Main Menu

Tuesday, July 4th, 2017

 

04-07-2017

thumbnail of 4-7-17


02-07-2017

thumbnail of 2-7-17


સાવરકુંડલામાં મહિલાઓએ રણચંડી સ્‍વરૂપ ધારણ કરી પાલિકાને બાનમાં લીધી

સાવરકુંડલા નગરપાલિકામાં રણચંડી બનેલી મહિલાઓએ સુત્રોચ્‍ચાર સાથે આક્નોષ વ્‍યકત કરી પાલિકાના કર્મચારીઓને બહાર કાઢી તાળાબંધી કરી હતી પાલિકાના ચીફ ઓફિસર સહિત કોઇ હાજર ન રહેતા રોષીત બનેલી મહિલાઓએ સતત એક કલાક સુધી પાલિકા બાનમાં લીધી હતી તે વેળાનીતસવીરોમાં નજરે પડે છે.

 


આદર્શ સમુહલગ્‍નના આયોજકોને વધાવતો સમાજ : મુંબઇથી આગેવાનો આવ્‍યા

અમરેલી ખાતે પરજીયા સોની સમાજમાં આદર્શ સમુહલગ્‍નોત્‍સવના સતત ત્રીજા સફળ આયોજન બદલ પરજીયા સોની સમાજના વર્લ્‍ડ ફેડરેશનના ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણ અને નિવૃત મામલતદાર શ્રી ધીરૂભાઇ જગડાને મુંબઇ, સુરત,રાજકોટ,જુનાગઢ સહિત પરજીયા સોની સમાજના આગેવાનોએ બિરદાવી અને શાલ ઓઢાડીને સન્‍માન કર્યુ હતુ તે તસવીરમાં નજરે પડે છે સાથે સાથે નીચેની તસવીરોમાં વખતો વખત અમરેલીના આંગણે પધારતા અને આ વખતે વિશેષતા એ હતી કે અમરેલીની ટીમને પ્રોત્‍સાહીત કરવા માટે મુંબઇ પરજીયા સોની સમાજના 25 સહિત દેશ-વિદેશના આગેવાનો અમરેલી પધાર્યા હતા તે તસવીરમાં નજરે પડે છે.

 


અમરેલીમાં પરજીયા સોની સમાજનો તૃતિય આદર્શ સમુહ લગ્‍નોત્‍સવ યોજાયો

અમરેલી,અમરેલી ખાતે શ્રી બાબુભાઇ શામળદાસભાઇ ધાણક (સાવલીવાળા) પ્રેરીત અને શ્રી મુંબઇ પરજીયા સોની સમાજ તથા શ્રી અવધ વેલફેર સોસાયટી અમરેલી અને શ્રી પરજીયા પટ્ટણી સોની સેવા ટ્રસ્‍ટ મંડળ અમરેલીના સંયુક્‍ત ઉપક્નમે આયોજીત તૃતિય આદર્શ સમુહ લગ્‍નોત્‍સવ તા.2 જુલાઇએ ઉમંગભેર યોજાયો હતો.અમરેલીના આંગણે યોજાયેલા આ આદર્શ સમુહ લગ્‍નોત્‍સવમાં દેશ-વિદેશ થી પધારેલા મહેમાનોની ઉપસ્‍થિતીમાં અમરેલી પરજીયા સોની જ્ઞાતિની વાડી (એ.એ. ધકાણ હોલ)થી વરઘોડો લગ્‍નના સ્‍થળ કપોળ મહાજનવાડીએ પહોચ્‍યો હતો જેમા દેશ-વિદેશથી પધારેલા સમાજના આગેવાનોની ઉપસ્‍થિત રહ્યા હતા. જેમના પ્રેરીત આ સમુહ લગ્‍નોત્‍સવ હતો તે શ્રી બાબુભાઇ શામળદાસભાઇ ધાણકના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ સમારોહમાં શ્રી બાબુભાઇ ધાણકનુ શાલ ઓઢાડી અને ભરતભાઇ ચૌહાણ અને ધીરૂભાઇ જગડાએ સન્‍માન કર્યુ હતુ જયારે ટીમ અમરેલીના આગેવાનો શ્રી ચેતનભાઇ ધકાણ, શ્રી મનહરભાઇ ધોરડા, શ્રી દિનેશભાઇ ધકાણ, શ્રી લલિતભાઇ થડેશ્‍વર, શ્રી જયસુખભાઇ લુહાર, શ્રી રમેશભાઇ કાગદડા,શ્રી ભાવેશભાઇ થડેશ્‍વર, શ્રી રાજુભાઇ સાગર, શ્રી ભાવેશભાઇ સાગર, શ્રી મેહુલભાઇ પોલરા, શ્રી કાંતિભાઇ ધકાણ, શ્રી અશોકભા઼ઇ ધોરડા શ્રી જે.ડી.ધાણક, શ્રી કીશન ચલ્‍લા, શ્રી હરેશભાઇ ચલ્‍લા, શ્રી પંકજભાઇ ધકાણ, શ્રી સંજયભાઇ ધોરડા એ મહેમાનોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કર્યુ હતું.અમરેલી સમાજ વતી મહેમાનોનું સ્‍વાગત કરતા પરજીયા સોની સમાજ ના વર્લ્‍ડ ફેડરેશનના ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણે જણાવ્‍યું હતું કે નાના અને મોટા દાતાશ્રીઓના સાથ સહકારથી આ લગ્‍નોતસવને સફળ બનાવ્‍યો છે અને રાજકોટ-જામનગર-મુંબઇ સહિતના સમાજે અમરેલી ખાતે પધારી આપેલા સાથ-સહકારને યાદ કરી સ્‍વાગત કર્યુ હતું અને જણાવેલ કે હજુ ચાર મહિના પહેલા જ સાવરકુંડલામાં સુરત પરજીયા સોની સમાજના સહયોગથી આઠ સમુહલગ્‍નો યોજાયા હતા અને માત્ર ચાર માસના ટુંકા ગાળામાં અમરેલીમાં નવ લગ્‍નો તમામના સાથ સહકારથી યોજાઇ રહયા છે.પ્રાસંગિક પ્રવચનમાં મુંબઇ સોનીવાડીના પૂર્વ પ્રમુખ શ્રી વલ્‍લભભાઇ ધોરડાએ નવ દંપતિને આર્શિવાદ પાઠવી જણાવ્‍યું હતું કે અમરેલીની ટીમે ટુંકા સમયમાં નવ સમુહલગ્‍નોત્‍સવનું આયોજન કરી અને આદર્શ સમુહલગ્‍નની શરૂ કરેલ પરંપરાને બિરદાવી હવે પછી પચ્‍ચીસ સમુહલગ્‍ન થાય તેવી આશા વ્‍યક્‍ત કરી હતી રાજકોટ મહામંડળના સભ્‍યશ્રીઓ શ્રી સુનિલભાઇ ધાણક, શ્રી હર્ષદભાઇ સાગર, શ્રી રાજુભાઇ ધોરડા, શ્રી પ્રવિણભાઇ ઘઘડા, શ્રી રજનીભાઇ ધાણક, શ્રી ભરતભાઇ ધોરડા તથા સિનીયર કારોબારી સભ્‍ય શ્રી નાનુભાઇધકાણ તથા શ્રી જયંતિભાઇ ધકાણે તાળીઓથી આ વાતને વધાવી લીધી હતી. જયારે મુંબઇ પરજીયા સોની સમાજના આગેવાન શ્રી બી.સી.સાગરે પોતાના પ્રવચનમાં જણાવેલ કે સમાજના ઉત્‍થાન માટે આવા સારા કાર્યો થતા રહેવા જોઇએ તેમ જણાવી અમરેલી સમાજના આ સુંદર કાર્યોને બિરદાવ્‍યું હતું જયારે પરજીયા સમાચારના તંત્રી અને રાજકોટ મહામંડળના શ્રી સુનિલભાઇ ધાણકે પણ તેમના વ્‍યક્‍ત્‍વયમાં અમરેલી ખાતે યોજાયેલા આદર્શ લગ્‍નને બિરદાવ્‍યા હતા. જામનગર પરજીયા સોની કેળવણી મંડળના પ્રમુખ શ્રી કાંતીભાઇ ઘઘડાએ પણ દર ષ્‍વષેર આવા સમુહલગ્‍ન થતા રહે તેવી શુભેચ્‍છા પાઠવી આદર્શ આયોજનને બિરદાવ્‍યું હતું જયારે અમરેલી પરજીયા સોની સમાજના અગ્રણી શ્રી રવિભાઇ પટણીએ પોતાના પ્રવચનમાં ટીમ અમરેલીના સુંદર આયોજનને બિરદાવેલ.આ તૃતિય લગ્‍ન આદર્શ સમુહમાં ખાસ ઉપસ્‍થિત રહેલા પરજીયા સોની સમાજના આગેવાન શ્રી સંજયભાઇ ધાણકે આ આયોજનથી પ્રભાવિત થઇ અડધી રાતે પણ ગમે તેવું કામ પડે તો તે સમાજની સાથે છે અને આવા સુંદર કાર્યો થતા રહેશે તેવી આશા વ્‍યક્‍ત કરી હતી.આ સમારોહના પ્રમુખ સ્‍થાનેથી શ્રી બાબુભાઇ ધાણક સાવલીવાળાએ જણાવેલ કે અમરેલી જેવા નાનકડા શહેરમાં થયેલા આદર્શ સમુહલગ્‍ન બિરદાવવા લાયક છે અને સમાજના કાર્યો માટે ગમે તે જરૂર હોયપોતે મદદ માટે હરહંમેશ તૈયાર રહેશે તેવી ખાતરી આપી અને નવ દંપતીઓને આશિષ આપ્‍યા હતા આ પ્રસંગમાં લેસ્‍ટર (યુકે) થી શ્રી કિશોરભાઇ કતિરા તથા શ્રી દયાળજીભાઇ ઉપસ્‍થિત રહયા હતા.અમરેલી ખાતે યોજાયેલા આ આદર્શ સમુહલગ્‍નની વિશેષતા એ હતી કે આ પ્રસંગમાં મુંબઇથી પરજીયા સોની સમાજના પચ્‍ચીસ આગેવાનો એક સાથે ઉપસ્‍થિત રહયા હતા. મુંબઇ થી સોની વાડીના પ્રમુખ શ્રી વિજયભાઇ સતિકુંવર સોની વાડીના પૂર્વ પ્રમુખ શ્રી વલ્‍લભભાઇ ધોરડા, પરજીયા સોની સંદેશના તંત્રી શ્રી જેવી જીણાદ્રા, શ્રી અશોકભાઇ ધકાણ સાવરકુંડલા વાળા, શ્રી રાજુભાઇ સતિકુંવર કુંડલાવાળા, શ્રી અમુભાઇ ઘઘડા (બોલેરો), ચારકોપ યુવક મંડળના પ્રમુખ શ્રી પ્રદિપભાઇ નાનજીભાઇ સોની, શ્રી પી.જી.ધોરડા, શ્રી બી.સી.સાગર, શ્રી પરેશભાઇ ધાણક ખજુરી ગુંદાળા વાળા, શ્રી બાબભાઇ સતિકુંવર પાલિતાણા વાળા, શ્રી સુરેશભાઇ ઘઘડા સોનવડીયા વાળા, શ્રી વિશ્‍વાસભાઇ ઝગડા, શ્રી અજયભાઇ ઝગડા(જલ્‍પાન હોટેલ), શ્રી જયંતિભાઇ માણસુરભાઇ ચલ્‍લા, શ્રી ગુણવંતભાઇ ધકાણ ઉપસ્‍થિત રહી આ ઉપરાંત જામનગરથી પરજીયા પ્રકાશના તંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ ધકાણ, જામનગરના પ્રમુખ શ્રી કાંતીભાઇ ઘઘડા, જામનગરના કમિટી મેમ્‍બર શ્રી વિનુભાઇ ઘઘડા, અમદાવાદથી શ્રી તનસુખભાઇ સાગર, સુરતથી પરજીયા સોની સમાજના પ્રમુખ શ્રી પંકજભાઇ સાગર, કમિટીસભ્‍ય શ્રી હિતેશભાઇ સાગર, શ્રી પિયુષભાઇ સાગર, શ્રી ભરતભાઇ સાગર, શ્રી રસિકભાઇ સાગર, શ્રી હસુભાઇ ધકાણ ડુંગરવાળા, રાજકોટથી ખાસ ઉપસ્‍થિત અશોકભાઇ સતિકુંવર, દ્વારકા સોની સમાજ વતિ સોની વાડીના ટ્રસ્‍ટી શ્રી હરિભાઇ ઘઘડા, જસદણથી શ્રી નિલેશભાઇ ધોરડા, વેરાવળથી શ્રી પ્રદિપભાઇ ચોકસી, જુનાગઢથી શ્રી વજુભાઇ ધકાણ અને શ્રીમતિ નિર્મળાબેન ધકાણ, શ્રી અનુભાઇ પટ્ટણી, શ્રી રમણીકભાઇ ચલ્‍લા, ખિલોરીથી શ્રી હસુભાઇ ધાણક, રાજકોટથી શ્રી મનુભાઇ સતિકુંવર, રાજકોટ યુવક મંડળના પ્રમુખ શ્રી અશ્‍વિનભાઇ ધોરડા, શ્રી જયંતિભાઇ શુરૂ, સાવરકુંડલાથી શ્રી સત્‍યમભાઇ ધકાણ, શ્રી પ્રવિણભાઇ થડેશ્‍વર, શ્રી દિપકભાઇ શુરૂ, વગેરે ઉપસ્‍થિત રહયા હતા. રાજકોટ મહામંડળ અને મુંબઇ સોની વાડી વતિ નવ દંપતિઓને આર્શિવાદ પત્રિકા આપી સત્‍કાર કરાયો હતો. જયારે મુંબઇ સોની વાડી દ્વારા પ્રમુખ શ્રી વિજયભાઇ સતિકુંવર અને કમિટી મેમ્‍બર્સે અમરેલીમાં સુંદર આયોજન બદલ શ્રી ભરતભાઇ ચૌહાણ અને શ્રી ધીરૂભાઇ ઝગડાનું સન્‍માન કર્યુ હતું તથા રાજુલા સમાજવતિ શ્રી ભરતભાઇ જગડાએ અને કુંકાવાવથી શ્રી અરવિંદભાઇ સોનીએ બન્‍ને આગેવાનોને શાલ ઓઢાડી સન્‍માન કરેલ જયારે જુનાગઢ સમાજ વતિ શ્રી વજુભાઇ ધકાણ અને રમણીકભાઇ તથા રાજકોટ મહામંડળ અને દ્વારકા તથા જામનગર સોની સમાજ વતિ પણ શ્રીભરતભાઇ ચૌહાણ અને ધીરૂભાઇ ઝગડાનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આભારવિધિ શ્રી ધીરૂભાઇ ઝગડાએ કરી હતી.

 


મોરઝરમાં સહકારી સંમેલન મળ્‍યું

બગસરા,

બગસરા નાગરીક શરાફી મંડળીની બોર્ડ ઓફ ડીરેક્‍ટરની મીટી શાખા ચલાલા વિસ્‍તારના મોર મુકામે યોજાયેલ જેમાં મંડળીના સભાસદશ્રીઓના હિતમાં અનેક નિર્ણયો લેવાયા હતા અને ચલાલા વિસ્‍તારમાન મંડળીનો વ્‍યાપ વધારી સભાસદોની આર્થિક અને સામાજીક સ્‍થિતિમાં વધારો કરવા ઘનિષ્ઠ ચચાો કરવામાં આવેલ હતી.

આ મીટીંગમાં બીજા સેશનમાં સહકારી સંમેલન મંડળીના ચેરમેન શ્રી રશ્‍વિનભાઇ ડોડીયાના અઘ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવેલ તેમાં ચલાલા વિસ્‍તારના સહકારી આગેવાનો તેમજ આજુ બાજુનાગામોના મોટા ભાગના સરપંચશ્રીઓ તથા સામાજીક અને જાહેર પ્રવૃતિ સાથે જોડાયેલા 150 થી વધારે આગેવાનોની હાજરીમાં સહકારી પ્રવૃતિ થકી આ વિસ્‍તારના લોકોના સુખ દુખમાં ભાગીદાર થઇ સમાજ જીવનમાં લોકોની સેવા સાથે આર્થિક સઘ્‍ધરતા મળી રહે તેવી આ સહકારી પ્રવૃતિથી માનવીનો વિકાસ કઇ રીતે વધુ કરી શકાય તેની ઘનિષ્ઠ ચર્ચાઓ કરવામાં આવેલ અને આ વિસ્‍તારના પાયાના પ્રશ્‍નો જે વર્ષોથી જેમ ના તેમ અણવિકસિત રહેલા છે અને લોકોના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા કોઇપણ પક્ષના પ્રતિનિધિ એ ખેવના લીધેલ નથી ત્‍યારે આવનારી ચૂંટણીમાં સર્વમાન્‍ય અને મજબુત આગેવાનોની શોધ કરવી જોઇએ તેમ હાજર વક્‍તાઓ પૈકી શ્રી દિલુભાઇ વાળા, બિચ્‍છુભાઇ માલા, ચલાલા રઘુવંશી સમાજના અગ્રણી એવા પ્રકારશભાઇ કારીયા, અગ્રણીશ્રી જયંતિભાઇ પાનસુરીયા, ભરતભાઇ શેઠ, વિનુછાઇ ભરખડા તથા મહેન્‍દ્રભાઇ જોશી દ્વારા ધારદાર રજુઆત કરવામાં આવી.

આ સહકારી સંમેલનની અંદર શ્રી મનસુખભાઇ ગેડિયા, મનુભાઇ ધાધલ, ઘનશ્‍યામભાઇ કાકડીયા, જયરાજભાઇ વાળા, બ્રિજેશભાઇ ભેંસાણીયા, ઉમેદભાઇ બસીયછ, ઘનશ્‍યામભાઇ મકવાણા, બાબુભાઇ પટોળીયા, ધીરૂભાઇ સોંડીગલા, ગીરધરભાઇ સભાયા, ઘનશ્‍યામભાઇ રીબડીયા, ડો.ભરાડ, રહિમભાઇ લલીયા, સુરેશભાઇ ઉનડકટ, રસીકભાઇ કાથરોટીયા, અતુલભાઇભંડેરી, વિજયભાઇ વ્‍યાસ, બીપીનભાઇ પુરોહિત, હરેશભાઇ વાળા, ચંપુભાઇ વાળા, ભીખુભાઇ અગ્રાવત, રશ્‍મિનભાઇ ત્રિવેદી, રાહુલભાઇ ભુવા સહિતનાઓએ હાજરી આપેલ.અંતમાં ચલાલા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી મહેન્‍દ્રભાઇ સાદરાણીએ આભારવીધી કરેલ.સમગ્ર કાર્યક્નમનું સંચાલન જન.એમ.ડી.શ્રી નિતેષ ડોડીયાએ કરેલ તેમ ડી.જી.મહેતાની યાદી જણાવે છે.

 


અમરેલીમાં ત્રિવિધ કાર્યક્નમો યોજાયા

અમરેલીમાં સદ્દભાવના ગૃપ દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન, ટ્રાફિક જાગૃતિ અને શિક્ષણ સંદેશનો ત્રિવિધ કાર્યક્નમ યોજાયો હતો પ્રસંગે ધારાસભ્‍ય બાવકુભાઇ ઉંધાડ, શરદભાઇ ધાનાણી, સૈયદબાપુ, દિનેશભાઇ વિઠલાણી, બુખારીબાપુ, દિલશાદ શેખ, જીતુભાઇ ગોળવાળા, આજી યુનુસભાઇ દેરડી વાળા, ઓસમાણભાઇ મયડા અને પાલિકા સદસ્‍ય અજીજભાઇ ગોરી સહિત આગેવાનો અને પાલિકા સદસ્‍યો તસ્‍વીરમાં નજરે પડે છે.

 


અમરેલીમાં રોટરી ક્‍લબનો શપથ વિધિ સમારોહ યોજાયો

અમરેલી,અમરલી જીલ્‍લાની સૌથી જુની કલબ રોટરી કલબ ઓફ અમરેલી મેઇન દ્વારા રોટરી વર્ષ 2017-18ના નવા પ્રમુખ શ્રી તરીકે રો.જીતેન્‍દ્ર વેકરીયાનો 38 મો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે પી.ડી. જી.રો. અશોકભાઇ કાપડીયા દ્વારા સમગ્ર ટીમને શપથ વેવરાવ્‍યાહતા. મુખ્‍ય મહેમાન તરીકે ઓજી.ચંદ્રેશભાઇ ત્રિવેદી, પાણી દરવાજા સ્‍વા.મંદિરમાં પ.પૂ.હરિસ્‍વરૂપદાસજી સ્‍વામિ, ગોપાલમુનિદાસ સ્‍વામી, વસંતભાઇ મોવલીયા, દિનેશભાઇ બાંભરોલીયા, જીતુભાઇ ગોળવાળા, પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ રો. હસમુખ પટેલ, લાલજીભાઇ પોકાર, જયસુખ રોકડ, ડો.પી.પી. પંચાલ, ચંદુભાઇ વોરા, ડો. વિરલભાઇ ગોયાણી, લાયન્‍સ મેઇન, સીટી, રોટરી સીટીના પદાધિકારી ઉપસ્‍થિત રહયા હતા. શપથગ્રહણ સમારોહના પ્રારંભે વર્ષ 16-17ના પ્રેસિડેન્‍ટ હસમુખ પટેલે કર્યુ હતું તથા પ્રાસંગિક ઉદ્દબોધન રો. અશોકભાઇ કાપડીયા, રો.જીતેન્‍દ્ર વેકરીયાએ કર્યુ હતું. આ પ્રસંગે સિનિયર પ્રમુખ ડો.પી.પી. પંચાલ તથા પોલહેરિસ એવોર્ડ વિજેતા રોટરીયન્‍સ મેમ્‍બર્સનું વિશેષ સન્‍માન કરાયું હતું. કાર્યક્નમમાં ફોરમ સ્‍કુલની બાળાઓ તથા ગોપીગૃહ-અમરેલી દ્વારા સાંસ્‍કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. અમરેલીના કિસાનફાર્મ ખાતે આયોજિત રોટરી કલબ ઓફ અમરેલી મેઇનના 38માં શપથગ્રહણ સમારોહની સાથે સાથે આર.સી.સી. ડાયાભાઇ ગજેરા, ખોડાભાઇ સાવલીયા, બાબુભાઇ સાવલીયા, શામજીભાઇ ધાનાણીએ પણ શપથ લીધા હતા. કાર્યક્નમના અંતે નવા વર્ષના પ્રમુખ શ્રી તરીકે નિમણુ ંક થવા બદલ હરિસ્‍વરૂપદાસ સ્‍વામીજી સહિતના આગેવાનોએ પ્રમુખ શ્રી રો.જીતેન્‍દ્ર વેકરીયાનું ભવ્‍ય સન્‍માનકરવામાં આવ્‍યું હતું. કાર્યક્નમમાં આભારવિધિ વર્ષ 17-18ના નવા વરાયેલા સેક્નેટરી રો.ભાવિનભાઇ અડાલજાએ કરી હતી તથા સમગ્ર સમારોહનું સફળ અને સરળ સંચાલન હરેશ બાવીશીએ કર્યુ હતું.

 


ખેડૂતોને બિયારણોનું વળતર તાત્‍કાલિક અસરથી ચુકવો : શ્રી ધાનાણી

અમરેલી,

અમરેલી જીલ્‍લાના સરકારી અધિકારી દ્વારા દર્શાવવામાં આવેલ વરસાદના આંકડા ખોટા હોય જેની તપાસ કરાવવી જરૂરી છે. અમરેલી જીલ્‍લાના ખેડૂતો દ્વારા આજના દિવસે બે-ત્રણ વાર વાવેલ બિયારણ બળી ગયેલ છે. ખેડૂતો ઉપર ખુબ જ કપરી પરિસ્‍થિતિનું નિર્માણ આજના દિવસે થયેલ હોય, જયારે સરકારી કર્મચારીઓ દ્વારા વરસાદના આંકડા વધુ દર્શાવવામાં આવ્‍યા છે. જેનું ખેડૂતોનું અહિંત થાય છે, તેની ખેડૂતોના પાક વીમા યોજનામાં આની ગંભીર અસર વરસાદના આંકડા પરથી થાય છે આથી તલાટીમંત્રી અને ખેતિવાડીના અધિકારી દ્વારા ગામે ગામ ખેડૂતોનું કેટલું બિયારણ બળી ગયેલ તેનો સર્વ કરી ખેડૂતોના ન્‍યાયના હિતમાં યોગ્‍ય તપાસ કરી ખેડૂતોને વળતર આપવા અમરેલી યુવા ધારાસભ્‍ય શ્રી પરેશ ધાનાણીએ ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરી.