Main Menu

Thursday, July 20th, 2017

 

દિલીપ સંઘાણીની ગુજકોમાસોલના ચેરમેન તરીકે બિનહરિફ વરણી

અમરેલી,હજુ તો એક દિવસ પહેલા જ હકડેઠાઠ મેદની વચ્‍ચે અમરેલી ખાતે યોજાયેલ સહકાર સંમેલનમા કેન્‍દ્રીય કૃષિમંત્રી રાધામોહન સિંહ, કૃષિ રાજય મંત્રી પરશોત રૂપાલા સહિત અનેક આગેવાનોએ દિલીપ સંઘાણીના રાહબર તળે ગુજરાતની સહકારી પ્રવૃતિને બિરદાવવા સાથે દેશ વિદેશમા આ ક્ષેત્રે મેળવેલ સફળતાની સરાહના કરી હતી તેવા સમયે આજરોજ ગુજકોમાસોલના ચેરમેન પદે સર્વાનુમતે દિલીપ સંઘાણીની વરણી થતા સહકારી ક્ષેત્રે ઉત્‍સાહનો માહોલ સર્જાયો છે. આ નિમણૂંકને ઝરમરઝરમર વરસાદની વચ્‍ચે ભારતીય જનતા પક્ષના અસંખ્‍ય કાર્યકરોએ ફટાકડા ફોડી – મો મીઠા કરીને વરણીને વધાવી હતી. આ તકે દિનેશભાઈ પોપટ, જીતુભાઈ ડેર, રાજેશભાઈ કાબરીયા, કાળુભાઈ પાનસુરીયા, પરેશભાઈ આચાર્ય, તુષાર જોષી, પ્રભુદાસભાઈ તલાટી, રણજીતભાઈ વાળા, રમેશભાઈ કંસારા,ધીરૂભાઈ ગઢીયા,મનિષભાઈ ધરજીયા, દિલીપભાઈ રંગપરા, વિરજીભાઈ બોરીચા, સુરેશભાઈ શેખવા, ઓસમાણ મહિડા, રસીકભાઈ પાથર, હરપાલભાઈ ધાધલ, વશરામભાઈ વધાસીયા, મંજુલાબેન પંડયા, ભાવાના ગોંડલીયા, ભાવેશભાઈ પડસાલા, પિન્‍ટુભાઈ કુરૂંદલે, સુનિલભાઈ રાજયગુરૂ, ગોરધનભાઈ સુરાણી, મયુરભાઈ માંજરીયા, નવલભાઈ મકવાણા, દિલીપ સાવલીયા, મેહુલભાઈ ધોરાજીયા,ધાર્મીકભાઈ રામાણી, રજનીકાંતભાઈ રાવળ, હસુભાઈ પ્‍યાસા, લાડોલા સાહેબ, ઘનશ્‍યામભાઈ, ઋજુલભાઈ ગોંડલીયા, અવસીત સાવલીયા, રજનીભાઈ વધાસીયા, દર્શનભાઈ પટેલ, દિનેશભાઈ ત્રિવેદી, ધર્મેશભાઈ શીંગાળા, ભરતભાઈ શીંગાળા, ચેતન કાબરીયા, ભૌતિક સંધાણી, ભાવેશ સંધાણી, અમીત અજાણી, જીતુભાઈ બથવાર, ધર્મેન્‍દ્રભાઈ ખાચર, બટુકભાઈ સેંજલીયા, પ્રકાશભાઈ રામાણી, શૈલેષભાઈ કથીરીયા, સંજયભાઈ રામાણી, ભવાનભાઈ કાબરીયા, પરમારભાઈ, વિપુલભાઈ પાનસુરીયા, ધનશ્‍યામભાઈ રામાણી, સલીમભાઈ, રોહિતભાઈ કાનાણી, મગનભાઈ રોકડ, અતુલપરી ગોસાઈ, જયદીશ અકબરી, પી.પી.વ્‍યાસ, રવિ ચોડવડીયા, ચંદુભાઈ ચાઉ, રાજેશભાઈ વસાવડા, આષીશભાઈ ત્રાપસીયા,ભાવેશ ગોંડલીયા, ગીરીશભાઈ ગઢીયા, અરવિંદભાઈ ભુતૈયા, મનીષભાઈ કાબરીયા, બાબુભાઈ કીકાણી, હરેશભાઈ ભટૃ, વિરેનભાઈ સાવલીયા, ગઢવીભાઈ, મીતેશભાઈ રામાણી,ભાવેશ શીંગાળા સહિત અસંખ્‍ય લોકો આ તકે ઉપસ્‍થિત રહયા હતા.


ગુજરાત પ્રદેશ ભાજપના કિશાન મોરચામાં શ્રી લાખાણી અને શ્રી બસીયાની વરણી

પ્રદેશ ભાજપ અઘ્‍યક્ષ જીતુભાઇ વાઘાણી સાથે પરામર્શ કરી કિસાન મોરચાના પ્રદેશ અઘ્‍યક્ષ બાબુભાઇ જેબલીયાએ પ્રદેશ કિશાન મોરચાની પ્રદેશ કારોબારી જાહેર કરેલ છે જેમાં પ્રદેશ કારોબારી સભ્‍યમાં અમરેલી જીલ્‍લામાં ભુપેન્‍દ્રભાઇ બસીયા અને પ્રદેશ આમંત્રીત સભ્‍યશ્રીમાં શરદભાઇ લાખાણીનો સમાવેશ થાય છે.


બગસરા જુથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીનાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી

બગસરા જૂથ વિવિધ કાર્યકારી સ.મંડળી લિ.ની.વ્‍યવસ્‍થાપક કમિટીની મિટીંગ મળેલ જેમાં મંડળીના આગામી પ વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી થતા પ્રમુખપદે મંડળીના સ્‍થાપક મુરમ્‍બી અરજણભાઇ પટેલના પુત્ર સુરેશભાઇ માંગરોળીયા અને ઉપપ્રમુખ તરીકે રફાળાના મગનભાઇ વેકરીયા બિનહરીફ ચુંટાયેલ જાહેર થયેલ છે. મગનભાઇ વેકરીયા ઉપપ્રમુખ તરીકે ચોથી વખત ચુંટાયેલ છે. તેમની સાથે મંડળીના પૂર્વપ્રમુખ વિનુભાઇ ઘાડીયા, સવજીભાઇ ઠુંમ્‍મર, ભીખુભાઇ ટીંબડીયા, વિઠ્ઠલભાઇ હિરાણી, રસીલાબેન ધીરૂભાઇ રાદડીયા, સવિતાબેન બચુભાઇ કુંભાણી સહિતના આઠ સદસ્‍યો હાજર રહી પ્રમુખ અને ઉપપ્રમુખને બિનહરીફ ચુંટાયેલ જાહેર કરેલ.
અમરેલી જિલ્‍લામાં મોટામાંમોટી જુથ મંડળીની 60 વર્ષ પહેલાં સ્‍થાપના થયેલસુરેશભાઇ માંગરોળીયા બિનહરીફ પ્રમુખ તરીકે વરણી થતા બગસરા શહેરમાં વિવિધ જ્ઞાતિનાં અગ્રણી અને લેઉવા પટેલ સમજના પ્રમુખ રમેશભાઇ સુવાગીયા અને ચાહકમિત્ર વર્તુળ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ખુશી વ્‍યક્‍ત કરેલ. પૂર્વ પ્રમુખ વિનુભાઇ ઘાડીયાની મહેનત બદલ તેમને બિરદાવેલ અને આગામી દિવસોમાં મંડળીની પ્રગતિ થાય તેવી શુભેચ્‍છા વ્‍યક્‍ત કરી હતી.


મહારાષ્‍ટ્રના એ.પી.એસ.સી.ના ચેરમેનશ્રી તથા સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓએ માર્કેટયાર્ડ અમરેલીની મુલાકાત લીધી

આજરોજ તા.19/7/17 ને બુધવારે ના રોજ મહારાષ્‍ટ્રના લાતુર ખાતેની એ.પી.એમ.સી. ના ચેરમેનશ્રી લલીતભાઇ શાહ અને ધરાસભ્‍યશ્રી વૈજનાથ શીંદે તેમજ સમગ્ર બોર્ડ ઓફ ડિરેટરશ્રીઓ લાતુર મહારાષ્‍ટ્ર ખાતે નવુ માકેટયાર્ડ બનાવવાનું હોવાથી ગુજરાતોના માર્કેટયાર્ડોની મુલાકાતે નિકળ્‍યા હતા. જેમા અમરેલીમાં શ્રી પી.પી. સોજીત્રાના માર્ગદર્શન હેઠળ બની રહેલ અદ્યતન માર્કેટયાર્ડ બાબતે તેઓને માહિતી મળતા માર્કેટયાર્ડ અમરેલીની શુભચ્‍છા મુલાકાત લીધેલ હતી. સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓએ માર્કેટયાર્ડ અમરેલીની હરરાજી પ્રકિ્નયા વિવિધ કાર્ય પઘ્‍ધતિ વિસ્‍તૃત માહિતી મેળવી હતી. માર્કેયાર્ડ અમરેલીના વાઇસ ચેરમેનશ્રી કાળુભાઇ ભંડેરી તથા ડિરેકટરશ્રીઓ મોહનભાઇ નાકરાણીશંભુભાઇ દેસાઇ, પ્રવિણભાઇ રાણપણીયા, ગીરીશભાઇ ગઢીયા તથા સેક્નરેટરી પરેશભાઇ પંડયાએ સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓને આવકારી સાવરકુંડલા રોડ પર નવા બનતા અદ્યતન માર્કેટયાર્ડની શુભેચ્‍છા મુલાકાતે લઇ ગયેલા અને નવા માર્કેટયાર્ડમાં ખેડુતો વેપારીઓને આપવામાં આવનાર સુવિધા અંગે વિસ્‍તૃત માહિતી આપેલ હતી સંસ્‍થાના નવા બનતા મર્કેટયાર્ડની રૂબરૂ મુલાકાત અને સુવિધાઓથી તેઓ ખુબજ પ્રભાવિત થયા હતા.


રાજુલામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂત ખાતેદારોને તમામ દેવામાંથી મુક્‍ત કરવા માંગણી

 

રાજુલા,રાજુલા તાલુકા ભારતીય કિસાનસંઘ દ્વારા તા.17/7ના તાલુકાના દરેક ગામોથી કિસાન સંઘ સમિતિની ટીમો અને દરેક ગામના કિસાનો એકઠા થઇને નાના-મોટા તમામ ખેડૂત ખાતેદારોને તમામ દેવામાંથી મુક્‍ત કરવાની માંગ સાથે રાજુલા મામલતદારના માઘ્‍યમથી ગુજરાત સરકારને આવેદપત્ર પાઠવેલ છે. જેમાં કિસાનોને પોતાનો માલ મોંધવારીના પ્રમાણમાં પુરતાઆપવાની માંગ પણ કરવામાં આવી છે. આ આવેદનપત્રની નકલ કૃષિમંત્રી વી.વી.વઘાસીયા, સાંસદ નારણભાઇ કાછડીયા, સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી, પ્રદેશપ્રમુખશ્રી વાઘાણી, જીલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાને પાઠવેલ છે. વાવણી બાદ વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોએ બે-બે વખત વાવેલ બિયારણ ખાતર, મજુરી વગેરે લાખો રૂપિયાનું નુકશાન થયેલ છે તેને તાત્‍કાલિક ધોરણે સર્વે કરાવી નુકશાનીનું ચુકવણુ ં કરવા સહતિ વિવિધ માંગણી કરી છે.


બાબરાના પાનસડામાં હાદીક પટેલની જહેરસભા યોજાઇ

પાટીદાર અનામત સમીતીના નેજા હેઠળ બાબરાના પાનસડા ગામે હાર્દીક પટેલની જાહેર સભા યોજાઇ હતી જેમાં જિલ્‍લાના પાસના આગેવાન દિનેશભાઇ બાંભરોલીયા સહિત પાટીદાર આગેવાનો હાજર રહયા હતા જે તસવીરમાં નજરે પડે છે


20-07-2017

thumbnail of 20-7-17