Main Menu

August, 2017

 

30-08-2017

thumbnail of 30-8-17


29-08-2017

thumbnail of 29-8-17


27-08-2017

thumbnail of 27-8-17


ધારીના ઝર પાસે ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ કરતી ચલાલા પોલીસ

ચલાલાના ઝર નજીક ટ્રેન ઉથલાવવાના કાવત્રુ કરનારા શખ્‍સને પોલીસે પકડી પાડી અને જેલ હવાલે કર્યો હતો.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, ગત તા. 3ના રોજ ઝર ગામ પાસે ટ્રનને ઉથલાવવા માટે કોઇએ રેલવે પાટા ઉપર થાંભલા અને મોટા પથ્‍થરો રાખી દીધા હતા અને ટ્રણગ આવે તે પહેલા કોઇએ પોલીસને જાણ કરી દેતા જાનહાની અટકી હતી.દરમિયાન ચલાલા પોલીસ અને રેલવેની ભાવનગરની આરપીએફ બ્રાંચ દ્વારા ગુનો દાખલ કરી શોધખોળ શરૂ કરાઇ હતી અને સંયુકત તપાસ શરૂ કરાતા આધુનિક ઉપકરણો અને બાતમીને કારણે એવી વિગતો બહાર આવવા પામી હતી કે, દારૂ પીવાની ટેવવાળા દહીડા ગામના શીવરાજ બબાભાઇ ધાધલ અને વનરાજ દડુભાઇ વાળાએ દારૂ ઢીંચી જઇ ટીખળ કરવા માટે આ કારસ્‍તાન કર્યુ હોવાનુ જણાતા બન્‍નેશી ધરપકડ કરી અને જેલ હવાલે કર્યા હતા.
ચલાલાના ફોઝદાર શ્રી જી.ડી. આહીર, સ્‍ટાફના અરવીંદભાઇ ચૌધરી, જીતુભાઇ, ભગીરથભાઇ, સુરેશભાઇ, ડાભીભાઇ, હાર્દિકભાઇ, સતારશા, અકબરભાઇ, આરપીએફના પીઆઇ શ્રી પ્રેમશંકરભાઇ, રામપ્રતાપસિંહ, રામભાણસીંહ,રાજેન્‍દ્રકુમાર, ભીમસીહ, નરેશભાઇ દવેએ એસપીશ્રી જગદીશ પટેલ તથા ડીવાયએસપી શ્રી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરી હતી.


શ્રી પરેશ ધાનાણીની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદે વરણી

અમરેલી જિલ્લાનું વજન કોંગ્રેસમાં પણ વઘ્‍યું છે અને આવનારા ગુજરાત વિધાનસભાના જંગમાં અમરેલી મહત્‍વનો ભાગ ભજવશે કારણે કે, મુખ્‍યમંત્રી પદ માટે કોંગ્રેસમાં ચર્ચાતા શ્રી પરેશ ધાનાણીની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદે વરણી કરાઇ છે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં શ્રી ભરતસિંહ સોલંકી ઉપરાંત વધુ ચાર આગેવાનો શ્રી તુષારભાઇ ચૌધરી,શ્રી પરેશ ધાનાણી,શ્રી કુવરજીભાઇ બાવળીયા,શ્રી કરશનદાસ સોનાલીને કાર્યકરી પ્રમુખપદની જવાબદારી સોંપાઇ છે.કોંગ્રેસમાં રાષ્‍ટ્રીયકક્ષાએ મહત્‍વ ધરાવતા અમરેલીના શ્રી પરેશ ધાનાણી ઉપર અભિનંદનનો વરસાદ થયો છે.


ડેડાણ તાબાના નવા માલકનેસ ગામમાં મહિલાને સ્‍વાઇનફલુ

ડેડાણ તાબાના નવા માલકનેસમાં રહેતા સમજુબેન ઉકાભાઇ પરમાર ઉ.વ.60ને થોડા સમય પહેલા તાવ, શરદી, ઉધરસની અસર રહેતાં ડેડાણ દવાખાને સારવાર લીધેલ સારૂ ન થતા પ્રથમ મહુવા અને ત્‍યાંથી વધુ સારવાર માટે ભાવનગર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવતા સ્‍વાઇનફલુ પોઝીટીવ આવતા આખો પરિવાર ભયમાં મુકાઇ ગયો છે. આ મહિલાની જાત તપાસ માટે ગામનાં સરપંચ દ્વારા ભાવનગર દવાખને જઇ ખબર અંતર પુછયા હતા આજે બપોરના ડેડાણના પત્રકાર બહાદુરભાઇ હીરાણી અને મોસીનખાન તેમજ સંજય સોલંકી સહિત કાર્યકરો સમજુબેન પરમારના ઘરની મુલાકાત લઇ વિગત જાણી તો હાલ સમજુબેનના પુત્ર પણ બિમાર હોય જેમને તાવ, શરદી જેવો રોગ છે. આમ નાના એવા ગામમાં સ્‍વાઇન ફલુનો કેસ જાહેર થતા ગામમાં ભયનો માહોલ ઉભો થયો છે અને ગામમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહેલ છે આ બાબતે આરોગ્‍યતંત્ર દ્વારા વહેલી તકે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવી જોઇએ.


અમરેલી લાયન્‍સ કલબ રોયલના સહયોગથી ઉકાળાનું વિતરણ

અમરેલી ભીડભંજન મંદિર પાસે લાયન્‍સ સલબના સહયોગથી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ પ્રેરીત વિશ્‍વકર્મા કડીયા કારીગર મંડળ દ્વારા સ્‍વાસ્‍થ વર્ધક અને સ્‍વાઇનફલુથી બચવા ઉકાળાનું વિતરણ બુથ શરૂ કરવામાં આવેલ આ કાર્યક્નમને સફળ બનાવવા લાયન્‍સ કલબ રોયલના પ્રમુખ વસંતભાઇ મોવલીયા, વિશ્‍વકર્મા કારીગર મંડળના પ્રમુખ ભાવેશભાઇ પરમાર, ઉપપ્રમુખ કનુભાઇ ટાંક, વિજયભાઇ ચોટલીયા, વાઘજીભાઇ રાઠોડ, રાજુભાઇ ટાંક, હરેશભાઇ ટાંક, કમલેશભાઇ સોલંકી,અમુભાઇ પરમાર, સુરેશભાઇ સોલંકી, ચેતનભાઇ ચૌહાણ, હસુભાઇ પરમાર સહિત સભ્‍યો ઉપસ્‍થિત રહયા હતાં.


અમરેલીમાં સારહી કલબ દ્વારા ગણેશ ઉત્‍સવ

અમરેલીમાં શારહી દ્વારા દર વર્ષે રાજકમલચોક ખાતે ગણેશ ઉત્‍સવ ઉજવાય છે. તે મુજબ આ વર્ષે પણ આયોજન થતાં શોભાયાત્રા સાથે ગણપતિ સ્‍થાપના કરવામાં આવી છે જેનો અનેક લાભ ધર્મપ્રેમીઓ પૂજા, અર્ચન આરતીનો લાભ લઇ રહયા છે


અમરેલીમાં શ્રી સારથી નાગરીક શરાફી સહકારી મંડળી લીનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્‍યો

અમરેલી સુવિધામાં એક આગવું છોગુ ઉમેરાયુ છે. ત્‍યારે અમરેલી અગ્રણી ઉદ્યાોગપતિશ્રી તથા જીલ્‍લા બિલ્‍ડર્સ એસો.ના પ્રમુખશ્રી દિનેશભઇ બાંભરોલીયા દ્વારા અમરેલીમાં શ્રી સારથી નાગરીક શરાફી સહકારી મંડળી લી.નો પ્રરંભ કરવામાં આવ્‍યો આ મંડળીનો પ્રારંભ જીલ્‍લાના પીઠ સહકારી આકગેવાન તથા મઘ્‍ય સહકારી બેંક લી. ના એમ.ડી. શ્રી જીણાભાઇ વધાસીયાના અઘ્‍યક્ષ સ્‍થાને તથા વરદ હસ્‍તે કરવામાં આવ્‍યો હતો તથા મંડળીના પ્રારંભ પ્રથમ સભાસદ તથા શેરહોલ્‍ડર તરીકે ડાયનેમીક ગૃપ અમરેલીના પ્રમુખ પ્રઘ્‍યાપકશ્રી હરેશભાઇ બાવીશીએ નામાંકન કરાવ્‍યુ હતુ. સેવીંગ, કરંટ એફ.ડી. જેવી બેન્‍કીંગ સુવીધા પુરી પાડવાના આશ્રયે પ્રરંભ કરેલ આ મંડળીના પ્રરંભ નાગરીક સહકારી બેંક લી. ના ડયરેકટર ભુપતભાઇ સાવલીયા ખોડલધામ સમિતી તાલુકા પ્રમુખ ભરતભાઇ ચકરાણી હિરેનભાઇ બાંભરોલીયા વિ. મોટી સંખ્‍યામાં શુભેચ્‍છાકો ઉપસ્‍થિત રહ્યા હતા.


26-08-2017

thumbnail of 26-8-17