Main Menu

Saturday, July 15th, 2017

 

અમરેલીની સિવિલ હોસ્‍પિટલ ખાનગી સંસ્‍થાને સોંપવા સામે આંદોલનના મંડાણ

અમરેલીની ગાયકવાડ સમયની અને હાલમાં જિલલની 1પ લાખની જનતા માટેની એકમાત્ર સિવિલ હોસ્‍પિટલ ખાનગી સંસ્‍થાને સોંપી દેવા સામે અમરેલીમાં સિવિલ બચાવ સમિતિ દ્વારા રાજકમલ ચોકમાં છાવણી નાખીને આંદોલનના મંડાણ કરાયા છે. 18મી સુધીમાં રાન્નય સરકાર દ્વારા હોસ્‍પિટલનું સંચાલન સંસ્‍થાને સોંપવાનો નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો 19મીથી જલદ કાર્યઠ્ઠમો આપવાની ચીમકી આપવામાં આવી છે. અમરેલીમાં રાન્નય સરકાર દ્વારા મેડિકલ કૉલેજ મંજૂર કરાયા બાદ સિવિલ હોસ્‍પિટલ જમીન, બાંધકામ અને સ્‍ટાફ સાથે શાંતાબેન હરિભાઇ ગજેરા ચેરિટેબલ ટ્રસ્‍ટ, સુરતને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. જેની સામે ઉગ્ર વિરોધ વંટોળ વચ્‍ચે સિવ્‍લ બચાવ સમિતિ દ્વારા રાજકમલ ચોકમાં આજે પ્રતિક ધરણા, જાહેરસભા, તથા રેલી યોજીને આંદોલનના મંડાણ કરવામાં આવ્‍યા છે.
સમિતિ દ્વારા બપોરથી છાવણી નાખીને સિવિલ મુદ્યે સમર્થન માટે મોટી સંભમાં લોકોની સહીઓ એકત્રિત કરવા માટે ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. સાંજે પ કલાકે આરટીઆઇ એક્‍ટિવિસ્‍ટ અને આંદોલનના નેતા નાથાલાલ સુખડીયાની આગેવાનીમાં જાહેરસભા યોજવામાં આવીહતી. આ જાહેરસભામાં સુખડીયાએ જણાવ્‍યુંકે, અમરેલીની સિવિલ હોસ્‍પિટલ 1966થી છે અને ગુજરાતના પ્રથમ મુખ્‍યમંત્રી ડૉ. જીવરાજ મહેતાની દેન છે. ડૉ. જીવરાજ મહેતાની એક સંસ્‍થા અને તેની જમીન પર આ સંસ્‍થાએ કબજો જમાવી લીધા બાદ હવે સિવિલ હોસ્‍પિટલ પર કબજો જમાવ્‍યો છે. અમરેલી જિલ્લાની 1પ લાખની જનતા માટે જિલ્લામાં એકમાત્ર સિવિલ છે અને તે ખાનગી સંસ્‍તહને ધરી દેતા પહેલા અમરેલી જિલ્લાની પ્રજાના મતો લેવાનું પણ મુનાસિબ ગણવામાં આવ્‍યું નથી. જે ટ્રસ્‍ટને આ હોસ્‍પિટલ સોંપવામાં આવી છે તે ટ્રસ્‍ટ કોઇ જાહેર ટ્રસ્‍ટ નથી પણ વ્‍યક્‍તિગત કુટુંબનું ટ્રસ્‍ટ છે. તેના પાંચ ટ્રસ્‍ટીઓ પાંચ સગા ભાઇઓ છે. અમરેલી સિવિલ હોસ્‍પિટલ કેંપસમાં 64 વીઘા સરકારી જમીન છે અને હાલમાં તે જમીનની કિંમત જ અબજો રુપિયાની છે જે માત્ર એક રુપિયાના ટોકન ભાવે ખાનગી સંસ્‍થાને આપી દેવામાં આવી છે. સંસ્‍થા વતનના રતન હોય અને અમરેલી જિલ્લાનો વિકાસ કરવો જ હોય તો સરકારી જમીનમાં પોતાના પૈસે મેડિકલ કોલેજ બનાવી આપીને વિકાસ કરવો જોઇયે તેના બદલે વિકાસના નામે અબજો રુપિયાની જમીન પર કબજો જમાવી દીધો છે. અમરેલીમાં ન્નયારે જળ હોનારત થઈ ત્‍યારે તો વતન યાદ આવ્‍યું નહોતું અને હવે અબજોની જમીન મેળવવાની છે ત્‍યારે જ વતન કેમ યાદ આવી ગયું? તેવા પણ સવાલો ઊઠાવ્‍યા હતા.સિવિલ બચાવ આંદોલન સમિતિ દ્વારા રાન્નય સરકારને આગામી તા.18મી સુધી સિવિલ હોસ્‍પિટલ સંસ્‍થાને સોંપવાનો ઠરાવ રદ્ય કરવા માટે મહેતલ આપવામાં આવી છે. ત્‍યાર બાદ રાજકમલ ચોકમાં ફરીથી છાવણી નાખીને આંદોલન શરુ કરાશે અને આઠ્ઠમક કાર્યઠ્ઠમોની જાહેરાત કરવામાં આવશે. સમિતિ દ્વારા રાજકમલ ચોકમાંથી વિશાળ રેલી કાધીને કલેક્‍ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્‍યું હતું.
આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્‍યું છે કે, અમરેલી જિલ્લાની સંપૂર્ણ સુવિધા ધરાવતી એકમાત્ર સિવિલ હોસ્‍પિટલ માટે રાન્નયના પ્રથમ મુખ્‍યમંત્રી ડૉ. જીવરાજ મહેતાના સમયમાં 38.30 એકર જમીન ફાળવવામાં આવી હતી. 1પ એકર જમીનમાં રેડઠ્ઠોસ, ટીબી હોસ્‍પિટલ, આરોગ્‍ય અધિકારીની કચેરી, નર્સિંગ હોસ્‍ટેલ, ટ્રોમા સેંતર, દર્દીઓના ભોજન માટે રસોડુ, હોસ્‍પિટલ અને તેમાં કરોડો રુપિયના સારવારના સાધનો વગેરે આવેલા છે. આ બધી જ મિલકત ખાનગી સંસ્‍થાને માત્ર 1 રુપિયો લઈને મનસ્‍વી રીતે સોંપી દેવામાં આવી છે. આ ટ્રસ્‍ટને હોસ્‍પિટલ ચલાવવાનો કોઇ જ અનુભવ નથી તમ છતાં અમરેલીની ભોળી જનતાની અસ્‍કયામતો ઉદ્યોગપતિને પધરાવી દેવામાં આવી છે. જો તાત્‍કાલીક આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચીંઘ્‍યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવીછે.


અમરેલીમાં આજે સહકાર સંમેલન

અમરેલી,અમરેલીમાં નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના નેતૃત્‍વમાં સહકાર પરિવાર દ્વારા અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક અમરેલી જીલ્‍લા દુધ ઉત્‍પાદક સહકારી સંઘ અને અમરેલી જીલ્‍લા સહકારી ખરીદ વેચાણ સંઘ સહિતની સંસ્‍થાઓની વાર્ષિક સાધારણ સભાઓ સાથે સહકાર સંમેલન આજે તા.15/7/17ને શનિવાર સવારે 10:00કલાકે નવુ ખેડૂત તાલીમ કેન્‍દ્ર લીલીયા રોડ અમરેલી ખાતે મળશે જેના અઘ્‍યક્ષ પદે કેન્‍દ્રીય કૃષિમંત્રી શ્રી રાધામોહનસિંગ અને ઉદ્દઘાટક તરીકે કેન્‍દ્રીય કૃષિ રાજય મંત્રી અને ભાજપના રાષ્‍ટ્રીય ઉપાઘ્‍યક્ષ પરશોતમભાઇ રૂપાલા તેમજ જિલ્‍લા બેંકના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, રાજય સહકારી સંઘના ચેરમેન ઘનશ્‍યામભાઇ અમીન, ગુજરાત મીલ્‍ક માર્કેટીંગ ફેડરેશનના એમ.ડી. આર.એસ.સોઢી, અમરેલી જિલ્‍લા સહકારી ખ.વે.સંઘના ચેરમેન શરદભાઇ લાખાણી અને અમરેલી જિલ્‍લા દુધ ઉત્‍પાદક સહકારી સંઘના ચેરમેન અશ્‍વિનભાઇ સાવલિયા ઉપસ્‍થિત રહેશે. વિશાળ સહકાર સંમેલનમાં મંડળીઓના પ્રતીનીધીઓ, સભાસદો અને જિલ્‍લાભરના ખેડુતોને ઉપસ્‍થિત રહેવા શ્રી શરદભાઇ લાખાણી, શ્રી અશ્‍વિનભાઇ સાવલીયાએ જણાવ્‍યું છે.


રાજુલામાં ગટરનું ગંદુ પાણી ડેમમાં છોડાયું

રાજુલામાં ભુર્ગભ ગટરનું પાણી ડેમમાં છોડાતા ભારે રોષ વ્‍યાપી જવા પામ્‍યો છે. આગેવાનો આજે ગટરના સંપે દોડી ગયા હતા. ભુર્ગભગટર બાબતે ગેરરીતીમાં તપાસ કરવા માંગ કરી હતી. જાણવા મળતી વિગત મુજબ રાજુલાના આગરીયા જકાતનાકે ભુર્ગભ ગટરનો મહાકાય સંપ બનાવવામાં આવ્‍યો છે. આ સંપમાં શહેરના ગટરનું પાણી ભેગું થાય છે. હાલ હજુ ભુર્ગભગટર વિધિવત ચાલુ કરવામાં આવેલ નથી. પણ અમુક વિસ્‍તારમાં આ ભુર્ગભ ગટરના જોઇન્‍ટ આપી દેવામાં આવ્‍યા છે. આ ગટરનું પાણી અહીં ગટરના સંપમાં આવતા અહીં ભરાવો કરવાને બસલે સીધું જ નજીકમાં ખાખબાઇ ડેમમાં છોડાતા ભારે રોષ વ્‍યાપી ગયોછે.આ બાબતે આગેવાનો શ્રી છત્રજીતભાઇ ધાખડા, કરણભાઇ કોટડીયા સહિતના આ ગટરના સંપે દોડી ગયા હતા.આ પાણીના ડેમમાં ન નિકાલ બાબતે રજુઆત કરવામાં આવી હતી.
વધુમાં આગેવાનોએ જણાવ્‍યું હતુ કે રાજુલામાં આકાર પામેલી 40 કરોડની આ ભુગર્ભ ગટરના કામમાં બેફામ ગેરરિતી કરવામાં આવી છે ત્‍યારે ઉચ્‍ચસ્‍તરેથી તપાસ કરવા ઉગ્ર રજુઆત કરી હતી.આગામી સમય ઘટતા પગલા ભરવામાં નહિ આવે તો જલદ આંદોલનની ચિમકી આપવામાં આવી છે. અત્રે નોંધનીય બાબત છે કે છેલ્લા ચાર વર્ષથી ભુગર્ભ ગટરના કામ ચાલુ છે ત્‍યારે હવે આખી ભુગર્ભ ગટર તૈયાર થઇ ચુકી છે.હવે ઘરના કનેક્‍શનો બાકી છે ત્‍યારે આખું કામ પુર્ણ થયા બાદ ગટરની ગેરરીતી બાબતે રજુઆત થાય અને અગાઉ કોઇ જવાબદાર સંસ્‍થાઓએ અવાજ ઉઠાવ્‍યો ન હતો ત્‍યારે ઘો છુટયા બાદ હવે તબેલાને તાળા જેવો ઘાટ સર્જાયો છે.આજે ડેમમાં ભુગર્ભ પાણી પાઇપલાઇન મારફત ઠલવાતું હોય જે વાત મહિલાઓમાં પહોંચતા ડોર ટુ ડોર મહિલાઓએ આ પાણી સામે ભારે રોષ ફેલાયો છે.બીજી તરફ મહિલા મંડળના અગ્રણીઓ દ્વારા તેવું પણ જણાવેલ છે કે આ પાણીથી ભયંકર રોગચાળાની દશેહત છે ત્‍યારે આરોગ્‍ય તંત્ર અને જિલ્લા કલેક્‍ટર ખાસ તપાસ ટીમ નીમે તેવી માંગણી શહેરીજનોમાંથી ઉઘી છે.આવાત બાદ મહિલા પણ પાણી નગરપાલિકાનું વાપરવાને બદલે બોરીંગનું પાણીનો ઉપયોગ કરવા મંડયા છે.


અમરેલીથી રાજકોટ જુનાગઢ કે પોરબંદર જવા રાત્રે એક પણ બસ નથી

અમરેલી, અમરેલીની પ્રજા એટલી સહનશીલ છે કે ગમે તેવી મુશ્‍કેલ આવે તો પણ અડીખમ રહે છે.લોકો ગમે તેવી મુશ્‍કેલી સહન કરી લે છે.તે પ્રાથમિક સુવિધા પણ જરૂરી છે.લોકોને આઘુનિક બસસ્‍ટેન્‍ડની જરૂર નથીપણ ધક્કા ન મારવા પડે તેવી બસ તો આપો તેવો આર્તનાદ લોકોમાં ઉઠયો છે.કારણકે અમરેલી એકમાત્ર એવું જિલ્‍લામથક છે કે ત્‍યાંથી રાત્રે બહાર નીકળવું મુશ્‍કેલ છે કારણકે અમરેલી થી રાજકોટ જવું હોય તો રાત્રે પોણાં દસ પછી એક પણ બસ ન હોવાથી બસસ્‍ટેનડમાં જ સવારના પાંચ વાગ્‍યા સુધી રઝડવું પડે છે.એજ રીતે જલસો સવા નવની જુનાગઢ જવાની એ પછી એક પણ બસ નથી તેવી હાલત ભાવનગરની છે.કારણકે ભાવનગર માટે રાત્રેની એક પણ બસ નથી.અમરેલીથી રાજકોટ વધુ નજીક હોવાથી વ્‍યવહાર વધારે છે.પણ સારા નરસા કામે કાલ રાત્રીના બસ ન મળે તો લોકો જાય કયાં ? અહિં થી રાજકોટ ભાવનગર પોરબનદર કે જુનાગઢ માટે ખાનગી વાહનો પણ રાત્રીના મળતવ નથી બેફામ લુનટ ભાડામાં ચલાવાય છે.છતાંય તંત્રનું પાણી હલતું નથી આવી સમસ્‍યા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં છે.મોટાભાગના ગામોમાં આડેધડ રૂટ કેનસલ કરી દેવા અથવા તો સરકારી મેળામાં ગાડીઓ ફાળવી દેવી.રૂટમાં ગામમાં જવાનો સ્‍ટોપ હોય છતાનય બસ બારોબારથી નીકળી જાત તેવી અનેક સમસ્‍યાઓ ઊભી થઇ છે.છતાંય યોગ્‍ય ઉકેલ લાવવા કોઇ પ્રયાસ થતાં નતી તેથી જિલ્‍લાભરમાં ખખાનગી વાહનોને આવકની ટંકશાળ પડી હોય તેવી સ્‍થિતિ વચ્‍ચે હાલ તો અમરેલ ી જિલ્‍લાના લોકો સહન કરી રહા છે.બસનાપ્રશ્‍ને ઉકેલ લાવવા ધરમુળથી ફેરફાર કરવામાં આવે અને ઓછા અંતરના સીધા રૂટો બનાવી લોકોને સુવિધા આપે તેવી લોકમાંગણી ઉઠી છે.


અમરેલીમાં ગાધીંપા ચોકમાં વરૂણદેવને રીઝવવા માટે રામધુન કાર્યક્નમ યોજાયો

અમરેલી, અમરેલીમાં મોડી રાત્રીનાં સમયે 3 કલાક સુધી મેધરાજાને બોલાવા માટે રામધુનનો આયોજન કરવામાં આવ્‍યું હતુ.
આ અંગેની વિગત અનુસાર અમરેલી તા 13/7 ના રોજ રાતે 10 વાગ્‍યા થી 2 વાગ્‍યા સુધી ટાવર આગળ બાપા સીતારામનાં ઓટલા પાસે રામધુન બોલાવામાં આવી હતી .અને મેધરાજાને રાજી કરવા માટે આ કાર્યક્નમને બાલાજી મંડળ અને ગાંધીપા યુવક મંડળ દ્રારા સંપન કરવામાં આવ્‍યો હતો.રામધુનને સાંભડવા અને વરૂણદેવ ને રીઝાવવા માટે લોકો વગર આમંણત્રે ઉમટી પડયા હતા અને લોકો આતુરતા પુર્વક વરસાદની રાહ જોઇ રહેયા છે.


ડેડાણમાં નિગાળા રોડ ઉપર શોક લાગતા ભેંસનું મોત

ડેડાણમાં નિંગાળારોડ ઉપર રસિકભાઇ નરસીભાઇ ચૌહાણનીભેંસ ચરતિ હતી તે દરમીયાન વિજપોલ પાસેના અર્થીગમાં શોકલાગતા ભેંસનુ મૃત્‍યુ નિપજેલ આ રોડ ઉપર માઘ્‍યમિક શાળા આવેલ છે. કોઇ વિદ્યાર્થી આ અર્થીગને ભુલથી પન અડિજાય તો જીવનુ જોખમ રહે આ અંગે પીજીવીસીએલ દ્વારા તપાસ કરવી જરૂરી છે.


નરેન્‍દ્ર મોદી વિચાર મંચ દ્વારા અમરનાથ યાત્રામા મૃત્‍યુ પામેલાઓને શ્રઘ્‍ધાંજલી

નરેન્‍દ્ર મોદી વિચાર મંચ દ્વારા અનંતનાગ મા થયેલ આંતકવાદી હુમલા મા મૃત્‍યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ટીમ નરેન્‍દ્ર મોદી વિચાર મંચ અમરેલી જીલ્લા દ્વારા મંચ ના જીલ્લા ના અધયક્ષ શ્રી મનિષભાઈ સિઘપુરા. રંજની મકવાણા.શેલૈષ ચોહાણ.રોહીત જીવાણી. નવલ મકવાણા.પવિણ ચાવડા કોશીકજોગદિયા.ઘંનવતરી પાઠક. દિગંત ભઢ્ઢ.સંમિર જાની જયદિપ દવે .પાથ ઠેબરીયા.કુલદિપ દવે.કલકાણી પારસ કસવાલા વનરાજ કુલદિપ ગરાણીયા હરેશ માગરોલીયા.રવિ પંડીયા.જય જાનિ..તેમ નરેન્‍દ્ર મોદી વિચાર મંચો જીલા મિડિયા કન્‍વિનર મહેશ ટાક ની યાદી જણાવે છે


અમરલી જીલ્‍લાની સેવાભાવી સંસ્‍થા સંવેદન ગૃપ દ્વારા 30 મું ચક્ષુદાન લેવાયુ

અમરલી તાલુકાના મોટા આંકડીયા ગામના સ્‍વ. શંભુભાઈ ભીમજીભાઈ ખણેસાનું અવસાન થતા તેમના સ્‍વજનોની ઈચ્‍છા મુજબ તેમના પરીવારજનો ર્ેારા ચક્ષુદાન કરેલ. તેઓએ બાળસાહિત્‍યકાર હસુભાઈ બોરાણીયા તથા ડો. તુષાર બોરાણીયાના માઘ્‍યમથી સંવેદન ગ્રુપનો સંપર્ક કરી તા. 10-7-ર017 સોમવાર સ્‍વ. શંભુભાઈ (ઉ.વ. 8પ) ની તંદુરસ્‍ત આંખો નું દાન સ્‍વીકારવા સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્‍ડીયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા શાખાના સેક્રેટરી મેહુલ વ્‍યાસ, હરેશ જોષી તથા કુતુબુદીન કપાસી સેવા આપી હતી. તેમના વારસદારો સંતાનો પરશોતમભાઈ, ધીરૂભાઈ, મનુભાઈ (શિક્ષક જાત્રુડા) ધનજીભાઈ એ પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડયું હતું. તેમ સંવેદન ગૃપના મંત્રી મેહુલ વાઝાની યાદીમાં જણાવેલ છે.


15-07-2017

thumbnail of 15-7-17