Main Menu

Tuesday, July 11th, 2017

 

અમરેલી જિલ્‍લામાં ત્રણ અકસ્‍માતોમાં બે મોત : ચારને ઇજા

અમરેલી જિલ્‍લામાં ત્રણ માર્ગ અકસ્‍માતોમાં બેના મોત અને ચારને ઇજા થયાનો બનાવ બનેલ છે જેમાં રાજુલાના બાલાની વાવ નજીક અને અમરેલીના શેડુભારના પાટીયા તેમજ અમરેલીના ગાવડકા રોડ ઉપર વાહન અકસ્‍માતની ગમખ્‍વાર ઘટનાઓથી અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર
રાજુલાના કાગવદર ગામથી બાલાની નજીક ભોજાભાઇ જીવાભાઇ (રહે નાગેશ્રી)વાળાનો સાળો અને અન્‍ય એક વ્‍યકિત મોટરસાઇકલ ઉપર પસાર થતાં હતા ત્‍યારે સામેથી આવતી એક અશોક લેલન ગાડી નં.જી.જે.9 એ.જે.7714 ના ચાલકે ટક્કર મારતા બંને વ્‍યકિતતીઓને ફેકચર સહિતની ઇજા પહોંચી હતી
અમરેલીન શેડુભાર ગામના પાટીયા પાસે તા.20/6 ના રોજ 11 થી 12 વાગ્‍યાના અરસામાં લાલજીભાઇ મોહનભાઇ રામાણી(ઉ.વ.65 રહે લીલાપુર, તા.જસદણ હાલ અમરેલી) વાળા પોતાના મોટરસાઇકલ પર લીલાપુર થી અમરેલી આવી રહ્યા હતા ત્‍યારે આગળ જતાં ટ્રેકટર નં જી.જે.13 એ.સી.5544ના ચાલકે એકાએક બ્રેક મારતાં મોટરસાાઇકલ ટ્રેકટરની ટ્રોલી સાથે અથડાયું હતુ.જેના કારણેલાલજીભાઇને પેટના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્‍પિટલ ખસેડીયા હતા.


અમરેલીમા કોંગ્રેસે રેલી યોજી આવેદન પાઠવ્‍યું

સમગ્ર રાજયના કુલ 1.રપ કરોડ જેટલા સર્વે નબંરોની માપણી ખાનગી એજન્‍સીાઓએ કરી હોવાનો સરકારનો દાવો છે. આ તમામ માપણી ખોટી હોવા છતાં તેનાં મોટા ભાગનાં પ્રમોલગેશન ગઈ ગયા છે. એટલે હવે લેન્‍ડડ રેવન્‍યુખ કોડ મુજબ તેમાં સુધારો કરવો શકય નથી માત્ર અપીલ કરવાની જોગવાઈ છે. 1.રપ કરોડ સર્વે નંબરોની અપીલોનો નિકાલ કરવામાં ખેડૂતોની પેઢીઓ નીકળી જાય તેમ છે. સેટલમેન્‍ટપ કમિશ્નવરશ્રી હેઠળની તમામ જીલ્લાખની લેન્‍ડક રેકર્ડ કચેરીમાં મંજુર થયેલ 4100 ટેકનીકલ સ્‍ટાસફની સામે ર000 જેટલી જગ્‍યાનઓ ખાલી પડી છે. એટલે આ સ્‍ટાડફથી પ0 વર્ષ સુધી વર્તમાન વહીવટીતંત્રએ બગાડી નાખેલ રેકોર્ડ સુધારી શકે તેમ નથી. લેન્‍ડ રેકોર્ડ કચેરી દ્વારા આપેલ અહેવાલમાં માપણીના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ થયેલ હોવાનું સ્‍વીકારીને જણાવ્‍યું છે કે રી-સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જમીનનો રેકોર્ડ લેન્‍ડ રેકોર્ડ કચેરીમાં ઉપલબ્‍ધ કરાવવો જોઈએ તે પણ કરાવવામાં આવ્‍યાં નથી. ગ્રામસભા બોલાવીને નવી માપણી અંગે સમજ આપવાનું, માપણી વખતે સંબંધિત જમીન માલિકોને સાથે રાખવામાં આવ્‍યા નથી કે માપણી પછીસબંધિત જમીન કે ખેતરને ગામના નકશામાં લોકેટ કરવામાં આવ્‍યું નથી. સરકારે સંપાદિત કરેલ જમીન, નવા તળાવો, ચેક ડેમ, ડેમ, નવા સરકારી રસ્‍તાઓ, ગાડામાર્ગ, વોંકળાઓ, સરકારે હેતુ ફેર કરેલ જમીનો, નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવેલ જમીન વગેરેના હુકમોના આધારે લેન્‍ડ રેકોર્ડ દુરસ્‍ત કરવું જોઈએ તે કરેલ નથી.


ગોપાલ નમકીનના ફુડ પોસેસીંગની મુલાકાત લેતા કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઈ વાળા

કર્ણાટક રાન્નયના રાન્નયપાલશ્રી વજુભાઇવાળાએ આજ રોજ રાજકોટ સ્‍થિત જી.આઈ.ડી.સી મેટોડા ખાતે જાણીતી કંપની ગોપાલ નમકીનની મુલાકાત લીધી તેમજ તેના વિવિધ વિભાગોનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.કર્ણાટક રાન્નયના રાન્નયપાલશ્રી વજુભાઇવાળાએ આજ રોજ રાજકોટ સ્‍થિત જી.આઈ.ડી.સી મેટોડા ખાતે જાણીતી કંપની ગોપાલ નમકીનની મુલાકાત દરમ્‍યાન જણાવ્‍યું હતું કે ગુજરાતમાં આવી કંપનીઓના કારણે ગુજરાતનો વિકાસ વેગવંતો બન્‍યો છે.
આવી કંપનીઓની સ્‍થાપના થકી કર્ણાટક જેવા રાન્નય પણ વિકાસમાં મહત્‍વનો ભાગ ભજવી શકે તેમ છે તથા વિકાસને વેગવંતો બનાવશે તેમજ મહત્તમ લોકોને રોજગારી મળી શકશે. જેથી લોકોનો વ્‍યક્‍તિગત તથા સામુહીક વિકાસ ઝડપી બનશે. તેઓ રાજકોટ સ્‍થિત આવા સ્‍મોલ સ્‍કેલ અને મઘ્‍યમ કક્ષાના એકમોનો વિકાસને જોઇ હર્ષની લાગણી વ્‍યક્‍ત કરી હતી. આ મુલાકાત વેળાએ કંપનીના ડિરેક્‍ટરશ્રી બિપીનભાઇ હડવાણી, ઉચ્‍ ચ અધિકારીઓ તથા કર્મચારીગણ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રભ હતા.


અમરેલીની જિવાદોરી સમાન ભભ સાંતલી જળાશય યોજનાભભ સાકાર કરવા મુખ્‍યમંત્રીશ્રીને રજુઆત

અમરેલી,અમરેલી તાલુકાના બાબાપુર ગામ પાસે સાંતલી નદી ઉપર શાંતવી જળાશય નિર્માણ થાય તે માટે રાજયનાં મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીઅને નાયબ મુખ્‍યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલને રૂબરૂ મળીને તાલુકાનો કૃષિવિકાસ આગળ વધે અને પિવાનાં પાણીની સમસ્‍યા હલ થાય તે માટે રજુઆત કરવામાં આવી છે. તાજેતરમાં રાજયનાં કૃષિમંત્રીશ્રી વી.વી.વઘાસીયાનાં નેતૃત્‍વમાં જિલ્‍લા ભાજપનાં મહામંત્રી અને અમરેલી તાલુકાનાં યુવા આગેવાનશ્રી કૌશીક વેકરીયાએ તાલુકાની જિવાદોરી સમાન આ પ્રશ્‍ન હલ કરવા રજુઆત વેળાએ જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરા , જિલ્‍લા ભાજપ મહામંત્રીશ્રી રવુભાઈ ખુમાણ અને જિલ્‍લા ભાજપ મંત્રીશ્રી ભરત વેકરીયાએ મુખ્‍યમંત્રીશ્રીને મળીને તાલુકાનાં હીતમાં યોગ્‍ય નિર્ણય લેવા રજુઆત કરવામાં આવતા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આયોજના બાબતમાં હકારા પ્રતિભાવ આપીને તંત્રને યોગ્‍ય સુચના આપવામાં આવિ છે. તેમ જિલ્‍લા ભાજપનાં મહામંત્રીશ્રી કૌશીક વેકરીયાની અખબાર યાદીમાં જણાવાયું છે.


અમરેલીમા જીએસટી માર્ગદર્શન સેમીનાર યોજાયો

અમરેલી નાગરિક સહકારી બેંક ર્ેારા તા.1/7/ર017 થી નકત નો અમલ થતા વેપારીઓને કાયદાની સમજણ અંગે મુશ્‍કેલી થતી હોય જેઅંગે ગુજરાત તેમજ ઈન્‍ટરનેશનલ કક્ષાએ કાયદા અંગેના સેમિનારમાં લેકચર આપતા હોય તેવા વર્િેાન પી. કે. મોદીસાહેબ ( હબ) થ્‍ગ્‍િ થ્‍ગ્‍ઈિ-ભ્‍ઈ ?ઘ્‍બ્‍) થ્‍ખ્‍ઙ્ખત્‍વત્‍ઙ્ખ ના માગદશન સેમિનારનું આયોજન અમરેલી શહેરનાં માકેટયાશ્રઃના કમિશન એજન્‍ટ તેમજ ખરીદનાર વેપારીઓ, સોની મહાજન એશોસીએશન, ઓઈલ મિલર, જીનસ, સ્‍પીનીંગ મિલ, કરીયાણા એશોસીએશન, કાપડ એશોસીએશન, બિલ્‍ડર અશોસીએશન વિગેરે તમામ વેપારીઓને આગામી તા.9/7/ર017 ને રવિવાર નાંરોજ કડવા પટેલવાડી, હનુમાનપરા, અમરેલી ખાતે સાંજે 4-00 થી 7-00 આ સેમિનારમાં ખ્‍ત્‍મ્‍ઙ્ખદઃિ થ્‍-ત્‍ન્‍ઘ્‍ દ્યસઘ્‍. તેમજ વેપારીઓના પ્રશ્‍નોના જવાબ થ્‍ત્‍-વત્‍ખ્‍ત્‍ઋ થ્‍ત્‍જાન્‍ત્‍ દ્યસત્‍ઈ તેમજ અમરેલી નાગરિક સહકારી બેંક ર્ેારા બેંકના સભાસદોનાં સંતાનોને ઉચ્‍ચ અભ્‍યાસ થ્‍સ્‍:ગ્‍ જરૂરીયાત મુજબની એક ચ્‍વરત્‍સ્‍ભ્‍:ગ્‍ેિ રૂા. રપ/- લાખ સુધીની શૈક્ષણિક લોન તેમજ વેપારીઓના, વેપારને પ્રોત્‍સાહન આપવાના હેતુથી કેશ કે્રડીટ, હાઈપોથીકેશન, ઈન્‍ડસ્‍ટ્રીયલ લોન વિગેરે તમામ ધિરાણમાં રાષ્‍ટ્રીયકત તેમજ ખાનગી બેંકોની સમકક્ષ બેંકે વ્‍યાજદર તા.1/7/ર017 થી અમલ કરેલ હોય હઈહઈ જઈથઈ.ઈ માં ફકત ક્ષ્ક્ષ્ઈપપ્‍ અને એજયુકેશન ઉચ્‍ચ અભ્‍યાસ માટે રૂા.રપ/- લાખ સુધી ફકત ક્ષ્ક્ષ્પ્‍ નાં દર રહેશે. (ગ્‍ થ્‍ઋમ્‍ગ્‍ ભગ્‍ી)ત્‍િ (ઝિવ્‍ ખ્‍ગ્‍ગ્‍(ઝિ થ્‍ત્‍ચ્‍વડ્ડ)ત્‍ઝ બ્‍ત્‍ય્‍દ્યત્‍છગ્‍ ખ્‍ત્‍ચ્‍દ્યસભ્‍ થ્‍ત્‍-ભ્‍ દ્યસભ્‍ઈ અને આ લોનોક્રેડીટ રેટીંગના આધારે વ્‍યાજદર નકકી કરવામાં આવશે. જે અંગે વેપારીઓને માહિતી અને ખ્‍ત્‍મ્‍:ઙ્ખદઃિ આપવામાં આવેલ


અમરેલી જિલ્‍લા સહિત રાજયભરના શિક્ષકો આગામી તા.17 મીએ માસ સીએલ ઉપર જશે

અમરેલી,અમરેલી જીલ્‍લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ કલેકટરને આવદનપત્ર પાઠવી રજુઆત કરી હતી કે તા.3/3/17અને 31/5/17ની શિક્ષણ મંત્રી સાથેની સતાવાર મુલકાત બાદ વણ ઉકેલાયેલા પ્રશ્‍નોનો તાકીને ઉકેલ લાવવા માંગ કરી હતી જેમાં સાતમાં પગાર પંચના ઝડપી અમલીકરણ તેમજ ટ્રાન્‍સપોર્ટ એલાઉન્‍સ લાભ ગ્રાન્‍ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી તથા પાંચ શિક્ષકો વચ્‍ચે એક શિક્ષક આપવા અને ટાંટની પરીક્ષા આપેલ હોય તેવોને પાંચ વર્ષની સમય મર્યાદા વધારવા સહિતના પ્રશ્‍નો ઉકેલવા માંગ છતાં ઉકેલ ન આવતા સંકલન સમીતીની મીટીંગમાં તબક્કાવાર કાર્યક્નમ જાહેર થયો છે.જેમાં 27/6/17 ના રોજ મુખ્‍યમંત્ર્ી સહિતને આવેદન આપ્‍યા બાદ ખેલમહાકુભનો બહિષ્‍કાર, બોર્ડ સભ્‍યો દ્વારા બોર્ડને બાદ આજે તા.10/7/17 ના રોજ મોૈનધરણા સાથે આવેદનપત્ર બાદ હવે 17/7/17 ના રોજ રાજયની તમામ ગ્રાન્‍ટેડ શાળા શિક્ષકો અને કર્મચારીઓ માસ સીએલ ઉપર જશે તા.18/7/17 થી 31/7/17 સુધી અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા ચારેયમાં સંકલન સમીતીની જાહેર સભાઓ અને ઉકેલ ન આવે તો 10મી ઓગસ્‍ટે મહારેલી યો જહશે તેમ અઘ્‍યક્ષ જયસુખભાઇજસાણી, અરુનભાઇ પટેલ, પ્રવીણભાઇ વસરા, અજીતસિંહ ગોહિલ, તુલશીભાઇ મકવાણા, ધીરજલાલ તળાવીયા, રોહિત મહેતા અને આર.ડી.વીસાવડીયાએ જણાવ્‍યુ છે.


અમરેલીમાં જન જાગૃતિ અભિયાન શરૂ કરતુ ડાયનેમીક ગૃપ

અમરેલી વિવિધ આંતરરષ્‍ટ્રીય દિનની ઉજવણીના માઘ્‍યમથી અમરેલી શહેરમાં વિધવિધ પ્રવૃતિ કરતિ ડાયનેમિક ગૃપ ઓફ સાયન્‍સ ખાતે વિશ્‍વ વસ્‍તિ દિન ઉજવણી નિમિતે પાણી બચાવો જાગૃતિ માર્ગદર્શન સેમિનાર તથા જાગૃતિ અભિયાનનો કાર્યક્નમ ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ટ્રસ્‍ટી વસંતભાઇ મોવલીયા તથા જીલ્‍લા બિલ્‍ડર્સ એસોના પ્રમુખ દિનેશભાઇ બાભરોલિયાના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો. જેમા લાયન્‍સ કલબ ઓફના પ્રમુખ કાંતિભાઇ વધાસિયા, રોટરી કલબના પ્રમુખ જીતેન્‍દ્રભાઇ વેકરીયા ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્નમના પ્રારંભે સ્‍કુલકેમ્‍પસ ડાયરેકટ નિલેશભાઇ ગજેરાએ શમ્‍દોથી સ્‍વાગત કર્યુ હતુ. તથા પ્રાસંગીક ઉદ્‌બોધન ડાયનેમિક ગૃપ અમરેલીના પ્રમુખ હરેશભાઇ બાવીશીઅી વિશ્‍વ ભારત તથા ગુજરાતની વસ્‍તીનો ચિતાર આપીને વધતિ વસ્‍તી વિસ્‍ફોટથી ભવિષ્‍યની સમસ્‍યાઓનું અનુસંધાન કરીને પાણી તથા પર્યાવરણની જાળવણીનું મહત્‍વ દર્શાવી પ્રવચન કર્યુ હતુ. કાર્યક્નમના અઘ્‍યક્ષ સ્‍થાનેથી વસંતભાઇ મોવલીયાએ ઉપસ્‍થિત સૌને વિશ્‍વ વસ્‍તિદિન ઉજવણીની શુભકામના પાઠવીને પ્રોત્‍સાહન આપ્‍યુ હતુ. કાર્યક્નમાના અંતે શાળાના 600 વિદ્યાર્થી ભાઇઓ બહેનો, શિક્ષકો તથા ઉપસ્‍થિત મહેમાનોએ પાણી બચાવો જીવન બચાવો નન સંકલ્‍પો લીધા હતા. કાર્યક્નમમાં આભાર દર્શન કેમ્‍પનના ડાયરેકટર કેતનભાઇ સભાયા તથા સમગ્ર સેમિનારનું સુંદર સંચાલન અદિનિબેન જોષીએ હતુ.


પ્રધાનમંત્રીશ્રીની આવાસ યોજના હેઠળ મફત પ્‍લોટોની ફાળવણી

ખાંભા તાલુકાના લાભાર્થીઓ માટે તા.27/6 ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના તળે ખાંભા તા.પં. ના પ્રમુખ પારૂલબેન ભુપેન્‍દ્રભાઇ બોરીસાગર, તાલુકા વિકાસ અધિકારી જનકભાઇ ભટ્ટ દ્વારા લેન્‍ડ કમિટી બોલાવી આપવા પાત્ર અરજદારોને મફત પ્‍લોટો મંજુર કરી કમ્‍જા સોપી આપેલ છે. જેનાથી અરજદારોમાં ખુશીની લાગણી ફેલાય હતી. અને તા.પં.ના પ્રમુખ અને ટી.ડી.ઓ.ની પ્રસંશનીય કામગીરીને બીરદાવી હતી. તેમ રૂચિત મહેતાની યાદીમાં જણાવાયુ છે.


અમરેલીમાં કલાઇમેટ ચેન્‍જ પ્રદર્શન ખુલ્લુ મુકતા કલેકટરશ્રી

અમરેલી,અમરેલી જીલ્‍લા કલેકટરશ્રી સંજય અમરાણીએ નૂતન હાઇસ્‍કુલ અમરેલી ખાતે ગ્‍લોબલ વોર્મિગ અને કલાઇમેટ ચેન્‍જ લોક જાગૃતિ પ્રદર્શનને ખુલ્‍લુ મુક્‍યુ હતુ. કલેકટરશ્રી અમરાણીએ જણાવ્‍યુકે ગ્‍લોબલ વોર્મિગ અને કલાઇમેટ ચેન્‍જની વૈશ્‍વિક સમસ્‍યાનો અસરકારક ઉકેલ લવવા ગુજરાત રાજય કટિબઘ્‍ધ છે. વર્ષ-2009 માં ગુજરાત રાજયમાં કલાઇમેટ ચેન્‍જ વિભાગની સ્‍થાપના થયેલી છે. પુનઃપ્રાપ્‍ય ઉજાના વ્‍યાપક ઉપયોગ તથા કલાઇમેટ ચેન્‍જની જટીલ સમસ્‍યાના સમાધાન માટે પુનઃ પ્રાપ્‍ય ઉર્જાના સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રજાજનો સકિ્નય થઇ રસ લઇને સૂર્ય અને પવન ઉર્જાના સાધનોનો વધુમાં-વધુ ઉપયોગ કરે તે માટે આ પ્રદર્શન ઉપયોગી અને માહિતીસભર છે. કલાઇમેટ ચેન્‍જ વિષયની વૈજ્ઞાનિક માહિતી અને વિભાગની યોજનાઓની માહિતી લોકો સુધી પહોચે તે હેતુથી અમરેલી જીલ્‍લામાં ત્રિ-દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યુ છે. વધુમાં-વધુ લોકોને આ પ્રદર્શન નિહાળે તેમાટે કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક બી.એસ.બસીયા, નિલેશભાઇ, કલાઇમેટ ચેન્‍જ વિભાગ-ગાંધીનગરના મુકેશભાઇ શાહ, શ્‍વેતલભાઇ શાહ, નૂતન હાઇસ્‍કુલના આચાર્યશ્રી ઉપરાંત શાળાના અધિકારશ્રી, કર્મચારીશ્રીઓ તેમજશાળાના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.


11-07-2017

thumbnail of 11-10-17