Main Menu

Tuesday, August 8th, 2017

 

દિકરીનું ભરણપોષણ કરવું ભારે પડતા પિતાએ નદીમાં પધરાવી દીધી

દામનગરમાં નદીના વહેણમાંથી 9 માસની બાળકી બિનવારસુ હાલતમાં મળી આવ્‍યા બાદ પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસનાઅંતે લાઠીના તાજપર ગામે રહેતા એક પરિવારે પોતાને બે દિકરાઓ બાદ ત્રીજી દિકરી જન્‍મી હોવાથી અને તેનું ભરણપોષણ કરવું ભારે લાગતા હેવાનીયત આચરીને વ્‍હાલસોયી દિકરીને નદી કાંઠે પધરાવી દેતા અરેરાટી પરસરી જવા પામી છે.પિતા અને તેના પરિવાર સામે ચોમેરે ફીટકારની લાગણી વરસી રહી છે.
આ અંગેની વિગતો મુન્નબ દામનગરમાં બે ત્રણ દિવસ પહેલા નદીના વહેણમાં નવેક માસની એક નવાજાત બાળકી તણાઇને આવી હતી. જે સદ્યનસીબે જીવીત હાલતમાં મળી આવી હતી અને પોલીસ દ્વારા બાળકીને બચાવી લેવામાં આવી હતી. પ્રારંભે કોઇ સ્ત્રીએ પોતાના પેટનું પાપ છુપાવવા માટે બાળકીને ત્‍યજી દીધી હશે તેવું અનુમાન કરવામાં આવ્‍યું હતું અને આસપાસના વિસ્‍તારોમાં પૂછપરછ કરીને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી. દરમિયાન પોલીસને મળેલી ચોક્ક્‌સ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરતા નવ માસની બાળકીનું પાલનપોષણ કરી શકે તેમ ન હોવાથી બાળકીને જીવતી જ નદીમાં વહાવી દેનારા ઠ્ઠુર પિતા વિજય દેવચંદ પરમાર (રહે. તાજપર,તા. લાઠી) વાળાની પોલીસે ધરપકડ કરી હતી. બાળકી ઘણે જ દૂરથી પાણીના વહેણ સાથે તણાઇને આવી હતી તેમ છતાં જીવતી રહી હતી. પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગતો મઆપતા દામનગરના પીએસઆઇ એમ. આર. બારોટે જણાવ્‍યું કે, આરોપી તેની પત્‍ની અને પરિવાર સાથે તાજપર ગામે રહે છે. તેને બે પુત્રો છે. ન્નયારે ત્રીજી વખત આ પુત્રી જન્‍મી હતી. તેના પરિવારના બધા લોકો પુત્ર ઇચ્‍છતા હતા અને આ પુત્રી જન્‍મી હોવાથી કોઇને પસંદ નહોતી. તેના પરિવારો જૂની જડ વિચારસરણી ધરાવનારા લોકો છે. આખરે વ્‍હાલસોયા પિતામાંથી શેતાન બનેલા વિજયે પોતાના હાથે જ માત્ર 9 મહિનાની દિકરીને દામનગરની નદીના વહેણમાં મૂકી દીધી હતી અને ચાલ્‍યો ગયો હતો. વિજય ઘરેથી બળજબરીથી દિકરીને લઈ આવ્‍યો હતો. તે 8 ધોરણ સુધી ભણેલો છે અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. તે ત્રણ ભાઇઓ છે અને ખેતર વગેરે સંપત્તિ પણ છે. તેના ઘરમાં સ્ત્રીઓ પણ જૂની અને માત્ર પુરુષ સંતાન ઇચ્‍છનારી માનસિકતાથી પીડાય છે.
એક તરફ ભારતમાં બેટી બચાવો અભિયાન ચલાવીને સરકારો દ્વરા કરોડોના ખર્ચે લોકોને સાચા રસ્‍તે લાવવા માટે પ્રયત્‍નો કરવામાં આવી રભ છે બીજી તરફ આજે એકવીસમી સદીમાં બનેલી આ પ્રકારની ઘટનાથીખળભળાટ મચે ગયો છે. લોકોમાં ફીટકારની લાગણિ વરસી રહી છે.


અમરેલીમાં સર્વોતમ ગૃપ ઓફ અમરેલીની રચના

અમરેલીમાં શહેરના વિવિધ વ્‍યવસાય અને ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનોની બેઠક મળી હતી જેમાં સામૂહિક રીતે સર્વોતમ ગૃપ ઓફ અમરેલીની રચના કરવામાં આવી છે. આ ગૃપ દ્વારા શહેરમાં 250 જેટલા ગરીબ બાળકોને ભોજન કરાવીને સેવાકાર્યોની શરૂઆત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં કાર્યોનો વિસ્‍તાર કરવામાં આવશે.
અમરેલીમાં રવિવારે સેવાકાર્યો કરવાની ભાવના સાથે શહેરના વિવિધ વ્‍યવસાય અને ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનોની બેઠક યોજાઇ હતી. યુવાનો દ્વારા સૌ સાથે મળીને અમરેલીમાં સેવાના કાર્યો કરવાનું નક્કી કરીને આ માટે સર્વોતમ ગૃપ ઓફ અમરેલીની રચના કરવામાં આવી હતી. આ ગૃપની રચના સાથે જ પ્રથમ દિવસે અમરેલીમાં ઝુંપડપટ્ટી વિસ્‍તાર, ચિતલ રોડ, લાઠી રોડ, બ્રાહ્મણ સોસાયટી, અંધશાળા, આર્ષ આઘ્‍યયન કેન્‍દ્ર વગેરે સ્‍થળોએ ગરીબ બાળકોને ભોજન કરાવવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં યુવાનોએ સેવા આપી હતી.
આ ગૃપ દ્વારા આગામી દિવસોમાં અમરેલીમાં વિવિધ પ્રકારના સેવાકીય કાર્યો કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે અને પ્રવૃતિઓનો વિસ્‍તાર કરવામાં આવશે. આ માટે દરેક યુવાનો પોતાની બચતમાંથી થોડો થોડો ભાગ દર મહિને સેવાના કાર્યો માટે અર્પણ કરશે. નેત્ર નિદાન કેમ્‍પ, રક્‍તદાન કેમ્‍પ, જરૂરીયાતમંદોને સહાય, શિક્ષણ સહાય, સ્‍વચ્‍છતા અભિયાન, કપડા વિતરણ, વૃક્ષા રોપણ જેવા કાર્યો કરવામાં આવશે.
આ ગૃપમાં અમરેલીના નાસીરભાઇ ટાંક, રોમીલ ચૌહાણ, શરદભાઇ ધાનાણી, ભુપતભાઇ ભુવા, સમીરભાઇ કુરેશી,પી.સી.ઉભડા, હાર્દિકભાઇ સેંજલીયા, રમેશભાઇ શીંગાળા, અર્થભાઇ પરીખ, કેવલભાઇ મહેતા, હાર્દિકભાઇ પલેજા, રૂદ્રાક્ષભાઇ ગૌસ્‍વામી, તેજસભાઇ મસરાણી, વિશાલભાઇ સોની, કેયુરભાઇ રૈયાણી, કેતનભાઇ સૂચક, દિલિપભાઇ રંગપરા, ભાવેશભાઇ થડેશ્‍વર, શરદભાઇ મકવાણા, હિરેનભાઇ ચૌહાણ, સનીભાઇ ડાબસરા, અવીભાઇ કોરાટ, કૌશલભાઇ ભીમાણી, અશોકભાઇ વાળા, કેતનભાઇ મહેતા,અવધ વીશાણી, વિપુલ કાનપરીયા સહિતના યુવાનો જોડાયા હતાં.


જાફરાબાદમાં માછીમારોએ દરિયામાં દૂધનો અભિષેક કરી દરિયાપુજન કર્યુ

આજરોજ શ્રાવણ પુનમ એટલે માછીમાર સમાજના માટે દરિયા દેવ નું પૂજન અને આભાર માન થાતો દિવસ શ્રાવણ શરૂ થતા ની સાથે દરિયા દેવ ને કળશમાં પધરાવી અને ધરે લાવવામાં આવે છે. અને પંદર દિવસ સુધી નારાયણ ઉપનિષદ તેમજ શ્રી સુક્‍તમ દ્વારા પૂજન કરવામાં આવે છે. નાળીયેરી પીનમનક દીવસે વાજતે ગાજતે દરિયા દેવને વાજતે ગાજતે વળાવવા માટે મોટી સંખ્‍યામાં ભાઇઓ બહેનો દુધથી ભરેલ હેલો સાથે દરિયા પૂજન કરવામાટે દરિયા કિનારે પહોચે છે. શાસ્‍ત્રોત્‍ક વિધી પ્રમાણે દરિયા દેવનુ પૂજન કરવામાં આવે છે. ત્‍યારબાદ બહેનો અને ભાઇઓ દરિયા દેવ ને પ્રાથના કરે છે.
દરિયા દેવ તમે આખુ વર્ષ મારા પિતા, પતિ, ભાઇ, દિકરા તમામનુ આખુ વર્ષ દરિયામાં઼ ઘ્‍યાન રાખી અને સુખ રૂપ ઘરે પહોચાડો છો ખેડુતના દિકરાને જમીન ઉપર પાક દ્વારા ફળ આપો છો. માછીમાર સમાજને વાવણી ખાતર દવા વગર મચ્‍છી દ્વારા રોજી રોટી આપો છો તેનો દરીયા દેવનો આભાર માને છે. ત્‍યારે આ દરીયાદેવ નું પંદર દિવસ પૂજન કરેલુ હોય તેનુ દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. અને દુધથી અભિષેક કરી અની દરીયા દેવને શાંત પ્રાથના કરવામાં આવે છે. આ દરિયાદેવનાપુજન પ્રસંગે જાફરાબાદ નગરપાલીકાના પ્રમુખ તેમજ ઓલ ઇન્‍ડયા ફીશરમેનના વાઇસ પ્રેસીડેન્‍ટ ભગુભાઇ સોલંકી માજી પટેલ રામભાઇ સોલંકી, છનાભાઇ બારૈયા, લાલભાઇ સોલંકી માજી બોટ એ.સો. પ્રમુખ પરશોતમભાઇ બારૈયા ઢીસાભાઇ ભાલીયા રામજીભાઇ બારૈયા, શુકરભાઇ ભાલીયા તેમજ હરજીભાઇ બારૈયા, તેમજ અન્‍ય આગેવાનો ભાઇઓ બહેનો મોટી સંખ્‍યામા હાજરી આપી હતી અને દરિયા દેવનો જયાનાંદ કરેલો.


રાજુલા જાફરાબાદની 11 મહિલાઓએ દિલ્‍હી જઇ રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને રાખડી બાંધી

રાજુલા, ભારતના નવા રાષ્‍ટ્રપતિ ગોવિંદ કોહલીને આજે ગુજરાતના રાજુલાના કોળી સમાજની 11 બહેનો દ્વારા રાષ્‍ટ્રપતિભવન ખાતે 11 કલાકે રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે આજે રક્ષાબંધન રાખડી અને તિલક અને મો મીઠું કરવા આજે મહિલા મંડળ પ્રમુખ અને કોળી સમાજના આગેવાનશ્રી ભાવનાબેન બાંભણીયા, રેખાબેન ઊંમટ, રેખાબેન ચૌહાણ, વિજયાબેન બારાયા, રૂપલબેન સહિત 11 મહિલાઓ આ વિસ્‍તારના ધારાસભ્‍ય હીરાભાઇ સોલંકીને સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાએ અભિનંદન અને આ મહિલાઓને રક્ષાબંધન પર્વ દીલ્‍હી જવાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.


અમરેલીના વૃઘ્‍ધાશ્રમ ખાતે ભારતીય પરંપરા મુજબ રક્ષાબંધન તથા ફેન્‍ડશીપ ડે ઉજવાયો

અમરેલી જીલ્‍લાના યુવાનમાનસ પર છવાયેલી સંસ્‍થા ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલીટીઝ અમરેલી દ્વારા ચેરમેન પ્રા. હરેશભાઇ બાવીશીના માર્ગદર્શન હેઠળ ઓફસફર્ડ સ્‍કુલ ઓફ સાયન્‍સના ઉપક્નમે લેઉવા પટેલ સમાજના પ્રમુખ તથા ઔદ્યોગીક રત્‍ન ડી.કે. રૈયાણી તથાલાયન્‍સ કલબ ઓફ મેઇનના પ્રમુખ કાંતિભાઇ વઘાસીયાના અઘ્‍યક્ષ સ્‍થાને ભારતિય પરંગપરા મુજબ અમરેલીના વૃઘ્‍ધા આશ્રમ ખાતે ફેન્‍ડશીપ ડે તથા રક્ષાબંધનની અનોખી તથા ભાવાત્‍મક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લાયન્‍સ કલબ ઓફ અમરેલી મેઇનના પૂર્વ પ્રમુખ ગદીશ તળાવિયા, ઓસફર્ડ સ્‍કુલના કેમ્‍પસ ડાયરેકટર પ્રહલાદ વામજા, શિક્ષકો વૃઘ્‍ધાશ્રમના સંચાલકો ભટ્ટ વિદ્યાર્થીની બહેનો વગેરે દ્વારા વૃઘ્‍ધાશ્રમમાં રહેતા તમામ વૃઘ્‍ધોને મોં મીઠુ કરાવીને ગુલાબનું ફુલ આપીને રાખડી બાંધીને વડીલ વંદના કરી આશિર્વાદ લીધા હતા તે સમયે કેટલાક વૃઘ્‍ધોની આંખ ભારઇ આવી હતી તથા ભાવાત્‍મક દ્રશ્‍યો સર્જાયા હતા. આ તકે ડાયનેમિક ગૃપના ચેરમેન હરેશભાઇ બાવીશીએ જણાવ્‍યુ હતુ. કે શાળા-કોલેજના વિદ્યાર્થીઓમાં ભારતિય પરંગપરા તથા સાંકૃતિક પરંગપરાનો વારસો જળવાય તે હેતુથી આવા દિનની ઉજવણીઓ અનાથ અશ્રમ વૃઘ્‍ધા રીમાન્‍ડ હોમ તથા જેલમાં જ થવી જોઇએ જેથી ત્‍યા રહેતા હર કોઇને પારિવારીક લાગણી તથા સ્‍નેહ મળી રહે સમગ્ર કાર્યક્નમને સફળ બનાવવા માટે વૃઘ્‍ધશ્રમના તમામ કર્મચારીઓ ઓકર્સફડના હિરેનભાઇ સુતરીયા, અદિતીબેન જોષી વિ.એ. જહેમત ઉઠાવી હતી.


અમરેલીમાં ભગીરથ જયંતિ નિમીતે શોભા યાત્રા યોજાઇ

અમરેલીમા દર વર્ષની જેમ આ વર્ષ પણ બળેવ પર્વ ભગીરથ જયંતિની ઉજવણી કરવામા ંઆવી હતી. તે નિમીતે જેશીંગ પરાથી વિરાટ શોભા યાત્રા નિકળી હતી. સમગ્ર સગર સમાજ અને યુવક મંડળ દ્વારા યોજીત શોભા યાત્રાનું ઠેર-ઠેર સ્‍વાગત થયુ હતુ તે વેળાઅ સમગ્ર સગર સમાજ અને વિવિધ આગેવાનો આયોજકો સહિત નજરે પડે છે.


રક્ષાબંધનના પવિત્રપર્વે કોમી એક્‍તા પ્રગટી આવી

અમરેલી,રક્ષાબંધનના પવિત્રપર્વ પર ખરા અર્થમાં રક્ષાબંધનનીઉજવણી 108 ઇમરજન્‍સી સ્‍ટાફ તેમજ 181 મહિલા હેલ્‍પલાઇનના કર્મચારી દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ રક્ષાબંધનના પર્વ પર 181 મહિલા હેલ્‍પલાઇનના મહિલા કાઉન્‍સીલર શ્રી ગેબીનાબેન મ્‍લોચ જેઓ મુસ્‍લિમ સમાજમાંથી આવતા હોવા છતાં પણ તેમણે 108ના કર્મચારી મહેશ સોલંકી, અજીત ડોડીયા, રવિભાઇ વાળા અને વાલજી ધરમટીયાને રક્ષાબંધન પર રાખડી બાંધી આ પર્વને કોમી એક્‍તાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડેલ. તેમજ 181ના મહિલા કાઉન્‍સીલર શ્રી નીતાબેન ચૌહાણ દ્વારા 108ના મુસ્‍લિમ સમાજના કર્મચારી અકબર પરમારને તેમજ યોગેશભાઇ વૈદ્ય, હરસુખભાઇ વાળા, રાહુલભાઇ યાદવને રાખડી બાંધી તેમજ મહિલા કાઉન્‍સીલર દ્વારા તમામ કર્મચારી ભાઇઓ પાસે સ્‍વચ્‍છતા તેમજ વ્‍યસન મુક્‍તિની પ્રતિજ્ઞા લેવડાવી. 108 ઇમરજન્‍સી સર્વિસ તેમજ 181 મહિલા હેલ્‍પલાઇન ખરા અર્થમાં લોકોની જીવાદોરી તો બની જ છે. સાથે સાથે સમાજને શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડી સતત સમાજ માટે રાત-દિવસ દોડતા રહે છે.


08-08-2017

thumbnail of 8-8-17