Main Menu

Wednesday, July 5th, 2017

 

કેમીકલ-ફર્ટીલાઇઝર વિભાગની બેઠકમાં ભાગ લેતા દીપક વઘાસીયા

અમરેલી, કેન્‍દ્ર સરકારનાં કેમીકલ અને ફર્ટીલાઇઝર મંત્રાલયની હિન્‍દી સલાહકાર સમિતિની સમિતિના અઘ્‍યક્ષ શ્રી અનંતકુમાર અઘ્‍યક્ષ સ્‍થાને બેંગલુરુ ખાતે યોજાઇ.આ વિભાગના દેશભરમાં ઉચ્‍ચઅધિકારીઓ તથા સરકાર દ્વારા નવનિયુકત સદસ્‍યોએ બેઠકમાં ભાગ લીધો અને ભારતસરકારનાં કેમીકલ અને ફર્ટીલાઇઝર ક્ષેત્રે કાર્યરત તમામ સંસ્‍થામાં હિન્‍દીભાષાનો ઉપયોગ કેમ વધે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી.આ બેઠકમાં રાજયસભાનાં સાંસદ શ્રી સમશેરસિંહ મનહાસ.મહારાષ્‍ટ્રનાં લાતુર વિસ્‍તારના સાંસદ ડો.સુનિલ ગાયકવાડ, કેમીકલ, ફર્ટીલાઇઝર અને ઓૈષધાલય વિભાગના સચિવશ્રીઓ સહિત અમરેલી જીલ્‍લા યુવા ભાજપના મહામંત્રી તેમજ સરકાર નિયુકત પ્રતિનિધિ દીપકભાઇ વઘાસીયાએ બેઠકમાં ઉપસ્‍થિત રહી દેશભરમાં હિન્‍દી ભાષાના મહતમ ઉપયોગ અંગે સુચનો કર્યા હતા. હિન્‍દી સલાહકાર સમિતિની આ બેઠકનાં આયોજન માટે સંયુકત સચિવ(પ્રશાસન) અલ્‍કા તિવારીના માર્ગદર્શન હેઠળ આસીસ્‍ટન્‍ટ ડાયરેકટર (રાજભાષા) ડી.પી.મિશ્રા તથા સ્‍થાનિક વ્‍યવસ્‍થા રાષ્‍ટ્રીય કેમીકલ એન્‍ડ ફર્ટીલાઇઝર લી.ના માર્કેટીંગ મેનેજર રાજેશ ગુપ્‍તાએ જહેમત ઉઠાવી હતી.બેન્‍ગાલુરું વતની કેન્‍દ્રીય મંત્રીએ અનંતકુમાર દ્વારા દર રવિવારે વહેલી સવારે અલગ-અલગ વિસ્‍તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે, તે અંતર્ગત 79મો વૃક્ષારોપણ કાર્યક્નમ લક્ષમણરાવ બુલેવાર્ડ પાર્કમાં અનંતકુમારના ધર્મપત્‍ની તેજસ્‍વિનીદેવી સાથે 150થીે વધુ સ્‍વંયસેવકો કાર્યકતર્ાા દ્વારા રાખવામાં આવેલ જેમાં ગુજરાતથી પધારેલ હિન્‍દીસલાહકાર સમિતિ સદસ્‍ય દીપક વઘાસીયાના હસ્‍તે વૃક્ષરોપણ કરવામાં આવ્‍યું હતું.સેન્‍ટ્રલ ગવર્મેન્‍ટના કેબીનેટ મિનિસ્‍ટર શ્રી અનંતકુમારનાં માર્ગદર્શનહેઠળ ચાલતી‘‘અદમ્‍ય ચેતના” નામની સંસ્‍થાના મુખ્‍ય કાર્યાલય અને આધુનિક સુવિધાથી સજજ તથ ઓર્ગોનીક કિચન(રસોડું) ની મુલાકાત લીધી હતી.મહામહિમ રાષ્‍ટ્રપતિ પણ અદમ્‍ય ચેતના સંસ્‍થાની મુલાકાર લઇ ચુકયા છે.આ સંસ્‍થા દ્વારા રોજ બેંગ્‍લોરના 70,000 થી વધુ બાળકોને શુઘ્‍ધ-સાત્‍વીક અને પોષ્‍ટીક મઘ્‍યાહન ભોજન(મિડ-ડે મિલ) તેૈયાર કરી આપવામાં આવે છે.રસોડાના વ્‍યવસ્‍થાપક વેણુ ગોપાલ રાવે સંસ્‍થા સબંધીત તલસ્‍પર્શી માહિતી આપી હતી.અગ્રણી કેળવણીકાર અને શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં સંચાલક દીપકભાઇ વઘાસીયા સાથે ભાજપ અગ્રણી રામદેવસિંહ ગોહિલ તથા વિપુલ ભટ્ટીએ પ્રવસમાં સાથે જોડાઇને પ્રેરણાદાયી અને નમુનેદાર એવી આ સંસ્‍થાની મુલાકાત કરી હતી.


લીલીયામાં નાયબ મામલતદારનો વિદાય સમારોહ યોજાયો

લીલીયા,
મામલદાર કચેરી લીલીયા ખાતે ઇ-ધરા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નાયબ મામલતદાર શ્રી ફારૂકભાઇ પટેલ વય મર્યાદાના કારણે તા.30/6/17 ના રોજ નિવૃત થતા નિલકંઠ માહાદેવ મંદિરે વિદાય સમારંભ યોજવામાં આવ્‍યો હતો. જેમાં અમરેલી જીલ્‍લા રેવન્‍યુ મંડળના પ્રમુખ શ્રી ધેલાણીભાઇ પ્રાંત કચેરીના સાવરકુંડલાના શિરસ્‍તેદાર ઝાલાવાડીયા અમરેલી ઇન્‍યા મામલતદાર તહેલાણીભાઇ જીલ્‍લા પુરવઠાના હેડ કલાર્ક હર્ષદભાઇ ચૌહાણ ચીફ સપ્‍લાય ભાડભાઇ, પ્રાંત કચેરી અમરેલીના શિરસ્‍તેદારો ભીમાણીભાઇ પુરવઠા ઇન્‍સપેકટર જેઠવાભાઇ નાયબ મામલતદાર શ્રી જે.બી. મહેતા પારગીભાઇ નિવૃત ના. મામલતાદાર હરીશભાઇ દવે વિગેરે ખાસ ઉપસ્‍થિીત રહી ફારૂકભાઇ પષેલ ને ગીફટ શાલથી સન્‍માનિત કરેલા હતા. તમામ મહાનુભાવો દ્વારા શ્રી એફ.એસ. પટેલ રેવન્‍યુ ખાતાની 37 વર્ષ અને 7 માસનીનિશકલંક સેવા પુરી કરી નીવૃત થતા હોય તમામે અભિનૈંન આપેલા હતા.
લીલીયાની જુદી-જુદી સંસ્‍થાઓ, વ્‍યાજબી ભાવની દુકાનદારો, મઘ્‍યાન ભોજન સંચાલક મંડળ, પીટીશન રાઇટર એસોસીએશન વકિલ મંડળ વિગેરેએ ફારૂકભાઇને શાલ ઓઢાડી ગીફટ આપી સન્‍માનિત કર્યા હતા.આ વિદાય સન્‍માન સમારંભને સફળ બનાવવા માટે ઇન્‍ચાર્જ મામલતદાર પી.એલ. મારૂ નાયબ મામલતદાર એ.બી. ગોહેલ, જે.સી. મહેતા, રેવન્‍યુ તલાટીશ્રીઓ, મામલતદાર કચેરીના તમામ સ્‍ટાફ વ્‍યાજબી ભાવના દુકાનદારો જયસુખભાઇ સેજપાલ, મુકેશભાઇ વિગેરે મ.ભો.યો. સંચાલક ચેતનભાઇ, વિપુલભાઇ, સંજયભાઇ વિગેરે ખુબજ મહેનત કરી આ કાર્યક્નમને સફળ બનાવેલ હતો. સ્‍વાગત પ્રવચન આશિષભાઇ ગોસાઇ તથા આભારવિધિ રાજુભાઇ મકવાણાએ કરેલ હતી. સમગ્ર કાર્યક્નમનું સંચાલન પી.એલ. મારૂએ કરેલ હતુ.


અમરેલી જિલ્લામાં ઓછા વરસાદની બજારમાં અસર : ધરતીપુત્રોના જીવ અઘ્‍ધર

અમરેલી,
સમયસર પુરતો વરસાદ ન થતા અમરેલી જિલ્લામાં વરસાદને મનાવવા માટે ધાર્મિક કાર્યો તરફ જનતા વળી છે અને ખેડુત અને ખેતમજુરો સારા વરસાદના વિલંબથી ચિંતીત બન્‍યા છે ત્‍યારે અમરેલી જિલ્લામાં ઓછા વરસાદની બજારમાં પણ અસર દેખાવી શરૂ થતા ધરતીપુત્રોના જીવ અઘ્‍ધર થઇ ગયા છે. વરસાદનું ઘોરી ગણાતુ આદ્રા નક્ષત્ર પુરુ થઇ ગયું છતા જિલ્લામાં બે સ્‍થળ સીવાય ઓછો વરસાદ છે તાજેતરમાં રાજુલાએ મેઘાને મનાવવા યજ્ઞ કરીને બંધ પાળ્‍યો હતો અને ત્‍યા જિલ્લાના અન્‍ય શહેરનન્‍ી સરખામણીએ સારો વરસાદ થયો છે તો અમરેલીમાં જિલ્લા પંચાયતે યજ્ઞ કર્યો હતો અને બાબરામાં ભગવતપરામાં તો વરસાદને લાવવા કુતરાઓ માટે પાંચ મણ લાડુ ખવડાવાયા હતા.
સારા વરસાદ માટે અનેક જગ્‍યાએ પ્રાર્થનાઓ શરૂ થઇ છે અને વરસાદના ઘોરી અષાઢ માસમાં જિલ્લાના તમામ જળાશયો ખાલી હોય લોકોમાંથી ઘાસચારો અને રાહતની માંગ શરૂ થઇ રહી છે.


અમરેલીમાં દલીત પરિવારોએ ધર્મપરિવર્તન માટે ઉપાડ્‍યા ફોર્મ

અમરેલી, રાજુલાના ડુંગર ગામના દલીત કેદીનું અમરેલી જિલ્લા જેલમાં કસ્‍ટોડિયલ ડેથના પ્રકરણમાં મોડી રાત્રે પોલીસે હત્‍યાનો ભેદ ઉકેલીને આરોપીઓની ધરપકડ કર્યા બાદ જેલરની બેદરકારી સહિતના મુદ્યે કોઇ પગલા ન લેવાયા હોઅવાથી ઘટનાથી તપાસ સીબીઆઇને સોંપવાની માગણિ સાથે દલીત સમાજે આંદોલન શરુ રાખવાની જાહેરાત કરી હતી અને આજે મોટી સંખ્‍યામાં દલીતો દ્વારા ધર્મ પરિવર્તન માટે કલેક્‍ટ્ર કચેરીમાંથી ફોર્મ ઉપાડવામાં આવ્‍યા હતા.રાજુલાના ડુંગર ગામના જિજ્ઞેશ સોંદરવા નામના દલીત યુવાનને ડુંગર પોલીસે પીધેલી હાલતમાં પકડ્‍યા બાદ તેને જામીન ન મળતા કાચા કામના કેદી તરીકે અમરેલી જિલ્લા જેલમાં મોકલી અપાયો હતો. ન્નયાં તેને તા.14ના રોજ એકાએક સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયા બાદ તેનું મોત થયું હતું. અગાઉ પોલીસે આપેલી ખાતરી મુજબ હત્‍યાનો ભેદ ન ઉકેલાતા દલીત સમાજ દ્વારા કલેક્‍ટર કચેરી સામે છાવણી નાખીને આંદોલન શરુ કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત વિવિધ આંદોલનાત્‍મક કાર્યઠ્ઠમોની જાહેરાત કરવામાં આવી છે. દરમ્‍યાન ર00 દલીત પરિવારો ધર્મ પરિવર્તન કરે એ પૂર્વે અમરેલી એલસીબીની ટીમ દ્વારા હત્‍યાનો ભેદ ઉકેલીને ચારઆરોપીઓની રાતોરાત ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમ છતાં દલીત સમાજ દ્વારા આંદોલન શરુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.આ અંગે આ આંદોલનના નેતા અને નવચેતન પરમારે જણાવ્‍યું કે, ચાર આરોપીઓ પકડ્‍યા છે તેને પકડવાથી કંઇ ફેર ન પડે એવા છે. જેલમાં આવી મોટી ઘટના બની તો પણ જેલના અધિકારીઓને કેમ ખબર ન પડી? જેલના સત્તાધીશો સામે કોઇ પગલા લેવાયા નથી જેથી પોલીસની કામગીરી શંકાસ્‍પદ હોવાથી આ ઘટનાની તપાસ સીબીઆઇને સોંપવામાં ન આવે ત્‍યાં સુધી આંદોલન શરુ રખાશે.આંદોલન અંતર્ગત આજે મોટી સંખ્‍યામાં દલીતો દ્વારા અમરેલી કલેક્‍ટર કચેરીમાંથી ધર્મ પરિવર્તન માટેના ફોર્મ ઉપાડવામાં આવ્‍યા હતા. દલીતોના જણાવ્‍યા મુજબ લગભગ ર00 જેટલા દલીત પરિવારો ધર્મ પરિવર્તન કરશે અને એકાદ બે દિવસમાં જ આ ફોર્મ ભરીને પરત કરવામાં આવશે. તા.પ ના રોજ ધર્મ પરિવર્તન કર્યા બાદ દલીતો દ્વારા હિંદુ દેવી દેવતાઓની મૂર્તિઓ અમરેલીના કામનાથ ડેમમાં પધરાવવાનો કાર્યઠ્ઠમ આપવામાં આવનાર છે. અગાઉ કરાયેલા અંદોલન મુજબ 7મીએ મૃતકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને કલેક્‍ટર કચીરીમાં લવાશે અને તેની અંતિમયાત્રા ગાંધીનગર સુધી લઈ જવાશે જેમાં રાન્નયભરના દલીત સમાજના લોકો જોડાશે. તેમ જણાવાયું છે.


05-07-2017

thumbnail of 5-7-17