Main Menu

Friday, August 11th, 2017

 

12-08-2017

thumbnail of 12-8-17-1


અમરેલીમાં વેપારીઓ દ્વારા વેરાનો બહિષ્‍કાર કરવામાં આવ્‍યો

અમરેલીમાં લાઠી રોડ પર આવેલી વલ્લભ ચેંબર અને આસપાસના વિસ્‍તારમાં પાલિકા દ્વારા લાંબા સમયથી કોઇ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ન આપાતા રોષે ભરાયેલા 300થી વધુ વેપારીઓ દ્વારા સામૂહિક રીતે વેરાનો બહિષ્‍કાર કરવામાં આવ્‍યો છે અને પાલિકા દ્વારા પાઠવવામાં આવેલા વેરાના બીલ પરત મોકલી આપવમાં આવશે. આ અંગે અમરેલીના લાઠી રોડ પર વલ્લભ ચેંબર, શ્રીનાથજી ચેંબર, ખોડીયાર ચેંબર, ગાયત્રી ચેંબરમાં 300થી વધુ દુકાનો તેમજ વેપારીઓના ગોદાઉનો, શોરુમ વગેરે આવેલા છે. નગરપાલિકા દ્વારા સફાઇ વેરો, મિલકત વેરો, પાણી વેરો, સ્‍ટ્રીટલાઇટ વેરો વગેરે વેરાઓ વસૂલવામાં આવે છે પણ લાંબા સમયથી આ વિસ્‍તાર જાણે નગરપાલિકાની હદમાં આવતો જ ન હોય તેમ કોઇ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી. આસપાવ્‍સના વિસ્‍તારોમાં ગંદકીના ગંજ ખડકાયા છે પણ પાલિકા દ્વારા ક્‍યારેય સફાઇ કરવામાં આવતી નથી. આસપાસના માર્ગો છેલ્લા કેટલાયે સમયથી બનાવવામાં આવ્‍યા નથી. ચોમાસમાં માર્ગો પર કાદવ કીચડ જામી જતાં લોકોને ચાલવું પણ મુશ્‍કેલ બની જાય છે પરંતુ પાલિકા દ્વારા માર્ગોની મરામત કરવાનું તો ઠીક પણ કપચી નાખવાની પણ તસદી લેવામાં આવી નહોતી. આવિસ્‍તાર શહેરી વિસ્‍તારથી દૂર છે તેમ છતાં પાલિકા દ્વારા વેપારીઓના ઉપય7ઓગ માટે જાહેર શૌચાલય કે મૂતરડી જેવી સુવિધા પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવતી નથી. આ મુદ્યે વેપારીઓ દ્વારા અનેક વખત સામૂહિક રીતે પાલિકાને રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજી તરફ વેરો ઉઘરાવવા માટે પાલિકાના કર્મચારીઓ પહોચી જાય છે. જો દેઉકાન કે ગોડાઉન બંધ હોય તો પણ વેરો ઠપકારવામાં આવે છે અને બીલો શટરથી નીચે નાખીને ચાલ્‍યા જાય છે. જેથી આ વિસ્‍તરના 300થી વધુ વેપારીઓ દ્વારા સામૂહિક રીતે નિર્ણય લઈને વેરાનો બહિષ્‍કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. પાલિકા દ્વારા જે વેરાના બીલો આપવામાં આવ્‍યા છે તે પણ પરત મોકલી દેવામાં આવશે અને ન્નયાઆં સુધી પાલિકા દ્વારા આ વિસ્‍તારમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં નહીં આવે ત્‍યાં સુધી વેરો ભરવામાં આવશે નહીં. આ મુદ્યે તમામ વેપારીઓ દ્વારા પાલિકાને તમામ વેપારીઓની સહીઓ સાથે લેખિત પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.


બોરડી સહિતના ગામોમાં મુંડા જીવાતનો ઉપદ્રવ વધતા મગફળી ઉપાડી લીધી

ધારીના બોરડી ગામે મગફળીના પાકમાં મુંડા નામની જીવાતનો ઉપદ્રવ વધતા ખેડુતોએ ત્રણ મહિના પહેલા વાવેતર કરેલી મ ઉખેડી નાખી હતી છોડમા પોપટ ફુટતા જ જીવાત ખાઇ જતી હોવાથી મોટા પ્રમાણમા નુકશાનીને કારણે ખેડુતોની હાલત કફોડી થઇ છે. ધારીના બોરડી ગામમા આ વર્ષે પણ મોટા પાયે વાવેતર કરેલ છે ગત વર્ષે પણ મુંડા જીવાત આવી હતી આ વર્ષે પણ પાન આવતા જ જીવાતે માજા મુકી છે માલસીકા, ગીગાસણ, સમુહખેતી, બોરડી વિગેરે ગામોમાં ખેડુતોમાં ચીંતાનો વિષય બન્‍યો છે આ અંગે ગામના ખેડુત નરેશભાઇ હીદડએ જણાવ્‍યું કે મે વાવેતર પહેલા મગફળીને કટ મારીને વાલ છતા પોપટા આવે ત્‍યાં મુનડાની જીવાત ખાઇ જતી અને છોડ વઘ્‍યા છે જમીન નીચે મગફળીના ડોડવા બંધાતા નથી રોઝડા, ભુંડ સાથે હવે મુંડાનો પણ ત્રાસ હોવાથી ખેડુતોને ભારે આર્થીક નુકશાન થઇ રહયાનું જણાવ્‍યું છે.


અમરેલીમાં લાયન ડે નિમિતેજનજાગૃતિ રેલી યોજાઇ

આજરોજ વિશ્‍વસિંહ દિવસ નિમિતે અમરેલી ફોરવર્ડ હાઇસ્‍કુલ ખાતે ફોરેસ્‍ટ ડીપાર્ટમેન્‍ટ દ્વારા અમરેલી શહેરની તમામ સ્‍કુલ તેમજ સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓની હાજરીમાં વિશ્‍વસિંહ દીવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) ના સભ્‍ય રમેશભાઇ કાબરીયા, વિપુલભાઇ વ્‍યાસ, સંજયભાઇ રામાણી, સહજાનંદ ભાઇ સખરેલીયા, પરેશભાઇ ઉભડા, જીતુભાઇ સુહાગીયા, કિશોરભાઇ નાકરાણી, કૌશલભાઇ ભીમાણી ઉપસ્‍થિત રહયાં હતાં.


કુંકાવાવમાં વિશ્‍વસિંહ દિવસની ઉજવણી

આજરોજ કુંકાવાવમાં વિશ્‍વસિંહ દિવસ નિમિતે સિંહને બચાવવા પ્રયત્‍નેની જાગૃતિ હેતુ તમામ બાળકો સાથેની રેલીને વ્રજ એજયુ.સંચાલિત એમ.કે.વિદ્યાલયના મોભી, અમરેલી લાયન્‍સ કલબ (રોયલ)ના પ્રમુખ અનેખોડલધામ કાગવડના ટ્રસ્‍ટી વસંતભાઇ મોવલીયા, તા.પં પ્રમુખ કાનજીભાઇ વસાણી, જી.કો.ઓ.અજીતસિંહ ગોહીલ, બી.આર.સી.ગોંડલીયાભાઇ, ઉદયભાઇ દેસાઇ, વનવિભાગના શ્રી ડવ, ગામના આગેવાનો, આચાર્યશ્રીઓ, શિક્ષકોની ઉપસ્‍થિતિમાં લીલીઝંડીથી મહારેલીનું પ્રસ્‍થાન કરાવવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીઓએ સુત્રોચ્‍ચાર સાથે એક આગવા માહોલમાં સિંહના મોહરા અને બેનર સાથે તમામ અગ્રણીઓ સહિત 1 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ, મહાનુભાવો, ગ્રામજનો, શિક્ષકો સહિત શહેરના મુખ્‍યમાર્ગો ઉપર ફરીને લોકોને જાગૃત કર્યા હતાં. રેલી એમ.કે.વિદ્યાલયમાં પૂર્ણ થતા સિંહના મહત્‍વ વિષે એમ.કે.વિદ્યાલયના વિદ્યાર્થી ધર્મ રામાણીએ સુંદર વકતવ્‍ય આપેલ અને તમામે શિસ્‍તબઘ્‍ધ રીતે પ્રતિજ્ઞા લીધી હતી. વસંતભાઇ મોવલીયાએ તેમની સંસ્‍થાના યજમાન પદે સુંદર કાર્યક્નમ યોજવા બદલ આભાર વ્‍યક્‍ત કરેલ. ઉપસ્‍થિત તમામ બાળકોને ચોકલેકટ વેચી મીઠા મો કરાવ્‍યા હતા તેમજ પ્રતિભાવન વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્‍સાહિત કરેલ કાર્યક્નમનું સંચાલન ઉદયભાઇએ કરેલ આ કાર્યક્નમને સફળ બનાવવા સ્‍થાનિક તમામ સંસ્‍થાના આચાર્યશ્રીઓ, બી.આર.સી.કો.ઓ. ભાવેશભાઇ સી.આ.સી.કોરાટભાઇ, બી.આર.સી. તમામ સ્‍ટાફ તેમજ તમામ ગુરૂજનોએ જહેમત ઉઠાવી હતી.