Main Menu

Saturday, July 8th, 2017

 

અમરેલી જિલ્લાના ખેડૂતો દૂધ-શાકભાજી બજારમાં આવતા અટકાવશે

અમરેલ;ઈ જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોએ વાવેલું બિયારણ બે બે વખત નિષ્‍ફળ જતા ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં જિલ્લાના ખેડૂત આગેવાનો દ્વારા સૂત્રોચાર સાથે રીલી કાઢીને કલેક્‍ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્‍યું હતું. જો તાત્‍કાલીક વળતર નહીં ચૂકવાય તો બજારમાં આવતા દૂઢ અને શાકભાજી બંધ કરી દેવાની ચીમકી આપ્‍વામાં આવી છે.
આ અંગે કિસાન સંઘ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, અમરેલી જિલ્લામાં અમુક વિસ્‍તારને બાદ કરતાં મોટા ભાગના વિસ્‍તારોમાં સામાન્‍ય વરસાદ થવાના કારણે ખેડૂતોએ વાવણી કરી દીધી હતી ત્‍યાર બાદ પાછલા દિવસોમાં વરસાદ થયો નથી અને ખેડૂતોએ બે બે વખત વાવેલું વાવેતર નિષ્‍ફળ ગયું છે અને હજુ પણ વરસાદ થયો ન હોવાના કારણે ત્રીજું વાવેતર પણ નિષ્‍ફળ જાય તેવી સ્‍થિતિનું નિર્માણ થયું છે.
અધૂરામાં પૂરું હોય તેમ આ વર્ષે તમામ ખેતપેદાશોના બિયારણના ભાવમાં 1પ થી 60% સુધીનો વધારો થયો છે. ત્‍યારે જિલ્લામાં કરોડો રુપિયાનું બિયારણ અને ખાતર જમીનમાં નાખવા છતાં તે બળી જવાના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.
હવે ખેડૂતો પાસે બિયારણ ખરીદવાના પણ પૈસા બચ્‍યા નથી. જેતેહેરાન્નય સરકાર દ્વારા ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરાવીને તાત્‍કાલીક વળતર ચૂકવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
જો સરકાર દ્વારા તાત્‍કાલીક ખેડૂતોને વળતર ચૂકવવામાં નહીં આવે તો કિસાન સંઘ દ્વાર્રા જલદ આંદોલન કરવામાં આવશે અને અને ખેડૂતો દ્વારા દૂધ તથા શાકભાજી બજારમાં બંધ કરવામાં આવશે.
તેમજ રસ્‍તારોકો આંદોલન કરીને ચક્કાજામ કરાશે. જેથી તાત્‍કાલીક ખેડૂતોને વળતર ચૂકવવમાં આવે, લોન માફ કરવામાં આવે અને જીએસટી ખેતી પાક પરથી સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.


અમરેલી માર્કેટયાર્ડમાં અઠવાડિયાથી ઠપ્‍પ કામગીરી વચ્‍ચે વેપારીઓની રેલી

જેવા સમયથી માર્કેટયાર્ડમાં કામગીરી સંપૂર્ણ રીતે ઠપ્‍પ છે. બંધની વચ્‍ચે આજે અમરેલી માર્કેટયાર્ડના કમિશન એજણ્‍ટો દ્વારા રેલી કાઢીને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે વેપારીઓ દ્વારા જીએસટીના કાયદાનો વિરોધ કરવામાં આવતો નથી પણ ખરેખર તો વેપારીઓ જીએસટીને ખરા દિલથી આવકારે છે. પણ વેપારીઓને જે સમસ્‍યા છે તેમાં સુધારાની માગણિ સાથે વિઓરોધ કરવામાં આવી રભે છે. માર્કેટયાર્દમાં નિમાયેલા કમિશન એજંટો પાસે ખેડૂતો દ્વારા કમિશનથી વેચાણ કરવા માટે મોકલવામાં આવતા માલના અત્‍યાર સુધી કબાલા બીલ બનાવીને ખેડૂતોને રકમ ચૂકવવામાં આવતી હતી જેના બદલે હવે જીએસટી કાયદાની જોગવાઇ મુજબ ખેડૂતો દ્વારા મોકાલવામાંઆવતા માલની યુઆરડી ખરીદી કરીને રિવર્સ ચાર્જ સિસ્‍ટમથી નેટ જીએસટી ભરવાનો થાય છે જેનો વિરોધ કરવામાં આવી રભે છે અને વેટના સમયે જે બિલીંગ પ્રથા હતી તે જ યથાવત રાખવાની માગણી કરવામાં આવી રહી છે. જૂની બિલિંગ પદ્યતિથી સરકારને ટેક્‍સમાં કોઇ ફેર પડતો નથી તેવું પણ વેપારેઓનું કહેવું છે.
આ ઉપરાંત એક માર્કેટયાર્ડમાં ટેક્‍સ ભર્યો હોવા છતાં બીજા માર્કેટયાર્ડમાં વેચાણ માટે જતા માલમાં જીએસટી ભરેલો હોવા છતાં ફરીથી તેને સપ્‍લાય ગણીને ટેક્‍સ લેવામાં આવનાર છે તેનો પણ વિરોધ કરવામાં આવી રભે છે. વે બીલના કાર્યદામાં તપાસનીશ અધિકારીની ખરાઇ કરાવવાની હોય છે જે કઈ રીતે કરાવવી તે મુદ્યે પણ વેપારીઓ અસમંજસમાં છે. આ જોગવાઇઠી અધિકારીઓ દ્વારા વેપારીઓ અને ખેડૂતોને કોઇ હેરાનગતિ ન થાય તેવી પણ માગણિ કરવામાં આવી છે.


અમરેલીમાં કોંગ્રેસ દ્વારા ભાજપની અંતિમયાત્રા : રેલી, આવેદન અપાયુઋુ

જ વર્શમાં ગુજરાતમાં નોકરી નહીં મળવાના કારણે અથવા તો નોકરીમાંથી છુઢ્ઢા કરવાના કારણે ર07 યુવાનો અને 4 યુવતીઓએ આત્‍મહત્‍યા કરી છે. ગુજરાત સરકાર દ્વારા ખેતીની જમીનો વેચેલી હોવાથી યુવાનો બેકારીના ખપ્‍પરમાં હોમાઇ ગયા છે. ગુજરાતમાં સરકારી ચોપડે નોંધાયેલો બેરોજગારોનો આંકડો 10 લાખનો છે અને ન નોંધાયેલા બેરોજગારોને પન સામેલ કરવામાં આવે તો એ આંકડો 40 લાખને પહોચી જાય તેમ છે. બે હજાર જેટલા તલાટીની ભરતીમાં ગુજરાતમાં 1ર.પ0 લાખ બેરોજગારોએ અરજી કરી હતી જેના પરથી જ ગુજરાતમાં બેરોજગારીનીસમસ્‍યા કેટલી ગંભીર છે તે સાબિત થાય છે. અધુરામાં પૂરું હોય તેમ કોંટ્રાક્‍ટ પ્રથા, વચેટીયાઓઆઉટ સોર્સિસ વગેરે પ્રકારની નીતિઓના કારણે યુવાનોને પૂરતું વેતન ન આપીને શોષણ કરવામાં આવી રભ્‍ું છે. જો ભાજપ સરકાર દ્વારા કોઇ નક્કાર પગલા લેવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ર0 લાખ યુવાનોને સાથે રાખીને રાન્નય વ્‍યાપી આંદોલન કરવામાં આવશે તેમ જણાવાયું છે.


અમરેલી જીલ્‍લા શૈક્ષણિક સંઘ દ્વારા 10મી એ ધરણા

અમરેલી જીલ્‍લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા રાજયની માઘ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિક વિભાગની ગ્રાન્‍ટેડ શાળાઓના શિક્ષકોને સાતમા પગારપંચનો લાભ આજદિન સુધી ન અપાતા આ શિક્ષકોએ આંદોલનનું રણશીંગ ફુકયું છે, આથી તા.10મી ના સોમવારે બહુમાળી ભવન ડી.ઇ.ઓ.કચેરી ખાતે 3 કલાકે કલેકટરશ્રીને આવેદનપત્ર આપી સાંજે ચારથી પાંચ દરમિયાન જીલ્‍લાના ગ્રાન્‍ટેડ શાળાના તમામ કર્મચારીઓ દ્વારા મૌન ધરણા યોજાશે. પોતાની માંગણી સંદર્ભે વ્‍યાયામ શિક્ષકોએ ખેલમહાકુંભ સહિત


સાવરકુંડલા પોલીસે છેતરપીંડી કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા

સારકુંડલા,સાવરકુંડલાના વેપારી નિલેશભાઇ દોશીએ રાજકોટના વેપારી સાથે કઠોળનો વેપાર કર્યો જેમાં આ કામના આરોપીઓએ બે વખત કઠોળ-ચણા મંગાવી વિશ્‍વાસ કેળવણી લીધો અને તુરંત નાણા ચુકવેલ હતા. પરંતુ ત્રીજી વખત 16050 કિલો ચણા રૂા.922314 ની કિંમતનો માલ મંગાવી નાણા ચુકતે કરેલ નહિ અને તેમની સાથે ઠગાઇ વિશ્‍વાસધાત કરી ગુન્‍હો કર્યાની પોલીસ ફરીયાદ સાવરકુંડલાટાઉન પોલીસ મથકમાં નોધાઇ હતી. જેની મળતિ વિગત મુજબ આઇ.પી.સી. કલમ 406-420-504-506(2) 114 મુજબ ફરીયાદ નોંધાતા સાવરકુંડલા પોલીસે રાજકોટના રાજન હેમંતભાઇ ગજેરા, હીતેષ હંસરાજભાઇ સોરઠીયા, કેતન હેમંતભાઇ ગજેરાને ઝડપી લઇ ધોરણસરની કાર્યવકહે હાથ ધરેલ છે. આરોપીઓના રીમાન્‍ડ પુર્ણ થયાબાદ કોર્ટ માં રજુ કરતા જામીન નમળતા જેલ હવાલે કરવાનાી તજવિજ હાથ ધરી છે. આ ગુનાની તપાસ નાયબ પોલીસ અધિાકરી શ્રી પરમારના માગદર્શન હેઠળ સાવરકુંડલાના પી.આઇ. ગૌસ્‍વામી, હેડકોન્‍સટેબલ મહાવીરસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.


અમરેલીની ફોરમ સ્‍કુલમાં પ્રવેશોત્‍સવ યોજાયો

અમરેલીની ફોરમ સ્‍કુલમાંશાળા પ્રવેશોત્‍સવની ઉજવણી કરી બાળકોને શાળા પ્રવેશ અપાયો હતો.ફોરમ સ્‍કુલમાં ધો.1 માં નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ઉત્‍સવ ની ઉજવણી થઇ.જેમાં પ્રિન્‍સિપાલ શ્રી વિલાસબેન ગોહિલ મે.ટ્રસ્‍ટીશ્રી મુકેશભાઇ ગોહિલ તથા તમામ શાળા પરિવાર ઉત્‍સાહ પુર્વક ઉજવ્‍યો.


ઉનામાં કરોડોના ખર્ચ બનેલી ભુગર્ભ ગટરનું કામ પુર્ણ થયુ પણ પ્રથમ વરસાદમાં જ કામની પોલ ખુલી

ઉના,ઉના શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચ ભુગર્ભ ગટરનું કામ પૂર્ણ થયુ પ્રથમ વરસાદ આ ભુગર્ભ ગટરની પોલ ખોલતા શહેરના વિવિધ માર્ગો પર વાહન ફસાવવાની ધટના રોજમ રોજ જોવા મળે છે. આજે સવારે ત્રિકોણ બાગ પાસે ભુગર્ભ ગટરના બુરાયેલા ખાડામાં એક ટેકટર ખુપી જતા ટ્રાફીક સમસ્‍યા ઉભી થયેલ હતી. વાહનો ખુપી જતા લોકોને પ્રજાને નુકશાની વેઠવી પડે છે. એનુ શુ? એવા લોકો ચર્ચાના વિષય બન્‍યા છે.


લીલીયા શહેરમાં ભુગર્ભ ગટરની સફાઇનું કામ શરૂ કરવામાં આવ્‍યુ

 

લીલીયા, લીલીયા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ભુગર્ભ ગટર યોજનામાં વ્‍યાપક પ્રમાણમાં ભ્રષ્‍ટાચાર અને નબળી કામગીરી થઇ હોવાના લીધે શહેરમાં વિવિધ વિસ્‍તારોની સ્‍થીતી નર્કાગાર સમાન બનીગઇ હતી આ પ્રશ્‍ને વેપારી મંડળના અગ્રણી રસીકભાઇ વંડ્રા, જયેશભાઇ જોબનપુત્રાની આગેવાનીમાં અગાઉ અનેક આંદોલનો અને આત્‍મવિલોપનની ચિમકી આપવામાં આવેલ છતા પણ કોઇ નક્કર પરીણામ ન મળતા વેપારી મંડળ દ્વારા સાંસદ નારણભાઇ કાછડીયા, કૃષિ મંત્રી વી.વી. વઘાસીયાને લેખીત રજુઆત કરવામાં આવેલ જેમા મનિષભાઇ દેસાઇ,ભદ્રેશભાઇ જોબનપુત્રા, મીતુલભાઇ ભરડવા, યોગેશભાઇ દવે સહિતા વેપારીઓ જીલ્‍લા કલેકટરશ્રીને રૂબરૂ મળી ભુગર્ભ ગટર અને રોડ સસ્‍તા પ્રશ્‍ને રજુઆત કરતા તાકીદે ઘટતુ કરી અધિકારીઓને લીલીયા શહેરનો ગટરનો પ્રશ્‍ન ઉકેલી રીપોર્ટ કરવા સુચના આપેલ આ પ્રશ્‍ને કાર્યપાલક ઇજનેર, જીલ્‍લા આયોજ અધિકારી, અમરેલી પાલીકાના ઇજનેર, સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ લીલીયા દોડી આવેલ આ તકે સ્‍થાનિક ઉપ સરપંચ બાબુભાઇ ધામત, વેપારી અગ્રણી રસીકભાઇ વંડ્રા, જયેશભાઇ જોબનપુત્રા, લલીતભાઇ દોશી, ઇમરાનભાઇ પઠાણ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. અને ભુગર્ભ ગટરના ગંદા પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ સમ્‍પની મોટરો બંધ પડેલી હોવાથી માંગણી કરે છે.


08-07-2017

thumbnail of 8-7-17