Main Menu

Wednesday, August 2nd, 2017

 

ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આજે જન્‍મદિવસ ઉજવાશે

રાજકોટ,
ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આજે જન્‍મદિવસ ઉજવાશે. રાજકોટને કર્મભુમિ બનાવી સમગ્ર ગુજરાતના કાર્યક્ષેત્રને સતત નજર સમક્ષ રાખનાર વિજયભાઇ રૂપાણીના જન્‍મદિને પરિવારજનો, મિત્રવર્તુળ, કાયક્નરો અને ગુજરાતની પ્રજાજનો શુભેચ્‍છા આપવા આતુર બન્‍યા છે.
2ઓગષ્‍ટ 56માંપરમાંના રંગુન ખાતે જન્‍મેલા શ્રી રૂપાણીએ 1960માં રાજકોટ ખાતે વસવાટી કરી અને કારકિર્દીની શરૂઆત કરી 24વર્ષની વયે ભાજપમાં ગયા અને રાજકીય સફર શરૂ થઇ.
1987માં કોર્પોરેટર બન્‍યા બાદ મુખ્‍યમંત્રીે સુધી પહોંચી યશસ્‍વી કારકિર્દીના 61વર્ષ પુરા કરી આજે 62માં પ્રવેશ કરશે તે વેળાએ વિજયભાઇ રૂપાણી અને આગોતરી શુભકામનાઓ ઠેર-ઠેરથી મળી રહી છે.


રાજકોટમાં શ્રી જિતુભાઇ સોનીની ઉપસ્‍થિતિમાં શ્રી રૂપાણીનું સન્‍માન

રાજકોટ ખાતે અમરેલી જિલ્લાના ધારગણી ગામના વતની અને પરજીયા સોની સમાજના દાતાશ્રી તથા ભામાશા એવા શ્રી જિતુભાઇ સોનીના મુખ્‍યમહેમાનપદે રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.
શ્રી જિતુભાઇ સોનીના મુખ્‍ય મહેમાનપદે રાજકોટના મેયર,ડે.મેયર ધારાસભ્‍યશ્રીની ઉપસ્‍થિતિમાં નરસિંહનગર યુવા સોશ્‍યલગૃ્રપ દ્વારા શ્રી વિજયભાઇ રૂપાણીનું સન્‍માન કરાતા રાજકોટના વિવિધ ક્ષેત્રના આગેવાનોએ મુખ્‍યમંત્રીેશ્રીને ફુલડે વધાવ્‍યા હતા.મઘ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્ર, ગુજરાત સહિત દેશભરના મિડીયાજગતમાં જેનું નામ આદર સાથે લેવાય છે તેવા પરજીયા સોની સમાજના અને અમરેલી જિલ્લાના ગૌરવ એવા શ્રી જિતુભાઇ સોનીના મુખ્‍યમહેમાનપદે યોજાયેલા આ કાર્યક્નમમાં રાજકોટવાસીઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.


તુલસીશ્‍યામના દર્શને ભાવિકોનો પ્રવાહ ઉમટયો

તુલસીશ્‍યામ,
હાલ ચોમાસું ઋતુમાં ગીરની વનરાજીઓ સોળે કળાએ ખીલી ઉઠી છે અને જંગલના સુનકારમાં પાણીના વહેતા ઝરણાનો મધુર અવાજ ગુંજારાવ થઇ રહયો છે.ત્‍યારે પ્રકૃતિ પ્રેમીઓનો પ્રવાહ જંગલ તરફ વહી રહયો છે. પવિત્ર શ્રાવણ માસમાં તુલશીશ્‍યામ સહિત ગીરના અનેક ધર્મ સ્‍થાનકો જાણે કે ભાવિકોને સાદ સઇ રહયા હોય તેવો માહોલ જામ્‍યો છે અને ઠેર-ઠેર યાત્રીઓની ભીડ ઉમટી રહી છે. ચોમાસાની પ્રતિક્ષામાં રહેતા પ્રકૃતિપ્રેમીઓ મેઘાવી માહોલ થતા જ ગીરના જંગલોમાં ઉતરી પડે છે. શ્રાવણ માસના દિવસોમાં વરસતાં વરસાદી સરવડા, ખળ ખળ વહેતા ઝરણાં, ફાટ ફાટ થતી લીલી વનરાઇઓ અને કેસરી સાવજોની ડણક પ્રકૃતિપ્રેમીઓને અહીં ખેંચી લાવે છે. પ્રતિવર્ષ શ્રાવણ માસમાં સાતમ આઠમના તહેવારોમાં યાત્રિકોની સંખ્‍યામાં અગણિત રહે છે. શ્રાવણના પ્રત્‍યેક શનિ-રવિના દિવસોમાં પણ મેળાવડો જોવા મળે છે. ચાલુ વર્ષે પણ મેઘરાજાએ ગીરના જંગલમાં પુરતું વ્‍હાલ વરસાવ્‍યું છે અને હાલ વનરાઇઓ હિલોળા લઇ રહી છે તો હરણાઓ ઉછળકુદ કરી જાણે કે પોતાનો રાજીપો વ્‍યક્‍ત કરી રહયા હોય તેવો માહોલ સર્જાયો છે. નસીબદાર લોકોને સિંહ દર્શનનો લાભ પણ મળી જતો હોય છે. પવિત્ર શ્રાવણ માસમાં સાતમ-આઠમનાં મીની વેકેશનમાં તુલસીશ્‍યામ સહીતનાં તિર્થધામ યાત્રિકોથી ઉભરાતા હોય છે. આ વર્ષે પણ હજારોની સંખ્‍યામાં લોકો અહીં ઉમટી પડશે તેવી ગણતરી છે. ટુરીસ્‍ટરો માટે તુલસીશ્‍યામ જવા આવવાનું સફળ હોયઅહિં સંખ્‍યા વિશેષ રહેશે. વેકેશન અને રજાનાં દિવસોમાં સૌરાષ્‍ટ્રવાસીઓની પ્રથમ પસંદગીરનું જંગલ રહયું છે. ચોમાસામાં વરસતાં સરવડા અને ખીલી ઉઠેલી પ્રકૃતિ સાથે ડણક દેતા સાવજો આ ગિરની ભૂમિની ખાસિયત છે. આથી રાજયના અન્‍ય પ્રાંતમાંથી તેમજ અન્‍ય રાજયોમાંથી ટુરીસ્‍ટરો અહીં કાયમ આવતાં રહે છે. ગીરના જંગલમાં આવેલા જુદા-જુદા ધર્મ સ્‍થાનકો પણ ટુરીસ્‍ટરોને આકર્ષિત કરી રહયાં છે. તેમાં કનકાઇ, બાણેજ, તુલસીશ્‍યામ વગેરે સ્‍થળો ખુબ ખ્‍યાતિપ્રાપ્‍ત છે. આવાસ નિવાસની વ્‍યવસ્‍થાથી સજજ તુલસીશ્‍યામ તિર્થધામમાં આ વર્ષે પણ ટુરીસ્‍ટરો ઉમટી પડશે. અહીં પ્રત્‍યેક દર્શનાર્થીઓ માટે ભોજન-પ્રસાદની નિઃશુલ્‍ક વ્‍યવસ્‍થાની પરંપરા રહીં છે. આ ઉપરાંત આવાસ નિવાસ માટે પણ અનુકુળછે. આમ, તુલસીશ્‍યામ સહિતના ગીરનાં ધર્મસ્‍થાનકોમાં ટુરીસ્‍ટરોનો પ્રવાહ મીની વેકેશનમાં વહેશે. સાસણગીરમાં હાલ સિંહ દર્શન બંધ હોય છે. આથી જંગલમાં નસીબજોગે સિંહ દર્શન થઇ જશે તેવી પ્રબળ આશા સાથે ટુરિસ્‍ટો ગીરમાં જુદા-જુદા નાના મોટા મંદિરો અને આશ્રમોમાં રહી કુદરતનાં સાનિઘ્‍યનો આનંદ ઉઠાવે છે.


ભાજપ-કોંગ્રેસ બંનેએ લોકોનો વિશ્‍વાસ ગુમાવી દીધો છે : યુવા સરકાર નવી પાર્ટીની રચના કરશે

સુરત,ગુજરાત રાજયની વર્તમાન રાકીય પરીસ્‍થિતી જોતા રાજયના વરસાદી વાતાવરણમાં ગરમાટો ધીમે-ધીમે આવતો જાય છે. દરમિયાન આજે અમદાવાદ ખાતે સુરતના વકિ અને પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા કે.ડી. શેલડીયાએ યુવા સરકાર પાર્ટી નામાના નવા રાજકીય પક્ષની જાહેરાત કરી છે. યોજાયેલ પત્રકાર પરીષદ હેઠળ નવી રાજકીય પાર્ટી અંગે જાહેરાત કરતા કે.ડી. શેલડીયાએ જણાવ્‍યુ હતુ કે ભારતિય જનતા પાર્ટી અને વિરોધ પક્ષ તરીકે કાર્યરત કોંગ્રેસ પક્ષ તરીકે કાર્યરત કોંગ્રેસ પક્ષ બંને પ્રજાનો વિશ્‍વાસ ગુમાવી રહ્યો છે. ધંધાકીય હાલત કથળે જાય છે. નોકરી ધંધામાં ભંયકર હાલત ખરાબ છે. ધંધામાં પ્રસરેલી મંદીના કારણે અનેક લોકો આપઘાત કરી રહ્યા છે. ખેડુતો દેવાદારબન્‍યા છે. ખેડુતોને પોતાની આવક સમીત બની છે. રાજયમાં આરોગ્‍ય અને શિક્ષણ નિમ્ર સ્‍તરે ઉતરી ગયુ છે. રાજયમાં યુવાવર્ગની વસ્‍તી આશરે 35 ટકા જેટલી છે. જે હાલ રાજકીય હતાશામાં ધકેલાય ગયો છે. ત્‍યારે યુવા સરકાર પાર્ટીની સ્‍થાપના કરીને યુવાનોને નવા રાહ તરફ લઇ જવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.વધુમાં કે.ડી. શેલડીયાએ જણાવ્‍યુ હતુ કે યુવા સરકાર પાર્ટીમાં સમગ્ર રાજયમાં યુવાનોને 50 ટકા પ્રતિનીધીત્‍વ આપીને તેમને શારીરીક નહિ પરંતુ વિચારો દ્વારા પણ યુવાનની ઓળખ આપવામાં આવશે. આગામી વિધાનસભાની ચીંટણીમાં વિધાન સભ્‍યો ઉપર નજર રાખીને મજબુત વિરોધ પક્ષ ઉભો કરીશુ. 35 વર્ષીય એવા દરેક સમાજ અને મહલિાઓને મહત્‍વ આપીશુ. જાહેર જીવનમાં પ્રસરેલા ભષ્‍ટ્રાચારને લોકોની સાથે રહીને ખુલ્‍લો પાડીને જાહેર માઘ્‍યમો દ્વારા અટકાવવામાં આવશે. સરકારી કામ, કોન્‍ટ્રાકટરો સહિત કાર્યમાં ફેલાયેલા ભષ્‍ટ્રાચારીને રોકી ને ભાજપ અન કોંગ્રેસની મીલલીભગત અંગે લોકોને જાગૃત કરવામાં આવશે. ગુજરાતની પ્રજા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષની નીતીથી વાકેફ છે. ત્‍યારે યુવા સરકાર દ્વારા રાજયમાં એક નવું મજબુત સંગઠન દ્વારા સામાજીક ક્નાંતિ તરફ લઇ જવા પ્રયત્‍ન કરીશુ.


પુર અસરગ્રસ્‍તોની વ્‍હારે ચડતી લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)

કુદરતી હોનારતમાં સેથી વધુ જો કોઈ લાચાર હોય તો એ મુંગા પશુ-પંખીઓ છે. આ વર્ષે ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ વર્તાવ્‍યો અને ઉત્તર ગુજરાતનું જનજીવનને ખોરવી નાખ્‍યું. આ મેઘવૃષ્ટિ એટલી ભયાનક હતી કે ગામોના ગામ તેમાં ડુબી ગયા અને અનેક જીવોએ પ્રાણ ગુમાવ્‍યો છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ડીસા જેવા વિસ્‍તારોમાં આફતના અણસાર વધુ છે અને ત્‍યાંના લોકોની હાલત દયનીય છે. દેશભરની સામાજિક-સેવાકીય સંસ્‍થાઓ મદદના હેતુસર કાર્યરત છે. ત્‍યારે અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિ અને લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)એ પણ આ આફતમાં સથવારો પુરો પાડવા સહભાગી બની છે. આ સંસ્‍થાએ ઉત્‍કૃષ્ટ વિચાર પ્રગટ કર્યો કે હાલમાં પુરગ્રસ્‍ત વિસ્‍તારોમાં ફૂડ પેકેટ સહિત માનવીય જીવનને મદદરૂપ થઈ શકે તેવી સામગ્રી દેશભરમાંથી આવી રહી છે ત્‍યારે મુંગા પશુઓના ઘાસચારાની વ્‍યવસ્‍થા આપણી સંસ્‍થા તરફથી થવી જોઈએ. સંસ્‍થા તરફથી અગિયાર ટ્રક ઘાસચારાના તૈયાર કરીને પુરગ્રસ્‍ત વિસ્‍તારમાં મોકલવામાં આવ્‍યા છે. ખોડલધામ ટ્રસ્‍ટ, કાગવડના ટ્રસ્‍ટી અને લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંતભાઈ મોવલિયાએ જણાવ્‍યું હતું કે, જેને મદદની જરૂર છે તેમને સહાય કરવી એ અમારી સંસ્‍થાનો મુદ્રાલેખ છે. આ ભયાનકપુરમાં જયા જયાઅમારીથી પહોંચી શકાશે ત્‍યા ત્‍યા પુરી મદદ કરીશુ. આ વખતે અમે મુંગા પશુઓ માટે ઘાસચારો મોકલ્‍યો છે. આવી પરિસ્‍થિતિમાં સેએ સાથે મળીને એકબીજાની મદદ કરીને પુરતી સહાય કરવી જોઈએ.પુરગ્રસ્‍ત વિસ્‍તારોમાં ટ્રકોની રવાનગી અમરેલી જિલ્લાના કલેકટર શ્રી સંજય અમરાણી તથા માહીતી નીયામક શ્રી બસીયા દ્વારા કરાવવામાં આવી હતી. આ સમયે ખોડલધામ ટ્રસ્‍ટ, કાગવડના ટ્રસ્‍ટી અને લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંતભાઈ મોલવિયા, શ્રઅમરેલી ખોડલધામ સમીતિના કન્‍વીનર રમેશભાઈ કાથરોટિયા તથા ક્ષ્ભ્‍ વ?ઋસહત્‍ચ ખ્‍ત્‍ગ્‍વવ્‍ભ્‍ન્‍ત્‍લ ઝખ્‍ગ્‍દહત્‍ચ )ત્‍સ્‍ઝત્‍ગ્‍શ્‍ભ્‍ન્‍ત્‍લ ઝખ્‍ગ્‍દહત્‍ચ )ત્‍ભઝભ્‍ન્‍ત્‍લ સસ્‍ત્‍ વ્‍ત્‍ન્‍ી? )વ્‍ભત્‍િ ખ્‍ગ્‍ખભઝત્‍ગ્‍ વમ્‍ગ્‍ઝગ્‍થ્‍ગ્‍ ?ગ્‍વત્‍ થ્‍-ભ્‍ દ્યસભ્‍ થ્‍ગ્‍િ થ્‍ગ્‍થિ ખ્‍ત્‍વિસત્‍ હન્‍ઘ્‍: )ત્‍ન્‍: ?ર્એં ભત્‍જાિન્‍ઘ્‍ઋ દ્યસઘ્‍ઋઈબંને સંસ્‍થાઓના હોદેદ્દારશ્રીઓ હાજર રહેલા હતાં.


અમરેલીમાં લાયન્‍સ સીટી દ્વારા પુરપિડીતોને રાસનકીટ મોકલાઇ

અમરેલી, લાયન્‍સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા સાબરકાંઠા, બનાસકાંઠા પુરપિડીતોમાટે રાસનકીટ ટ્રક ભરી રવાના કરવામાં આવી. જેમાં 500 કીટ બનાવવામાં આવેલ જે કીટની અંદર કાચુ સીધું જેમાં ઘઉંનોલોટ, તુવેરદાળ, મગદાળ, ચોખા, તેલ, ખાંડ, ચા, મરચું, મીઠું, હળદર, માચીસ, ધાણાજીરૂ વગેરે 500 નંગ કીટ પેક કરી રવાના કરવામાં આવેલ. જે કીટ ખર્ચે 3લાખના ખર્ચે કરેલ માટે લાયન્‍સ કલબ નો ફાળો તેમજ મેબિર દ્વારા સ્‍વેચ્‍છીક રકમ દાનમાં મળેલ. જેનાથી આ કીટ બનાવવી પેક કરવા માટે લાયન્‍સમેમ્‍બર જીતુભાઇ ડેર, એ.બી.કોઠીયા, વનરાજભાઇ પટેલ, આશાપુરા ટીમ્‍બર (માધવજીભાઇ પોકાર),લા.પરેશભાઇ કાનપરીયા, લા.ભગવાન ભાઇ કાબરીયા, લા.અશ્‍વિનભાઇ ડોડીયા, લા.રિધેસ ભાઇ નાકરાણી, લા.મુકેશ ભાઇ અકબરી, લા. વિનોદરાય આડ્રોમ, લા.ભુપતભાઇ ભુવા, લા.જયેશ ભાઇ પંડયા, લા.અશ્‍વિન ભાઇ સંવટ, લા.પંકજ ભાઇ હીરપરા, લા.ભદ્રેશ સિંહ પરમાર, લા.અશોક ભાઇ ઝાલા, લા.પ્રવિણભાઇ રાઠોડ, લા.દિનેશભાઇ સોરઠીયા, લા.પરેશ ભાઇ આચાર્ય, લા.નરેશભાઇ જોગાણી, લા.નિતિન ભાઇ પટેલ વગેરેએ જહેમત ઉઠાવેલ સેક્નેટરી લા.મનોજભાઇ કાનાણીએ જણાવ્‍યું છે.


અખિલ ભારત હિંદુ મહાસભાના સચિવ તરીકે શ્રી રેખાબેન રાઠવા

અમરેલી,અખિલભારત હિન્‍દુ મહાસભાના રાષ્‍ટ્રીય સચિવ તરીકે અમરેલીના મહિલા અગેવાન અને અનેક સેવાઓ સંસ્‍થાઓ સાથેજોડાયેલા રેખાબેન રાઠવાની નિમણુ ંક કરી છે. રાષ્‍ટ્રીય સચિવ તરીકેનિમણુ ંક થતા સર્વેએ આવકારી રેખાબેન રાઠવા ઉપર અભિનંદનની વર્ષા કરી છે.


02-08-2017

thumbnail of 2-8-17