Main Menu

Thursday, August 10th, 2017

 

11-08-2017

thumbnail of 11-8-17


સાવરકુંડલા પાલિકાને એક મહીનામા બીજીગવાર તાળાબંધી

સાવરકુંડલા માં કોંગ્રેસ શાસિત નગરપાલિકા ને આજરોજ વોર્ડ નંબર 9 ની બીડીકામદાર અને મણિનગર વિસ્‍તારની 100 જેટલી મહિલાઓ દ્વારા પોતાના વિસ્‍તારમાં સફાઈ, લાઈટ, પાણી, ગટર, વગેરે પ્રશ્નો નું પાલિકા તંત્ર દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવતા છતાં પાલિકા ના સત્તાધીશો દ્વારા ઘ્‍યાન દેવામાં ના આવતા મહિલા ઓ રણચંડી બની નગરપાલિકા કચેરી નો ઘેરાવ કરી બધા વિભાગો માં તાળાબંધી કરવામાં આવી હતી. આ અગાઉ પણ એક માસ પહેલાં પણ સંધીચોક વિસ્‍તાર ની મહિલા ઓ દ્વારા સાવરકુંડલા કોંગ્રેસ શાસિત નગરપાલિકા ને તાળાબંધી કરવામાં આવી હતી. એક માસ માં બે વાર પાલિકા ને તાળા મારવામાં આવ્‍યા છતાં પણ પાલિકા ના વહીવટ કરતા ની આંખ ઉઘડતી નથી. સાવરકુંડલા ના ગાયત્રી મંદિર પાસે નાવલી નદી માં ગટર ના પાણી નો મોટા પ્રમાણ માં ભરાવો થતા આ વિસ્‍તાર માં મચ્‍છર અને રોગચાળો નો ઘરે ઘરે ઉપદ્રવ થવા લાગ્‍યો છે.
સાવરકુંડલા ની નાવલી નદી ની શાકમાર્કેટમાં પણ અત્‍યંત ગંદકી અને ઠેર ઠેર સફાઈ ના પ્રશ્નો માં પાલિકા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહીયા છે.સાવરકુંડલા ની પાલિકા જાણે કે આંદોલન કારી ઓ ના જ પ્રશ્ર્નો ઉકેલતી હોયતેવું આ ઘટના ઓથી ફલિત થાય છે.સમગ્ર સૌરાષ્ટ્રમાં અને અમરેલી જીલ્લાના કેટલાક વિસ્‍તારોમાં સ્‍વાઈન ફલૂ એ પગ પેસરો કરીયો અને એક નું મોત પણ થયું છે.
ત્‍યારે શું સાવરકુંડલા પાલિકા તંત્ર શહેર ના નિર્દોષ લોકો ને રોગચાળા માં ધકેલ શે.? તેવું લોકમુખે ચર્ચાઈ રહીયું છે. શહેર ના આરોગ્‍ય વિશે સંપૂર્ણ બેદરકારી દાખવતા પાલીકા તંત્ર ના સત્તાધીશો નથી લોકો ના કામ ઉકેલતા કે નથી લોકો ને સંતોષકારક જવાબ આપતા શહેર ના નગરજનો પાલિકા ની ઓફિસે આવતા હોવાની ખબર મળતા સત્તાધીશો છુમંતર થઈ જાય છે. ક્‍યાં સુધી પાલિકાતંત્ર ના સત્તાધીશો અને શહેરીજનો વચ્‍ચે આવો સતાં કુકડીનો ખેલ…?????


સ્‍વાતંત્રય પર્વ પુર્વે દેશભકિતના રંગે રંગાતી લીલીછમવેલી અમરવેલી

સ્‍વાતંત્ર્ય પર્વ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રભ છે ત્‍યારે લીલીછમ વેલી તરીકે ઓળખાતા અમરેલી શહેરમાં બજારો આઝાદીના ત્રિરંગાથી રંગાઇ રહી છે. પૂર્ણ કદના રાષ્ટ્રઘ્‍વજથી માંડીને દેશભક્‍તિની ભાવનાને ઉજાગર કરતી અનેક વસ્‍તુઓ બજારમાં વેચાણ માટે આવી છે. અમુક સંસ્‍થાઓ દ્વારા તો લોકોમાં દેશભક્‍તિની ભાવના જાગૃત કરવા માટે ખાસ દેશભક્‍તિને લગતી ચીજોના વેચાણ માટેના સ્‍ટોલ પણ શરુ કરવામાં આવ્‍યા છે. આઝાદીના રાષ્ટ્રીય પર્વને આડે હવે ગણતરીના દિવસોજ બાકી રભ છે. શાળા, કૉલેજો અને સામાજિક સંસ્‍થાઓ દ્વારા સ્‍વાતંત્ર્યદિનની ઊજવણી માટે અત્‍યારથી જ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્‍યારે અમરેલી શહેર અને જિલ્લામાં અત્‍યારથી જ દેશભક્‍તિનો માહોલ જોવા મળી રભે છે. બજારમાં પૂર્ણ કદનો રાષ્ટ્રઘ્‍વજ આમ લોકો ખરીદી શકે અને પોતાના ઘર કે ઓફિસમાં ફરકાવીને ઘ્‍વજ વંદન કરી શકે એ માટે વેચાણમાં મૂકવામાં આવ્‍યો છે. શહેરની દેશભાવનાને વરેલી સંસ્‍તહ અભિનવ ભારત દ્વારા એક ખાસ સ્‍ટોલ શરુ કરવામાં આવ્‍યો છે જે સ્‍ટોલનું નામ જ વંદે માતરમ સ્‍ટોલ રાખવામાં આવ્‍યું છે. આ સ્‍ટોલમાં માત્ર દેહભક્‍તિને લગતી ચીજોનું જ વેચાણ કરવામાં આવે છે. સ્‍ટોલને ત્રિરંગાના રંગોથી સજાવવામાં આવ્‍યો છે અને તેમાં વેચાણ માટે બેસનાર વ્‍યક્‍તિ પણ દેશભક્‍તિની ભાવના પ્રદર્શિત કરે તેવા વસ્ત્રોથી સન્નજ થઈને બેસે છે.
સ્‍વાતંત્ર્ય પર્વના દિવસે દેશભક્‍તિની ભાવના પ્રદર્શિત કરવા માટે લોકોના ઉપયોગમાં આવી શકે તેવી વિવિધ ચીજો બજારમાં વેચાણ માટે આવી છે. જેમાં ત્રિરંગાના કલરના ધજા પતાકા, તોરણ, વેલ, ફેલ્‍ટ હેટ, બેલ્‍ટ, પામ સપોર્ટ ગ્‍લોવ્‍ઝ, કી ચૈન, ચેસ્‍ટ બેઝ, ટેબલ પર રાખી શકાય તેવા ઝંદાઓ, ત્રિરંગાના કલરના ખેસ, ચીયરીંગ ફલાવર જેવી અવનવી ત્રિરંગી વસ્‍તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે.


રાજસભામાં અહેમદભાઇ પટેલ જીતી જતા પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર અને જિ.પં. પ્રમુખ શ્રી જેનીબેન ઠુંમરે શુભકામનાઓ પાઠવી બિરદાવ્‍યા

રાજસભાની રસાકસી ભરી ચુંટણીમાં સાંસદશ્રી અહેમદ પટેલને સફળતા સાથે ભવ્‍ય વિજય થતા અમરેલીના પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર અને જિલ્‍લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુંમરે અભીનંદન પાઠવી બિરદાવ્‍યા હતા અને અંગ્રેજોને કાઢવા હિન્‍દ છોડો સુત્ર અપાયુ હતુ તેમ ભાજપ મુકત કરવા માટે ગુજરાત છોડો, દેશ છોડો સુત્ર સાથે એક બની કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો ભાજપ મુકત બનાવવા પ્રયત્‍નો કરશે તેવો સંકલ્‍પ લેવાયો હતો શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, શકિતસિંહ ગોહિલ સહિતની ઉપસ્‍થિતીમાં સંકલ્‍પ કરાયાનું જણાવી શ્રી અહેમદભાઇ પટેલને આવકાર્યા હતા.


ઢસાના ઉમરડાની સીમમાં વાડીમાંથી ઇંગ્‍લિશ દારૂની બે બોટલ મળી

ઢસા,પોલીસ અધિક્ષક શ્રી સરોજકુમારી તેમજ વિભાગીય પોલી અધિકારી એમ.બી.વ્‍યાસની સુચના મુજબ ક્નોહી અને જુગારની બધી નાબુદ કરવા ઝુંબેશ રાખવામાં આવેલ હોય આવા કેસો શોધી કાઢવા માટે આજરોજ તા.8/9ના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ એચ.એચ.શેગલીયા, હે.કોન્‍સ હરદેવસિંહ, પો.કોન્‍સ.શીવરાજભાઇ પટગીર, વિપુલભાઇ પરમાર, હરદિ પસિંહ જાળીયા,ઉદયભાઇ ગઢવી સહિત સ્‍ટાફના માણસો સાથે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મતા ઉમરડા ગામે રહેતા મહાવિરસિંહ લખધીરસિંહ ગોહીલની વાડીએ રેઇડ કરતાં ઇંગ્‍લિશ દારૂની બે બોટલ રૂા.600 તેમજ દેશી દારૂ લિ.20 રૂા.440 મળી રૂા.1040નો મુદ્દામાલ કમ્‍જ કરી આરોપી હાજર ન મળતાં તેમને શોધી કાઢવાતજવીજ હાથ ધરી છે.


અમરેલીમાં ફટાકડા ફોડી કોંગ્રેસે વિજયને વધાવ્‍યો

રાજસભામાં અહેમદ પટેલની જીત થતા કોંગ્રેસમાં ખુશી વ્‍યાપી ગઇ હતી અને હરીરામબાપા ચોક ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી જીતનો જશ્‍ન મનાવ્‍યો હતો તે પ્રસંગે આગેવાનો, કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા.


રોટરી કલબ ઓફ સીટી દ્વારા રક્ષાબંધનનો કાર્યક્નમ યોજાયો

અમરેલી,
રોટરી કલબ ઓફ અમરેલી સીટી દ્વારા રક્ષાબંધનનો કાર્યક્નમ અમરેલી સેન્‍ટ્રલ જેલ તથા બહેરા મુંગા શાળામાં ઉજવવામાં આવેલ. સવારે રોટરી કલબના મેમ્‍બરો તેમની ફેમીલી તથા બહેરા મુંગા શાળાની બહેનો સહીત અમરેલી સેન્‍ટ્રલ જેલ જઇ તમામ કેદીઓ, જેલર તથા તમામ સ્‍ટાફને રાખડી બાંધવામાં આવેલ હતી. રાખડી બાંધવા આવેલ બાળાઓને જેલરભાઇ તરફથી 1100/-રૂપિયાની શુભેચ્‍છા ભેટઆપેલ જે બહેરા મુંગા શાળાને અર્પિત કરેલ તથા સાંજે 4 કલાકે બહેરા મુંગા શાળામાં ત્‍યાના તમામ વિદ્યાર્થીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરેલ હતી. અમારી પ્રેસનોટને આપના સુપ્રસિદ્ધ અખબારમાં વિનામૂલ્‍યે પ્રસારીત કરી આભાર કરશોજી.
આ કાર્યક્નમને સફળ બનાવવામાં અમરેલી સેન્‍ટ્રલ જેલના જેલર, રોટરી કલબના પ્રમુખ પીયુષભાઇ (બંટી) અજમેરા, રોટરીયન ચંદ્રેશભાઇ ઝીંઝુવાડીયાએ ખુબ જહેમત ઉઠાવી હતી તેમ કલબના સેક્નેટરી ત્રિલોક ભટની યાદી જણાવે છે.