Main Menu

Monday, July 17th, 2017

 

અમરેલીમા વિરાટ સહકાર સંમેલન યોજાયું

અમરેલી,સહકાર એ નવી વાત નથી, સૃષ્‍ટિપર માનવ જીવન પદાર્પણથી ચાલતી આવતી પ્રણાલી સહકાર સ્‍વભાવ બની ચુકી છે અને તેથી જ આપણા સુખ-દુઃખમા મદદરૂપ બનતા તત્‍પર થતા આપણા પાડોશી પણ એક સહકારી ભાવનાજ દર્શાવી કહેવાય, સમાજનો ગરીબ પરિવાર ભૂખ્‍યો ન સુવે તેની ચિંતા એ પણ સહકારી વિચારધારા છે તેમ આજે અમરેલી ખાતે યોજાયેલ હકડેઠાઠ મેદની વચ્‍ચે સહકાર સંમેલનમા કેન્‍દ્રીય કૃષિમંત્રી રાધામોહન સિંહે જણાવેલ હતું. ગુજરાતની સહકારી પ્રવૃતિને બિરદાવતા રાધા મોહન સિંહે જણાવેલ કે, સમગ્ર ભારત સહિત દુનિયાના અન્‍ય દેશો સહકારી પ્રવૃતિની કામગીરીમા ગુજરાતની સહકારી પ્રવૃતિને કોઈનેકોઈ રીતે અચુક યાદ કરે છે. ઉપસ્‍થિત માનવમેદનીને બિરદાવવા સાથે જણાવેલ કે આવુ લાગણીસભર અને શિસ્‍તબઘ્‍ધ સંમેલન મે કયાય જોયુ નથી. ઢોલ-નગારા અને માથાપર બેડા સાથે સ્‍વાગત કરતી હજારો મહિલાઓના સન્‍માન પણ પહેવાર મળ્‍યાનો આનંદ વ્‍યકત કર્યો હતો. નાફસ્‍કોબના ચેરમેન તરીકે સહકારી પ્રવૃતિ અને તેના ઉદેશને દેશ-વિદેશમા રચનાત્‍મક અભિગમથી રજુ કરનાર દિલીપ સંઘાણી સાચા અર્થમા ચરિતાર્થ કરી રહેલ છે અને તેથી ખેતિની સાથોસાથ પુરક રોજગારી પણ ખેડૂત મેળવતો થાય તે, યોજનાઓ અને તેના લાભાર્થી સુધી પહોચે તે માટેઅવિરત પ્રયાસો રજુઆતો દિલ્‍હી વારંવાર કરતા હોઈ તેનો સાક્ષી હોવાનુ જણાવેલ. કેન્‍દ્રના કૃષિ અને પંચાયતી રાજયમંત્રી પરસોતશભાઈ રૂપાલાએ જણાવેલ કે કેબીનેટની મીટીંગ, રાષ્‍ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા અને શરૂ થઈ રહેલ સંસદસત્રની ભરચક કામગીરી વચ્‍ચે કેન્‍દ્રના કૃષિ મંત્રી રાધા મોહન સિંહજી સહકાર સંમેલનમા ઉપસ્‍થિત રહયા તે ગૌરવની વાત હોવાનુ જણાવી હૃદયપૂર્વકનો આભાર માનેલ. રૂપાલાએ વધુમા જણાવેલ કે સાધારણ સહકારી મંડળી થી શરૂ કરેલ સહકારી યાત્રા – પ્રવૃતિને આજે નાફસ્‍કોબ જેવી મોટી સહકારી સંસ્‍થાના ચેરમેન પદ સુધી વિસ્‍તારી છે જેમા અનેક સહકારી સંસ્‍થાઓને એક કરી ગજબની સંગઠન શકિત દર્શાવી છે. વાર્ષિક સાધારણ સભા-સહકાર સંમેલન ખુલ્‍લામા અને મીડીયા સમક્ષ યોજવાની કૂનેહ અને સહકારમા ગજબનુ સંગઠન ખડુ કરનાર દિલીપ સંઘાણી દ્રષ્‍ટિવાન નેતા હોવાનુ જણાવેલ. કિસાન ક્રેડીટ કાર્ડ યોજના પ્રથમ અમરેલી જિલ્‍લા બેંક ળ્‍ દ્રારા શરૂ જેની નોંધ રાષ્‍ટ્રિય કક્ષાએ લેવામા આવી અને સમગ્ર દેશમા આ યોજના લાગુ કરવામા આવી. અમરેલી જિલ્‍લામા રોજગારીની તકો ઉભી કરવા પ્રયત્‍નશીલ સંઘાણી ભભ અમર હનીભભ અંગે ની મુકેલ યોજના પણ પૂર્ણ થશે તેવો વિશ્‍વાસ વ્‍યકત કરીને અમરેલી ખાતે પ્રથમવાર પધારેલ કૃષિમંત્રી પ્રત્‍યે પુનઃઆભાર વ્‍યકત કરેલ. સહકાર સંમેલનનામુખ્‍ય યજમાન અમરેલી જિલ્‍લા બેંક અને નાફસ્‍કોબના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ કે, અમરેલી જિલ્‍લામા ઓછા ઉદ્યોગોને કારણે કોઈ રોજગારી ન હોવાથી મારા મંત્રીપદના કાર્યકાર વેળા જિલ્‍લામા રોજગારી ઉભી કરવા પ્રયાસ શરૂ કરેલ તે સમયના મુખ્‍યમંત્રી હાલના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી એ પશુપાલન વ્‍યવસાય રોજગારી આપનાર હોય તે દિશામા આગળ વધવા જણાવે આજે અમરેલી જિલ્‍લા દૂધ ઉત્‍પાદક સહકારી સંધ રોજગારીનો સ્‍ત્રોત બની ચુકી છે. પંજાબ અને હરિયાણા જેવા રાજયોમા મધની ખેતિ મોટા પ્રમાણમા રોજગારી આપતી હોય અમરેલી જિલ્‍લામા દુધ વ્‍યવસાય સાથે મધની ખેતિ દ્રારા વધુ આવક ખેડૂત મેળવતો થાય તે અંગે પરિરણાંમ લક્ષી કામગીરી હાથ ધરવામા આવશે અને ભ અમર હની ભ પ્રોજેકટ કાર્યાન્‍વિત કરવામા આવશે. મધ ઉછેર ને કારણે જમીનની ફળદૃપતા વધતી હોવાથી અન્‍ય ખેતિ પાકોના ઉત્‍પાદનમા સારો વધારો થાય છે. દૂધ ઉત્‍પાદક સહકારી સંઘના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયાએ પશુપાલન ક્ષેત્રે હજુ પણ આગળ વધીને દુધ ઉત્‍પાદનમા મોખરાનુ સ્‍થાન હાસલ કરવા સહકારી ભાવના બળવતર બનાવવાપર ભાર મુકયો હતો. અમરેલી જિલ્‍લા ખરીદ-વેંચાણ સહકારી સંઘના પ્રમુખ શરદભાઈ લાખાણીએ એક સાથે મળતી સહકારી સંસ્‍થાઓની વાર્ષિક સાધારણ સભાની સફળતાનો શ્રેય દિલીપ સંઘાણીને આપ્‍યો હતો. વિવિધસંસ્‍થાઓના વાર્ષિક અહેવાલો રજુ થયેલા જેને ઉપસ્‍થિ સભાસદ ભાઈઓ અને બહેનોએ સામુહીક બહાલી આપેલ. આ તકે વિવિધ સેવા સહકારી મંડળીઓ અને દુધ સહકારી મંડળીઓના વ્‍યવસ્‍થાપક મંડળને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્‍માનિત કરી ઈનામ આપવામા આવેલ. નિવૃત થતા બેંક કર્મચારીઓને વિદાય સન્‍માન આપવામા આવેલ. ડો.વિમલ રામાણીને ફુડ નેનો ટેકનોલોજી(દૂધ ભેળસેળ શોધક યંત્ર) ના સંશોધન બદલ સન્‍માનિત કરવામા આવેલ.શ્રી દિલીપભાઈ એન. સંઘાણી,શ્રી અરૂણભાઈ પટેલ,શ્રી ચંદુભાઈ સંઘાણી,શ્રી દાદભાઈ વરૂ,શ્રી જેન્‍તીભાઈ પી. વઘાસીયા,શ્રી લાલજીભાઈ નાકરાણી, શ્રી કાંતીભાઈ પટોળીયા, શ્રી માવજીભાઈ ગોલ,શ્રી ભાવનાબેન ગોંડલીયા, શ્રી બાબુભાઈ સખવાળા, શ્રી મનીષભાઈ ડી. સંઘાણી, ,શ્રી જયભાઈ મસરાણી, શ્રી અરૂણાબેન માલાણી, શ્રી વિનુભાઈ રૈયાણી, શ્રી હિરજીભાઈ નવાપરા, શ્રી મંજુબેન ઠાકરશીભાઈ શિયાણી, શ્રી મગનભાઈ ભાદાણી,શ્રી મનસુખભાઈ સુદાણી, શ્રી વિઠલભાઈ ગઢીયા, શ્રી બાલુભાઈ તંતી, શ્રી જયોત્‍સનાબેન ભગત, શ્રી પરશોતમભાઈ રૂપાલા, શ્રી અશ્‍વિનભાઈ સાવલીયા, શ્રી મુકેશભાઈ સંઘાણી, શ્રી ચંદુભાઈ રામાણી, શ્રી ઠાકરશીભાઈ શિયાણી, શ્રી નરેન્‍દ્રભાઈ પરવાડીયા, શ્રી વિનુભાઈ કાકડીયા, શ્રી રાજેશભાઈ માંગરોળીયા, શ્રી કંચનબેન ધીરૂભાઈ ગઢીયા, શ્રી જયાબેન વજુભાઈ રામાણી, શ્રી ભાનુબેન જયંતીભાઈ બુંહા, શ્રીશરદભાઈ લાખાણી, શ્રી જયંતીભાઈ પાનસુરીયા, શ્રી મનુભાઈ કસવાળા (પટેલ), શ્રી ચતુરભાઈ દેસાઈ, શ્રી રમેશભાઈ સતાસીયા, શ્રી ભીખાભાઈ કલસરીયા, શ્રી કલ્‍પેશભાઈ ગજેરા, શ્રી રવજીભાઈ પાનસુરીયા, શ્રી ધીરજલાલ ઉમરેઠીયા, શ્રી હસુભાઈ વરૂ, શ્રી અશોકભાઈ શેલડીયા, શ્રી મનજીભાઈ ધાનાણી, શ્રી કૌશિકભાઈ વેકરીયા, શ્રી ધીરૂભાઈ ગઢીયા,શ્રી વી.ડી.નાકરાણી ,શ્રી શૈલેષભાઈ સંઘાણી, શ્રી ગીરીશભાઈ ગઢીયા, શ્રી ગીતાબેન સંઘાણી, શ્રી અરૂણાબેન ચૌધરી, શ્રી ટીનાબેન પટેલ, શ્રી કુમુદબેન જોષી, શ્રી રેખાબેન માવદીયા, શ્રી જયોતીબેન બગડા, શ્રી તરૂબેન વ્‍યાસ, શ્રી ક્રિષ્‍નાબેન રાદડીયા, શ્રી દિપીકાબેન ત્રિવેદી, શ્રી બિંદુબેન પ્રજાપતિ, શ્રી રંજનેબેન ડાભી સરોજબેન ઠાકોર, છાંયાબેન ત્રિવેદી,હર્ષાબા ધાધલ, જયશ્રીબેન રાજગોર,વસંતબેન ઠાકોર, શ્રી અનીલભાઈ વેકરીયા, શ્રી શૈલેષભાઈ પરમાર, શ્રી મનસુખભાઈ સુખડીયા, શ્રી મનજીભાઈ તળાવીયા, શ્રી હિંમતભાઈ પાનસેરીયા, શ્રી ભુપેન્‍દ્રભાઈ બસીયા, શ્રી જગદીશભાઈ નાકરાણી, શ્રી નિતેશભાઈ ડોડીયા, શ્રી ભરતભાઈ સુતરીયા, શ્રી પ્રવિણભાઈ માંગરોળીયા, શ્રી ઘનશ્‍યામભાઈ ત્રાપસીયા, શ્રી બિપીનભાઈ રાદડીયા, શ્રી વિઠલભાઈ ગજેરા, શ્રી મગનભાઈ હરખાણી, શ્રી મનસુખભાઈ ગાંગડીયાકાર્યક્રમમા સવિશેષ ઉપસ્‍થિતીમા અમુલ ડેરીના એમ.ડી.સોઢી તેમજ ગુજરાત રાજય સહકારી સંઘના ચેરમેન ધનશ્‍યામભાઈઅમીન હાજર રહેલ સ્‍વાગત પ્રવતન મઘ્‍યસ્‍થ સહકારી બેંકના જનરલ મેનેજર બી.એસ.કોઠીયાએ કરેલ જયારે આભાર વિધી વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ કરેલ હતી.


કેન્‍દ્રીય મંત્રી રાધા મોહનસિંહજી સાંસદશ્રી કાછડીયાના મહેમાન બન્‍યા

કેન્‍દ્રીય કેબીનેટ કૃષિમંત્રી રાધા મોહનસિંહજી આજરોજ અમરેલીના લોકપ્રિય સાંસદશ્રી નારણભાઈ કાછડીયાના નિવાસસ્‍થાને શુભેચ્‍છા મુલાકાતે પધારેલા ત્‍યારે જીલ્લાના કૃષિ બાબત પ્રશ્ર્નોની રજુઆતો કરતા અમરેલી જીલ્લા ભાજપના આગેવાનો કેન્‍દ્રીય કૃષિ રાન્નય મંત્રીક્ષ્ભ્‍ રુપાલા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ગુજરાત રાન્નય કૃષિમંત્રી વી.વી.વઘાસીયા, જીલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હિરપરા ધારાસભ્‍ય બાવકુભાઇ ઉંધાડ, પુવઁ જીલ્લા ભાજપ પ્રમુખ ડો.કાનાબાર, જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઇ કાનાણી,મયુરભાઈ હીરપરા, ભરતભાઈ વેકરીયા વગેરે ભાજપ ના આગેવાનો ઉપસ્‍થિત રભ હતા


ધારીના ગઢીયામ,ચાવંડમાા બે દેશી બંધુક વિદેશી શરાબ કબજે

ગઇ કાલ તા.14/07/ર017 ના રોજ એલ.સી.બી. પોલીસ ઇન્‍સો.શ્રી. એ.પી.પટેલ નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે ધારી તાલુકાના ગઢીયા ચાવંડ ગામે પાણીની ટાંકી પાસે લાખાભાઇ શામજીભાઇ રંડોળીયાનું મકાન જે બંધ હાલતમાં હોય તે મકાનમાં ગઢીયા ચાવંડ ગામનો વજીરભાઇહસનભાઇ રાઠોડ ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાન્‍તં બનાવટનો ઇંગ્‍લીશ દારૂ રાખે છે અને તેનું વેચાણ કરે છે તેમજ ગેરકાયદેસર દેશી બનાવટના હથિયારો પણ રાખે છે તેવી ચોક્કસ બાતમી મળતાં એલ.સી.બી. ટીમ દ્વારા બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતાં બાતમી વાળો વજીરભાઇ હસનભાઇ રાઠોડ, રહે.ગઢીયા ચાવંડ, તા.ધારી વાળો હાજર મળી આવેલ નહીં પરંતુ સદરહું મકાનમાંથી પરપ્રાન્‍ત ના ઇંગ્‍લીશ દારૂની બે અલગ અલગ બ્રાન્‍ડળની બોટલ નંગ-17, કિં.રૂ.6,1પ0/- ની મળી આવેલ. આ ઉપરાંત સદરહું મકાનમાંથી બે દેશી બનાવટની જામગરી બંદુક મળી આવતાં જે બંદુક નંગ-ર ની કિં.રૂ.4,000/- ગણી વજીરભાઇ હસનભાઇ રાઠોડ, રહે.ગઢીયા ચાવંડ, તા.ધારી વાળા વિરૂઘ્‍ધ0 પ્રોહિબીશન તથા આર્મ્‍સ એક્‍ટ તળે ધારી પોલીસ સ્‍ટે,શનમાં ગુન્‍હાી રજી.કરાવેલ છે. અને આરોપી વજીરભાઇ હસનભાઇ રાઠોડ, રહે.ગઢીયા ચાવંડ, તા.ધારી વાળાને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ . શ્રી.એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટા ફના અબ્‍દુલભાઇ સમા, પ્રફુલ્લસભાઇ જાની, ધર્મેન્‍દ્રદરાવ પવાર, બાબુભાઇ ડેર, ગોવિંદભાઇ પરમાર, વિજયભાઇ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, કિરણભાઇ સોલંકી, ઉમેદભાઇ મહેતા, રાણાભાઇ વરૂ, જગદીશભાઇઝણકાત, તુષારભાઇ પાંચાણી, વિજયભાઇ વાઢેર, ભાવેશભાઇ બોરીસાગર, ડ્રાઇવર નુરભાઇ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઇ ડેર વિ.એ કરેલ છે.


લાઠી નજીક જાનબાઈની દેરડીમા 67 હજારની મતા સાથે 4 જુગારીઓ જબ્‍બે

ગઇ કાલ તા.14/07/ર017 ના રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ .શ્રી. એ.પી.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે લાઠી તાલુકાના જાનબાઇની દેરડી ગામની સીમમાં દેરડા ડુંગર પાસે તળાવ નજીક જાહેરમાં કેટલાક ઇસમો પૈસા-પાના વડે હાર-જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતાં જાનબાઇની દેરડી ગામે સીમમાં દેરડા ડુંગર પાસે તળાવ પાસેથી જાહેરમાં જુગાર રમતાં કુલ 4 ઇસમો જેમાં (1) કિશોરભાઇ હિંમતભાઇ રાઠોડ, ઉં.વ.ર7, ધંધો.હીરા ઘસવાનો, રહે.જાનબાઇની દેરડી, તા.લાઠી (ર) ભુપતભાઇ મનજીભાઇ સોલંકી, ઉં.વ.30, ધંધો.હીરા ઘસવાનો, રહે.જાનબાઇની દેરડી, તા.લાઠી (3) રામભાઇ ચંદુભાઇ પરમાર, ઉં.વ.ર6, ધંધો.હીરા ઘસવાનો, રહે.જાનબાઇની દેરડી, તા.લાઠી (4) ભરતભાઇ ગોવિંદભાઇ મકવાણા, ઉં.વ.30, ધંધો.હીરા ઘસવાનો, રહે.જાનબાઇની દેરડી, તા.લાઠી વાળાઓને ગંજી પત્તાના પાના નંગ-પર, જુગારના સાધનો તથા રોકડા રૂ.રર,600/- તથા મોટર સાયકલનંગ-ર, કિં.રૂ.4પ,000/- મળી કુલ રૂ.67,600/- ના મુદ્યામાલ સાથે ઝડપી લઇ પકડાયેલ ઇસમો સામે જુગાર ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી લાઠી પો.સ્‍ટો. હવાલે કરેલ છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સે. શ્રી.એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટાીફના અબ્‍દુલભાઇ સમા, પ્રફુલ્લપભાઇ જાની, ધર્મેન્‍દ્રલરાવ પવાર, બાબુભાઇ ડેર, ગોવિંદભાઇ પરમાર, વિજયભાઇ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, કિરણભાઇ સોલંકી, ઉમેદભાઇ મહેતા, રાણાભાઇ વરૂ, જગદીશભાઇ ઝણકાત, તુષારભાઇ પાંચાણી, વિજયભાઇ વાઢેર, ભાવેશભાઇ બોરીસાગર, ડ્રાઇવર નુરભાઇ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઇ ડેર વિ.એ કરેલ છે.


સાવરકુંડલાના આંબરડી પંથકમાં ખેડુતો માટે પેકેજ જાહેર કરો

સાવરકુંડલાના આંબરડીમાં અપુરતાં વરસાદના કારણે ખેડુતોએ વાવેલ બીયારણ બળી ગયું છે.તેથી સરકારે પેંકેજ જાહેર કરવું જોઇએ પશુઓ માટે ધાસચારાની ગંભીર કટોકટી ઉભી થઇ છે.મગફળી, કપાસ, ધાસચારાને પણ નુકશાન થતાં રવિપાક માટે પણ જોખમકારક છે.તેથી હાલની સીસ્‍ટમ પેકેંજ જાહેર કરવા સહિતની માંગણીઓ આવેદનપત્ર માંગી કરેલ છે


અમરેલીમાં શક્‍તિગૃપ દ્વારા પી.પી. સોજીત્રાનું સન્‍માન કરાયુ

અમરેલી,અમરેલીમાં શક્‍તિ ગૃપ દ્વારા અમરેલી માર્કેટયાર્ડમાં બિનહરીફ થયેલા પી.પી. સોજીત્રાનું સન્‍માન કરવામાં આવ્‍યુ જેમાં ગૌતમભાઇ વાળા, અશોકભાઇ વાળા, કુલદિપ પરમાર, ધમભાઇ ધાધલ, જનકભાઇ બોરીચા, મુકુલ કોચરા પ્રતિક આવટે, જય શોની, પ્રિન્‍સ ભટ્ટ તથા શક્‍તિ ગૃપ પરીવાર સન્‍માતિ કરવામાં આવ્‍યા.