી હતી.

 


બાબરા માર્કેટયાર્ડ સતત બીજેદિવસે પણ બંધ

અમરેલી,જીએસટીના વિરોધમાં અપાયેલા એલાન મુજબ બાબરાના માર્કેટયાર્ડ સતત બીજા દિવસે પણ બંધ રહેતા કામગીરી સાવ ઠપ્‍પ થઇ ગઇ હતી અને માર્કેટયાર્ડ સુમસામ જોવા મળ્‍યું હતુ.

સરકાર દ્વારા જીએસટીના કાળા કાયદાના વિરોધમાં બાબરાનું માર્કેટયાર્ડ સતત બીજે દિવસે પણ બંધ રહયું હતુ અને માર્કેટયાર્ડમાં ખેતજણસો ઠપ્‍પ થઇ ગઇ હતી બંધના એલાનને કારણે ખેડુતો અને વેપારીઓની ચહલ પહલ જોવા મળી ન હતી.

અને યાર્ડ સુમસામ બની ગયું હતુ .આ રીતે વેપારીઓએ રોષ વ્‍યકત કરી જએસટીના કાળા કાયદાની પુનઃ વિચારણા કરવા માંગ કરી હતી.હડતાલને કારણે યાર્ડસાવ સુમસામ બની ગયુ હતુ.

 


અમરેલી જિલ્‍લા બંધના એલાન ના પગલે ચલાલા શહેર સજજડ બંધ

ચલાલા, કેન્‍દ્ર સરકારના જી.એસ.ટી. વિરોધમાં અમરેલી જિલ્‍લા વેપારીમંડળે અમરેલી જિલ્‍લા બંધનું એલાન આપી આ કાળા કાયદાનો વિરોધ નોંધાવેલ હતો.તેના પગલે ચલાલા ચેમ્‍બર, ચલાલા કાપડ એશો., ચલાલા કિરણ એસો., ચલાલા પટેલ વેપારી એશો, જેવા વેપારી સંગઠનોએ ચલાલા બંધનું આજરોજ જીએસટીના કાળાકાયદાના વિરોધમાં એલાન અપાયેલ હતુ.જેને ચલાલાના નાના-મોટા તમામ વેપારભાઇઓએ જમ્‍બર પ્રતિસાદ આપી તમામ દુકાનો બંધ રાખી જડબેસલાક બંધ પાળી જીએસટીના કાળાકાયદાને જમ્‍બર વિરોધ નોંધાયેલો હતો.બંધને જબરો પ્રતિસાદ આપવા બદલ ચલાલા ચેમ્‍બરે તમામ વેપારીનો આભાર માન્‍યો હતો.

 


અમરેલીમાં જીએસટી માર્ગદર્શન સેમીનાર યોજાયો

અમરેલીમાં એચ.ડી.એફ.સી.દ્વારા હોટેલ સુર્યાગાર્ડન ખાતે જી.એસ.ટી.માર્ગદર્શન સેમીનારમાં માર્ગદર્શન આપી રહેલા શ્રી એ.ડી.રૂપારેલ, વસંતભાઇ મોવલીયા, પ્રિતેશ ઘઘલાણી,જીતુભાઇ ડેર, હિતેષભાઇ આડતીયા, જીજ્ઞેશભાઇ ગઢીયા, મનસુખભાઇ વામજા, અને એચ.ડી.એફ.સી. બેન્‍ક સ્‍ટાફ તથા મેનેજરશ્રી પ્રીતેશ ભોજાણી, જગદીશભાઇ શેલાણી, રાજેશભાઇ વસાણી, અતુલભાઇ વસાણી, મનીષભાઇ વસાણી, જગતભાઇ ચંદારાણા, અને વેપારીઓ નજરે પડે છે.

 


અમરેલીના ડો.નિખીલેશ જાનીએ ફેસબુકમાં બે હજાર ફ્રેન્‍ડસ બનવા બદલ ભવ્‍ય પાર્ટી આપી

અમરેલી,અમરેલીનાં આર્યુવેદિક ડો.નિખીલેશ જાની આર્યુવેદિક ડોકટર તરીકે અમરેલી જિલ્‍લાભરમાં ખ્‍યાતનામ ડોકટર સાથે સારી પ્રેકટીસ કરે છે.સાથે સાથે તેઓએ ફેસબુક પર ફકત છ માસનાં ટુંકાગાળામાં દેશ અને વિદેશના 2000 કરતાં વધારે ફ્રેન્‍ડનું વિશાળ સર્કલ બનાવતવ આજરોજ હોટલ એન્‍જલ ખાતે ભવ્‍ય પાર્ટી આપેલ જેમાં અમરેલી શહેરના ખ્‍યાતનામ ડો.અશોકભાઇ પરમાર, ડો,કલ્‍પેશભાઇ ટાંક, ડો.રાજુ ભાઇ કથીરીયા, ડો.જયદિપ પટેલ, ડો.ગોજારીયા, ડો.નિલેશ ઝાલાવડીયા, ડો.બોરીચા , ડો.અશોક પટેલ આ ઉપરાંત આહિર સમાજના જિલ્‍લાા યુવા પ્રમુખ કમલેશભાઇ ગરણીયા, વિક્નમભાઇ આહિર તમેજશહેરનાં અગ્રણી વેપારી એવા નિતીનભાઇ પરીખ, મેહુલભાઇ દેસાઇ, તેજસભાઇ દેસાઇ, શૈલેષભાઇ પરીખ, મહેન્‍દ્ર ભાઇ, કિર્તીભાઇ, પંકજભાઇ જોષી આ ઉપરાંત અખાડાનું વિશાળ ગૃપ સાથે ભવ્‍ય પાર્ટીનું આયોજન ડો.નિખીલેશ જાનીનું ભવ્‍ય સ્‍વાગત કરેલ અને હવે પછી ડો.નિખીલેશ જાનીને આ ફંકશનનાં ફોટાને 1000 લાઇક મળે એટલે ફરીવાર આવીજ પાર્ટી આપવાનું વચન આપેલ છે.જેને તમામ લોકોએ સહર્ષ સ્‍વીકાર કરેલ છે.જે અંગેની શ્રી પી.પી.સોજીત્રાની યાદીમાં જણાવેલ છે.

 


લીલીયામાં ગ્રામસભા યોજાઇ

લીલીયા,(અશોક વિરાણી)લીલીયા ગ્રામપંચાયતની ગ્રામસભા યોજવામાં આવી. લીલીયા આજરોજ 30મી જૂન સાંજના 5:00 કલાકે શાંતાબેન કન્‍યા વિદ્યાલય પ્રાર્થના હોલમાં ગ્રામસભા યોજઇ હતી

જેમાં ગત તા.13મી જૂને યોજાયેલ ગ્રામસભામાં અધિકારી ઓની ગેરહાજરીને કારણે બહિષ્‍કાર થતા ગ્રામસભા બનધ રાખવામાં આવેલ અને ત્‍યારબાદ અધિકારીઓની ગેરહાજરી બાબતે ગામના અગ્રણીઓ દ્વારા અપાયેલ આવેદન બાદ આ ગ્રામસભામાં તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

ગ્રામસભામાં મનરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજન, સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગતની યોજના અંગે માહિતી પુરી પાડવામાં આવેલ તેમ ગત ગ્રામસભાના બષિકારના મુખ્‍યમુદ્દા તંત્ર દારા ભૂગર્ભ ગટર રીપેર કરી ચાલુ કરવા તેમજ રોડ રસ્‍તા સત્‍વરે બનાવવા અંગે ગ્રામસભામાં માંગણી કરવામાં આવી હતી. આ ગ્રામસભામાં સરપંચ હીરાબેન ધામત, ઉપરસરપંચ બાબુભાઇ ધામત, તલાટી મંત્રી શુકલભાઇ,હીતેશભાઇ કારીયા, મગનભાઇ વીરાણી તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયાનું અશોકભાઇ વિરાણીની યાદીમાં જણાવાયું છે.

 


અમરેલી જિલ્‍લા મ.સ.બેન્‍કની વાર્ષિક સભા મળશે

અમરેલી,અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍કમાં ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીનના અઘ્‍યક્ષપદે અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકીરી બેન્‍કના બોર્ડ ઓફ ડિરેકટરો અને સભાસદોની વાર્ષિક સાધારણસભા આગામી તા.15/7/17 શુનિવારે સવારે 10 કલાકે નવુખેડુત તાલીમ કેન્‍દ્ર લીલીયા રોડ બાયપાસ ચોકડી અમરેલી ખાતે મળશે આ વાર્ષિક સાધારણસભામાં બેન્‍કની પ્રગતિ,પ્રવૃતીનો અહેવાલ અપાશે.બેન્‍કની જુદી જુદી કમીટીઓ દ્વારા બહાલી અને બેન્‍કની હેડઓફીસ અમરેલીના નવા બીલ્‍ડીંગની જમીન ખરીદવા થનાર રોકાણ અને મંજુરી અંગે સહરિની બાબતોની ચર્ચા કરાશે આ બેઠકમાં જિલ્‍લા બેન્‍કના બોર્ડ ર્ંડિરેકટરો અને સદસ્‍યો ઉપસ્‍થિતિ રહેશે તેમ જનરલ મેનેજર બી.એસ.કોઠીયાએ અખબારી યાદીમાં જણાવ્‍યુ છે.વાર્ષિક સાધારણસભામાં જિલ્‍લાભરના ખેડુતો વિશાળ સંખ્‍યામાં ઉમટી પડશે

 


અમરેલી માણેકપરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્‍સવ ઉજવાયો

અમરેલી,

અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત માણેકપરા શાળામાં તા. 22મી જૂન 2017ના રોજ કન્‍યા કેળવણી મહોત્‍સવ તથા શાળાપ્રવેશોત્‍સવની શાનદાર ઉજવણી કરવામાં આવી. સમારોહના મુખ્‍ય મહેમાન એવા તાલિમભવન અમરેલીમાંથી પધારેલ કાર્વિકભાઇ વ્‍યાસ સી.આર.સી. કુલદિપભાઇ ઉપરાંત અતિથી વિશેષ તરીકે અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અલ્‍કાબેન ગોંડલીયા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જે.પી.સોજીત્રા, શાસનાધિકારી શ્રી ચુડાસમા, વાઇ.ચેરમેન શ્રી સંદિપભાઇ પંડયા તથા શિક્ષણ સમિતિના અન્‍ય સદસ્‍ય શ્રી અરવિંદભાઇ કાબરીયા, છગનભાઇ ધોરાજીયા, નિવૃત શિક્ષક શ્રી ચંદ્રિકાબેન રાવળ, શ્રી સુધાબેન વ્‍યાસની વિશેષ ઉપસ્‍થિતિમાં શાળાના બાળકો દ્વારા મનુષ્‍ય ગૌરવગાન, યોગાસન, અમૃતવચન જેવો સાંસ્‍કૃતિક કાર્યક્નમ રજુ કરવામાં આવ્‍યો ત્‍યારબાદ મહેમાનોના વરદ હસ્‍તે ધો-1ના વિદ્યાર્થીઓને કુમ-કુમ તિલક કરી વિવિધ રીતે શિક્ષણ કીટ દ્વારા પ્રવેશ આપવામાં આવ્‍યો. વિશેષ કાર્યક્નમ રૂપે મહેમાનો દ્વારા આંગણવાડીના ભુલકાઓને સુખડી તથા રમકડાનું વિતરણ કરવામાં આવ્‍યું ત્‍યારબાદ તેજસ્‍વી વિદ્યાર્થીઓનું દાતાઓ, વાલી શ્રી દિલીપભાઇની ઉપસ્‍થિતિમાં ઇનામ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું. આ ઉપરાંત સમગ્ર અમરેલી જીલ્‍લામાં એન.એમ.એમ.એસ. પરીક્ષામાં જવલંત સફળતા મેળવનાર 10 વિદ્યાર્થીઓનું પણ ઇનામ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. વિશેષ ઉદ્દબોધનના દૌરમાં સૌ મહેમાનો દ્વારા આજનું બાળકઆવતીકાલનું ઉજજવળ ભવિષ્‍ય હોય તેના સુચારૂ ઘડતરની જવાબદારી શિક્ષકના સીરે હોય શિક્ષકો અને બાળકોને એ અંગે શુભેચ્‍છાઓ પાઠવી હતી. બાદમાં વૃક્ષારોપણ કાર્યક્નમ દ્વારા સમારોહ સંપન્‍ન કરવામાં આવ્‍યો. સમગ્ર કાર્યક્નમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની મનાણી કિંજલ તથા નાગર હિરલ દ્વારા કરવામાં આવ્‍યું હતું કાર્યક્નમને સફળ બનાવવા શાળાના તમામ સ્‍ટાફગણે ભારે જહેમત ઉઠાવી એ બદલ શળાના આચાર્ય શ્રી ભ્રમતસિંહ ચૌહાણ સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

 


વાંકીયા અને ચિતલ ખાતે બુથ કાર્યકર્તાની મીટીગ યોજાઈ

અમરેલી,અમરેલીના લોક લાડીલા અને યુવા ધારાસભ્‍યશ્રી પરેશ ધાનાણી દ્રારા અમરેલી જીલ્‍લા પંચાયત સીટ વાંકીયા અને ચિતલ ખાતે બુથ કાર્યકર્તાની મીટીગ યોજાઈ. જેમાં અમરેલી – કુંકાવાવ/વડીયાના ધારાસભ્‍યશ્રી પરેશ ધાનાણી, પંકજભાઈ કાનાબાર, મોહનભાઈ નાકરાણી, દલસુખભાઈ દુધાત, શંભુભાઈ પાણીયાવાળા, જયેશભાઈ નાકરાણી, દિનેશભાઈ ભંડેરી, ગુણવંત ભાઈ સાંગાણી, શંભુભાઈ ધાનાણી, જગદીશભાઈ ડાભી, અરવિંદભાઈ કાછડીયા, જે.બી. દેસાઈ, નીરાભાઈ અકબરી, મુકતાબેન નાકરાણી, શુકલાભાઈ મસાર, મનસુખ ભાઈ નાકરાણી, દલપતભાઈ કીકાણી, હરેશભાઈ ભાસ્‍કર, વીશાલભાઈ માંગોરળીયા,ચંદુભાઈ ગઢીયા, કાળુભાઈ દોંગા, ગોરધનભાઈ લાખાણી, બાલુભાઈ રાખોલીયા, દલપતભાઈ કીકાણી, જવેરભાઈ અકબરી, બાબુભાઈ સાવલીયા, કેતનભાઈ કસવાલા, મનસુખભાઈ નાકરાણી, ગીરીશભાઈ વાવા, મનજીભાઈ રાખોલીયા,બાબાપુર સરપંચ વીપુલભાઈ,કમીગઢ સરપંચ ગીરીશભાઈ વાળા,ચાડીયા સરપંચ સુરેશભાઈ,દેરાજીયા દેવરાજભાઈ રાખોલીયા,સાજીયાવદર દીનેશભાઈ તારપાર, પ્રફુલભાઈ વાગડીયા, હસમુખભાઈ સોધરવા,રમેશભાઈ કોટડીયા,નીતીનસિંહ ચોૈહાણ, મોહનભાઈ મીસ્‍ત્રી, તથા ગામના મુખ્‍ય આગેવાનો તથા યુવા આગેવાને હાજરી આપી હતી.

 


વેરાવળ ખાતે ટોલનાકા પાસે રસ્‍તા મા મસમોટા ખાડામાં કાર અકસ્‍માત

વેરાવળ,વેરાવળ ખાતે ટોલનાકા પાસે રસ્‍તા મા મસમોટા ખાડામાં કાર અકસ્‍માતમાં ચુડાસમા પરિવાર ના એક ના એક યુવાન પુત્ર નુ કરૂણમોત વિકાસની મોટી મોટી વાતો કરી રહેલી સરકારી તંત્ર ની બેદરકારી જેતપુર સોમનાથ ફોરટ્રેક રસતાઉપર મોટાખાડા ને કારણે વેરાવળ ના બાબુભાઇ ચુડાસમા ના એકના એક માસુમ યુવાન મુકેશ ચુડાસમાનુ કરૂણ મોત થતા આ બનાવના પગલે સરકારીતંત્ર ની ધોરબેદરકારી નજરેઆ