Main Menu

Friday, August 4th, 2017

 

05-08-2017

thumbnail of 5-8-17


અમરેલી જિલ્‍લાના મંજુર થયેલા હાઈવે કયારે બનશે ?

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ગત તા.1/8/ર017ના રોજ અમરેલી જિલ્‍લા માંથી પસાર થતા અને મંજુર થયેલ ઉના-ધારી- ચલાલા-અમરેલી-બાબરા-જસદણ-ચોટીલા અને મહુવા-સાવરકુંડલા- અમરેલી- બગસરા- વડીયા- જેતપુર નેશનલ હાઈવેનું કામ ઝડપી શરૂ કરાવવા માટે કેન્‍દ્રીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીને રજૂઆત કરેલ હતી. સાંસદશ્રીએ રજૂઆતમાં જણાવેલ હતુ કે, સરકારશ્રી તરફ થી ઉના-અમરેલી-ચોટીલા હાઈવે (લંબાઈ ર80 કિ.મી.) માટેઅંદાજિત નાણાંકીય રૂા. 1981 કરોડ અને મહુવા-સાવરકુંડલા-અમરેલી-બગસરા-જેતપુર હાઈવે (લંબાઈ 181 કિ.મી.) માટે અંદાજિત નાણાંકીય રૂા. 1પ0ર કરોડની મંજુરી મળેલ છે. હાલ સદરહુ બંને કામો ખૂબ જ ધીમી ગતિએ થઈ રહયા છે. જમીન સંપાદન હોઈ કે પછી અન્‍ય કોઈ નિર્માણનું કામ બધી જ કામગીરીખૂબ જ ધીમે થઈ રહી છે. આ બંને નેશનલ હાઈવેના કામો થવા થી અમરેલી જિલ્‍લાના તથા ઉપરોકત બંને હાઈવે પરથી પસાર થનારા તમામ લોકોને જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર જિલ્‍લામાં આવન-જાવનમાં ખૂબ જ સરળતા રહેશે તથા લોકોની સમય શકિતનો પણ બચાવ થશે. અમરેલી જિલ્‍લાના લોકોને નેશનલ હાઈવેનો સત્‍વરે લાભ મળી રહે તે માટે ઉપરોકત બંને હાઈવેના કામો ઝડપ થી શરૂ કરાવી સત્‍વરે પૂર્ણ કરાવવા સાંસદશ્રીએ કેન્‍દ્રી મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીને રજૂઆત કરેલ હોવાનું સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.


સાવરકુંડલામાં કાયદો વ્‍યવસ્‍થા મજબૂત બનાવવા પેટ્રોલિંગ વધાર્યુ

 

સાવરકુંડલા અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં કાયદો વ્‍યવસ્‍થા વધુ મજબૂત બને તેમાટે પોલીસ તંત્ર વધુ સજાગ બનીને રાઉન્‍ડ ધ ક્‍લોક પેટ્રોલિંગ વધારી દીધું છે રોડ રસ્‍તાના ટ્રાફિક અને સ્‍કૂલ કોલેજ પાસે બાઈક રોમિયોના ત્રાસને દૂર કરવા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક જગદીશ પટેલની સૂચના અનેસાવરકુંડલા ડી.વાય. એસ.પી. રાજેશ પરમાર ના માર્ગદર્શન તળે નવાજ આવેલા બાહોશ સીટી પી.આઈ.આર. આર.ભાભલા સાથે છેલ્લા એક મહિનાથી કાયદો વ્‍યવસ્‍થા મજબૂતી માટે જજુમતા પી.એસ.આઈ. બી.વી.બોરીસાગર એ વાહન ચાલકો ને સરકારશ્રી ના સંપૂર્ણ નિયમનનું પાલન થાય તેવા અભિગમ સાથે સીટી પી.આઇ. ભાભળા અને પી.એસ.આઈ. બોરીસાગર સાથે અરવિંદભાઈ પરડવા, નિલેષભાઈ સોલંકી સહિતના ડી સ્‍ટાફ એ કમર કસી છે સવારે સ્‍કૂલ કોલેજ જવા ટાઈમે અને છૂટવા ટાઈમે સતત પોલીસ પેટ્રોલિંગ થવાથી બાપ કમાઈના નબીરાઓની શાન ઠેકાણે આવી છે સાવરકુંડલા પોલીસ તંત્ર દ્વારા થઈ રહેલી સરાહનીય કામગીરી ની સાવરકુંડલા શહેરીજનો પ્રશંશા કરી રભ છે


ચાંચ ગામેથી નાસતો ફરતો આરોપી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી,ગઇકાલ તા.ર/08/ર017 ના રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સડ.શ્રી. એ.પી.પટેલ ની રાહબરી નીચે એલ.સી.બી. પોલીસ સ્‍ટારફ મરીન પીપાવાવ વિસ્‍તા.રમાં કોમ્‍બીંનગ ના.રા. પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે, રાજુલા પોલીસ સ્‍ટોશનનાઅપહરણના ગુન્‍હાીમાં નાસતો ફરતો આરોપી શીતળા માતાજીના મંદિર પાસે છે તેવી ચોક્કસ બાતમી મળેલ હોય બાતમી વાળી જગ્‍યાએ કોમ્‍બીંહગ કરી રાજુલા પોલીસ સ્‍ટેજશનના ફ.ગુ.ર.નં.39/ર016, ઇ.પી.કો. કલમ 363, 366 તથા પોક્‍સો એક્‍ટ 18 મુજબના ગુન્‍હારના કામે નાસતા ફરતા આરોપી કિશનભાઇ સોમાતભાઇ ચૌહાણ, ઉં.વ.ર1, રહે.ચાંચ, તા.રાજુલા વાળાને પકડી પાડી તેના વિરૂઘ્‍ધર ધોરણસર કાર્યવાહી કરી રાજુલા પોલીસ સ્‍ટે9શન હવાલે કરવામાં આવેલ છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ . શ્રી.એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટા ફના અબ્‍દુલભાઇ સમા, પ્રફુલ્લેભાઇ જાની, ધર્મેન્‍દ્રલરાવ પવાર, બાબુભાઇ ડેર, સંજયભાઇ પદમાણી, સાર્દુલભાઇ ભુવા, ગોવિંદભાઇ પરમાર, વિજયભાઇ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, રાણાભાઇ વરૂ, કિરણભાઇ સોલંકી, ઉમેદભાઇ મહેતા, ભાવેશભાઇ બોરીસાગર, મધુભાઇ પોપટ, જગદીશભાઇ ઝણકાત, તુષારભાઇ પાંચાણી, વિજયભાઇ વાઢેર, ડ્રાઇવર નુરભાઇ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઇ ડેર વિ.એ કરેલ છે.


મનીષ સંઘાણી થાકને પણ ગણકારતા નથી સહકારી શિબિર પુર્ણ કરી પુરગ્રસ્‍ત લોકોની સેવામાં

નાની વયે અનેક સહકારી, રાજકીય અને સામાજીક ક્ષેત્રે જવાબદારીઓ ઉઠાવી રહેલ યુવા આગેવાન મનિષ સંઘાણીને પ્રદેશ ભાજપ એ રાજકોટ યુવા ભાજપના પ્રભારી તરીકેની જવાબદારી સુપ્રત કરી છે. અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકના સૌથી નાની વયના ડીરેકટર તરીકે મનિષ સંઘાણી છે. અન્‍ય રાજયમા યોજાયેલ સહકારી શિબીરમા ભાગલઈને આવેલા સંઘાણીએ લેશમાત્ર આરામ કર્યા વગર પુરગ્રસ્‍ત લોકોને સહાયરૂપ થવા અનેક વિસ્‍તારમા ફર્યા તેમની સાથે ઝોન ઈન્‍ચાર્જ ઝુબીન આશર, પ્રમુખ પ્રશાંત કોરાટ તેમજ મીત્રો જયભાઈ મસરાણી, સહીત યુવા ટીમ માનવસેવાના કાર્યમા જોડાયેલી. યુવા આગેવાનની માનવતાભરી સેવા કામગીરી બદલ તેમના મીત્રોએ મનિષ સંઘાણીને શુભેચ્‍છા પાઠવી હોવાનુ અખબારી યાદીમા જણાવાયેલ છે.


અમરેલી માર્કેટયાર્ડના ચેરમેન પદે શ્રી સોજીત્રા અને શ્રી ભંડેરી

અમરેલી માર્કેટયાર્ડના ચેરમેન પદે શ્રી પી.પી.સોજીત્રા અને વાઇસ ચેરમેન પદે શ્રી કાળુભાઇ ભંડેરીની બિનહરીફ વરણી થયેલ છે.
અમરેલી માર્કેટયાર્ડની ચુંટણીમાં કુલ 14 બેઠકોની ચુંટણી તા.3/4/17ના રોજ નિયામકશ્રી ગાંધીનગર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ચુંટણી જાહેર કરેલી તેમાં ખેડૂત વિભાગની આઠ, વેપારી વિભાગની ચાર અને તેલિબિયા વિભાગની બે મળી કુલ 14 બેઠકોની ચુંટણીમાં શ્રી સોજીત્રાની કિશાન વિકાસ પેનલ બિનહરીફ થયેલ આ ચુંટણી અંતર્ગત માર્કેટયાર્ડ અમરેલીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી બાકી હોય આજે જ ચુંટણી અધિકારી તથા જિલ્‍લા રજીસ્‍ટ્રાર ડી.વી.ગઢવી ભાવનગર દ્વારા ચેરમેન વાઇસ ચેરમેનની ચુંટણી માર્કેટયાર્ડ ખાતે થતા શ્રી પી.પી.સોજીત્રાનું ચેરમેન માટે અને વાઇસ ચેરમેન માટે કાળુભાઇ ભંડેરીનું ફોર્મ ભરાતા બંન્‍નેને બિનહરીફ જાહેર કર્યા હતાં


અમરેલી શહેરના તમામ વોર્ડમાં એલઇડી નાખી વિજળીની બચતની સાથે શહેરને ઝળહળતુ કરાશે

અમરેલી,અમરેલી શહેરના વિકાસ માટે સતત પ્રયત્‍નશીલ એવા પાલિકા પ્રમુખ દ્વારા વધુ એક વિકાસ કામ હાથ ધરાઇ રહયુ છે, અમરેલી શહેરના તમામ વોર્ડમાં એલઇડી નાખી વિજળીની બચતની સાથે શહેરને ઝળહળતુ કરવાનો પ્રારંભ થવાનો હોવાનુ જાણવા મળેલ છે.અમરેલી નગર પાજિકાના પ્રમુખ શ્રીમતી અલ્‍કાબહેન ગોંડલીયાએ જણાવેલ છે કે, અમરેલી શહેરમાં વોર્ડ નં. 1થી એલઇડી નાખવાનો પ્રારંભ કરાશે અને તબકકાવાર અમરેલી શહેરના તમામ વોર્ડમાં જુની લાઇટો કાઢી અને નવી એલઇડી નખાશે.


ગોપનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટે છે માનવ દરીયો

તળાજા, (આનંદ રાજદેવ)
ધુંધવતા અરબી સમુદ્ર તટે તળાજા તાલુકાના મોટાગોપનાથ ખાતે ધોળીધજાવાળા દેવ એટલે કે મહાદેવનું વિશાળ શિવાલય આવેલું છે.શ્રાવણમાસ અવસરે અહીં ભક્‍તોની ભારે ભીડ જામી રહી છે. સૌરાષ્‍ટ્રનું એકમાત્ર આ શિવધામ એવું છે કે પિકનિકની સાથે અહીંના બંને ટ્રસ્‍ટ દ્વારા વિનામૂલ્‍યે શિવજીનો પ્રસાદ પિરસવામાં આવે છે. ભક્‍ત કવિ નરસિંહ મહેતાની જન્‍મભૂમિ તળાજા તપોભૂમિ ગોપનાથ ખાતે બિરાજમાન શીવલીંગની નરસિંહમહેતાએ ભક્‍તિ કરેલી. નરસિંહ મહેતાની ભક્‍તિથી પ્રસન્‍ન થયેલા શિવજીએ નરસિંહ મહેતાને અહીં જ ભગવાન શ્રી કૃષ્‍ણની રાસલીલીના દર્શન કરાવેલા અને ત્‍યારબાદ નરસિંહ મહેતા કૃષ્‍ણભક્‍ત બન્‍યા આથી મોટા ગોપનાથએ નરસિંહ મહેતાની તપોભૂમિ કહેવામાં આવે છે. અહીં બિરાજમાન મહાદેવની સ્‍થાપના ગોપીઓના શીવજીની પૂજા પછી જ આહાર લેવાના વ્રતને લઇ કૃષ્‍ણ સાથે રહેલી ગોપીઓએ કરી હોવાની પણ લોકવાયકા છે. ગોપીઓના નાથ એટલે ગોપનાથ નામ પણ હોવાનું માનવામાં આવે છે.
પવિત્ર શ્રાવણમાસમાં ગોહિલવાડમાં પિકનિક સાથે શિવધામ તરીકે ગોપનાથ પ્રચલીત છે.
અહીં પુજા કરાવતાં નલીનભાઇના જણાવ્‍યા પ્રમાણે સવારે 5:30 કલાકે મંદિરના દ્વાર ખુલ્‍લે છે. 5:45કલાકે આરતી થાય છે. બપોરે 11:30 કલાકે દાદાને થાળ ધરવામાં આવે છે. આરતી થાય છે અને સાંજે 6:30 કલાકે આરતી થાય છે.
અહીંના કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા જે શિવ ભક્‍તોને ગર્ભગૃહમાં જઇ શિવપૂજા કરવી હોયતે સંસ્‍થાના નિયમો પ્રમાણે કરાવવામાં આવે છે. ગર્ભગૃહમાં માત્ર ધોતી પહેરીને જ પ્રવેશ કરવા દેવામાં આવે છે. શ્રાવણમાસ દરમિયાન અહીં ભક્‍તોની ભીડ ભારે જામે છે. અફાટ દરીયા સાથે કુદરતી સૌંદર્ય પણ અહીં ભારોભાર વેરાયેલું છે આથી રજાના દિવસોમાં શિવદર્શન સાથે સહેલાણીઓ પિકનીક પણ માણી શકે છે. અહીં અલગ-અલગ બે મહંત અને બ્રહ્મચારી ટ્રસ્‍ટ કાર્યરત બને છે. ટ્રસ્‍ટની અલગ-અલગ જગ્‍યાઓ છે. રસોડાઓ પણ કાર્યરત છે શિવમંદિરોમાં મફતમાં ભોજન પિરસવામાં દરરોજ આવતું હોય તો તે અહીં ગોપનાથ ખાતે લાડુ, રોટલી, શાક, ભાત સહીત પિરસવામાં આવે છે. ભાવનગર જિલ્‍લામાંથી અહીં ચોર્યાશીદાનનું પણ મહત્‍વ હોઇ ભક્‍તો મોટી સંખ્‍યામાં આ માસમાં પરીવાર, ગ્રામજનો સાથે આવે છે. બંને ટ્રસ્‍ટો પાસે યાત્રાળુઓને રહેવાની સગવડતા પણ વિશાળ પ્રમાણમાં હોઇ અન્‍ય પર્યટક સ્‍થળ કરતાં ખુબ જ ઓછા દરે દિવસે-રાત્રી રોકાણ કરી શકાય તે રીતે સગવડતા પણ પુરી પાડવામાં આવે છે. સરકાર દ્વારા પર્યટક સ્‍થળોમાં સમાવેશ કરવામાં આવેલ હોઇ આવનારા દિવસોમાં દરીયા કિનારે ઘાટ બનાવવાનું આયોજન છે. જેથી કરીને પર્યટકો દરીયાના પાણીમાં ઉછળતાં મોની વચ્‍ચે નાવાની મજા કુદરતી વાતાવરણ વચ્‍ચે લુંટી શકે. મોટા ગોપનાથની બાજુમાં સંતમસ્‍તરામધારાધામ, તેની બાજુમાં ખોડીયાર માતા ગુફામાં બિરાજમાન છે અહીં બંન્‍ને સ્‍થળો પર રમણીય બીચ આવેલા છે. પર્યટકો અહીં વિવિધ પ્રકારની રમતો રમી શકે છે સાથે દરીયાના ઉછળતા મોજામાં રમણીય બીચ હોઇ નાહીપણ શકે છે.


ધારી હિરા ઉદ્યોગ પ્રમુખ પદે ચતુરભાઇ રૂપાણીની વરણી

ધારી,ધારી હિરા ઉદ્યોગના પ્રમુખ તરીકે ચતુરભાઇ પરશોતમભાઇ રૂપાણી સી.પી. ની વરણી કરવામાં આવી આ વરણીમાં પ્રતાપભાઇ, ભીમજીભાઇ કોરાટ, અરવિંદભાઇ કોલડીયા, માવજીભાઇ તથા તમામ હિરા ઉદ્યાોના લોકોએ સાથે મળી પ્રમુખની વરણી કરી અભિનંદન પાઠવ્‍યા છે. તસ્‍વીર અહેવાલ ઉદ્યોગ ચોલેરા ધારી


માવજીંજવા પ્રા.શાળાના વિદ્યાર્થીઓ પુર અસરગ્રસ્‍તોની વહારે

માવજીંજવા,બગસરા તાલુકાના માવજીંજવા પ્રા.શાળાના બાળકોએ પુર અસરગ્રસ્‍ત વિસ્‍તારના લોકોનેમદદરૂપ થવા માટે ટીમો બનાવી શનિ-રવિની રજામાં ઘેર-ઘેર ફરી ફંડ એકઠું કરેલ. બાળકોમાં સંવેદના જાગી અને પીડીતોને મદદરૂપ થવાની ભાવના જાગૃત થાય તેવા આશય સાથે શાળાના શિક્ષક બાબુભાઇ મણવરના વિચારને આચાર્ય હાર્દિકભાઇ બાવીશીએ પ્રોત્‍સાહન પુરૂ પાડયું હતું શાળાના શિક્ષકો રામજીભાઇ અમરેલીયા, મનુભાઇ ઠુંમ્‍મર, પરશોતમભાઇ ભાલાળા, દેવાંગભાઇ સહિતે ફંડ આપી પ્રેરણા પુરી પાડી હતી. એકઠું થયેલ ફંડ બગસરા મામલતદાર શ્રી ભીંડીને મુખ્‍યમંત્રી રાહતફનડમાં જમા કરાવવા અર્પણ કરવામાં આવેલ. બાળકોના આ કાર્યને ભાવેશભાઇ ગોંડલીયા, સરપંચ જયાબેન તળાવિયાએ બિરદાવ્‍યું હતું.