Main Menu

Wednesday, August 9th, 2017

 

10-08-2017

thumbnail of 10-8-17


મીત્રવડાપ્રધાન મોદીની મહેમાનગતિ માણતો સંઘાણી પરિવાર

દિલ્‍હી,ભાજપના કાર્યકર્તા માથી દેશના ઉંચ્‍ચ સ્‍થાને પહોચેલા વડાપ્રધાન માન.નરેન્‍દ્રભાઈ મોદી પરસ્‍પરના મૈત્રીભાવને ભૂલ્‍યા નથી, નરેન્‍દ્રભાઈ મોદીની દિલીપ સંઘાણી સાથેની મીત્રતા અતૂટ અને અકબંધ છે અને તેથી જ વિકાસની દિશામા કામ કરી રહેલ ભારત સરકારના લોકપ્રિય વ્‍યસ્‍ત વડાપ્રધાનએ વ્‍યસ્‍તતાની વચ્‍ચે પણ મીત્ર દિલીપ સંઘાણી પરિવારને મહેમાન બનાવી સાથે ભોજન આરોગી પારીવારીક મીત્રભાવનાનો પરિચય આપ્‍યો છે. જનસંઘ-ભાજપના અવતરણથી પાર્ટી કાર્યકર્તા તરીકે હરહંમેશ મોટાભાગે સાથે કામગીરી કરી. અમરેલી જિલ્‍લામા ભાજપનો પાયો જેણે મજબૂત રીતે ધરબી આપેલ છે તેવા દિલીપ સંઘાણીની વડાપ્રધાન સાથેની મીત્રતા એ સોટચના સોના જેવી છે તેમા કાટને કોઈ સ્‍થાન નથી. તાજેતરમા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈએ સંઘાણી પરિવારને દિલ્‍હી મૂલાકાત વેળા આત્‍મીયસભર મહેમાન બનાવી, જુની વાતો તાજી કરી પરિવાર સાથે ભોજન લીધુ હતુ. ઉલ્‍લેખનીય છે કે, સાંસદ તરીકે દિલીપ સંઘાણીને મળેલ કવાટરમા જ મોદી સાથે વસવાટ કરતા હતા જે સૌ કોઈ જાણે છે. સંઘાણી-મોદીની મીત્રતાની સરાહના સાથે વફાદાર મીત્રની આગવી ઓળખ ધરાવે છે. પ્રધાનમંત્રી સાથેની મૂલાકાતમા દિલીપ સંઘાણી-શ્રીમતિ ગીતાબેન સંઘાણી, મનિષ સંઘાણી- શ્રીમતિધારાબેન સંઘાણી તેમજ પુત્રીઓ પુનમબેન-મેઘાબેન ઉપસ્‍થિત રહયા હતા તેમ કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે.


ચાંચ બંદરની બાળકીને સખત માર મારવાના બનાવમા પીતાની અટકાયત

રાજુલા,
રાજુલા શહેરમાં માનસિક અસ્‍થિર મગજ ની મહિલા રાજુલા રેલવે સ્‍ટેશન વિસ્‍તાર માં રહેતી હતી ન્નયાં ત્‍યાં આંટાફેરા કરતી હતી ત્‍યાર બાદ અસ્‍થિર મહિલા ને પ્રસુતિ થતા દીકરા નો જન્‍મ થયો હતો અને ર મહિના માં તે બાળક નો મૃત્‍યુ થયું હતું ત્‍યાર બાદ આ બાળકી નોંધારી હોવાને કારણે કેટલાક મહિલા સામાજિક કાર્યકરો એ એકજ જ્ઞાતિ હોવાને કારણે આ બાળકી ને શિક્ષણ મળી રહે તે માટે ચાંચ બંદર ગામ ના સામાજિક કાર્યકર અને આશાવર્કર અમરીબેન એ આ બાળકી ને દત્તક લીધી હતી ત્‍યાર બાદ આ બાળકી ને ર દિવસ પહેલા માર માર્યો હોવાની વાત મલતા તેમના મામા ચાંચ બંદર પોહચી આ બાળકી ને પ્રથમ તેમના ઘરે લઇ ગયા ત્‍યાર બાદ રાજુલા હોસ્‍પિટલ માં સારવાર અર્થે ખસેડવા માં આવી હતી અને ડોક્‍ટર દ્વારા સારવાર આપી અને રાજુલા પોલીસ સ્‍ટેશન માં ફરિયાદ તેના મામા ફરિયાદી ભરતભાઈ ઉગાભાઇ શિયાળ રહે રાજુલા દ્વારા ફરિયાદ આપતા ફરિયાદ પીપાવાવ મરીન માં ટ્રાન્‍સફર કરવા માં આવી અને પીપાવાવ મરીન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવા માં આવી હતી અને તેના મામા ની ફરિયાદ ના આધારે એ ચાંચ બંદર ના પાલક પિતા આરોપી લખમણભાઇ કડવાભાઇ ચૌહાણ ની રાતે અટકાયત કરી પુચ પરછ પોલીસ કરી રહી છે
બીજી તરફ ચાંચ બંદર ગામ માં આસપાસ ના લોકો સહીતઅને લોકો ના મરીન પોલીસ દ્વારા વિશેષ નિવેદન લેવા ની કાર્યવાહી હાથ ધરવા માં આવી છે બીજી તરફ બાળકી ની માતા અસ્‍થિર હોવાને કારણે કોઈ પણ પ્રકાર ની ફરિયાદ અથવા તો કોઈ પણ આક્ષેપ કરાયો નથી જેના કારણે પોલીસ તેના સગા મામા ની ફરિયાદ ના આધારે તપાસ કરી રહી છે ગત રાત થી પીપાવાવ મરીન પોલીસ ની ટિમ ઘટના ની ગંભીરતા દાખવી મૂળ સુધી પોચવા કવાયત હાથ ધરવા માં આવી છે બીજી તરફ ચાંચ બંદર ગામ ના સામાજિક કાર્યકર એ દત્તક લેવા પાછળ નું કારણ માત્ર જ્ઞાતિ ના કારણે દત્તક લીધી હોવાનું પોલીસ તપાસ માં જાણવા મળી રભ્‍ું છે હાલ માં ફરિયાદ ના આધારે પીપાવાવ મરીન પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ જુવેનાલ જુસ્‍ટિક એક્‍ટ ર01પ પ્રોટેશન એક્‍ટ 7પ આઇપીસી 3ર3 મુજબ ગુન્‍હો નોંધી તપાસ આગળ તેજ કરી છે સમગ્ર તપાસ પીપાવાવ મરીન પોલીસ સ્‍ટેશન ના પીએસઆઇ એચ ડી હિંગરોજ તપાસ ચલાવી રહિયા છે બીજી તરફ અઢીમાસ પહેલા આ બાળકી ને દત્તક લીધી હોવાનું જાણવા મળી રભ્‍ું છે અને રાજુલા હોસ્‍પિટલ માં સારવાર કરી મોડી રાતે તેને પરિસ્‍થિતિ નોર્મલ હોવાને કારણે રજા પણ આપી દીધી છે આરોપી લખમણ દાતરડી ગામ ની ગ્રામીણ બેન્‍ક નો કર્મચારી હોવાનું પોલીસ તપાસ માં બહાર આવ્‍યું છે બીજી તરફ હાલ માં પોલીસસ્‍ટેશન માં આરોપી ની વિશેષ આકરી પૂછ પરછ હાથ ધરી છે આરોપી પણ શંકા ના ઘેર માં હોવાની કેટલીક કબૂલાતો આપે છે જેને લઇ ને પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે બીજી તરફ આરોપી ના નિવેદન પણ ફરતા ફરતા અને શંકા ઉપજાવે તેવા જોવા મળી રહિયા છે અને પોલીસ હાલ માં ચાંચ બંદર ગામ માં બાળકી ના ઘર આસપાસ ફિવયફિં લોકો ના નિવેદન લઇ રહી છે ત્‍યાર બાદ અન્‍ય કોઈ સંડોવાયેલું છે કે કેમ બીજી તરફ આ આપ્રકાર નો માર મારવા પાછળ નું કારણ શું હોય શકે છે તે પોલીસ તપાસ માં બહાર આવશે હાલ માં તપાસ ચાલી રહી છે હજુ મારવા પાછળ નું સ્‍પષ્ટ કારણ બહાર આવ્‍યું નથી અને આરોપી એ જણાવાયું હતું બાળકી ને વાગેલા ના નિશાન દત્તક લીધી ત્‍યારે પણ હતા બીજી તરફ ટેનમાં ચહેરા પર થી શંકાસ્‍પદ નિવેદનો હોય તેવું જોવા મળી રભ્‍ું હતું અને આ આરોપી દાતરડી ગ્રામીણ બેન્‍ક નો કર્મચારી હોવાને કારણે બેન્‍ક સામે પણ સવાલો ઉઠી રહિયા છે બીજી તરફ રાજુલા હોસ્‍પિટલ ના તબીબ નું પ્રાથમિક તપાસ માં માનવું છે
આ નોર્મલ છે અને અમુક નિશાન ખુબ દિવસો પહેલા ના છે અમુક નિશાન તાજેતર ના 3 દિવસ ના હોય તેવું લાગતું હતું તે નિશાન પડી જવા ના કારણે થયા હોય તેવું પણ કહી શકાય અને કોઈ દ્વારા ધકો મારીપછાડેલ હોય તેવું પણ કહી શકાય એવી કોઈ ખાસ ગંભીર ઇજા નથી સ્‍થિતિ ખુબ નોર્મલ છે જેના કારણે હોસ્‍પિટલ માં રજા આપી છે આ પ્રકાર નું તબીબ નું માનવું છે બીજી તરફ સમગ્ર મામલો રક્ષાબંધન ના દિવસે બહાર આવતા ચકચાર મચી ગઈ છે બીજી તરફ આ અસ્‍થિર મહિલા મૂળ શિયાળ બેટ ગામ ની હોવાનું સૂત્રો પાસે થી જાણવા મળી રભ્‍ું છે બીજી તરફ પીપાવાવ મરીન પોલીસ ના સૂત્રો પાસે થી જાણવા મળતી વિગત મુજબ આ બાળકી કેટલા વર્ષ ની છે ખરેખર તેનો દાખલો રાજુલા નગરપાલિકા પાસે થી મંગાવાયો છે તે દાખલો પણ કોર્ટ સમક્ષ રજુ કરવો પડશે હાલ માં પરિવાર પાસે દાખલો ન હોવાને કારણે ઉમર વર્ષ નકી કરવા મુશ્‍કેલ છે
અને આ ગુનો ગંભીર છે જેના કારણે આરોપી ને કોર્ટ માંથી જામીન મેળવવા પણ મુશ્‍કેલ છે બીજી તરફ હાલ માં આ બાળકી અને તેની અસ્‍થિર મહિલા માતા સાથે રેલવે સ્‍ટેશન ની હદ માં ઝૂંપડું નાખી રહેઠાણ ફરીવાર કર્યું છે અને બાળકી પણ ઝૂંપડા માં છે જયારે તેના મામા ફરિયાદી થતા પોલીસ એ ને મોટી રાહત મળી છે તપાસ માં પણ ખરેખર સત્‍ય બહાર આવે તેવી પુરેપુરી શક્‍યતા જોવા મળી રહી છે બીજી તરફ આ ઘટના બહાર આવતા રાજુલા શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તાર ના કેટલાક સામાજિક કાર્યકરો પણ દોડી આવ્‍યા હતા


અમરેલીમાં રોટરીકલબ સીટી દ્વારા વૃક્ષારોપણ કરાયું

અમરેલી,
અમરેલીમાં તા.6/8/2017ને રવિવારના રોજ રોટરીકલબ ઓફ અમરેલી સીટી દ્વારા રોપા વિતરણ તથા વૃક્ષારોપણ અમરેલી શહેરના વિવિધ વિસ્‍તારોમાં કરવામાં આવેલ હતું. આ પ્રોજેકટરમાં આયુતા.6/8/2017ને રવિવારના રોજ રોટરીકલબ ઓફ અમરેલી સીટી દ્વારા રોપા વિતરણ તથા વૃક્ષારોપણ અમરેલી શહેરના વિવિધ વિસ્‍તારોમાં કરવામાં આવેલ હતું.
આ પ્રોજેકટમાં આર્યુવેદિક રોપાઓ તથા છાયાવાળા વૃક્ષો જુનાગઢ નર્સરી તથા અમરેલી નર્સરીમાંથી રોટેરીયન મિત્રો દ્વારા લાવવામાં આવેલ હતાં. સવારથી જ અમરેલીના લોકો લીંબુડી, જામફળી, વડલો, પીપળો, મેંદી, લીમડો, સીતાફળી, કરંજ, તુલસી, મોગરો, કરેણ, આલફ્રેન્‍ટા જેવા વિવિધ રોપા લેવા ઉમટી પડયા હતાં.
રોપા વિતરણમાં ખાસ ધારાસભ્‍યશ્રી બાવકુભાઇ ઊંધાડ ઉપસ્‍થિત રહયાં હતાં અને ત્‍યારબાદ ભગીની છાત્રાલયથી નવા નાના બસસ્‍ટેન્‍ડના ડિવાઇડર પર વૃક્ષારોપણ ટ્રી ગાર્ડ સાથે કરવામાં આવ્‍યું હતું. આ ટ્રી ગાર્ડ રોટેરીયન મિત્રો તથા વિવિધ દાતાઓ દ્વારા 100 ટ્રી ગાર્ડ તૈયાર કરવામાં આવેલ હતાં.આ ઉપરાંત અમરેલીમાં વિવિધ વિસ્‍તારો જેવા કે યમુનાપાર્ક, નવનીત સ્‍કુલ, રેલ્‍વે સ્‍ટેશનના ખુલ્‍લા પ્‍લોટમાંએસ.ટી.ડિવીઝનની સામે આવેલ સોસાયટીના કોકાન પ્‍લોટમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ સમગ્ર કાર્યક્નમના પ્રોજેકટ ચેરમેન આનંદભાઇ પોપટ, કમલેશભાઇ જોષી, પ્રતિકભાઇ સંધરાજકા, કલ્‍પેશભાઇ ડોડીયા, પ્રમુખ શ્રી પિયુષભાઇ અજમેરા, સેક્નેટરી ત્રિલોકભાઇ ભટ્ટ તથા સમગ્ર રોટરીહીલ તથા પ્રોજેકટ ચેરમેન દ્વારા સફળ બનાવેલ હતો તેમ રોટરીયન મનિષભાઇ વાકોતરાની યાદી જણાવે છે.


અમરેલીની નવજીવન જનરલ હોસ્‍પિટલમાં 4 વર્ષની બાળકીને મળ્‍યું નવુ જીવન

અમરેલી,
અમરેલીમાં તા.24/7/17 ના રોજ અમારી 4 વર્ષની બાળકી સમા સુમન રજાકભાઇ ઘરે રમતિ હતી ત્‍યારે અચાનક જેરી સાપ કરડી ગયો હતો. જેની ખુબજ ગંભીર રીતે ઝેરી અસર થતા તાત્‍કાલીક હોસ્‍પિટલ લઇ ગયા હતા. પરંતુ બાળકીને ગંભીર સ્‍થિતી જણાતા અન્‍ય મોટી હોસ્‍પિટલે લઇ ગયા હતા. પરંતુ ઝેરી અસર વધારે થતા પ્રાણધાત અસર થવા લાગી હતી. જેથી ત્રણ જેટલી હોસ્‍પિટલ ફરતા દરેક જગ્‍યાએ મોટી હોસ્‍પિટમાં સારવાર કરવા જણાવ્‍યુ હતુ. અને સાપની ઝેરી અસરના લીધે બાળકીનો જીવ પણ બચી શકશે નહિ તેવુ લાગતુ હતુ. પરંતુ છેલ્‍લે અમોને નવજીવન જનરલ હોસ્‍પિટલ વિશે જાણવા મળ્‍યુ અને તત્‍કાલીક અમારી બાળકીને રાત્રે અંદાજે 1:30 વાગ્‍યાની આસપાસ નવજીવન જનરલ હોસ્‍પિટલ તત્‍કાલીક સારવાર આપવામાં સૌથી અગેં્રસર છે. તે જ પ્રમાણે અમારી બાળકીને નવજીવન જનરલ હોસ્‍પિટલમાં લઇ જતા ત્‍યા બાળરોગ નિષ્‍ણાત ડો.શૈલેષ પટેલ તથા હોસ્‍પિટલનો સ્‍ટાફ તુરંતજ આવી ગયો હતો અને ઇમરજન્‍સીસારવાર કરી તત્‍કાલીક વેન્‍ટીલેટર ઉપર રાખવામાંઆવી હતી. આટલી ઝડપી અને અત્‍યંત ગંભીર સ્‍થિતી હોવા છતા ઉતમ સારવાર માળતા અમોને બધાને હાશકારો થયો હતો. અને ડોકટરને ભગવાનનુ સ્‍વરૂપ માનવામાં આવે છે. એવુ અમોને ત્‍યારે સમજાયુ. કેમ કે કોઇપણ પ્રકારને એડવાન્‍સ ડીપોઝીટ કરાવ્‍યા વગર પણ ખુબજ મહેનત કરીને સાવરવાર આપી હતી. ત્‍યાર બાદ અમોએ નવજીવન જનરલ હોસ્‍પિટલમાં દિવસ જેટલી સારવાર દાખલ રહીને લીધી હતી અને બાળરોગ નિષ્‍ણાત ડો. શૈલેષ પટેલ ગંભીર રોગ સારવારમાં કાર્યકુશળતા અને મહેનત તથા હોસ્‍પિટલના સ્‍ટાફની કુનેશ પણ ઉતમ હોય અમારી બાળકી અમારા ખોળામાં રમી રહીને જેનો આનંદનુ વર્ણન કરવા માટે અમારી પાસે શમ્‍દો નથી. અમારી આર્થીક સ્‍થિતિ પણ નબળો છે. પરંતુ પૈસા સામેન જોવા માત્ર નવુ જીવન આપવાનો જે ઉત્‍સાહ હોય તેમ ડો. શૈલેષ પટેલ, સ્‍ટફ મેનેજમેન્‍ટ ટીમ તથા ટ્રસ્‍ટીઓ પણ અથાગ પરીશ્રમ કરતા હવા અને એના ફળ સ્‍વરૂપે જ આજે અમારા દેકરીને ખરેખર નવજીવન મળ્‍યુ છે. અને આટલી સચપટ સારવાર પણ ખુબજ રાહત દરે કરી આપી છે. તેથી અમો બધા બાળરોગો નિષ્‍ણાત ડો. શૈલેષ પટેલ, હોસ્‍પિટલ મેનેમેન્‍ટ ટીમ, ટ્રસ્‍ટી તથા અમોને યોગ્‍ય સમયે જરૂરી આર્થીક મદદ કરનાર હદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કરીએછીએ.


અમરેલીમાં કપીરાજ બન્‍યા આકર્ષણનું કેન્‍દ્ર

અમરેલી,અમરેલીમાં છેલ્‍લા બે મહિનાથી મહેમાન બનેલા એક કપિરાજ લોકો માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા છે . આ વાંદરાને જાવા અને કેળા ખવડાવવા માટે લોકોના ટોળા ઉમટી રહયા છે.
અમરેલીમાં જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક પાસેના વિસ્‍તારમાં છેલ્‍લા બે મહિનાથી એક કપિરાજ મહેમાન બન્‍યા છે. સામાન્‍ય રીતે અમરેલી જિલ્‍લામાં વાંદરાઓ જોવા મળતા નથી તેથી અમરેલીનાં શહેરી વિસ્‍તારમાં આવી ચડેલો આ બંદર લોકો માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો છે. આ વાંદરો જિલ્‍લા બેન્‍ક અને આસપાસનાં વિસ્‍તારમાં આવેલી દુકાનો તેમજ તેના છાપરાઓ ઉપર કુદાકુદ કરતો રહે છે. જો કે આ વાંદરો કોઇને નુકસાન પહોંચાડતો ન હોવાથી વેપારીઓમાં પ્રિય બની ગયો છે.
આજે સાંજના સમયે આ વાંદરો જિલ્‍લા બેન્‍ક વાળા રોડનાં ખુણે આવેલી ચા ની લારીનાં છાપરા ઉપર ચડી ગયો હતો. જેથી રોડઉપર બંને સાઇડમાં વાહન ચાલકો પોતાના વાહન ઉભા રાખીને આ બંદરને જોવા માટે ઉમટી પડયા હતા. લોકોએ કેળા ખવડાવીને આનંદ માક્કયો હતો. રોડની બંને તરફ વાહનોના થપ્‍પા લાગી ગયા હતા


રાજુલાની બહેનોએ રાષ્‍ટ્રપતીને રાખડી બાંધી

ભારતના રાષ્‍ટ્રપતી રામનાથ કોવીંદને દિલ્‍હી જઇ રાજુલા ભાજપના મહિલા પ્રમુખ ભાવનાબેન બાંભણીયા અનરાસભ્‍ય હિરાભાઇ સોલીના પી.એ શ્રી બચુભાઇ ચૌહાણની પુત્રી રેખાબેન ચૌહાણ તથા ઠાકોર રેખાબેન ટે રાખડી બાંધી હતી તે વેળાની તસવીરમાં નજરે પડે છે.


પવિત્ર તુલશીશ્‍યામ તીર્થમા કાળીયા ઠાકોરના દર્શને એકલાખ ઉપરભંતના ભાવીકો ઉમટશે

યુગપુરુષ કૃષ્‍ણલલ્લાના જન્‍મોત્‍સ આડે હવે ગણતરીના જ દિવસો બાકી રભ છે ત્‍યારે જન્‍મોત્‍સવની ધજવણી માટે અત્‍યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરુ થઈ ગયો છે. અમરેલીની ભાગોળે આવેલા તુલસીશ્‍યામ તીર્થેધામમાં જન્‍માષ્ટમીની રજાઓમાં 1 લાખ ભાવિકો કાળીયા અમરેલેમાં પણ જન્‍મોત્‍સવની ધજવણી માટે તડામાર તૈયારીઓ શરુ થઈ છે. ગીતાના સંદેશ દ્વારા સમગ્ર જગતને પ્રેરણાના પીયુષપાન પાનારા યુગપુરુષ ભગવાન શ્રીકૃષ્‍ણનો પ્રાગટ્‍ય દિંન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રભ છે ત્‍યારે તેની ધજવણી માટે લોકોમાં ભારે ઉમંગ અને ઉત્‍સાહને લાગણી જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાની ભાગોળે આવેલા તુલસીશ્‍યામ તીર્થના જણાવ્‍યા મુજબ જન્‍માષ્ટમીના દિવસે અહીં કાળીયા ઠાકરના દર્શને 1 લાખથી વધુ ભાવિકોની જનમેદની ઉમટે તેવી શક્‍યતા છે. મંદિરમાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવ નિમિત્તે સવારથી સાંજ સુધી વિવિધ ધાર્મિક કાર્યઠ્ઠમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં સવારે પૂજા, આરતી, ભોજન પ્રસાદ અને રાત્રીના સમયે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રાત્રે 1ર વાગ્‍યે ભારે ધામધૂમથીજન્‍મોત્‍સવની ધજવણી કરવામાં આવશે. ગીરના જંગલની મઘ્‍યમાં આવેલા તુલસીશ્‍યામ તીર્થમાં ભગવાન શ્‍યામ સુંદરનું સ્‍વયંભુ સ્‍થાનક છે. સાતમથી જ એકાદ લાખ ભાવિકોનો મેળાવડો જામશે. હાલમાં પઆણ શ્રાવણ માસને શરુઆતથી જ અહીં યાત્રીઓનો પ્રવાહ ઉમટી રભે છે. ગંધકના ગરમ પાણીના પવિત્ર કુંદ માટે પણ આ સ્‍થળ જાણીતુ છે. યાત્રીઓની સુવિધા માટે તુલસીશ્‍યામ મંદિર ટ્રસ્‍ટ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે મંદિરના ટ્રસ્‍ટી અને રાજુલાના પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપભાઇ વરુએ જણાવ્‍યું કે, મંદિરમાં એકાદે લાખ ભાવિકો ઉમટે છે. તમામ ભાવિકો માટે મંદિર દ્વારા નિઃશુલ્‍ક ભાઓજનની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે.અમરેલીમાં પણ જન્‍માષ્ટમીની ધજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષે વિશ્‍વ હિંદુ પરિષદ દ્વારા જન્‍માષ્ટમીની ધજવણી કરવામાં આવે છે. આ માટે રાજકમલ ચોકમાં જન્‍માશઃટમી ધજવણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્‍યો છે. જન્‍માષ્ટમીના દિવસે સવારે ભવ્‍ય શોભાયાત્રા અમરેલીના રાજમાર્ગો પરથી નીકળશે. રાત્રી રાજકમલ ચોકમાં સેંકડો લોકો દ્વારા કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ધજવણી કરવામાં આવશે. તેમજ ધર્મસભા સહિતના કાર્યઠ્ઠમોનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.ઠાકરના દર્શને ધમટી પડશે. અહીં શ્રી કૃષ્‍ણ શ્‍યામ (કાળીયા ઠાકર) સ્‍વરુપે બિરાજમાન છે.


09-08-2017

thumbnail of 9-8-17