Main Menu

Friday, July 7th, 2017

 

ધારી શહેરમાં વીજ ધાંધીયા સામે ચેમ્‍બર દ્વારા રજુઆત

ધારી,
ધારી શહેરમાં ચોમાસાની શરૂઆત થતા જ વિજળીના ધાંધીયા શરૂ થઇ ગયેલ છે .
વરસાદ ના બે છાંટા પડતાજ જાણે વરસાદ ન હોવા છતાં દિવસના અનેકવાર વિજળી ચાલી જાય છેત્‍યારે વિજળી ઉપર ચાલતા ધંધા રોજગારને અસર પડે છે .ત્‍યારે આ પ્રશ્‍ન તાત્‍કાલિક યોગ્‍ય કરવા ચેમ્‍બર પ્રમુખ પરેશ પટણી દ્વારા રજુઆત કરવામાં આવેલ છે અને સાથો સાથ મેઇડ ઇન ચાઇનાની તમામ વસ્‍તુઓનું બહીષ્‍કાર કરવામાં આવે અને મેઇડ ઇન ચાઇનાની વસ્‍તુઓ વેચતા વેપારીમિત્રો આ વસ્‍તુઓનું વેચાણ બંધ કરે તેવી અપીલ પણ કરવામાં આવેલ છે.


જીએસટીના વિરોધમાં બંધના એલાન દરમિયાન કાપડના વેપારી ઉપર થયેલ લાઠીચાર્જ સામે આવેદન

ધારી,
સુરતમાં જી.એસ.ટી.ના વિરોધમાં કાપડના વેપરીઓએ આપેલા બંધના એલાન દરમિયાન પોલીસ દ્વારા વેપારીઓ ઉપર પોલીસ દ્વારા થયેલ લાઠી ચાર્જના બનાવથી વેપારી આલમમા ઘેરા પ્રત્‍યાઘતો પડેલ છે આ સંદર્ભમાં ધારી કાપડ એસોશીએશન દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી પોલીસ દ્વારા થયેલ હિટલરશાહી અત્‍યાચારને વખોડી કાઢીને કશુરવાન સામે પગલા લેવા માંગણી કરવામાં આવી છે.


લીલીયા વોર્ડ નં 5 માં દારમાંથી દુર્ગંધ મારતું પાણી નળ કનેકશનમાં ભળ્‍યું

મોટા લીલીયા,
મોટા લીલીયા વોર્ડ નંપ વિરાણી શહેરીમાં જે દાર આવેલ છે તેમાંથી સાબુના ફીણ વાળુ ગંદુ પાણી નળ કનેકશનમાં ભળતા 20 થી 25 દિવસથી ર્દુગંધ વાળુ પાણી વહે છે આ વિસ્‍તારના આમ નાગરિકોએ ગ્રામસભામાં પણ રજુઆત કરી હતી. તેમજ અહીંના મહિલા સરપંચને રજુઆત કરવા છતા હજુ સુધી કોઇ નક્કર પગલા લેવાયેલ નથી આ અંગે અમારા પ્રતિનિધી મહેશભાઇ દવેને જાણ કરતા તેઓએ રૂબરૂ જઇ તપાસ કરી બોટલ પાણીની ભરેલ લેબોરેટરીમાં મોકલેલ છે જો આ પાણી પીવાથી એક તો લીલીયા તાલુકો ફલોરાઇડ યુક્‍ત પકણી પીવે છે અને વા-સાંધાના દુખાવા અને રોગોનો ભોગ બને છે. તો આ અંગે તંત્ર દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.


આ કોઇ શિક્ષક કે પ્રિન્‍સીપાલ નથી પણ પરજીયા સોની સમાજના મુકસેવક છે

અમરેલી,અમરેલીમાં રવિવારે પરજીયા સોની સમાજના સમુહલગ્‍નમાં ટીમ અમરેલી દાતાઓનું સન્‍માન કરી રહી હતી અને દાતાઓ તેમનુ સન્‍માન કરી રહયા હતા બીજી તરફ નવ-નવ દિકરીઓ ફેરા ફરી રહી હતી અને આદર્શ સમુહલગ્‍નનું સુચારૂ સંચાલન થઇ રહયું હતુ ત્‍યારે વહેલી સવારથી પરજીયા સોની સમાજના અગ્રણી સ્‍વ. આર.ડી.લુહાર (કુંકાવાવ)વાળાના પુત્ર અને વેપારી આગેવાન શ્રી ભુપતભાઇ લુહાર તથા સોનીછગનભાઇ વીસામણભાઇની પેઢીના શ્રી ધીરૂભાઇ ધકાણ લગ્‍નપ્રસંગ પુરો થયો ત્‍યા સુધી પ્રસંગની ખુશી ભેટ લખવા બેઠા હતા આવા મુક સેવક આગેવાનોથી જ સમાજ ઉજળો બની રહે છે.


લીલીયા ગ્રામ પંચાયતના સતાધીશોની ભુગર્ભ ગટર પ્રશ્‍ને થયેલ રજુઆત રંગ લાવી : ઉચ્‍ચ અધિકારીઓ દોડી આવ્‍યા

લીલીયા, લીલીયા શહેરમાં ત્રણ-ત્રણ પૂર્વે બનાવવામાં આવેલ ભુગર્ભ ગટર યોજના શહેરીજનો માટે માથાનાં દુખાવા સાબીત થઇ રહી છે. ગ્રામપંચાયતનું શાસન સંભાળનાર સરપંચ હીરાબેન ધામત અને ઉપસરપંચ બાબુભાઇ ધામત ગટર સફાઇ પ્રશ્‍ને મૌખીક-લેખિત અનેક રજુઆત ઉચ્‍ચ કક્ષાએ કરવામાં આવેલ ગત તા. 30/6/17ના રોજ મળેલ ગ્રામસભામાં ભુગર્ભ ગટર સફાઇ પ્રશ્‍નેગ્રામજનોએ જોરદાર રજુઆત કરી ઠરાવ કરવા પણ માંગણી કરવામાં આવેલ ત્‍યારબાદ ગ્રામપંચાયત ઉપસરપંચ બાબુભાઇ ધામત તમામ સદસ્‍યો તમામ જીલ્‍લા કલેકટરને રૂબરૂ રજુઆત કરવા ગયેલા ના પરિણામ સ્‍વરૂપે કાર્યપાલ ઇજનેર શિવમ્‌ જીલ્‍લા પંચાયત આયોજન અધિકારી તાલુકા વિકાસ અધિકારી સહીતનો સ્‍ટાફ લીલીયા દોડી આવ્‍યો હતો. આ તકે ઉપસરપંચ બાબુભાઇ ધામતને સાથે રાખી નાવલી બજાર બગીચા પાસેનો વિસ્‍તારમં સફાઇ કામગીરીનો પ્રરંભ કરાવેલ આ તકે ગટર પ્રશ્‍ને આંદોલન કરનાર લલીતભાઇ દોશી કિશોરભાઇ જોબનપુત્રા સહિતના અગ્રણી વેપારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. આ તકે ઉચ્‍ચ અધિકારીઓએ પ્રશ્‍ન ઉકેલવા ખાતરી આપી હતી ગ્રામજનોએ ગ્રામ પંચાયત સતાધીશોની કામગીરી બીરદાવી હતી.


બાલાભાઇ વણજારાનું અવસાન થતા તેમના પરિવારને દિલશોજી પાઠવતા શ્રી સંઘાણી

સાવરકુંડલા,
લોહાણા સમાજના અગ્રણી અને કેળવણીકાર મિલનસાર સ્‍વભાવ ધરાવતા ગરીબોના બેલી અને સાવરકુંડલાની અનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલ બાલાભાઇ વણજારાનું અવસાન થતા આજે તેમને પરિવાર દ્વારા પ્રાર્થના સભા રાખવામાં આવતાશહેરની દરેક સંસ્‍થાઓના પ્રતિનિધિઓ તેમજ જાહેરજીવનમાં રહેલ વ્‍યક્‍તિઓ રાજકીય મહાનુભાવો તેમજ પુર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણીએ પ્રાર્થનાસભામાં ઉપસ્‍થિત રહી વણજારા પરિવારને દિલશોજી પાઠવી બાલાભાઇ સાથેના સંસ્‍મરણો વાગોળ્‍યા હતા.


અમરેલીમાં શ્રી પી.પી.સોજીત્રાનું ભવ્‍ય સન્‍માન

અમરેલી,
અમરેલી માર્કેટયાર્ડમાં ચેરમેન પી.પી. સોજીત્રા બિનહરીફ થતા અમરેલી શુભલક્ષ્મી નગરના રહિસો દ્વારા સન્‍માન કરવામાં આવેલ આ પ્રસંગે શુભલક્ષ્મી નગરના સભ્‍યો સંજયભાઇ રામાણી, રઘુભાઇ સાબલપરા, પ્રવિણભાઇ પાનસુરીયા, વિજયભાઇ વસાણી, હિતેષભાઇ સેંજલીયા, રમેશભાઇ સાવલીયા, વસંતભાઇ બાવશીયા, પરેશભાઇ ઉપાઘ્‍યાય, હરેશભાઇ જોષી, અરવિંદભાઇ ઢાકેચા, કાંતીભાઇ ભુવા, જીતુભાઇ રાઠોડ, કલ્‍યાણભાઇ દેવાણી, નંદલાલભાઇ માલકીયા, પ્રફુલભાઇ ખોખર, અરજણભાઇ ગેડીયા, કિશોરભાઇ દેસાઇ, સિકભાઇ દેસાઇ, જે.ડી.ઠુંમ્‍મર, ભુપતભાઇ પાનસુરીયા, મધુભાઇ ડાબસરા, ઘનશ્‍યામભાઇ દેસાઇ, રાજનભાઇ માંડાણી, મુકેશભાઇ ફીણવીયા ઉપસ્‍થિત રહયા હતા.


કાઠિયાવાડીઓનો પ્રેમ શિક્ષકને યુપીથી અમરેલી ખેંચી લાવ્‍યો

અમરેલી,
અમરેલીમાં ર4 જૂન ર01પના દિવસે થયેલી ભયંકર જળહોનારતમાં અમરેલીના બાબાપુર નજીક આવેલી જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષકના પત્‍ની, પુત્ર અને પુત્રીનું મોત થતા શક્ષકે ચિત્તા પર હાથ રાખીને કદી પણ અમરેલીની ધરતી પર પગ ન મૂકવાની પ્રતિજ્ઞા લીધી હતી પણ અહીંના વ્‍યક્‍તિનો પ્રેમ તેમને ફરી એક વખત અમરેલી ખેંચી લાવ્‍યો છે અને હવેથી દર વર્ષે આજીવન અમરેલીની મુલાકાત લેશે. અમરેલીમાં ર4 જૂન ર01પના દિવસે થયેલી જળ હોનારતમાં પ0થી વધુ લોકોના મોત થયા હતા અને અનેક લોકો બેઘર બની ગયા હતા. બાદમાં પણ લાંબા સમય સુધી કોઇ સહાય ન મળવાથી કે આઘાત ન જીરવી શકવાના કારણે અમુક લોકોએ આપઘાત કરવાની ફરજ પડી હતી. ગાયબ થયેલા પૈકી અમુક લોકોના મૃતદેહો મળી આવ્‍યા હતા ન્નયારે 7 લોકો હજુ પણ લાપતા છે. કેંદ્રની ટીંઅ દ્વારા હેલિકોપ્‍ટરની મદદથી શોધખોળ કરવા છતાં પણ હજુ તેમનો પત્તો લાગ્‍યો નથી. આ ગોજારી હોનારતમાં અનેક દિલચસ્‍પ ઘટનાઓ પણ સંકળાયેલી છે. બાબાપુર ગામની છે. અહીં આવેલી કેંદ્ર જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય અનિરુદ્ધ શર્મા હોનારતના સમયે બહાગામ હતા અને પાછળથી પૂરમાં તેમના પત્‍ની અગીતાબેન, એકનો એક પુત્ર આલોક અનેપુત્રી ગરીમાનું તણાઇ જવાના કારણે મોત થયું હતું. ગીતાબેનની લાશ અમરેલીના ચાંપાથળ ગામેથી, આલોકની લાશ લીલીયાના શેધાવદર ગામેથી અને ગરીમાની લાશ બાબારપુરમાં જવાહર નવોદય વિદ્યાલયમાંથી જ મળી આવી હતી. બાબાપુરમાં ત્રણેના એકી સાથે અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા ત્‍યારે ભાંગી પડેલા અનિરુદ્ધ શર્માએ ચિત્તા પર હાથ રાખીને જે અમરેલીએ પોતાના પરિવારનો ભોગ લીધો છે તે ગોજારા શહેરમાં ભવિષ્‍યમાં કદી પગ ન મૂકવા અને અહીંનું અન્નજળ અગ્રાજ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઘટનાના બે વર્ષ સુધી શર્માજીએ ક્‍યારેય અમરેલીમાં પગ મૂક્‍યો નહોતો અને ગુજરાતમાંથી બદલી કરાવીને પોતાના વતન ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુરમાં ચાલ્‍યા ગયા હતા. પરંતુ અમરેલીના લોકો દ્વારા તેમને મળેલો પ્રેમ, લાગણી વગ્રે તેમને ફરી એક વખત પોતાની પ્રતિજ્ઞા તોડીને પણ અમરેલી ખીંચી લાવ્‍યા છે. પોતે જ લીધેલી પ્રતિગ્ના અને સામે અહીંના લોકોઅ દ્વારા મળેલો પ્રેમ જોઇને ઘટનાના બે વર્ષ બાદ આ શિક્ષકનું હ્રદય પરિવર્તન થતા આજે તેમણે પ્રતિગ્ના તોડીને અમરેલીની ખાસ મુલાકાત લીધી હતી. છેક 1800 કિંઈ. દૂર ઉત્તર પ્રદેશથી અમરીલે દોડિ આવેલા ડૉ. અનિરુદ્ધ શર્માએ ન્નયાંથી તેમના પરિવારજનોના મૃતદેહો મળ્‍યા હતા તે અમરેલીનું ચાંપાથળ અનેલીલીયાના શેઢાવદરની મુલાકાત લીધી હતી અને ત્‍યાં પોતાના પરિવારજનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ચાંપાથળની પ્રા. શાળામાં મ્ર્‌તકઓની યાદમાં મૌન પાળીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્‍યા હતા. હવે મૃતકોની પૂણ્‍યતિથિતા દિવસે શર્માજી દર વર્ષે ભારતના જે ખૂણે પણ હશે ત્‍યાંથી અમરેલીની મુલાકાત લેશે.


અમરેલેમાં મેડિકલ કૉલેજને લીલી ઝંડી

અમરેલીમાં સરકારી હોસ્‍પિટલમાં પીપીપીના ધોરણે મેડિકલને રાન્નય સરકાર દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે અને તેનું સાંચાલન શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક ટ્રસ્‍ટ, સુરતને સોંપાયું છે. મેડિકલ કૉલેજની સાથે સાથે હોસ્‍પિટલનો પણ વિકાસ થશે અને અગાઉ સિવિલ હોસ્‍પિટલમાં જે નિઃશુલ્‍ક સારવાર આપવામાં આવતી હતી તે યથાવત રીતે જાળવી રાખવામાં આવશે જે મુજબનો સંસ્‍થા અને રાન્નય સરકાર વચ્‍ચે ઠરાવ કરવામાં આવ્‍યો છે.
અમરેલેમાં મેડિકલ કૉલેજ માટે કેટલાયે વર્ષોથી માગણી કરવામાં આવતી હતીપરંતુ આંતરિક રાજકારણના કારણે અમરેલીને અત્‍યાર સુધી મેડિકલ કૉલેજ મળી શકી નહોતી અંતે રાન્નય સરકાર દ્વારા અમરેલીની મેડિકલ કૉલેજ માટે લીલીઝંડી અપાતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં મેડિકલ કૉલેજ બને તે માટેપર્યાપ્ત જમીન, બાંધકામ સહિતની આવશ્‍યક પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્‍ધ છે. ગુજરાત સરકાર દ્વારા તા.4/7ના રોજ સત્તાવાર રીતે અમરેલીની મેડિકલ કૉલેજ અને જિલ્લાની સિવિલ હોસ્‍પિટલ કેંપસનું સંચાલન શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલને સોંપવાનો ઠરાવ કરવામાં આવ્‍યો હતો.
રાન્નય સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ ઠરાવમાં જણાવવામાં આવ્‍યું છે કે, અમરેલીમાં સ્‍વ નિર્ભર મેડિકલ કૉલેજની સ્‍થાપના માટે વિવિધ અરજીઓ મળી હતી જેમાં શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્‍ટ સુરતને રાન્નયની જિલ્લા કક્ષાની સિવિલ હોસ્‍પિટલ અને મેડિકલ કૉલેજ સોંપવાનું ઠરાવવામાં આવ્‍યું છે. આ માટે અમરેલીમાં આવેલી સિવિલ હોસ્‍પિટલ ખાતે મેડીકલ કૉલેજ માટે જરુરિયાત મુજબની જમીન પ્રતિ વર્ષ રુ.1ના ટોકન ભાડે લીઝ પર 33 વર્ષ માટે આપવામાં આવશે. મુખ્‍ય તબીબી અધિકારી, અમરેલી અને સંસ્‍થા વચ્‍ચે લીઝ માટે કરાર કરવાની કામગીરી હાથ ધરાઇ છે. તા.7/7 સુધીમાં અમરેલીના કલેક્‍ટર દ્વારા જમીનની સોંપણી માટેનું પ્રમાણપત્ર આપવામાં આવશે. સંસ્‍થાને જિલ્લા કક્ષાની હોસ્‍પિટલ ખાતે નિયત જમીન, બાંધકામ, હોસ્‍પિટલના સાધનો પણ સંચાલનના હેતુથી સોંપવામાં આવશે. હોસ્‍પિટલ અને કૉલેજમાં સંસ્‍થા દ્વારાસ્‍ટાફની ભરતી કરાશે અને હાલમાં જે હયાત સ્‍ટાફ છે તેને પણ રાન્નય સરકાર દ્વારા લોન પર સંસ્‍થાને સોંપવામાં આવેલ છે. હોસ્‍પિટલનું સંચાલન સંસ્‍થાને સોંપાયું છે પરંતુ હાલમાં જે વિનામૂલ્‍યે સેવા આપવામાં આવે છે તે યથાવત રાખવામાં આવશે.


07-07-2017

thumbnail of 7-7-17