Main Menu

August, 2017

 

31-08-2017

thumbnail of 31-8-17


રાજુલામાં પીજીવીસીએલના ફોલ્‍ટ સેન્‍ટરને તાળાબંધી

રાજુલામાં છેલ્‍લા કેટલાય દિવસથી વિજ તંત્રને લોકોએ બાનમાં લીધા હોય તેમ કાલાકો સુધી વિજળી ગુમ થઇ તા ત્રાહિમામ પામેલા લોકો ઓ વિજ કચેરીનો ઘેરાવ કરી હલાબોલ મચાવ્‍યો હતો શહેરના સંધવીચોક વિસ્‍તારના સવારી નવ થી વિળી ગાયબ થતા સ્‍થાનીક લોકોએ પીજીવીસીએલ કચેરીએ જઇ હોબાળો મચાવ્‍યો હતો શહેર કોંગ્રેસ પ્રમુખ સત્રજીતભાઇ ધાખડાની આગેવાનીમાં પીજીવીસીએલ કચેરીએ જઇને ફોલ્‍ડ સેન્‍ટરને તાળા બંધી કરી સુત્રોચાર કર્યો હતો. 60 જેટલા યુવાનોએ રોશ વ્‍યક્‍ત કર્યો હતો હરચેરીમાં હલાબોલ કરાતા અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.


કુંડલા પંથકમાં ખેતીને મોટુ નુકસાન : 500 એકર જમીનનું ધોવાણ

જયાં અગાઉ ત્રણ ત્રણ વખત બિયારણ બળી ગયું હતુ ત્‍યા વધુએ ઉપાધી આવી છે અને હજુ 15 જુલાઇએ વાવણી કરી હતી તેવા વંડા પંથકના ગામડાઓમાં અને માત્ર બે જ કલાકમાં ખાબકેલા ચાર ઇંચ વરસાદે તારાજી વેરી છે.
મંગળવારે પડેલા વરસાદથી કુંડલા પંથકમાં ખેતીને મોટુ નુકસાન થયાની દહેશત સેવાઇ રહી છે. અને આજે વરસાદના પાણીને કારણે ખેતીની ઓછામાં ઓછી 500 એકર જમીનનું ધોવાણ થયું છે. સાવરકુંડલાથી જેસર વચ્‍ચેના ગામડાઓમાં એક સાથે મેઘરાજાએ હેત ઠાલવતા નુકસાન થયું છે સાવરકુંડલાના વંડા, મેકડા, ફીફાદ, ઘોબા અને પીપરડી ગામે એક સાથે આવેલી નદીઓને કારણે ખેતરોના પાળા તોડીને પાણીએ નીચાણવાળા ખેતરોમાં ઉભો થઇ રહેલો પાક ધોઇ નાખ્‍યો હતો અને હજુ તો શેત્રુજી આવી નથી નહીતર પાણી ગામોમાં પણ ઘુસીં ગયા હોત તેમાં પણ કોઇ શંકા નથી.


ગાંધીનગર ફોટોફેરની મુલાકાતે અમરેલીના ફોટોગ્રાફરો

ગાંધીનગર મહાત્‍મા મંદિર ખાતે ફોટોફેર પ્રદર્શનની મુલાકાતે અમરેલી ફોટોપાર્કના જતીનભાઇ તથા મહેશભાઇ ટાંક અને કેનોન માસ્‍ટર દીપક વાઘેલા, નિલેષ મહેતા, વિજય જોષી, ગિરિશ ગજેરા,ભરતભાઇ આણંદ, ચિરાગ નિર્મળ, હિતેષ સમ્રાટ અને ભરતભાઇ નવસારી સહિત તસ્‍વીરમાં નજરે પડે છે.


અંબાજી પદયાત્રા કેમ્‍પની મુલાકાતેકેન્‍દ્રીય મંત્રીશ્રી રૂપાલા

અંબાજી પદયાત્રા અંતર્ગત અંબાજી ખાતે ચાલીને જતા પદયાત્રીઓને પ્રોત્‍સાહન આપવા માટે કેમ્‍પસ ગાંધીનગર ખાતે સેકટર 11 માં ચ સર્કલ ખાતે કેન્‍દ્રીય કૃષિમંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલા અને મહેન્‍દ્રભાઇ ડેશે મુલાકાત લીધી હતી તે વેળાએ શ્રી રૂપાલા અને યાત્રીકો તસવીરમાં નજરે પડે છે.


અમરેલીના જુની પેઢીના સેવાભાવી તબીબ ડો.બાલુભાઇ સાવલીયાનું નિધન

અમરેલીના જુનીપેઢીના કુશળ ડોકટર અને સત્‍સંગી એવા શ્રી બી.ડી.સાવલીયાનો આજે સુરત ખાતે નિધન થતાં અમરેલી શહેર અને સ્‍વામિનારાયણ સંપ્રદાયના સત્‍સંગીઓમાં ઘેરાશોકની લાગણી ફરી વળી છે.અમરેલીના લીલીયા રોડ ઉપર હોસ્‍પિટલ ધરાવતાં ડો.બાલુભાઇ ધરમશીભાઇ સાવલીયા અમરેલીના સૌથી જુના કુશળ અને સેવાભાવી ડોકટર તરીકે જાણીતા હતાં. દર્દીઓ માટે દેવસમાન આ ડોકટર અમરેલીના પુ.ગુણાતિતાનંદસ્‍વામિએ સ્‍થાપેલા પ્રસાદીના પાણી દરવાજા સ્‍વામિનારાયણ મંદિરના ટ્રસ્‍ટી પણ હતા અને તેમની સેવા અજોડ હતી.સુરત ખાતે પોતાના પુત્ર શ્રીઅમિતભાઇ અને શ્રી અજીતભાઇ ને ત્‍યાં નિવૃતીકાળમાં સત્‍સંગ પ્રવૃતિમાં રત હતાં. રવિવારે રાત્રે સુરત ખાતે જ તેમને હ્ય્‌દયરોગનો તીવ્ર હુમલો આવતાં સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં જે ચાલુ સારવારે જ 74 વર્ષની ઉંમરના સાવલીયા સાહેબે દેહ ત્‍યજી દેતા તેના સમાચાર અમરેલીમાં મળતા અમરેલી શહેરમાં ઘેરાશોકની લાગણી ફરી વળી છે અને સત્‍સંગીઓમાં પણ ડો.સાવલીયા ધામમાં ગયાના સમાચારથી આધાતની લાગણી ફરી વળી છે.


જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી પદે શ્રી જયરાજભાઇ વાળાની વરણી કરાઇ

બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકેની વરણી થતા ઠેર-ઠેરથી આવકાર મળી રહયો છે. ચલાલા પંથકના ક્ષત્રીય સમાજના યુવા અગ્રણી અને ચલાલા નગર પાલીકાના વિરોધ પક્ષના નેતા તથા તમામ સમાજને સાથે લઇને ચાલનારા પ્રતિભાશાળી યુવા નેત્રુત્‍વ એવા શ્રી જયરાજભાઇ વાળાની અમરેલી જીલ્‍લા સંગઠનમાં અમરેલી જીલ્‍લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકેના મહત્‍વના સ્‍થાને વરણી થતા ચલાલા પંથકમાં શ્રી જયરાજભાઇ પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. તેઓ ચલાલા નગરપાલીકાના વિરોધ પક્ષના નેતા તરીકેની નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. ચલાલા શહેરના વિકાસની હંમેશા ચિંતા કરી રહ્યા છે. તેવા શ્રી જયરાજભાઇ વાળા તમામ સમાજના સુખ દુઃખના સાથીતરીકેની છાપ ધરાવતા યુવાન છે તેઓએ ચલાલામાં હમેશા સુલેહ શાંતી રહે તેવી પ્રયાસ કર્યા છે. શ્રી જયરાજભાઇ વાળા ચલાલાની સામાજીક ધાર્મીક અને શૈક્ષણીક સંસ્‍થામાં સારુ એવું યોગદાન આપી રહ્યા છે.
ચલાલાના મીલનસાર અને લોકપ્રિય એવાશ્રી જયરાજભાઇ વાળાની અમરેલી જીલ્‍લા બક્ષીપંચ મોરચા મહામંત્રી તરીકેની મહત્‍વની જવાબદારી પર વરણી થતા અમરેલી જીલ્‍લા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા જીલ્‍લા ભાજપના અઘ્‍યક્ષશ્રી હિરેનભાઇ હિરપરા, પુર્વ અઘ્‍યક્ષશ્રી ડો.કાનાબાર પુર્વ ધારાસભ્‍ય મનસુખભાઇ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઇ કાનાણી જીલ્‍લા મહામંત્રીશ્રી રવુભાઇ ખુમાણ શ્રી કમલેશભાઇ કાનાણી, શ્રી કૌશિકભાઇ વેકરીયા સહિતના જીલ્‍લા તાલુકાના તમામ મોરચાના સંગઠનના આગેવાનો અને કાર્યકરો તેમજ ચલાલા શહેર ભાજપ અને ચલાલા શહેરના તમામ મોરચાના સંગઠન કાર્યકારોએ આ વરણીને ખરા હદયથી આવકારી અભીનંદન પાઠવેલ છે. તેમજ આ વરણીથી જીલ્‍લાભરના બક્ષીપંચના કાર્યકરોમાં નવો જોમ જુસ્‍સો વધશે. તેવુ માનવામાં આવી રહ્યુ છે. જીલ્‍લાના સંગઠનના આ મહત્‍વના સ્‍થાન પર ચલાલાના યુવા અગ્રણીઓ જયરાજભાઇની વરણી કરવા બદલ ગુજરાત ભાજપ પ્રદેશ અને અમરેલી જીલ્‍લા ભાજપ નો ચલાલાના તમામ આગેવાનોએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.


અમરેલી સહીત જિલ્લામાં મેઘરાજાના આગમનથી ગણેશોત્‍સવની ધ(વણીમાં વીક્ષેપ પડ્‍યો

અમરેલી જિલ્લામાં મેઘરાજાના આગમનના કારણે ગણેશોત્‍સવની ધ(વણીમાં વરસાદી વિઘ્‍નનો સામનો કરવો પડ્‍યો હતો તો પણ લોકોએ તાડપત્રી નાખીને ધ(વણી કરવાની અને સાંસ્‍કૃતિક કાર્યઠ્ઠમો રદ્ય કરવાની પણ ફરજ પડી હતી. અમરેલી જિલલમાં બે દિવસથી વરસાદના આગમનના કારણે મેઘાવી માહોલ જામ્‍યો છે. તેમાં આજે તો સવારથી જ ધીમી ધારે મેઘરાજાનું આગમન થયા બાદ બપોરે ધોધમાર વરસાદ શરુ થયો હતો અને ધોધમાર વરસાદના કારણે ગણપતિ મહોત્‍સવની ઉજવણીમાં વિઘના આવ્‍યું હતું. વરસાદના કારણે લોકોએ ઘરની કે ઓફિસની બહાર નીકળવાનું ટાળતાગણેશોત્‍સવમાં કાગડા ધડ્‍યા હતા. સાંસ્‍કૃતિક કાર્યઠ્ઠમોના આયોજન પણ રદ્ય કરવાની ફરજ પડી હતી. બીજી તરફ ગણપતિના પંડાલોમાં તાડપત્રી નાખીને ગણપતિની મૂર્તિને વરસાદથી સ્‍યુરક્ષિત રાખવાના પ્રયત્‍નો કરવામાં આવ્‍યા હતા.જો કે વરસતા વરસાદ વચ્‍ચે પણ ગણપતિની આરતી વગેરે કાર્યઠ્ઠમોમાં લોકો ઉત્‍સાહભેર ભાગ લઈ રહેલા પણ જોવા મળ્‍યા હતા. વરસાદના આગમનથી લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણિ પ્રસરી જવા પામી છે. બીજી તરફ વરસાદના કારણે અમરેલીમાં ઠેર ઠેર કીચડનુમ સામ્રાન્નય છવાયું છે અને અમુક વિસ્‍તારોની હાલત બદ્યતર બની ગઈ હતી. લોકો ચાલી પણ ન શકે તેવી સ્‍થિતિનું નિર્માણ થયૂં હતું.


સમર્થ વ્‍યાયામ મંદિરમાં ખેલ મહાકુંભમાં અમરેલી જીલ્‍લા ટેબલ ટેનીસ ટુર્નામેન્‍ટ પુર્ણ

રાજયમાં, વિવિધ સ્‍પોર્ટસમાં, પ્રતિભાશાળી રમતવીરોને તેમનું કૌશલ્‍ય દેખાડવાની તક મળે અને એ પૈકીના ચુનંદા ખેલાડીઓને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પહોંચવા પ્રોત્‍સાહન મળે તે હેતુથી નરેન્‍દ્રભાઈ મોદી જયારે મુખ્‍યમંત્રી હતા ત્‍યારે તેમણે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી.
આ વર્ષે પણ ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ ચુકયો છે, જે અંતર્ગત તા. રપ-ર6 ઓગસ્‍ટના રોજ અમરેલી જીલ્‍લા ઓપર ટેબલટેનીસ ટુર્નામેન્‍ટ, અમરેલી શહેરના સમર્થ વ્‍યાયામ મંદિર (અખાડા)માં યોજાયેલ.
ટુર્નામેન્‍ટનુંવિધિવત પ્રારંભ આ ટુર્નામેન્‍ટના કન્‍વીનર અને શહેરના નામાંકિત સર્જન ડો.ભરતભાઈ કાનાબારના હસ્‍તે કરાવવામાં આવેલ.
આ તબકકે, અમરેલી જીલ્‍લા રમતગમત અધિકારી શ્રી રાજુભાઈ વસાવા, વ્‍યાયામ મંદિર ટ્રસ્‍ટના પ્રમુખ બેચરભાઈ પોકળ, મેનેજીંગ ટ્રસ્‍ટી એમ.કે. સાવલીયા, રાષ્‍ટ્રીય સ્‍તરે અનેક ટુર્નામેન્‍ટમાં વિજયી બનનાર મામદભાઈ, સંજયભાઈ પંડયા, બલદેવસિંહ, હીતેન્‍દ્ર ભરાડ, હીતેશ કાવઠીયા, પ્રદીપ દુલેરા, સચીન રાવળ, હાર્દિક ભટૃ, કે. કે. મિશ્રા, ઉદયભાઈ ઉનડકટ તેમજ જીલ્‍લાભરમાંથી ટેબલટેનીસના ખેલાડીઓ ઉપસ્‍થિત રહયા હતાં.


અમરેલીમા સ્‍વાઈનફ્‌લૂ પ્રતિરોધક દવાનું વિતરણ

અમરેલી જિલ્લા ડાયમંડ એસોસીએશન દ્વારા સ્‍વાઈન ફ્‌લૂ પ્રતિરોધક હોમિયોપેથીક દવાનું મફત વિતરણ કરતા અમરેલી ના ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાની અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ લલિત ભાઈ ઠુમ્‍મર ડોક્‍ટર હિમાંશુ વાજા અમરેલી નગર પાલિકા ના કારોબારી ચેરમેન સંદીપ ધાનાણી અમરેલી વિધાન સભા યુવક પ્રમુખ વર્ષીલ સાવલિયા ઉપ પ્રમુખ ભાવેશ પીપળીયા સદસ્‍ય પ્રકાશ લાખાણી કૉંગ્રેસ અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના વાઇસ ચેરમેન સંદીપ પંડ્‍યા જય ઓમ ભાઈ કોટડીયા વિગેરે ઉપસ્‍થીત રહયા હતા.