Main Menu

Saturday, August 19th, 2017

 

20-08-2017

  1. thumbnail of 20-8-17

અમરડેરીના ચેરમેન શ્રી સાવલીયાને આંગણે વાસ્‍તુ પુજન કરાયું

અમરેલીની અમર ડેરીના ચેરમેન અને વજનદાર રાજકીય આગેવાન શ્રી અશ્‍વિન સાવલીયાના નવા મકાન દ્વારકેશનું વાસ્‍તુ પુજન અને ધાર્મીક કાર્યક્નમો શ્રી રૂપાલા, તથા શ્રી સંઘાણીની ઉપસ્‍થિતિમાં યોજાયાહતા.
ઇસ્‍ટદેવ શ્રીનાથજીબાવા તથા કુળદેવીશ્રી ખોડીયારમાં અને સંતશ્રી ભોજલરામબાપાની કૃપાથી શ્રી અશ્‍વિનભાઇ સાવલીયાના આદર્શ એવા શ્રી પરશોતમભાઇ રૂપાલા તથા શ્રી દિલીપભાઇ સંઘાણીની ઉપસ્‍થિતીમાં શ્રી અશ્‍વિનભાઇ સાવલીયાના નવા મકાન દ્વારકેશનું વાસ્‍તુ પુજન કરાયું હતુ. યજ્ઞ, હોમ, પ્રસાદી અને ભગવાન સત્‍યનારાયણની કથા સાથે યોજાયેલ ધાર્મીક ર્કાક્નમમાં શ્રી અશ્‍વિનભાઇ સાવલીયાનું વિશાળ મિત્ર વર્તુળ, સ્‍નેહીઓ, શુભેચ્‍છકો, ટેકેદારો અને ચાહકોની ઉપસ્‍થિતીમાં યજ્ઞ સાથે સાવલીયા પરીવારે મંગલ ગૃહ પ્રવેશ કર્યો હતો.સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તથા જિલ્‍લાભાજપના પૂર્વ પ્રમુખશ્રી દિનેશભાઇ પોપટ, ડો.ભરતભાઇ કાનાબાર, શ્રી મનસુખભાઇ સુખડીયા તથા પૂર્વધારાસભ્‍યશ્રી મનસુખભાઇ ભુવા, શ્રી કાળુભાઇ વિરાણી, શ્રી વાલજીભાઇ ખોખરીયા તથા જિલ્‍લા ભાજપના પ્રમુખ શ્રી હિરેનભાઇ હિરપરા, શ્રી કૌશિકભાઇ વેકરીયા, કમલેશભાઇ કાનાણી સહિત જિલ્‍લા ભાજપની ટીમ તથા અમરેલી તાલુકા પંચાયતના હોદ્દેદારશ્રીઓ જુનાગઢ ડેરીના ચેરમેન શ્રી રામસિંહભાઇ ભેટાળીયા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા અને ભોજલધામના મહંત પૂજય ભક્‍તિરામબાપુએ પણ પધારી આર્શિવાદ આપ્‍યા હતા.દાયકાઓથી લોકસેવા કરનાર શ્રી સાવલીયા પરીવારને આંગણે યોજાયેલા આ પ્રસંગમાં રાજકીય આગેવાનો તથાવિવિધક્ષેત્રના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.


અમરેલી જિલ્લામાં પ00 ગ્રામિણ ડાક સેવકો દ્વારા બેમુદતી હડતાલ

 

ગ્રામ્‍ય વિસ્‍તારમાં સેવા બજાવતા ડાક સેવકોના વિવિધ પ્રશોના અનુસંધાને ઓલ ઇંન્‍ડિયા ડાક સેવક યુનિયન દ્વારા અપાયેલા એલાનના પગલે અમરેલી જિલ્લામાં પ00 ગ્રામીણ ડાક સેવકો બે દિવસથી અચોક્કસ મુદ્યતની હડતાલ પર ઊતરી જતાં જિલ્લામાં ડાક સેવા ઠપ્‍પ થઈ ગઈ છે.
ગ્રામ્‍ય વિસ્‍તારમાં ફરજ બજાવતા ડાક સેવકોને કેંદ્ર સરકાર દ્વારા નજીવું વેતન આપવામાં આવે છે ન્નયારે અન્‍ય કર્મચારીઓને ઊમ્‍ચી રકમના પગાર સાથે અનેક ઇજાફાઓ પણ મળે છે.
કમલેશ ચંદ્રા સમિતિ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને લાગુ કરવા માટેની માગણિ સાથે લાંબા સમયથી આંદોલન અને રજૂઆતો કરવામાં આવી રહી છે તેમ છતાં પણ અમલવારી ન થતા ઓલ ઇંડીયા ગ્રામિણ ડાક સેવક યુનિયન દ્વારા અપાયેલા એલાનના પગલે તા.16મીથી અચોક્કસ મુદ્યત માટે અમરેલી જિલ્લાના તમામ ડાક સેવકો હડતાલ પર ઊતરી ગયા છે.
જિલ્લા મથક અમરેલી ખાતે કર્મચારીઓ દ્વારા પોસ્‍ટ ઓફિસની સામે છાવણી નાખીને કર્મચારીઓ દ્વારા પ્રતેક ધરણા કરવામાં આવ્‍યા હતા. જિલલમાં પ00 જેટલા ગ્રામિણ ડાક સેવકોની હડતાલના કારણે મોટા ભાગની સબ પોસ્‍ટ ઓફિસોની કામગીરી બંધ થઈ ગઈ છે.
ટપાલોથી માંડીને લાઇટ, ટેલિફોનના બીલનું વિતરણ પણઠપ્‍પ થઈ ગયું હતું. આ અંગે યુનિયનના અમરેલે જિલ્લાના સેઠ્ઠેટરી બી.વી. ગોસાઇએ જણાવ્‍યું કે, ન્નયાં સુધી રિપોર્ટ ને લાગુ કરવાનો કેંદ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં નહીં આવે ત્‍યાં સુધી અમરેલી પોસ્‍ટલ ડિવિઝનના તમામ કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા રહેશે.


બાબરા તાલુકા ભાજપના કાર્યાલયનુ ડો.કાનાબાર હસ્‍તે રવિવારે ઉદ્‌ધાટન

બાબરા,બાબરા તાલુકાના ભાજપના કાયઁલય ની રવિવારે બપોરે ત્રણ વાગ્‍યે જીલ્લા ભાજપના પુવઁ પ્રમુખ ડો ભરતભાઈ કાનાબારના હસ્‍તે ઉઘ્‍્‌ઘાટન રાખવામાં આવે છે આગામી સમયમાં આવનાર ચુંટણી ઓ તથા બાબરા તાલુકા ભાજપ ની સંગઠનાત્‍મક પ્રવૃત્તિ સુચારૂ રીતે ચાલી શકે અને તે માટે તાલુકાના મુખ્‍ય મથક એવા બાબરામા તારીખ -ર0-8-ર017- ના રોજ થી બપોરે ત્રણ વાગ્‍યે થી બાબરા તાલુકા ભાજપના કાયઁ લય નો મંગળ પ્રારંભ કરવામાં આવશે બાબરા તાલુકાના ભાજપ પ્રમુખ નિતિન રાઠોડ તાલુકાના મહામંત્રી મહેશભાઈ ભાયાણી બાદુરભાઇ બકોત્રરા દ્વારા કાયઁલય ખોલવામાં આવેલ છે.આ ઉદ્‌ ધાટન પ્રસંગે કેન્‍દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા વી વી વધાસીયા નારાયણભાઇ કાછડીયા ધારાસભ્‍ય બાવકુભાઇ ઉંધાડ દિલીપભાઈ સંઘાણી હીરાભાઇ સોલંકી જીલ્લા ભાજપના પ્રમુખ હીરેન હીરપરા હષઁદભાઇ દવેમયુરભાઇ હીરપરા માજી ધારાસભ્‍ય વાલજીભાઇ ખોખરીયા મનસુખભાઇ ભુવા લલીતભાઇ આંબલીયા અલ્‍તાફભાઇ નથવાણી મુકેશભાઇ ખોખરીયા સહિત તાલુકા ભાજપના હોદ્યેદારો શહેર ભાજપના હોદ્યેદારો નગરપાલિકા ના ભાજપના સભ્‍યો તાલુકાના સભ્‍યો ભાજપના વિવિધ મોરચા ના હોદ્યેદારો આગેવાનો કાયઁ કરો ઉપસ્‍થિત રહી કાયઁલય નો પ્રારંભ કરવામાં આવશે તેમ તાલુકા ભાજપના પ્રમુખ નિતિન રાઠોડે જણાવ્‍યું છે તેમ દિપક કનૈયા એ જણાવ્‍યુ છે


અમરેલીથી લીલીયા તરફ જઇ રહેલા બાઇકસવારનું રોજડા સાથે અથડાતા મૃત્‍યુ

અમરેલીના સરકારવાડામાં રહેતા વ્‍હોરા આધેડનું બાઇક અકસ્‍માતમાં મૃત્‍યુ નિપજતા અમરેલીના વ્‍હોરા સમાજમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે અમરેલીના સરકારવાડામાં રહેતા અને લીલીયા ગેસ એજન્‍સીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ખોજેમાભાઇ ઇબ્રાહીમભાઇ કપાસી (ઉ.વ.58) પોતાના પુત્ર અદનાન સાથે આજે સવારે રાબેતા મુજબ એકટ્‍વિા ઉપર લીલીયા ફરજ ઉપર જઇ રહયા હતાં ત્‍યારેલાલાવદર અને સલડી વચ્‍ચે માર્ગમાં અચાનક આડા ઉતરેલા રોઝડા સાથે તેની બાઇક અથડાતા ખોજેમાભાઇનું ઘટના સ્‍થળ ઉપર જ કરૂણ મૃત્‍યુ નિપજયું હતું અકસ્‍માતનો ભોગ બનેલ ખોજેમાભાઇ જાફરી મજારના મેનેજર શ્રી ઇબ્રાહીમભાઇના પુત્ર હોય આ બનાવની જાણ થતા વ્‍હોરા સમાજના આગેવાનો હોસ્‍પિટલે દોડી ગયા હતાં અને પોલીસે ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


અમરેલીના મહિલા સહાયતા કેન્‍દ્રએ સતત 6માસ સુધી ચંદાદેવીના પરિવારને શોઘ્‍યો

અમરેલીના મહિલા પોલીસ સ્‍ટેશનમાં આવેલા મહિલા સહાયતા કેન્‍દ્રના કર્મચારીઓએ છેલ્‍લા 6માસ સુધી સતત શોધખોળ ચલાવી અને એક બિનવાર્ષિ યુવતી મઘ્‍યપ્રદેશની હોવાનું શોધી કાઢયું હતું.આ અંગેની વિગત એવા પ્રકારની છે કે તા.27/1/2017ના રોજ સાવરકુંડલાના રેલ્‍વે સ્‍ટેશન પાસેથી સ્‍વરૂપાની યુવતી બિનવાર્ષિ હાલતમાં મળી આવી હતી. પોલીસના સપોટથી ચાલતા સરકારના મહિલા સહાયતા કેન્‍દ્ર અમરેલી અને સાવરકુંડલામાં ચાલે છે તેના કાઉન્‍સીલર પારૂલબેન મહિડા અને 181ની ટીમના નિતાબેન ચૌહાણની ટીમે આ યુવતીની તપાસ થતા તેનુંનામ ચંદાદેવી ચૌધરી જાણવાનું મળેલ અને તેણીને અમરેલી વિકાસગૃહને હવાલે કરી હતી ત્‍યારથી પોલીસ દ્વારા સતત ચંદાદેવીના વતન માટે તપાસ ચાલુ હતી અને તપાસના અંતે એવું જાણવા મળ્‍યું હતું કે ચંદાદેવીનું વતન મઘ્‍યપ્રદેશ છે આથી ભોપાલની ગૌરવી નામની સંસ્‍થાનો સંપર્ક કરી ચંદાદેવીને ત્‍યા મુકવાનો નિર્ણય કરાતા આજે પોલીસ ભોપાલ જવા રવાના થઇ છે. ચંદાદેવી તેના પતિનું નામ ગટુ પતિ અને પિતાનું નામ આશારામ જણાવે છે. ગૌરવી સંસ્‍થાના મોબાઇલ નં.94253 02627 તથા 07552 57203 છે. અને મહિલા સહાયતા કેન્‍દ્રના શ્રી પારૂલબેન મહિડાનો નં.972797 0177 છે. ચંદાદેવીને જો કોઇ જાણતું હોય તો આ નંબર ઉપર જાણ કરી શકાશે.


સતાધારના મહંત શ્રી જીવરાબાપુની તબીયત લથડતા ચેકઅપ કરાયું

અમરેલી,પરમ પૂજય આપા ગીગાની કૃપા છે કે પરમ પૂજય શ્રી જીવરા બાપુની તબીયત ખુબજ સારી હોવાથી કાઇએ ચિંતા કરવી નહી બાપુ સંપૂર્ણ સ્‍વસ્‍થય છી ને હરતા ફરતા છે. આજે બાપુએ સેવકગણની માંગણીને માન્‍ય રાખી પ્રથમ વખત હોસ્‍પિટલમાં જાવા હા પાડી છે. બાપુની તબિયત સારી છે. પણ માત્ર ચેક અપ માટે હેલિકોપ્‍ટર દ્વારા રાકોડ હોસ્‍પિટલ લઇ જાવા ના છે માટે કોઇએ ચિંતા કરવી નહી. તેમ સેવક ગણે જણાવ્‍યુ છે.


અમરેલીમાં મીનીવેટલેટ માટે શ્રી ધાનાણીએ ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરી

અમરેલી સિવિલ હોસ્‍પિટલમાં સ્‍વાઇનફલુના મીનીવેટલેટ માત્ર 2 છે,જેનાથી માત્ર બે પેસન્‍ડ સારવાર થઇ તેમ છે,અમરેલી જીલ્‍લામાં સ્‍વાઇનફલુના કુલ 28 જેવા કેસ પોઝીટીવ હોય,પરંતુ અમરેલી સિવિલ હોસ્‍પિટલમાં સ્‍વાઇનફલુના માત્ર બે મીનીવેટલેટ હોય જેનાથી માત્ર બે પેસન્‍ડની સારવાર થઇ શકે તેમ છે,અમરેલી જીલ્‍લાના દર્દીને બહાર રાજકોટ,અમદાવાદ,રીફર કરવા પડે જે ગંભીર બાબત છે,આજદિન સુધી 10 કેસ ફેઇલ થઇ ગયેલ છે,આથી તાત્‍કાલીક અસરથી અમરેલી સિવિલ હોસ્‍પિટલમાં માત્ર બે મીનીવેટલેટ કરવા જેનાથી સ્‍વાઇનફલુના 20 થી 25 દર્દીને સારવાર થાય એવી અપગે્રડ કરવા મારી માંગ છે.
ઉપરોકત રજુઆત અંગે ત્‍વરીત યોગ્‍ય નિર્ણય કરવા અને કરાવવા આપની કક્ષાએથી યોગ્‍ય કાર્યવાહી કરવા વિનંતી.અને જો આ અંગે ત્‍વરીત નિર્ણય નહી આવે તો જન આંદોલનના માર્ગ આગળ વધશે.જેની ગંભીર નોંધ લેવા વિનંતી.


19-08-2017

thumbnail of 19-8-17