Main Menu

Thursday, July 6th, 2017

 

ચલાલાના નવા ચરખાની સીમમાથી દેશી દારૂની ભઠી ઝડપાઈ

અમરેલી,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સય.શ્રી. એ.પી.પટેલ ની રાહબરી નીચે એલ.સી.બી. પોલીસ સ્‍ટા1ફ ચલાલા પોલીસ સ્‍ટેલશન વિસ્‍તા રમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે, નવા ચરખા ગામે રહેતો ધીરૂભાઇ ગોગનભાઇ કોળી નવા ચરખા ગામની સીમમાં બાવળની કાંટમાં દેશી દારૂ ગાળવાની ભણુી ચલાવે છે અને દારૂનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળેલ હોય બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતાં દેશી દારૂની ભણુી ચલાવતો આરોપી ધીરૂભાઇ ગોગનભાઇ કોળી પોલીસને જોઇને નાસી ગયેલ અને આ જગ્‍યાએ દેશી દારૂની ભણુી તથા દેશી દારૂ લીટર ર0, કિં.રૂ.700/- તથા દારૂ બનાવવાનો આથો લીટર 800, કિં.રૂ.ર400/- તથા ભણુી ચલાવી દારૂ બનાવવા માટેના સાધનો કિં.રૂ.600/- મળી કુલ કિં.રૂ.3700/- નો મુદ્યામાલ મળી આવતાં જે કબજે કરી નાસી જનારધીરૂભાઇ ગોગનભાઇ કોળી વિરૂઘ્‍ધન પ્રોહી ધારા તળે ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને તેને ઝડપી લેવા ચઠ્ઠો ગતિમાન કરેલ છે.
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ . શ્રી.એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટા ફના અબ્‍દુલભાઇ સમા, પ્રફુલ્લ.ભાઇ જાની, ધર્મેન્‍દ્રઇરાવ પવાર, બાબુભાઇ ડેર, સંજયભાઇ પદમાણી, ગોવિંદભાઇ પરમાર, વિજયભાઇ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, જગદીશભાઇ ઝણકાત, તુષારભાઇ પાંચાણી, વિજયભાઇ વાઢેર, કિરણભાઇ સોલંકી, ઉમેદભાઇ મહેતા, ભાવેશભાઇ બોરીસાગર, રાણાભાઇ વરૂ, ડ્રાઇવર નુરભાઇ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઇ ડેર વિ.એ કરેલ છે.


કુંડલા હાઈવે નજીક રેતી ચોરીનો પ્રસ્‍તાળ

અમરેલી,અમરેલી જીલ્લોમાંથી પસાર થતી શેત્રુંજી નદીના પઢ્ઢમાંથી જુદા જુદા સ્‍થ ળે રેતી માફિયાઓ દ્વારા ગેરકારદેસર રીતે ખનન પ્રવૃતિ કરી રેતી ચોરી કરી પર્યાવરણને ગંભીર નુકશાન પહોંચાડવાની પ્રવૃતિ થતી હોવાનું ઘ્‍યાને આવતાં અમરેલી એલ.સી.બી. પો.ઇન્‍સ . એ.પી.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમદ્વારા શેત્રુંજી નદીના પઢ્ઢમાં વોચ ગોઠવતાં તા.04/07/17 તથા તા.0પ/07/17 એમ બે દિવસમાં અમરેલી તાલુકાના ચાંપાથળ તેમજ લાપાળીયા ગામની સીમ તથા સાવરકુંડલા તાલુકાના જુના સાવરગામની સીમમાંથી શેત્રુંજી નદીના પઢ્ઢમાંથી તેમજ વાહન ચેકીંગ દરમ્‍યાલન રોડ ઉપરથી ગે.કા. રોયલ્‍ટી વગર રેતી ભરેલ હાલતમાં મળી આવેલ લોડર, ટ્રેક્‍ટર, ડમ્‍પઉર સહિત કુલ સાત વાહનો પકડી પાડી ખાણ ખનીજ ધારા કલમ 34 મુજબ ડીટેઇન કરવામાં આવેલ અને ખાણ ખનીજ ખાતાને રીપોર્ટ કરવામાં આવેલ છે. આમ, ખનીજ ચોરી કરતાં કુલ સાત વાહનો મળી અંદાજીત કિં.રૂ.78,00,000/- (અઠ્‍યોતેર લાખ) નો મુદ્યામાલ સીઝ કરેલ છે. જેમાં (1) ટ્રેક્‍ટર રજી.નંબર જી.જે.11. એ.જે.346પ તથા ટ્રોલી રજી.નંબર જણાયેલ નથી. (ર) ટ્રેક્‍ટર રજી.નંબર જી.એ.જે.8ર3પ તથા ટ્રોલી રજી.નંબર જી.ટી.એક્‍સ.7પ38 (3) ટ્રેક્‍ટર રજી.નંબર જી.જે.01.એ. ક્‍યુ.0887 તથા ટ્રોલી રજી.નંબર જી.જે.14 .યુ.9048 (4) લોડર રજી.નંબર જી.જે.09.એ.એફ.0804 (પ) ડમ્‍પ ર રજી.નંબર જી.જે.09. વી.4પ30 (6) ડમ્‍પ ર રજી.નંબર જી.જે.03. વાય.801ર (7) ડમ્‍પ ર રજી.નંબર જી.જે.09. ઝેઙ.7898 આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સન. શ્રી.એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટાકફના અબ્‍દુલભાઇસમા, પ્રફુલ્લ.ભાઇ જાની, ધર્મેન્‍દ્ર રાવ પવાર, બાબુભાઇ ડેર, સંજયભાઇ પદમાણી, ગોવિંદભાઇ પરમાર, વિજયભાઇ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, જગદીશભાઇ ઝણકાત, તુષારભાઇ પાંચાણી, વિજયભાઇ વાઢેર, કિરણભાઇ સોલંકી, ઉમેદભાઇ મહેતા, ભાવેશભાઇ બોરીસાગર, રાણાભાઇ વરૂ, ડ્રાઇવર નુરભાઇ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઇ ડેર વિ.એ કરેલ છે.


પૂજાપો, મૂર્તિ અને પ્રસાદ પર જીએસટી, ઈંંડા, માસ, મટન, મચ્‍છી પર ટેક્‍સ શૂન્‍ય

અમરેલી,
કેંદ્ર સરકાર દ્વારા હિંદુઓના ખાદ્યપદાર્થો, પ્રસાદ, પૂજાપો, મૂર્તિ અને બાલાજીમાં ભગવાનના દર્શન પર પણ જીએસટી લાગુ કરાતા વિશ્‍વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમરેલીના કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.
અમરેલીમાં અધિક કલેક્‍ટરને અપયેલાઆવેઘ્‍્‌નપત્રમાં અમરેલી જિલ્લા વિશ્‍વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જનાવાયું છે કે, કેંદ્ર સરકાર દ્વારા હિંદુઓની પૂજા સામગ્રી જેવી કે, ધૂપ, અગરબતી, હવન સમગ્રી, ભગવાનની મૂર્તિઓ પર જીએસટી લગાડવામાં આવ્‍યો છે. ન્નયીરે બીજી તરફ ગૈર હિંદુઓની ખાણીપીણીની વસ્‍તુઓ જેવી કે, ઈંડા, માસ, મટન, મચ્‍છી જેવી વસ્‍તુઓ ઉપર કોઇ પ્રકારનો ટેક્‍સ લગાડવામાં આવ્‍યો નથી. આ રીતે ભારત સરકાર દ્વારા હિંદુ ધર્મ વિરોધી અને મુસ્‍લીમ તુષ્ટિકરણની નીતિ દાખવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્‍યો છે. કેંદ્ર સરકાર દ્વારા આ વસ્‍તુઓને જીએસટીમાંથી બાકાત કરવામાં આવે અને હિંદુ સમાજની લાગણીઓને સન્‍માન આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આ આવેદનપત્રના કાર્યઠ્ઠમમાં અમરેલી જિલ્લા વિશ્‍વ હિંદુ પરિષદના પ્રમુખ દડુભાઇ ખાચર, જીલુભાઇ વાળા સહિતના આગેવાનો જોડાયા હતા.


ખેડુતોને મદદ કરવા મુખ્‍યમંત્રીશ્રીને રજુઆત કરતા સાંસદશ્રી કાછડીયા

,અમરેલી જિલ્‍લામાં વરસાદ ખેચાવાને લીધે ખેડૂતો તેમજ મજુર વર્ગમાં ચિંતાનો વિષય
ઉઠવા પામ્‍યો છે ત્‍યારે જિલ્‍લામાં તાત્‍કાલિક સર્વે કરાવવા અને ખેડૂતો તથા મજુરોને ખાસ કિસ્‍સામાં મદદ કરવા બાબતે અમરેલી ના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રાજયના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવીરજૂઆત કરેલ છે.
સાંસદશ્રીએ કરેલ રજૂઆત મુજબ જિલ્‍લામાં જરૂરીયાત મુજબનો વરસાદ ન થવાને લીધે ખેડૂતોએ વાવેલ બીયારણ ત્રણ ત્રણ વખત નિષ્‍ફળ ગયેલ છે અને હાલ ખેડૂતોને સારી ગુણવતાવાળુ બિયારણ પણ મળવુ મુશ્‍કેલબન્‍યુ છે. જો હઅમરેલીવે આગામી એક અઠવાડીયામાં જરૂરીયાત મુજબનો વરસાદ નહી થાય તો જિલ્‍લાના ખેડૂતો તથા લોકોને ખુબજ આર્થિક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડશે. તો ખેડૂતોના હીત માટે તેમને રાહતદરે બીયારણ મળીરહે તેવી
વ્‍યવસ્‍થા કરવા, ખેડૂતોને તેમની મહેનતનું વળતર આપવા, પશુઓ માટે ઘારચારાની વ્‍યવસ્‍થા કરવા તથા મજુરો માટે રોજગારીની વ્‍યવસ્‍થા કરવા અને જિલ્‍લાના લોકોને પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે સત્‍વરે નિર્ણય લેવા સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ મુખ્‍યમંત્રીશ્રીને રજૂઆત કરેલ હોવાનું સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.


કસ્‍ટોડિયલ ડેથમાં માર મારનારી પોલીસ, જેલના અધિકારીઓ સામે ગુનો

અમરેલી,
અમરેલીમાં ચાલી રહેલા દલીત સમાજના આંદોલન અંતર્ગત આજે બાબરીયાવાડ વિસ્‍તારના દલીત સમાજના આગેવાનોએ મુલાકાત લીધી હતી અને રેલી કાઢીને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું જેમાં કસ્‍ટોડિયલ ડેથ પ્રકરણમાં યુવાનને માર મારનારા ડુંગર પોલીસના અધિકારીઓ અને બેદરકારી બદલ જેલના અધિકારીઓ સામે તાત્‍કાલીક પગલા લેવા માટે માગણી કરવામાં આવી છે.
રાજુલા, જાફરાબાદ, ખાંભા (બાબરીયાવાડ) દલીત પંચાયત દ્વારા અમરેલીમાં દલીતોની ઉપવાસી છાવણીથી કલેક્‍ટર કચેરી સુધી સુત્રોચ્‍ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. બાદમાં આપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, રાજુલાના ડુંગર ગામના દલીત યુવાન જિજ્ઞેશને ડુંગર પોલીસે પીધેલી હાલતમાં પકડ્‍યા બાદ કાયદો નેવે મૂકીને ઢોર માર માર્યો હતો. ન્નયારે આરોપીને એરેસ્‍ટ કરવામાં આવ્‍યો ત્‍યારે જ ઘણો માર મારવામાં આવ્‍યો છે. ત્‍યાર બાદ જેલમાં જેલર જેવા અધિકારીઓની હાજરી હોવા છતાં આરોપીએ રેગીંગ કરીને જિંગ્નેશનું મરણ થાય એ રીતે બેરહેમીથી માર માર્યો હતો. પોસ્‍ટ મોર્ટમના રેપોર્ટ મુજબ જિજ્ઞેશને 18 જેટલા ઘા થયા છે, સાથે સાથે એવું પણ તારણ આપવામાં આવ્‍યું છેકે તેની ધરપકદ થઈ ત્‍યારથી જ માર અમરવામાં આવ્‍યો હતો. અસભ્‍ મારના કારણે બ્રેઇન હેમરેજ થવાથી તેનું મોત થયું હતું. જેથી ડુંગર પોલીસ અને જેલના અધિકારીઓ સામે પગલા લેવા માટે માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજુલા તાલુકામાં અગાઉ 8 દલીત યુવાનોને બેરહેમીથી માર મારવામાં આવ્‍યો હતો એપ્રકરણમાં કોઇ પગલા લેવામાં આવ્‍યા નથી. ખાંભાના નિંગાળ ગામે દલીત યુવાનને ગાડીની પાછળ ધસડીને હત્‍યા નિપજાવવામાં આવી હતી. જેમાં ખરેખર ગુનેગારો હતા તે બચે ગયા છે અને જે નહોતા તેમને જેલમાં મોપ્‍કલી દેવામાં આવ્‍યા હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત અમરેલીમાં દલીતોની રેલીમાં ર00 જેટલા લોકો સામે કથિત ખોટી રીતે હત્‍યાની કલમ નોંધવી અને જુદા જુદા બનાવો સંદર્ભે પોલીસ દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાની રજૂઆત કરવામાં આવી છે.

 


ભાજપની પ્રદેશ પાંખના મહત્‍વના આગેવાન, સંગઠક ડો. ભરતભાઇ કાનાબારનો આજે જન્‍મદિવસ

અમરેલી, અમરેલીના રાજકીય ગણીતજ્ઞ અને સફળ સર્જન તથા ભાજપની પ્રદેશ પાંખના મહત્‍વના આગેવાન, સંગઠક ડો. ભરતભાઇ કાનાબારનો આજે જન્‍મદિવસ છે. દર્દીઓના અને રાજકીય ઓપરેશનમાં કુશળ એવા ડો. ભરતભાઇ કાનાબારને આજે તેમના મિત્રો,ચાહકો જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવશે મો. 94269 14677


વાવડામાં જી.પં.ના મહિલા સદસ્‍યના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાઇ ગયેલ બેઠક

વાવડા,બાબરા તાલુકાના વાવડા ગામે ધનલક્ષ્મી મહિલા મંડળના સભ્‍યો સાથે કોટડાપીઠા જી.પં.ના સદસ્‍ય શ્રીમતિ મીનાબેન પ્રભાતભાઇ કોડીવાળના અઘ્‍યક્ષ સ્‍થાને મીટીંગ યોજવામાં આવી જેમાં સર્વજન હિતામ સેવા સંસ્‍થા દ્વારા બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્નમમાં ઓમ ભરતભાઇ જાદવ નામના બાળકનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો હતો. આ કાર્યક્નમમાં સર્વજન હિતાય સેવા સંસ્‍થાના પ્રમુખ શ્રી પ્રતાપભાઇ કોઠીવાળ ઉપપ્રમુખ શ્રી ચેતનભાઇ પંચોળી, મંત્રી ડો.નરોડીયા, ગામના સરપંચશ્રી જયસુખભાઇ રામાણી તેમજ ગ્રામજનો પણ ઉપસ્‍થિત રહયા હતા. ગામનાં પ્રશ્‍નોની ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ બહેનો દ્વારા ઇમીટેશનની કરેલ કામગીરી પણ નિવારવામાં આવી આમ સામાજીક કામગીરી પણ નિહાળવામાંઆવી. આમ સામાજીક સીરે સંસ્‍થા દ્વારા કરવામાં આવતા કામો દ્વારા ગ્રામ્‍ય મહિલાઓને આગળ આવવાની તક મળે તેમજ મહિલા સશક્‍તિકરણ દ્વારા ગ્રામ્‍ય રોજગારી તેમજ સંગઠનની કામગીરી થઇ શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્‍યું. કાર્યક્નમ પુરો થયા બાદ રમેશભાઇ મિયાત્રાના ઘરે ભોજન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું


બાબરા ડો. કલામ શાળામાં ધો.6 થી 8 ની મંજુરી

બાબરા, બાબરા નગરપાલીકા વિસ્‍તારમાં ડો. કલામ શાળામાં ધો.6 થી 8 ની મંજુરી મળતા આ શાળાએ જે બાબરાના અતિ પછાત વિસ્‍તારમાં આવેલ છે. જેનો લાભ આ વિસ્‍તારના બાળકોને મળશે. અત્‍યાર સુધી આ વિસ્‍તારના બાળકો રાજકોટ ભાવનગર હાઇ-વે અને કાળુભાર નદી વટીને જવુ પડતુ ડો. કલામ શાળા 2015માં મંજુર થયેલી ત્‍યારબાદ રૂા.80 લાખના ખર્ચ બિલ્‍ડીંગ બનેલ અને ધો.1 થી 5 પ્રથમ શરૂ થયેલ ત્‍યારબાદ હાલ કોટડાપીઠાના જી.પં. સદસ્‍ય મીનાબેન પ્રભાતભાઇ કોઠીવાળના ધો. 6 થી 8 ને મંજુરી મળતા આ વિસ્‍તારના ગરીબ પરીવારના બાળકોને હવે આ શાળાનો લાભ મળશે. આ મંજુરી મળતા આપછાત વિસ્‍તાના વાલીઓમાં આનંદ છવાયો છે. જેથી આ વિસ્‍તારના આગેવાનો કાર્યકરો અને વાલીઓએ અમરેલી જીલ્‍લા પંચાયત શિક્ષણ સમિતીનો ખુબ-ખુબ આભાર માનેલ છે. આવિસ્‍તારના આગેવાનો ભુપતભાઇ બસીયા, નગરપાલીકા પ્રમુખ ખીમજીભાઇ મારૂ, ઉપપ્રમુખ વનરાજભાઇ વાળા, ધીરૂભાઇ જાદવ, પ્રતાપભાઇ ખાચર, મુળુભાઇ તેરૈયા વિગેરે આગેવાનોએ શાળાની 6 થી 8 ને મંજુરી મળતા શિક્ષણ સમતીનો ખુબ-ખુબ આભાર માનેલ છે.


ટીંબી ગ્રામપંચાયતના લાભાર્થે રૂા.75 હજારનો ચેક અપાયો

ટીંબી,
એલ.આઇ.સી.દ્વારા બીમા-ગ્રામયોજના અંતર્ગત એલ.આઇ.સી.દ્વારા બીમા-ગ્રામયોજના અંતર્ગત ટીંબી ગ્રામપંચાયતના લાભાર્થે રૂા.75 હજારનો ચેક અપાયો હતો. વિમાએજન્‍ટ ભદ્રેશભાઇ ત્રિવેદી દ્વારા તા.23/6શુક્નવારના બપોરના ટીંબી માર્કેટયાર્ડમાં ટીંબી ગામના સરપંચ, ઉપસરપંચ, સભ્‍યો તેમજ ગામના અગ્રણી મનુભાઇ વાજા, ભરતભાઇ સોની, મહાસુખદાદા જાની, નાથાભાઇ ભાલાળા, ગંભીરભાઇ, કાળુભાઇ સહિતના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં ચેક આપવામાં આવેલ.


06-07-2017

thumbnail of 6-7-17