Main Menu

Wednesday, July 12th, 2017

 

રાજુલા જાફરાબાદ માં નશાકારક બોટલોનું વેચાણ બંધ કરવો

રાજુલા જાફરાબાદ તાલુકા અને દરિયા કાંઠે નશાકારક કોલા વોટર મેડિકલ માંથી વેચાતી બોટલો બંધ કરવા મહિલા ઓ મેદાન માં આવી નશાકારક બોટલ બંધ કરો ના નારા સાથે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી રજૂઆત કરતા પ્રાંત અધિકારી દિલીપ સિંહ વાળા એ તપાસ ના આદેશો આપ્‍યાઆવતી કાલ થી વિક્‍ટર સહીત શહેર માં ગેરકાયદેસર વેહચાન પર થશે કાર્યવાહી ફ્રુડ એન્‍ડ ડ્રગ વિભાગ ને જાણ કરી તપાસ કરવા પ્રાંત અધિકારી ની સૂચના નશીલું પદાર્થ બંધ નહીં થાય તો મહિલા ઓ ગાંધીનગર જશે પરિવાર નો આ પીવા થી થાય છે
નાશ અનેક લોકો આ કોલા વોટર પીવા થી મોત ને ભેટ્‍યા છે વિક્‍ટર ખેરા સાંચબંદર સહીત ના ગામડા માં કોલવોટર પીધા પછી થાય છે ધમાલો ગામ માં રાત્રે કોઈ નીકળવા તૈયાર નથી કેટલીક વખત પોલીસ પેટ્ર્‌લિંગ નાઈટ માં વધારવું પડે છે રાજુલા જાફરાબાદ માં છેલ્લા ઘણાં સમય થી દારૂ નું પ્રદુષણ પોલીસ એ ડામી દીધું છે જેના કારણે લોકો નવી લતે સડ્‍યા છે અને આ લત ભયાનક સાબિત થાય છે આ વિસ્‍તાર માં કેટલાક લોકો એવા છે જે નશો કર્યા વગર રહેતા નથી તેનો પરિવાર લાચાર થયો છે તો કેટલાક પરિવાર નો આ લત ના કારણે નાશ થયો છે જેને લઇ ને કેટલીક મહિલા ઓ એ આની સામે પ્રથમ વખત બાયોસડાવી છે અને આ કોલાવોટર બંધ કરવા જીદ પકડી છે આજે વિક્‍ટર ખેરા સહીત અનેક ગામડા ની મહિલા ઓ રાજુલા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્‍યું હતું અને આ નશીલી પદાર્થ વાળી બોટલ બંધ કરી ના નારા સાથે રોષ પૂર્ણ મહિલા ઓ ઘસી આવી હતી અને પ્રાંત અધિકારી દિલીપ સિંહ વાળા એ તમામમહિલા ઓ ની વેદના સાંભળી ચોકી ઉઠીયા હતા આ પ્રકાર ની બોટલ બંધ કરવા અને કાર્યવાહી કડક હાથે લેવા ખાતરી આપી હતી ત્‍યારે આ મામલો શાંત પડ્‍યો હતો મહત્‍વ ની વાત તો એ છે કેટલીક અંધ મહિલા ઓ પણ આવેદન પત્ર દેવા આવી હતી અને ભારે આઠ્ઠોશ સાથે વેદના રજૂ કરતા સમગ્ર પ્રાંત કચેરી ના અધિકારી કમર્ચારી ઓ હરકત માં આવી ગયા હતા સાથે પીપાવાવ મરીન પોલીસ અધિકારી સાથે પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો હતો અને પ્રાંત અધિકારી દ્વારા તાત્‍કાલિક ફ્રુડ એન્‍ડ ડ્રગ વિભાગ ને જાણ કરી આવતી કાલે બને તાલુકા ઓ માં દરોડા પાડવા સૂચના આપી છે જરૂર પડશે ત્‍યાં પોલીસ સાથે રહશે અને કડક હાથે કામગીરી લેવા આદેશો આપ્‍યા છે બીજી તરફ હાલ માં ઉદ્યોગ ગૃહો માં પરપ્રાંતી માણસો માં પણ મોટાભાગે આ પ્રકાર નું સેવન વધી રભ્‍ું છે
કેટલાક કંપની વિસ્‍તાર માં પણ વેચાણ થાય રભ્‍ું છે હાલ ખુલે આમ પ્રકાર નું વેચાણ થઈ રભ્‍ું છે તંત્ર હરકત માં આવી દરોડા પાડે તો મોટા પ્રમાણ માં નશાકારક બોટલો ઝડપાય તેમ છે બીજી તરફ સમાજ માં ચિંતા નો વિષય તો એ છે પુરુષો ની પત્‍ની ઓ સાસરે રહેવા તૈયાર નથી આ પ્રકાર ની ભયાનક પરિસ્‍થિતિ નું નિર્માણ થયું છે સમાજ ના આગેવાનો સંસ્‍થા સહીત જાગૃત લાવવા ની જરૂર છે ખાસ કરી દરિયાકાંઠા ના ગામડા ઓ વિક્‍ટર સંચબંદર ખેરા સમઢીયાળા સહીત અનેક ગામો માં ભારે મુશ્‍કેલી છે ઘર ની મહિલા ઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે તંત્ર વહેલી તકે કુંભકરણ નિંદ્રા માંથી જાગી તપાસ કરે તેવી માંગ ઉઠી છે પોલીસ તંત્ર પણ લાચાર બન્‍યું છે


અમરેલીના વિકાસ પ્‍લાનને મંજુરીની મહોર મારતી રાજય સરકાર

અમરેલી,અવિકસીત કે, અર્ધ વિકસીત તરીકેની મથરાવતી ધરાવતુ અમરેલી શહેર હવે સવલત અને સુવિધાઓથી સજ્જ બનશે અને તે માટે રાજયની ભાજપ સરકાર દ્રારા જુના વિકાસ પ્‍લાનને રીવાઈઝ કરી નવા પ્‍લાનને મંજુરીની મહોર મારવામા આવી છે તેથી આગામી સમયમા અમરેલીના વિકાસને વેગ મળશે. રપ વર્ષ જેટલા લાંબા ગાળાને ઘ્‍યાને લઈ નવા વિકાસ કામોનુ આયોજન થનાર હોય વિકાસ કામ લાભ કારક બની રહેશે. અમરેલી માટે સોનાનો સુરજ કહી શકાય તેવો નિર્ણય રાજય સરકાર દ્રારા કરવામા આવતા નાફસ્‍કોબના ચેરમેન અને પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીએ રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્‍યમંત્રી નિતીનભાઈ પટેલને અભિનંદન પાઠવવા સાથે રાજયની ભાજપ સરકારની લોકાભીમુખ સેવાની સરાહના કરી છે તેમ કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે.


સાવરકુંડલામાં માનવ મંદીરે નાસીર ટાંકના જન્‍મદિવસની ઉજવણી કરાઈ

સાવરકુંડલાલસૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાન્નય માં ખ્‍યાતિ પ્રાપ્ત સંસ્‍થા જે પરિવાર પણ હૂંફ, પ્રેમ, લાગણી ન પુરી પાડી શકે તેવી દિવ્‍યાંગો ની સાર સંભાળ રાખતી આ સંસ્‍થા એટલે અમરેલી જિલ્લા ના સાવરકુંડલા તાલુકા નું માનવ મંદિર જે દિવ્‍યાંગો ને ત્‍યાંના સ્‍થાપક સંચાલક પ.પૂ. ભક્‍તિરામ બાપુ અહીં રહેતા નિરાધાર માનસિક દિવ્‍યાંગો ને હરિ ના બાળકો* નામના ઉપનામ થી બોલાવે છે અતિ રમણીય અને શાંત પરિસર મા સ્‍થપાયેલી આ સંસ્‍થા માં હરિના બાળકો પ.પૂ.ભક્‍તિરામ બાપુ અમરેલી ના યુવા વિધાયક મારા માર્ગદર્શક સ્‍નેહી શ્રી પરેશભાઈ ધાનાણી ભાઈ શ્રી સમીરભાઈ કુરેશી તેમજ અસંખ્‍ય* લોકો ની ઉપસ્‍થિતિ મા કેક કાપી ચોકલેટ વિતરણ તેમજ ઉપસ્‍થિત તમામ લોકો ની સાથે ભોજન લેવા નું પુણ્‍ય પ્રાપ્ત થયું. મારા જીવન ના નવા વર્ષ ના પ્રારંભે મને માનવ મંદિરમાં મારા જન્‍મ દિવસ ની ઉજવણી કરવા નું સૌભાગ્‍ય પ્રાપ્ત થયું તે હંમેશા મારાજીવન માં સુવર્ણ અક્ષરે પ્રસ્‍થાપિત થયેલું રહેશે.


ધોરણ 6 થી 8 ના બાળકોએ એન્‍જલ સીને વર્લ્‍ડ તથા રેડોકોર્નર સીનેમામાં આઇએમકલામ ફિલ્‍મ નિહાળી

અમરેલી,
ગુજરાત રાજય બાળ ફિલ્‍મ મહોત્‍સવ અંર્તગત અમરેલી નગર પ્રા. શિક્ષણ સમિતી અમરેલી શાળાઓના ધો.6 થી 8 ના બાળકોને અમરેલીના એન્‍જલ સીને વર્લ્‍ડ તથા રેડકોર્નર સીનેમા-2 સ્‍ક્નીન ઉપર આજ તા.10/7/17 સવારે 10:00 કલાકે આઇ.એમ. કલામ બાળફિલ્‍મ દર્શાવવામાં આવી 375 બાળકો ઉપરાંતશિક્ષકોએ ફિલ્‍મ માણી હતી.
નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જે.પી. સોજીત્રા તેમજ શાસનાધિકારી શ્રી એમ.ડી. ચુડાસામા સમિતીના સદસ્‍ય એન્‍જલ સીને વર્લ્‍ડ ખાતે ઉપસ્‍થિત રહી બાળકોની સાથે જ આખી ફિલ્‍મ માણી હતી. તા.10/7/17 થી 15/7/17 એમ છ દિવસ સુધી જુદી-જુદી બાળફિલ્‍મો દર્શાવવામાં આવશે બાળકોને ખુબ જ પ્રેરણારૂપ બનતી આ બાળફિલ્‍મો નિહાળવામાં આ સમિતીનો એક પણ બાળક વંચિત ન રહે તેની કાળજી લેવામાં આવી રહી છે.


અમરેલીમાં વિજ પ્રશ્‍નો ઉકેલવા લોકદરબાર યોજાયો

અમરેલી,
આજરોજ તા.10/7/2017 ના રોજ અમરેલી વિભાગીય કચેરી-1 પી.જી.વી.સી.એલ.ખાતે અમરેલી શહેર પેટા વિભાગ અને અમરેલી ગ્રામ્‍ય પેટા વિભાગ,પી.જી.વી.સી.એલ.ને લગતા વીજળીના પ્રશ્‍નો અંગે લોકદરબારનું આયોજન અધિક્ષક ઇજનેરશ્રી કે.વી.ભટ્ટના માગદશરન હેઠળ કાર્યપાલક ઇજનેરશ્રી કે.આાર.પરીખની અઘ્‍યક્ષામાયં યોજવામાં આવેલ.આ લોકદરબારમાં શ્રી સામતભાઇ જેબલીયા, શાંતિલાલ રાણયા, હર્ષીતભાઇ અસલાલીયા, નંદલાલભાઇ ભડકણ, દીલીપભાઇ કાછડીયા, કથીરીયા-કથીરીયાપરા, લાભુભાઇ સાવલીયા, આર.સી.ધાનાણી, બહારપરા, ધનશ્‍યામભાઇ સોરઠીયા, મગનભાઇ હરખાણી, પ્રવીણસિંહ ઝાલા વિગેરે ઉપસ્‍થિતિ રહેલા તથા પીજીવીસીએલ તરફે નાાયબ ઇજનેર, ટાઉન કાલાણી અને નાયબ ઇજનેર ગ્રામ્‍ય, પરમાર પ્રશ્‍નો સાંભળવા અને નિરાકરણ માટે ઉપસ્‍થિતિ રહેલ.આ લોકદરબાર અંતગર્ત વિભીગીય કરવું, અમરેલી શહેર અને ગ્રામ્‍ય પેટા વિભાગનું વિભાજન કરવું.સબડીવીઝ કચેરીના ગ્રાહકો સુવિધા કેન્‍દ્રમાં મોબાઇલ ફોન આપવા સોલાર વિજ જોડાણમાં લોકવધારો કરી આાપવા જેથી નિતી વિષયક પ્રશ્‍નો તેમજ વ્‍યકિતગત પ્રશ્‍નોનન્‍ે ચર્ચા કરવામાં આવી.આ ઉપરાંત વિજ ગ્રાહકોને ઉપયોગી એવી માહિતીની ચર્ચા કરવામાં આવી.ખેડુતોને ખેત વિષયક વિજ જોડાણમાં બે મોટર વાપરવા માટે લોડવધારો નિયમીત કરાવી લેવા જણાવવામાં આવ્‍યું.એક જ સર્વે નંબરમાં આઠ એકરથી વધુ જમીન માટે બીજા વિજ જોડાણની અરજી કરી શકાશે.સોલાર વિજપંપ,સોલાર રૂફ ટોપ, કનેકશનો, હોમ લાઇટ માટે માર્ગદર્શન આપવામાં આવ્‍યું.ગામળત બહારના વિસ્‍તારોમાં રહેણાંક-કોમર્શિયલ-ઓદ્યોગિક વિજ જોડણ આપવા માટેની કાર્યપઘ્‍ધતી ની સમજણ આપવામાં આવી.વિજ બચત માટે પાવર સેવર એલઇડી લેમ્‍પ, ટયુબલાઇટ, પંખા વાપરવાની હિમાયત કરવામાં આાવી.વિજ સલામતિ માટે વીજ જોડાણમાં સરકીટ બ્રેકર લગાડવું, ખેતીવાડી જોડાણોમાં સ્‍ટાર્ટરના ઢાંકણાં ખુલ્‍લા ન રાખવા, કપડાં સુકવાની દોરી, લોખંડને બદલે પ્‍લાસ્‍ટીકની બાંધવી, વિજ લાઇનની નીચે કે તદ્દન નજીક મકાન બાંધકામ ન કરવું.માલ ઢોરને ખેતરમાં વિજ લાઇનના પોલ લાઇના કે તાંણીય સાથે ન બાંધવ, ખેતરની ફરતે ફેન્‍સીંગમાં વીજ પ્રવાહનો શોટ ન મુકવો.ભીના હાથે સ્‍વીચોને ન અડકવું વિગેરે જેવી બાબતોની વિસ્‍તાતપુર્વક ચર્ચા કરવામાં આવેલ હતી.


ભાજપની સરકાર શિવભક્‍તોને સુરક્ષા દેવામાં નિષ્‍ફળ ગઇ છે : પ્રતાપ દુધાત

અમરેલી,
અમરનાથ યાત્રીકો ઉપર થયેલા હુમલાને વખોડી અમરેલી જીલ્‍લાના યુવાન કોંગ્રેસી આગેવાન શ્રી પ્રતાપ દુધાતે આંતકી સામે કાર્યવાહી કરવા અથવા કેન્‍દ્રની અને ભાજપની ભાગીદારી વાળી કાશ્‍મીર સરકારને રાજીનામા આપી દેવા જણાવ્‍યુ છે.
શ્રી દુધાતે જણાવ્‍યુ છે કે બન્‍ને ભાજપની સરકાર શિવભક્‍તોને સુરક્ષા દેવા નકામી સાબીત થઇ છે. કોંગ્રેસની સરકાર વખતે શિખામણ આપનાર હવે કામકરી બાતવેતો તેને રોકનાર કોણ છે?


12-07-2017

thumbnail of 12-7-17